scorecardresearch

IMFની ચેતવણી – મંદીથી વૈશ્વિક અર્થતંત્રને અધધધ… 4 લાખ કરોડ ડોલરનું નુકસાન થશે

IMF world recession fear : મહામારી બાદ પહેલીવાર રૂબરૂ 10-16 ઓક્ટોબરના રોજ યોજાનારી વર્લ્ડ બેંક અને IMFની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે ભારતના નાણાંમંત્રી અમેરિકા જશે. આ બેઠકમાં મંદી ઉપરાંત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે દુનિયાભરના નાણાં મંત્રીઓ ગંભીર ચર્યા કરશે.

IMFની ચેતવણી – મંદીથી વૈશ્વિક અર્થતંત્રને અધધધ… 4 લાખ કરોડ ડોલરનું નુકસાન થશે

મહામારી બાદ હવે મહામંદીની આશકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિશ્વમાં મંદીની આશંકા વચ્ચે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (international monetary fund)એ અનુમાન વ્યક્ત કર્યો છે કે, આર્થિક મંદીથી વર્ષ 2026 સુધીમાં અધધધ… 4 લાખ કરોડ ડોલર નુકસાન થશે. આ નુકસાનનો અંદાજ જર્મનીના કુલ અર્થતંત્રની સમકક્ષ છે.

IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જીવા (Kristalina Georgieva) એ જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં જણાવ્યું હતું કે, અમારો અનુમાન છે કે જે દેશો વિશ્વની અર્થવ્યવસ્થામાં લગભગ એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે તેઓ આ વર્ષે અથવા આવતા વર્ષે ઓછામાં ઓછા સતત બે ક્વાર્ટર સુધી ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે.

તેમને ભય છે કે નાણાપ્રધાન અને અન્ય લોકો ફુગાવા, આક્રમક નાણાંકીય-નીતિની કડકાઇ, વધી રહેલા દેવા અને વૈશ્વિક અર્થતંત્ર પર બીજા વિશ્વયુદ્ધ બાદ યુરોપમાં સૌથી મોટા ગ્રાઉન્ડ વોરનાં પરિણામોનો સામનો કરશે. આ આશંકાઓ વચ્ચે દુનિયાભરના ફાઇનાન્સ મિનિસ્ટરોની અધધધ… 4 લાખ કરોડ ડોલરના નુકસાનની ચેતવણી મામલે વોશિંગ્ટનમાં બેઠક યોજી શકે છે.

IMF અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકો 2020ની શરૂઆતમાં COVID-19ની મહામારી ફેલાયા બાદ પ્રથમ વખત સંપૂર્ણપણે રૂબરૂમાં યોજાશે.ઉપરાંત આર્થિક, જળવાયુ અને સુરક્ષા કટોકટીની આ વિકટ પરિસ્થિતિ તેને વર્ષ 1945 બાદ વૈશ્વિક નીતિ ઘડવૈયાઓ દ્વારા સામન કરવામાં આવનાર કોઇ પણ બાબતથી વિપરીત છે.

વોશિંગ્ટન સ્થિત સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટના પ્રમુખ મસૂદ અહેમદે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે આ બેઠકની માટે મોટો પ્રશ્ન એ હતો કે “હંમેશની જેમ વ્યાપાર ઉપરાંત આ મુદ્દે સંસ્થાકીય પ્રતિભાવો શું હશે.”

ભારતના નાણાંમંત્રી બેઠકમાં હાજર રહેશે

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ (nirmala sitharaman) 10-16 ઓક્ટોબરના રોજ યોજાનારી વર્લ્ડ બેંક-ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે આવતા અઠવાડિયે યુનાઇટેડ સ્ટેટ્સના પ્રવાસે જશે. નાણા પ્રધાન અન્ય રાષ્ટ્રોના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજે તેવી અપેક્ષા છે, અને બહુ-રાષ્ટ્ર જૂથના ભારતના આગામી પ્રમુખપદ પર ધ્યાન કેન્દ્રિત કરીને, બાજુ પર G-20 મીટિંગ પણ થઈ શકે છે.

આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા :-

IMF દ્વારા મંગળવારે આ બેઠકની પહેલા અથવા તેની પહેલાં વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક જાહેર કરવામાં આવશે. જો કે, જ્યોર્જિવાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે વર્ષ 2023 માટેનો વૈશ્વિક આર્થિક વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 2.9 ટકા કરવામાં આવ્યો છે.

યુક્રેન: વ્લાદિમીર પુતિનની સેનાએ ફેબ્રુઆરીમાં યુક્રેન પર હુમલો કર્યો હતો. તેના લીધે અનાજના ઓછા ઉત્પાદનની અસરોથી લઈને યુરોપ પર રશિયાના ગેસના દબાણ સુધીની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. IMF બોર્ડે શુક્રવારે યુક્રેન માટે 1.3 બિલિયન ડોલરની લોન મંજૂર કરી છે, જે માર્ચ બાદ પહેલી લોન છે.
ખાદ્યચીજોની કિંમતો: IMFના બોર્ડે ગત મહિને કૃષિ ખર્ચમાં વધારો થવાથી પ્રભાવિત દેશોને મદદ કરવા માટે નવું ઇમરજન્સી ફાઇનાન્સ "ફૂડ શોક વિન્ડો" ને મંજૂરી આપી હતી.
યુકે: શેરબજારમાં અફરાતફરીને પગલે યુક્રેના માર્કેટમાં નબળાઇ રહી શકે છે, જેણે IMF દ્વારા પ્રતિબંધિત નવા વડા પ્રધાન લિઝ ટ્રુસની સરકાર તરફથી ટેક્સ-કટ પેકેજ મુદ્દે આંશિક યુ-ટર્ન લીધું છે.
US ફેડ રિઝર્વ : અમેરિકાની આક્રમક ધિરાણનીત અન્ય દેશોના અર્થતંત્રોને નુકસાન પહોંચાડી રહી છે. IMFની ગણતરી અનુસાર 60 ટકા ઓછી આવક ધરાવતા દેશો અને 25 ટકા જેટલા વિકાસશીલ બજારો દેવાની કટોકટી તરફ અથવા તેની નજીક પહોંચી ગયા છે.
હવામાન પરિવર્તનઃ જળવાયુ પરિવર્તનની સમસ્યા દિવસને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. જેના તાજેતરના ઉદાહમો પાકિસ્તાનમાં ભંયકર પૂરની પ્રકોપ છે.

Web Title: Imf fear world recession 4 dollar trillion loss may equal germany economy

Best of Express