તમારા કેજરીવાલ સિંહ છે, જલ્દી જેલમાંથી બહાર આવીશું - ઈન્ડિયા ગઠબંધન રેલીમાં સુનીતા કેજરીવાલે આપી 6 ગેરંટી

Sunita Kejriwal In India Alliance Maha Rally : આપ નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા દિલ્હીમાં લોકતંત્ર બચાવ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે ભાષણ આપ્યું અને 6 ગેરંટીની ઘોષણા કરી છે.

Sunita Kejriwal In India Alliance Maha Rally : આપ નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા દિલ્હીમાં લોકતંત્ર બચાવ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે ભાષણ આપ્યું અને 6 ગેરંટીની ઘોષણા કરી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
sunita kejriwal | arvind kejriwal wife sunita kejriwal | arvind kejriwal wife

સુનીતા કેજરીવાલ આપ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની છે. (Photo - Social Medai)

Sunita Kejriwal In India Alliance Maha Rally : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પણ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં લોકતંત્ર બચાવો રેલીમાં સામેલ થયા હતા. ઈન્ડિયા ગઠબંધન રેલીમાં સુનીતા કેજરીવાલે તેમના ભાષણમાં કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ સિંહ છે અને ટૂંક સમયમાં જ તેઓ જેલમાંથી બહાર આવશે અને સામાન્ય લોકોની વચ્ચે આવી જશે.

Advertisment

"ભાજપના આ લોકો કહી રહ્યા છે કે કેજરીવાલજી જેલમાં છે, તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. શું તમે ઇચ્છો છો કે તેઓ રાજીનામું આપે? તમારા કેજરીવાલ સિંહ છે, આ લોકો તેમને લાંબા સમય સુધી જેલમાં નહીં રાખી શકે. "

arvind kejriwal | Delhi CM arvind kejriwal | india alliance maha rally | congress | india alliance delhi
અરવિંદ કેજરીવાલની ધરપકડની વિરોધમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા લોકતંત્ર બચાવ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. (Photo- @ArvindKejriwal/@INCIndia)

ઈન્ડિયા ગઠબંધન મહારેલીમાં અરવિંદ કેજરીવાલ વતી પત્નીએ 6 ગેરંટી આપી

ઈન્ડિયા ગઠબંધનની મહારેલીને સંબોધતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ની પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું, જો તમે બધા ઈન્ડિયા ગઠબંધનને તક આપો, તો આપણે સાથે મળીને આટલા મહાન રાષ્ટ્રનું નિર્માણ કરીશું, માત્ર નામાં ઈન્ડિયા ગઠબંધન નહીં પરંતુ દિલ્હીમાં INDIA છે… હું (અરવિંદ કેજરીવાલ) ભારત ગઠબંધન વતી, 140 કરોડ ભારતીયોને 6 ગેરંટી આપું છું… પ્રથમ - અમે સમગ્ર દેશમાં 24 કલાક વીજળી આપીશું, બીજું - અમે સમગ્ર દેશમાં ગરીબોને મફત વીજળી આપીશું, ત્રીજું - દરેક ગામમાં, દરેક વિસ્તારમાં ઉત્તમ સરકારી શાળાઓ બનાવીશું, ચોથું - દરેક ગામમાં મોહલ્લા ક્લિનિક બનાવીશું, મફત સારવારની વ્યવસ્થા કરીશું, પાંચમું - અમે ખેડૂતોને તેમના પાકના ભાવ સ્વામીનાથન કમિશન મુજબ આપીશું અને છઠ્ઠું - દિલ્હીના લોકોને તેમના હક્કો અપાવીશું, દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું… આ ઘોષણા કરવાની પહેલા મેં ઈન્ડિયા ગઠબંધનના સાથીઓ પાસેથી પરવાનગી લીધી ન હતી પરંતુ મને આશા છે કે આના પર કોઈને કોઈ વાંધો નહીં હોય… અમે ખાતરી આપીએ છીએ કે આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થશે.

Advertisment

આ પણ વાંચો | પીએમ મોદી મેરઠથી લોકસભા ચૂંટણી અભિયાનનો શંખનાદ ફૂંકશે, 2014-19માં જાટલેન્ડથી શરૂઆત કરી હતી; જાણો શું છે રણનીતિ

આપ પાર્ટીની 6 ગેરંટી

1 સમગ્ર ભારત ભરમાં 24 કલાક વીજળી આપીશું
2 અમે સમગ્ર દેશમાં ગરીબોને મફત વીજળી આપીશું
3 દરેક ગામ, વિસ્તારમાં ઉત્તમ સરકારી શાળા બનાવીશું, મફત સારવાની વ્યવસ્થા કરીશું
4 દરેક ગામમાં મોહલ્લા ક્લિનિક બનાવીશું
5 ખેડૂતોને તેમના પાકના ભાવ સ્વામીનાથન કમિશન મુજબ આપીશું
6 દિલ્હીના લોકોને તેમના હક્કો અપાવીશું, દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું

ઇન્ડિયા ગઠબંધન દિલ્હી અરવિંદ કેજરીવાલ આપ