કરિશ્મા મહેતા ફરી ચર્ચામાં 32 વર્ષની ઉંમરે ઓવરીઝ ફ્રિઝ કરાવ્યા

કરિશ્મા મહેતા Humans of Bombay ના CEO 32 વર્ષની ઉંમરે ઓવરીઝ (અંડકોશ) ફ્રિઝ કરાવી ફરી ચર્ચામાં આવ્યા છે. આ નિર્ણય પાછળનું કારણ અને તેમની પ્રેરણાદાયક સફર વિશે વિગતે વાંચો. કરિશ્મા મહેતા પીએમ મોદી સાથેની મુલાકાતથી અગાઉ ચર્ચામાં આવ્યા હતા.

કરિશ્મા મહેતા Humans of Bombay ના CEO 32 વર્ષની ઉંમરે ઓવરીઝ (અંડકોશ) ફ્રિઝ કરાવી ફરી ચર્ચામાં આવ્યા છે. આ નિર્ણય પાછળનું કારણ અને તેમની પ્રેરણાદાયક સફર વિશે વિગતે વાંચો. કરિશ્મા મહેતા પીએમ મોદી સાથેની મુલાકાતથી અગાઉ ચર્ચામાં આવ્યા હતા.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
કરિશ્મા મહેતા એ 32 વર્ષની ઉંમરે ઓવરીઝ ફ્રિઝ કરાવ્યા | Humans of Bombay CEO Karishma Mehta Egg Freezing News

Humans of Bombay CEO કરિશ્મા મહેતા 32 વર્ષની ઉંમરે ઓવરિઝ (અંડકોશ) ફ્રિઝ કરાવી સમાચારમાં આવ્યા છે. (ફોટો સોશિયલ મીડિયા)

હ્યુમન્સ ઓફ બોમ્બે (HoB)ના CEO કરિશ્મા મહેતાએ 32 વર્ષની ઉંમરે પોતાના અંડકોશ (ઓવરીઝ) ફ્રિઝ કરાવવાનો નિર્ણય લીધો છે. તેણીએ સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ શેયર કરતાં કહ્યું કે, ઘણા લાંબા સમયથી આ કરવાની ઇચ્છા હતી.

Advertisment

કરિશ્મા મહેતાએ જાન્યુઆરી મહિનાની કેટલીક ખાસ ક્ષણો શેર કરતા સોશિયલ મીડિયા પર આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. 1992માં જન્મેલી કરિશ્માએ 2014માં ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ શરૂ કર્યું, જે વાસ્તવિક જીવનની કહાનીઓ અને પોર્ટ્રેટ રજૂ કરે છે.

તેમણે એક પોસ્ટમાં લખ્યું: "જાન્યુઆરી મહિનો ખૂબ જ ખાસ રહ્યો. કેટલાક અંગત અને વ્યવસાયિક સફળતા મેળવી. બકેટ લિસ્ટની કેટલીક વસ્તુઓ પૂર્ણ થઈ અને કેટલાક માટે માર્ગ ખુલ્યો. 2025 શાનદાર છે!”

Advertisment

તેમણે વધુમાં ઉમેર્યું, "લાંબા સમયથી ઇચ્છા હતી અને આખરે આ મહિનાની શરૂઆતમાં મેં મારા ઓવરીઝ (અંડકોશ) ફ્રિઝ કરાવ્યાં." પોસ્ટ સાથે તેમણે એક ફોટો પણ શેર કર્યો, જેમાં તે હોસ્પિટલના બેડ પર હાથ પકડીને દ્રશ્યમાં દેખાઈ રહ્યાં છે.

Humans of Bombay CEO Karishma Mehta Egg Freezing News
કરિશ્મા મહેતા એ હોસ્પિટલના બેડ પરનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો

તેમણે વધુમાં એ પણ જણાવ્યું કે તેમણે અભય દેઓલ સાથે પહેલીવાર જાહેરાત શૂટ કરી અને કોલ્ડપ્લે કોન્સર્ટમાં હાજરી આપી હતી. HoBની 11મી વર્ષગાંઠ પર ઉજવણી કરી અને લિંકડઇન માસ્ટરક્લાસ પણ પૂર્ણ કર્યું.

સોશિયલ મીડિયા પર પ્રશંસા

કરિશ્માની આ પોસ્ટને ઘણાં લોકોએ હૃદયસ્પર્શી ઇમોજી સાથે પ્રતિસાદ આપ્યો છે. "વાહ! આ વર્ષની જોરદાર શરૂઆત છે!", "તમે પ્રેરણાદાયક છો!", અને "તમારો પરિશ્રમ દેખાઈ રહ્યો છે!" જેવા અભિપ્રાય મળી રહ્યા છે.

કરિશ્મા મહેતા ફેશન

"હું શાકાહારી છું, તો પછી કેમ ચામડાનો ઉપયોગ કરું?" એવી લાગણી વ્યક્ત કરતાં તેણીએ જાહેરાત કરી છે કે, હવે તે લક્ઝરી ચામડાનો સામાન વેચી નાખશે અને તેના પૈસાથી પશુ કલ્યાણ NGOને ફાળો આપશે.તેમની આ કામગીરી અને જીવનશૈલી માટે પણ લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે.

મોદી સાથે મુલાકાત ટર્નિંગ પોઇન્ટ

કરિશ્મા મહેતા 'હ્યુમન્સ ઓફ બોમ્બે' ના સ્થાપક છે, જે મુંબઈના લોકોની પ્રેરણાદાયક કહાનીઓ રજૂ કરે છે. 27 વર્ષની ઉંમરે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 22 મિનિટની મુલાકાત લીધી હતી, આ મુલાકાતે તેણીને વિશેષ ઓળખ અપાવી અને 'હ્યુમન્સ ઓફ બોમ્બે' વધુ લોકપ્રિય બન્યું.

અંડકોશ (ઓવરીઝ) ફ્રિઝ કરાવવાના ફાયદા

ઓવરીઝ ફ્રિઝ કરાવવું એ આધુનિક પ્રજનન આરોગ્ય માટે એક ઉત્તમ વિકલ્પ છે, જે મહિલાઓને તેમના જીવનની શરતો અનુસાર માતૃત્વના નિર્ણયો લેવાની મુક્તિ આપે છે.

ભવિષ્યમાં માતૃત્વનો વિકલ્પ – જો કોઈ મહિલા હાલ માતૃત્વ માટે તૈયાર ન હોય, તો ઓવરીઝ ફ્રિઝ કરવાથી ભવિષ્યમાં ગર્ભધારણ માટે એક સારો વિકલ્પ રહે છે.

જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities