વિરોધ પક્ષના નેતા, કોંગ્રેસના સૌથી મોટા નેતા, છતાં રાહુલ ગાંધીને પ્રથમ હરોળમાં સ્થાન ન મળ્યું

Independence Day 2024 : વિપક્ષી નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આગળની હરોળમાં બેસવાની તક મળી ન હતી. જે તસવીર સામે આવી છે તેમાં તે ચોથી હરોળમાં બેઠેલા જોવા મળી રહ્યા છે

Written by Ashish Goyal
August 15, 2024 15:23 IST
વિરોધ પક્ષના નેતા, કોંગ્રેસના સૌથી મોટા નેતા, છતાં રાહુલ ગાંધીને પ્રથમ હરોળમાં સ્થાન ન મળ્યું
પીએમ નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન રાહુલ ગાંધી ચોથી લાઇનમાં બેસેલા જોવા મળે છે (તસવીર - સોશિયલ મીડિયા)

Independence Day 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના 78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી 98 મિનિટનું ભાષણ આપ્યું હતું. હવે આ કાર્યક્રમમાં અન્ય એક બાબત પર સૌની નજર ગઇ છે, તેની ચર્ચા પણ સોશિયલ મીડિયા પર થઇ રહી છે. વિપક્ષી નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આગળની હરોળમાં બેસવાની તક મળી ન હતી. જે તસવીર સામે આવી છે તેમાં તે ચોથી હરોળમાં બેઠેલા જોવા મળી રહ્યા છે.

સ્વતંત્રતા દિવસ: શું રાહુલ ગાંધીને અન્યાય થયો?

હવે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોને લાગે છે કે રાહુલ ગાંધી સાથે અન્યાય થયો છે, રાજનીતિથી પ્રેરિત થઇને તેમને પાછળ બેસાડવામાં આવ્યા છે. પરંતુ ગૃહ મંત્રાલયે આ વિવાદ પર પોતાની સ્પષ્ટતા આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈની સાથે અન્યાય થયો નથી. ઓલિમ્પિક વિજેતાઓ આ વખતે શરૂઆતની હરોળમાં બેઠા હતા. આ પછી જે પ્રથમ લાઇન હતી તેમાં રાહુલ ગાંધી બેઠા હતા.

શું વિરોધ પક્ષના કોઈ નેતા આગળ બેસતા નથી?

હવે સમજવા જેવી વાત એ છે કે સરકારી પ્રોટોકોલ મુજબ જે પણ વિપક્ષના નેતા હોય તેમને પ્રથમ હરોળમાં સ્થાન આપવામાં આવે છે. મોટી વાત એ છે કે 2014થી 2019 સુધી વિપક્ષના કોઇ નેતાને આમ પણ આગળની હરોળમાં બેસવાની તક મળી ન હતી કારણ કે વિપક્ષના કોઇ નેતા ન હતા. આ વખતે ઇન્ડિયા ગઠબંધનને વધુ સીટો મળવાને કારણે રાહુલ ગાંધીને પણ વિપક્ષના નેતા બનવાની તક મળી હતી. હાલ તો સરકારનું સ્પષ્ટ કહેવું છે કે પ્રોટોકોલના કારણે રાહુલ ગાંધી ચોથી હરોળમાં બેઠા હતા. કોંગ્રેસે હજુ સુધી આ અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી.

આ પણ વાંચો – PM મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું- દેશને હવે સેક્યુલર સિવિલ કોડની જરૂર

પીએમ મોદીએ વિપક્ષ વિશે શું કહ્યું?

પીએમ મોદીએ આ વખતે પોતાના સંબોધનમાં ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. તેમના દ્વારા વિકસિત ભારતનો રોડમેપ જણાવવામાં આવ્યો છે, પરિવારવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વિપક્ષ પર પણ તીખા પ્રહારો કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે એ વાત પણ સાચી છે કે કેટલાક લોકો એવા પણ છે જે પ્રગતિને જોઈ શકતા નથી. કેટલાક લોકો ભારતનું ભલું પોતાના માટે સારું ન હોય ત્યાં સુધી તેના વિશે વિચારી શકતા નથી.

પીએમે કહ્યું કે બીજાનું ભલું સારું લાગતું નથી આવા લોકોની કમી નથી, આવા લોકોથી બચવું પડશે . તેઓ નિરાશામાં ડૂબેલા હોય છે, આવા મુઠ્ઠીભર લોકોને છોડી દો, તેઓ વિનાશનું કારણ બને છે. દેશ આના કારણે ઘણું નુકસાન થાય છે, તેથી આવા છૂટાછવાયા લોકોથી સાવચેત રહો. તેઓ વિનાશના સપના જોઈ રહ્યા છે અને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ