Covid 19 Case: કોરોના થી ગભરાશો નહીં સામનો કરો, ICMRની 4 ટીપ્સ અનુસરો, સિઝનલ ફ્લૂ જેમ મટી જશે

Corna virus JN 1 Variant Case In India: કોવિડ 19 વાયરસના જેએન 1 વેરિયન્ટના ઝડપથી વધતા કેસથી ડરવાની નહીં સાવધાની રાખવાની જરૂરી છે. ICMRના ડાયરેક્ટર જનરલ ડો.રાજીવ બહલે કહ્યું હતું કે, કોરોના વાયરસના ચેપની ગંભીરતા હળવી છે અને ચિંતા કરવાની જરૂર નથી.

Written by Ajay Saroya
May 27, 2025 12:30 IST
Covid 19 Case: કોરોના થી ગભરાશો નહીં સામનો કરો, ICMRની 4 ટીપ્સ અનુસરો, સિઝનલ ફ્લૂ જેમ મટી જશે
Covid 19 Case : કોરોના વાયરસના નવા જેએન 1 વેરિયન્ટના કેસ વધી રહ્યા છે. (Photo: Freepik)

Corna virus JN 1 Variant Case In India: કોરોના વાયરસના નવા જેએન 1 વેરિયન્ટના કેસ સતત વધી રહ્યાછે. 2019થી લોકોને ડરાવી રહેલા કોવિડ-19 વાયરસે લાખો લોકોના જીવ લીધા છે. દર વર્ષે આ વાયરસનું સ્વરૂપ બદલાઈ જાય છે અને તે દરેક વખતે લોકોમાં પોતાનો ડર પેદા કરવાનો પ્રયાસ કરે છે. વર્ષ 2025માં પણ આ વખતે આ વાયરસ દેશના કેટલાક ભાગોમાં ઝડપથી પહોંચી રહ્યો છે અને લોકોને પોતાની ચપેટમાં લઈ રહ્યો છે. જો કે આ વાયરસના કેસમાં વધારો થયો છે, પરંતુ આ વખતે આ વાયરસથી મોતનો ખતરો નથી.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના ડાયરેક્ટર જનરલ ડો.રાજીવ બહલે કહ્યું હતું કે,કોવિડ 19 વાયરસના સંક્રમણની ગંભીરતા હળવી છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં લેવામાં આવેલા નમૂનાઓના જીનોમ સિક્વન્સિંગમાં બહાર આવ્યું છે કે આ નવા વેરિએન્ટ્સ ગંભીર નથી અને તે ઓમિક્રોનના સબ વેરિયન્ટ જે જેમાં એલએફ.7, એક્સએફજી, જેએન.1 અને એનબી .1.8.1 નો સમાવેશ થાય છે. ડો.રાજીવે કહ્યું કે, અત્યારે રસી આપવાની જરૂર નથી, માત્ર સુરક્ષાની જરૂર છે.

ઓમિક્રોનના સબ વેરિયન્ટ જેવા કે એલએફ.7, એક્સએફજી, જેએન.1, અને એનબી.1.8.1ના લક્ષણો વિશે વાત કરીએ તો આ વાયરસના લક્ષણો સામાન્ય રીતે હળવા હોય છે અને ઘરે સરળતાથી સારવાર કરવામાં આવે છે અને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. કોરોના વાયરસના લક્ષણોની તીવ્રતા વ્યક્તિની ઉંમર, આરોગ્યની સ્થિતિ અને રસીની સ્થિતિ પર આધાર રાખે છે. આ સબ વેરિયન્ટની ચેપગ્રસ્ત લોકોમાં સામાન્ય લક્ષણો જોવા મળે છે તે આ મુજબ છે:

  • દર્દીને હળવો તાવ આવી શકે છે
  • ગળામાં દુખાવો અને સૂકી ખાંસી થઈ શકે છે
  • ઘણા દર્દીઓને નાક વહેવાની સમસ્યા થઈ રહી છે, તો કેટલાકનું નાક બંધ છે.
  • માથાનો દુખાવો, થાક અને નબળાઇ રહેવી
  • શરીરમાં દુખાવો અને છીંક આવવી

JN.1 અને ઓમિક્રોનના NB.1.8.1 વેરિઅન્ટથી બચવા ICMRના 4 સુચન

આ કોરોના વાયરસથી બચવા હાથ સાફ કરવાનું ખાસ ધ્યાન રાખો. વારંવાર હાથ ધોવા અને સેનિટાઈઝરનો ઉપયોગ કરો.ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહો, જો તમે વધુ લોકોના સંપર્કમાં આવશો તો આ વાયરસ ફેલાવાનું જોખમ વધારે રહેશે.બજાર અથવા મોલમાં જતી વખતે અને જાહેર પરિવહનનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો.માસ્કનો ઉપયોગ કરવાનું સુનિશ્ચિત કરો. માસ્કનો ઉપયોગ તમને કોરોનાથી તો બચાવે જ છે સાથે જ પ્રદૂષણ સહિત અનેક બીમારીઓથી પણ બચાવે છે.

આહારનું ધ્યાન રાખો

જનરલ ફિઝિશિયન અને ન્યુરોલોજિસ્ટ ડો.પ્રિયંકા સેહરાવતે કહ્યું કે જો તમે કોવિડ -19 ના આ નવા વેરિએન્ટથી પોતાને બચાવવા માંગો છો, તો તમારે વધુ પાણીનું સેવન કરવું જોઈએ. શરીરને હાઇડ્રેટેડ રાખો. આહારનું ખાસ ધ્યાન રાખો. સંતુલિત આહાર લો. ભોજનમાં દાળ, શાકભાજી અને ચીઝનો સમાવેશ કરો. પ્રોટીન ડાયટ તમારા શરીરને સ્વસ્થ રાખશે. આહારમાં ઓટ્સ, ઇંડા જેવા પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરો.

આહારમાં વિટામિન સીથી ભરપૂર ખોરાક લો. લીંબુનું શરબત પીવો, ખાટા ફળો ખાઓ. આહારમાં ખાટા ફળોનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને શરીરમાં રોગો સામે લડવાની ક્ષમતા બને છે. હેલ્થ એક્સપર્ટ્સ કોરોના વાયરસથી ડરવાની નહીં પણ સાવચેતી રાખવાની સલાહ આપે છે. નિવારણની પદ્ધતિ અપનાવીને તમે સીઝનલ ફ્લૂની જેમ 2-4 દિવસમાં આ વાયરસને માત આપી શકો છો. તંદુરસ્ત આહાર આ વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિને સરળતાથી મજબૂત બનાવી શકે છે અને તમે સ્વસ્થ રહી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ