/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Congress.jpg)
કોંગ્રેસના બેંક ખાતાઓ પર આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલુ રહેશે - (એએનઆઈ ફાઇલ ફોટો)
Congress : કોંગ્રેસના બેંક ખાતાઓ પર આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલુ રહેવાની છે. ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) એ શુક્રવારે કોંગ્રેસ દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી હતી. જેમાં 210 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ અંગેના વિવાદના સંદર્ભમાં IT વિભાગની વસૂલાત અને તેમના બેંક ખાતાઓ ફ્રીઝ કરવાની કાર્યવાહી સામે સ્ટે માંગવામાં આવ્યો હતો.
કોંગ્રેસ સાથે જોડાયેલા ચાર બેંક ખાતા સીઝ કરવામાં આવ્યા હતા
થોડા દિવસ પહેલા જ યૂથ કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે જોડાયેલા ચાર બેંક ખાતા સીઝ કરવામાં આવ્યા હતા. આયકર વિભાગે પાર્ટીને 210 કરોડ રૂપિયાની વસૂલી કરવાની માંગ કરી હતી. હવે દેશની સૌથી જૂની પાર્ટી આ જ કાર્યવાહી સામે ઇન્કમ ટેક્સ એપેલેટ ઓથોરિટી (આઇટીએટી) પાસે ગઇ હતી પણ ત્યાંથી પણ તેને ઝટકો લાગ્યો છે.
ઓથોરિટીએ કહ્યું - આ પ્રકારનો નિર્ણય આપવો તેમના અધિકારમાં નથી
ઓથોરિટીના આ આદેશ પર કોંગ્રેસના વકીલ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ આદેશ બાદ જ ઓથોરિટીને અપીલ કરી હતી કે તેમને 10 દિવસનો સમય આપવામાં આવે જેથી તેઓ આ આદેશને હાઇકોર્ટમાં પડકારી શકે. એવી દલીલ કરવામાં આવી હતી કે આવા નિર્ણયથી પક્ષ પર ગંભીર પરિણામો આવશે, આ સ્થિતિમાં રાહત આપવી જોઈએ. પરંતુ ઓથોરિટીએ આ માંગને એમ કહીને ફગાવી દીધી કે આ પ્રકારનો નિર્ણય આપવો તેમના અધિકારમાં નથી, આવી સ્થિતિમાં કોઈ રાહત મળી શકે નહીં.
આ પણ વાંચો - ભાજપ અને ચંદ્રબાબુ નાયડુ ફરી શા માટે એક સાથે આવવા માંગે છે? બંનેને છે આવા ફાયદાની છે આશા
જાણકારી માટે જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને તેને લોકતંત્રની હત્યા પણ ગણાવી હતી. કોંગ્રેસના નેતા અજય માકને કહ્યું હતું કે અમને ગઈકાલે માહિતી મળી હતી કે યૂથ કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીના ખાતા પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. યૂથ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટી પાસેથી આવકવેરા વિભાગે 210 કરોડ રૂપિયાની વસૂલીની માંગ કરી છે. ચૂંટણીના માત્ર 2 અઠવાડિયા પહેલા જ્યારે વિપક્ષના ખાતા ફ્રીઝ કરવામાં આવે છે, ત્યારે તે લોકશાહીને ફ્રીઝ કરવા બરાબર છે.
માકને વધુમાં જણાવ્યું હતું કે 2018ના આવકવેરા રિટર્નના આધારે કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે. તે ખૂબ જ શરમજનક છે. લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા અમારા ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે. યુથ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પક્ષના સદસ્યતા અભિયાન દ્વારા એકત્રિત કરવામાં આવેલા નાણાં પણ જપ્ત કરવામાં આવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us