PM Modi Speech Independence Day : ભારતે 15 ઓગસ્ટ, 2024 ના રોજ 78મો સ્વતંત્રતા દિવસ ધામધુમથી ઉજવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. આ દરમિયાન સીએમ ભુપેન્દ્ર પટેલે 18 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનાં ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે આ પ્રસંગે ખેડા સાંસદ જિલ્લાના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતે 78મો સ્વતંત્રતા દિવસ ધામધૂમથી ઉજવ્યો
ભારતનો 78મો સ્વતંત્રતા દિવસ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. PM મોદીએ 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચી પરથી ઘણી મોટી વાતો કહી હતી. આ દરમિયાન તેમણે દેશમાં સેક્યુલર સિવિલ કોડની જરૂરિયાત વિશે પણ જણાવ્યું. વડાપ્રધાને કહ્યું કે જે કાયદાઓ દેશને ધર્મના નામે વિભાજિત કરે છે તેને હટાવવા જોઈએ. દેશમાં ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતાની જરૂર છે અને આધુનિક સમાજમાં ખોટા કાયદાને કોઈ સ્થાન નથી. વર્તમાન નાગરિક સંહિતા એ કોમ્યુનલ સિવિલ કોડ છે. હવે આપણને બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતાની જરૂર છે.