/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/monsoon-season-2024.jpg)
Gujarat Weather Forecast : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરુ થયો છે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)
Monsoon 2024 : ભારતીય હવામાન વિભાગે આગામી જૂન-સપ્ટેમ્બર દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્યથી વધુ વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ભારતમાં સારા ચોમાસા સાથે સંકળાયેલ લા નીના સ્થિતિ ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી ભારતમાં સક્રિય થવાની સંભાવના છે.
IMD દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક વિસ્તારોને બાદ કરતાં દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે. IMD ચીફે જણાવ્યું હતું કે 1951થી 2023 સુધીના ડેટા દર્શાવે છે કે ભારતમાં નવ વખતે સામાન્ય ચોમાસાથી વધુ વરસાદ નોંધાયો હતો જ્યારે અલ નીનો પછી લા નીનાની સ્થિતિ હતી.
આઇએમડીના વડા મૃત્યુંજય મહાપાત્રાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં 2024ના દક્ષિણ-પશ્ચિમ ચોમાસા હેઠળ 1 જૂનથી 30 સપ્ટેમ્બર ની વચ્ચે ચોમાસાનો મોસમી વરસાદ લાંબા ગાળાની સરેરાશ (એલપીએ) ના 106 ટકા રહેવાની સંભાવના છે. તેમણે કહ્યું હતું કે જો લાંબા ગાળાની સરેરાશના 96 ટકાથી 104 ટકા વચ્ચે વરસાદ પડે તો મોસમી વરસાદ સામાન્ય છે.
આ પણ વાંચો - 2014 અને 2019ના કેટલા વાયદાને મોદી સરકારે પુરા કર્યા? જાણો ભાજપના સંકલ્પ પત્રમાં શું હતું
106 ટકા વરસાદ સામાન્યથી વધુની શ્રેણીમાં આવે છે
આઇએમડીના વડાએ જણાવ્યું હતું કે 106 ટકા વરસાદ સામાન્યથી વધુ કેટેગરીમાં આવે છે. જો તે લોંગ પીરિયડ એવરેજ (એલપીએ)ના 105 ટકાથી 110 ટકાની વચ્ચે હોય તો તેને સામાન્યથી વધુ માનવામાં આવે છે. એક દાયકામાં આ પ્રથમ વખત છે જ્યારે આઇએમડીએ સામાન્યથી વધુ વરસાદની આગાહી કરી છે. 1 જૂનના રોજ કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆતના લગભગ 45 દિવસ પહેલા આગાહી જારી કરવામાં આવી છે.
સામાન્યથી વધુ વરસાદની ઊંચી સંભાવના દર્શાવતા અનેક અનુકૂળ પરિબળો છે
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને જણાવ્યું હતું કે આ વર્ષે જૂન-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન સામાન્યથી વધુ વરસાદની ઊંચી સંભાવના દર્શાવતા અનેક અનુકૂળ પરિબળો છે. આમાંથી મહત્વપૂર્ણ દરિયાઇ પરિબળ અલ નીનો છે જે વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગર પર પ્રવર્તતા સામાન્યથી વધુ દરિયાઇ સપાટીના તાપમાન સાથે સંકળાયેલી ઘટના છે. તે આત્યંતિક હીટવેવનું કારણ બનવા અને ભારતીય ઉનાળાના ચોમાસાના વરસાદને દબાવવા માટે જાણીતું છે.
આઇએમડીએ જણાવ્યું હતું કે હાલ ચાલી રહેલી અલ નીનો ઇવેન્ટ નબળી પડી રહી છે. પણ તે હજુયે મધ્યમ કક્ષાની શ્રેણીમાં જ રહે છે. તેમણે ઉમેર્યું હતું કે ચોમાસાની ઋતુના ઉત્તરાર્ધમાં લા નીનાની સ્થિતિ ઊભી થવાની ધારણા છે, જે સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ લાવી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us