/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/national-flag-of-India.jpg)
15 ઓગસ્ટ 2025ના રોજ ભારતનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે (તસવીર - સોશિયલ મીડિયા)
India Independence Day, Tiranga History : 15 ઓગસ્ટ આપણો સ્વતંત્રતા દિવસ દેશભરમાં ગર્વ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ વખતે ભારત 15 ઓગસ્ટ પર 79મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી ચાલી રહી છે. ભારતના રાષ્ટ્ર ધ્વજમાં 3 અલગ અલગ રંગના પટ્ટા હોય છે આથી તેને તિરંગા કહેવામાં આવે છે. તિરંગા ને ભારતના રાષ્ટ્ર ધ્વજ તરીકે પસંદ કરવા પાછળ રસપ્રદ કહાની છે. અહીં આપણે તે વિશે જાણીએ.
ઇતિહાસ તરફ નજર કરીયે તો 22 જુલાઈ, 1947ના રોજ યોજાયેલી ભારતીય બંધારણ સભાની બેઠક દરમિયાન ભારતના રાષ્ટ્રધ્વજને અપનાવવામાં આવ્યો હતો. ભારતને આઝાદી મળી તેના થોડા સમય પહેલા જ આ બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ થોડા દિવસો બાદ ભારતને બ્રિટિશ રાજ માંથી આઝાદી મળી હતી. એટલે કે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું અને ભારતે પોતાનો અલગ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તિરંગો આંધ્ર પ્રદેશના પિંગાલી વેંકૈયાએ બનાવ્યો હતો.
ભારતના રાષ્ટ્ર ધ્વજને ત્રિરંગા કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે 3 રંગોથી બનેલો ધ્વજ. ભારતના તિરંગામાં 3 અલગ-અલગ રંગ છે અને તિરંગાના આ રંગોનું મહત્વ પણ અલગ છે. ભારતે આ પહેલા 1906 થી 1947 સુધી 6 વખત રાષ્ટ્રીય ધ્વજ બદલ્યા હતા.
તિરંગાના 3 કલર અને તેનું મહત્વ
ભારતના રાષ્ટ્ર ધ્વજમાં અલગ અલગ 3 રંગ કેસરી, સફેદ અને લીલા રંગના 3 પટ્ટા છે. તિરંગામાં સૌથી ઉપર સફેદ રંગ છે, જે હિંમત અને વીરતાનું પ્રતિક છે. તિરંગાની મધ્યમાં સફેદ રંગ છે, જે શાંતિનું પ્રતિક છે. સફેદ પટ્ટામાં જ વચ્ચે વાદળી રંગનું અશોક ચક્ર છે. તિરંગામાં સૌથી નીચે લીલો કલર છે,જે ખેતી, ન્યાય અને અધિકારોનું પ્રતિક માનવામાં આવે છે.
અશોક ચક્રની ખાસિયત
ભારતના રાષ્ટ્ર ધ્વજની મધ્યમાં અશોક ચક્ર છે. આ ચક્રને ફરજનું ચક્ર પણ કહેવામાં આવે છે. અશોક ચક્રમાં કુલ 24 આરા છે, જે મનુષ્યના 24 ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. આ 24 ગુણોને ધર્મનો માર્ગ પણ કહેવામાં આવે છે.
તિરંગા વિશેના રોચક તથ્યો
ભારતમાં ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા નામનો કાયદો છે, જે અંતર્ગત તિરંગો ફરકાવવા માટે અમુક નિયમો બનાવવામાં આવ્યા છે અને દરેક ભારતીયએ પણ આ નિયમોનું પાલન કરવું જરૂરી છે. તમને જણાવી દઇયે કે, જો કોઈ વ્યક્તિ આ કાયદો તોડીને કે કાયદા વિરુદ્ધ જઈને તિરંગો ફરકાવે છે તો તે વ્યક્તિને પણ જેલ થઈ શકે છે.
આ પણ વાંચો - આ 15 ઓગસ્ટે ઓફિસ અથવા વર્ગખંડને એવો સજાવો કે દરેક વ્યક્તિ તેના વખાણ કરે
વર્ષ 2002 પહેલા કોઈ પણ વ્યક્તિ ઘરે કે કોઈ પણ ખાનગી જગ્યાએ ધ્વજ ફરકાવી શકતું ન હતું. પરંતુ 2002માં ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમા ભારતના લોકો ઘર, ઓફિસ અને ફેક્ટરી વગેરે સ્થળો પણ ધ્વજ ફરકાવી શકે છે. 2009માં રાતના સમયે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
તિરંગા સંબંધિત નિયમ
તિરંગા સંબંધિત અમુક નિયમો છે, જેના વિશે દરેક ભારતીયને જાણકારી હોવી જોઇએ. તિરંગો કોઈ પણ પરિસ્થિતિમાં જમીનને અડવો જોઈએ નહીં. કારણ કે આમ કરવું તિરંગાનું અપમાન ગણાશે. તિરંગાનો ઉપયોગ કોઈપણ સ્વરૂપમાં સજાવટ માટે કરી શકાતો નથી કે કોઈ પણ વાહન પર તિરંગો બનાવી શકાય નહીં. જેમાં ટ્રેન, બોટ અને વિમાનનો સમાવેશ થાય છે.
તિરંગો બનાવવા માટે ખાદી, સિલ્ક અને સુતરાઉ કાપડનો જ ઉપયોગ કરી શકાય છે તેમજ તિરંગો હંમેશા લંબચોરસ આકારમાં જ બનાવવામાં આવશે.
ભારતના રાષ્ટ્ર ધ્વજ તિરંગાને બાળવા અને પાણીમાં પ્રવાહીત કરવા પર પ્રતિબંધ છે. પરંતુ જ્યારે કોઈ દેશ માટે શહીદ થાય છે અથવા કોઈ મહાન હસ્તીનું નિધન થાય છે, ત્યારે તે સમયે તેમના મૃતદેહ પર તિરંગો લપેટવામાં આવે છે અને ત્યારબાદમાં આ તિરંગાનું ગોપનિય અને સમ્માન સાથે નિકાલ કરવામાં આવે છે. અથવા તિરંગાને પવિત્ર નદીમાં જળ સમાધિ આપવામાં આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us