/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/jammu-kashmir-snowfall.jpg)
Weather Forecast : જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં હિમવર્ષા જોવા મળી છે (ANI)
Weather Forecast : જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં હિમવર્ષા જોવા મળી મળી છે. પ્રવાસન સ્થળ ગુલમર્ગ, પહેલગામમાં પણ સિઝનની પ્રથમ હિમવર્ષા જોવા મળી છે. તેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને ઠંડીમાં વધારો થયો છે. હવે પહાડો પર હિમવર્ષાની સીધી અસર મેદાની વિસ્તારો પર પડે છે, આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં પણ ઠંડી વધવાની છે.
દિલ્હી-એનસીઆરમાં હવે ઠંડીનો ચમકારો જોવા મળશે
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં હવે ઠંડીનો ચમકારો જોવા મળશે. સમગ્ર ઉત્તર ભારતમાં ડિસેમ્બરમાં કોલ્ડવેવનો રાઉન્ડ જોવા મળશે. જણાવવામાં આવી રહ્યું છે કે શ્રાવસ્તી, ગોંડા, બલરામપુર, સંભલ, બસ્તી, સિદ્ધાર્થનગર, સંત કબીર નગર, ગોરખપુર, મહારાજગંજ જેવા અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ પરેશાન કરશે વિઝિબિલિટી ઓછી રહેશે.
હિસારમાં શુક્રવારે સૌથી ઠંડો દિવસ જોવા મળ્યો હતો, જ્યાં લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું હતું. હરિયાણામાં બાલા, કુરુક્ષેત્ર, કૈથલ, કરનાલ, પાણીપત, સોનીપત, જીંદ, મહેન્દ્રગઢ જેવા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે અને તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે.
આ પણ વાંચો - સંભલ મસ્જિદથી લઇને અજમેર દરગાહ સુધી, મુસ્લિમ સંગઠન AIMPLB એ કોને જવાબદાર ગણાવ્યા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતના હવામાનમાં થોડો ફેરફાર થશે
આઇએમડીના વૈજ્ઞાનિક ડો.સોમા સેને એએનઆઈ સાથે વાત કરતા કહ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતના હવામાનમાં થોડો ફેરફાર થશે. જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની પણ સંભાવના છે. પરંતુ મેદાનમાં હજુ ખાસ ફેરફાર થવાનો નથી, હા કેટલાક સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં એક કે બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us