ભારતના આ શહેરમાં રહે છે એશિયાના સૌથી વધુ અબજોપતિ, દુનિયાના ટોપ-10 બિલિયોનર દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમે

Hurun India Billionaire Rich List 2024 : હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2024 અનુસાર હાલ દુનિયામાં 3279 અબજોપતિઓ છે. છેલ્લા એક વર્ષમાં અમેરિકામાં 109 અને ભારતમાં 84 નવા અબજોપતિ ઉમેરાયા છે જ્યારે ચીનમાં આ સંખ્યા 155 ઘટી છે.

Hurun India Billionaire Rich List 2024 : હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2024 અનુસાર હાલ દુનિયામાં 3279 અબજોપતિઓ છે. છેલ્લા એક વર્ષમાં અમેરિકામાં 109 અને ભારતમાં 84 નવા અબજોપતિ ઉમેરાયા છે જ્યારે ચીનમાં આ સંખ્યા 155 ઘટી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
billionaire | india billionaire list | world billionaire list | hurun global rich list 2024 | asia billionaire capital

હુરુન રિચ લિસ્ટ 2024 અનુસાર હાલ ભારતમાં 271 અબજોપતિ છે. (Photo - Freepik)

Hurun India Billionaire Rich List 2024 : વિશ્વના સૌથી ધનિક લોકો 2024 ભારતના અબજોપતિ મુકેશ અંબાણી: ભારત વિશ્વનો ત્રીજો દેશ છે જ્યાં સૌથી વધુ અબજોપતિઓ રહે છે. જી હા, નવી હુરુન ગ્લોબલ લિસ્ટમાં ખુલાસો થયો છે કે એશિયાના સૌથી વધુ અબજોપતિ મુંબઈમાં રહે છે. અને આ શહેરમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ રહે છે. મુકેશ અંબાણી દુનિયાના 10માં ક્રમના સૌથી ધનિક વ્યક્તિ પણ છે.

Advertisment

અમેરિકા અને ભારતમાં ધનાઢ્યોની સંખ્યા વધી જ્યારે ચીનમાં ઘટી

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2024 અનુસાર, હાલ દુનિયાભરમાં 3279 અબજોપતિઓ છે. ગત વર્ષ (2023)ની સરખામણીમાં 167 નવા અબજોપતિ ઉમેરાયા છે. ચીનમાં વિશ્વમાં સૌથી વધુ 814 અબજોપતિ છે. જ્યારે 800 અબજોપતિ સાથે અમેરિકા આ મામલે બીજા નંબર પર છે. આમ ગત વર્ષની તુલનાએ અમેરિકામાં 109 અને ભારતમાં 84 નવા અબજોપતિ ઉમેરાયા છે. જો કે બીજી બાજુ આ દરમિયાન ચીનમાં બિલિયોનર્સની સંખ્યા 155 ઘટી છે. હુરુન રિચ લિસ્ટ 2024 અનુસાર હાલ ભારતમાં 271 અબજોપતિ છે.

રિપોર્ટ અનુસાર, "ભારત માટે વર્ષ ઘણું જ શાનદાર રહ્યું છે અને લગભગ 100 નવા અબજોપતિ બન્યા છે. અર્થતંત્રમાં રેકોર્ડ સ્તરે આત્મવિશ્વાસ વધ્યો. એશિયાના બિલિયોનર્સ કેપિટલ મામલે મુંબઈએ બેઇજિંગને પાછળ છોડી દીધું છે (હુરુનની યાદીમાં પ્રથમ વાર) અને વિશ્વમાં સૌથી વધુ અબજોપતિ ધરાવતું દુનિયાનું ત્રીજું શહેર બન્યું છે.

આ ઉપરાંત ભારતની રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીનો પણ પહેલીવાર સૌથી વધુ અબજોપતિ ધરાવતા ટોપ-10 શહેરોમાં સમાવેશ થયો છે.

Advertisment

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓની વાત કરીએ તો એલોન મસ્ક ફરી એકવાર પ્રથમ ક્રમે આવ્યા છે અને તેનું કારણ ટેસ્લાના શેરમાં તેજી છે. તો માર્ક ઝુકરબર્ગ અને લેરી પેજ પણ આ વર્ષે ટોપ-10 અમીરોની યાદીમાં સામેલ થયા છે. ભારતીય ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાના 10માં ક્રમના સૌથી ધનિક વ્યક્તિ છે.

નોંધનીય છે કે, સંગીતકાર ટેલર સ્વિફ્ટ પણ અબજોપતિઓની ક્લબમાં આવી છે અને તેની નેટવર્થ 1.2 અબજ ડોલર સુધી પહોંચી ગઇ છે.

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2024 એક વાર્ષિક રિપોર્ટ છે, જેમાં દર વર્ષે અમેરિકન ડોલર અનુસાર દુનિયાભરના અબજોપતિઓને સ્થાન આપવામાં આવે છે. હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

સૌથી વધુ અબજોપતિ ધરાવતા ટોપ-10 દેશ

  1. ચીન
  2. અમેરિકા (યુએસએ)
  3. ભારત
  4. યુનાઇટેડ કિંગડમ
  5. જર્મની
  6. સ્વિટ્ઝર્લેન્ડ
  7. રશિયા
  8. ઇટાલી
  9. ફ્રાન્સ
  10. બ્રાઝિલ

આ પણ વાંચો | શેરબજારમાં ટી+0 સેટલમેન્ટ 28 માર્ચથી શરૂ, બીએસઇ એ 25 સ્ટોકની યાદી જાહેર કરી; જાણો તમને કેવી રીતે ફાયદો થશે

સૌથી વધુ અબજોપતિ ધરાવતા ટોપ-10 શહેર

  1. ન્યૂયોર્ક (યુએસએ)
  2. લંડન (યુકે)
  3. મુંબઇ (ભારત)
  4. બેઇજિંગ (ચીન)
  5. શાંઘાઇ (ચીન)
  6. શેન્ઝેન (ચીન)
  7. હોંગકોંગ (ચીન)
  8. મોસ્કો (રશિયા)
  9. નવી દિલ્હી (ભારત)
  10. સાન ફ્રાન્સિસ્કો (અમેરિકા)
india બિઝનેસ મુકેશ અંબાણી વિશ્વ