/indian-express-gujarati/media/media_files/2026/01/21/income-tax-department-ahmedabad-2026-01-21-12-37-52.jpg)
Income Tax Department Ahmedabad : અમદાવાદનું આકવેરા વિભાગનુ બિલ્ડિંગ. Photograph: (Social Media)
Income Tax Raid In Ahmedabad: અમદાવાદમાં આવકવેરા વિભાગ દ્વારા બે રિયલ એસ્ટેટ કંપની કામેશ્વર ગ્રૂપ અને દીપ બિલ્ડર્સ પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે 20 જાન્યુઆરીના રોજ ઉપરોક્ત બંને રિયલ એસ્ટેટ ગ્રૂપની ઓફિસ સહિત સંલગ્ન લગભગ 30 થી વધુ સ્થળો પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. આ મેગા સર્ચ ઓપરેશનમાં મોટા પ્રમાણમાં નાણાકીય ગેરરીતિની વિગતો સામે આવે તેવી શક્યતા છે.
મીડિયા રિપોર્ટ મુજબ આવકવેરા વિભાગે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા અમદાવાદના જાણીતા કામેશ્વર ગ્રૂપ અને દીપ બિલ્ડર્સની ઓફિસ અને રહેણાંકના સ્થળો પર દરોડા પાડી વ્યાપક તપાસ હાથ કરી હતી. iT વિભાગે બિલ્ડર્સ ગ્રૂપના 30 થી વધુ સ્થળો પર તપાસ કરી હતી, જેમા ઈન્કમ ટેક્સ વિભાગના 100 થી વધુ કર્મચારીઓ ત્રાટક્યા હતા.
દરોડના પ્રથમ દિવસે સવાર થી સાંજ સુધી બિલ્ડર્સ ગ્રૂપને ત્યાં આવકવેરા વિભાગે તપાસની કામગીરી કરી હતી. આ મેગા સર્ચ ઓપરેશન હજી થોડાક દિવસ સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. આ ઘટનાથી રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટનો માહોલ છે.
આવકવેરા વિભાગે બિલ્ડર્સ ગ્રૂપની ઓફિસમાં દરોડા પાડી મોટા પ્રમાણમાં દસ્તાવેજો જપ્ત કર્યા છે. આ દસ્તાવેજો અને બિલ્ડર્સ ગ્રૂપની નાણાકીય દેવડદેવડની ચકાસણી કરવામાં આવી રહી છે. નોંધનિય છે કે, નાણાકીય 2025-26 પુરું થવામાં હવે લગભગ બે મહિના જેટલો સમય બાકી છે, ત્યારે આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us