/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Amit-Shah-1.jpg)
Amit Shah : અમિત શાહ ભારતના ગૃહ મંત્રી અને સહકાર મંત્રી છે. (Photo - amitshah.co.in)
Hyderabad Liberation Day: કેન્દ્ર સરકારે બે દિવસ પહેલા સીએએને લાગુ કરવાની જાહેરાત કર્યા બાદ બીજો મોટો નિર્ણય લીધો છે. દર વર્ષે 17 સપ્ટેમ્બરે 'હૈદરાબાદ મુક્તિ દિવસ' ઉજવવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી. ભારત સરકારે આ દિવસની ઉજવણી કરવાનો અને દાયકાઓ પહેલા હૈદરાબાદને આઝાદ કરાવનારા શહીદોને યાદ કરીને યુવાનોના મનમાં દેશભક્તિની જ્યોત પ્રગટાવવાનો નિર્ણય લીધો છે.
ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતની આઝાદી પછી પણ હૈદરાબાદ 13 મહિના સુધી નિઝામના શાસનમાં રહ્યું અને તેને આઝાદી મળી નથી. ઓપરેશન પોલો નામની પોલીસ કાર્યવાહી બાદ, હૈદરાબાદને 17 સપ્ટેમ્બર 1948ના રોજ નિઝામના શાસનમાંથી મુક્ત કરવામાં આવ્યું હતું. ગૃહ મંત્રાલયે કહ્યું કે વિસ્તારના લોકોની માંગ છે કે 17 સપ્ટેમ્બરને હૈદરાબાદ લિબરેશન ડે તરીકે ઉજવવામાં આવે.
નોટિફિકેશનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે હવે હૈદરાબાદને આઝાદ કરાવનારા શહીદોને યાદ કરવા અને યુવાનોના મનમાં દેશભક્તિની જ્યોત જગાડવા માટે મોદી સરકારે દર વર્ષે 17 સપ્ટેમ્બરને 'હૈદરાબાદ મુક્તિ દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.
હૈદરાબાદ વિદ્રોહનો ઇતિહાસ શું છે?
રઝાકારોએ લોકો પર ઘણા અત્યાચારો કર્યા હતા અને હૈદરાબાદમાં તત્કાલીન નિઝામના શાસનનો સંપૂર્ણ બચાવ કર્યો હતો. જ્યારે ભારતને આઝાદી મળી, ત્યારે રઝાકારોએ ભારતીય સંઘ સાથે તેના વિલીનીકરણનો વિરોધ કર્યો અને ઇચ્છતા હતા કે હૈદરાબાદ રાજ્ય કાં તો પાકિસ્તાનમાં જોડાય અથવા મુસ્લિમ પ્રભુત્વનો સામનો કરે. હૈદરાબાદને ભારતના સંઘમાં ભેળવી દેવા માટે રઝાકારોના અત્યાચારો સામે પ્રદેશના લોકોએ બહાદુરીપૂર્વક લડત આપી હતી.
આ પણ વાંચોઃ- ગૃહ મંત્રાલયે કહ્યું – સીએએથી પરેશાન ના થાય ભારતીય મુસલમાન, કોઇની પાસે ડોક્યુમેન્ટ માંગવામાં આવશે નહીં
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/SoU.jpg)
વલ્લભભાઈ પટેલની હિંમત
17 સપ્ટેમ્બર, 1948 ના રોજ, હૈદરાબાદ રાજ્ય નિઝામના શાસન હેઠળ હતું. તેને ભારતમાં ભેળવવાનો શ્રેય તત્કાલિન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. લશ્કરી કાર્યવાહી દ્વારા જ હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દેવામાં આવ્યું હતું. તાજેતરના વર્ષોમાં, નરેન્દ્ર મોદી સરકારે દર વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ આ પ્રસંગને 'હૈદરાબાદ મુક્તિ દિવસ' તરીકે ઉજવ્યો છે. ગયા વર્ષે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભાગ લીધો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us