Jagdeep Dhankhar No Confidence Motion: રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે વિપક્ષ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની તૈયારી કરી રહ્યો છે. આ માટે સમગ્ર વિપક્ષ એકજૂટ હોય તેવું લાગી રહ્યું છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ કોંગ્રેસ લાવશે, પરંતુ તેને ટીએમસી અને સપાનું સમર્થન મળ્યું છે. સૌથી મોટી વાત એ છે કે અત્યાર સુધીમાં 70 સહીઓ કરાવી લીધી છે.
ધનખડ સામે અવિશ્વાસની દરખાસ્ત લાલવાનું કારણ?
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ સમયે રાજ્યસભામાં જ્યોર્જ સોરોસના મુદ્દે જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે ચેરમેન જગદીપ ધનખડે જે પ્રકારનું વલણ દાખવ્યું છે તેના કારણે જ કોંગ્રેસ આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી રહી છે. આ વખતે અન્ય ઘણા વિરોધ પક્ષો પણ કોંગ્રેસની સાથે ઉભા રહ્યા છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં રાજકીય ઘમાસાણ વધવાનું છે.
જો કે હાલ તો આ મામલાને ઠંડો પાડવા જગદીપ ધનખડે તમામ સાંસદો સાથે બેઠક કરવાનો નિર્ણય કર્યો છે. હવે માહિતી માટે જણાવી દઈએ કે જગદીપ ધનખડ વિરુદ્ધ આ પ્રકારની અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી રહી હોય તેવું પહેલીવાર નથી બન્યું, તે પહેલા પણ આવી જ પ્રક્રિયા શરૂ કરવાની કવાયત ચાલી રહી હતી, પરંતુ કેટલાક કારણોસર પગલાં પાછા ખેંચવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – આપે કેમ બદલાવી મનીષ સિસોદિયાની સીટ, જંગપુરા જ કેમ પસંદ કર્યું, શું છે કેજરીવાલની રણનીતિ?
અવિશ્વાસ પ્રસ્તાવનો નિયમ શું છે?
હવે સમજવા જેવી વાત એ છે કે કોઈ પણ ચેરમેનને પોતાની ખુરશીમાંથી હટાવવા માટે ઓછામાં ઓછી 50 સહીઓની જરૂર પડે છે, તે જરૂરી સમર્થન મળ્યા બાદ જ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાશે. હવે 70 હસ્તાક્ષરો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, માનવામાં આવી રહ્યું છે કે આ વખતે ઉપરાષ્ટ્રપતિની મુશ્કેલીઓ વધી શકે છે. આમ જોવા જઈએ તો જગદીપ ધનખડ પર વિપક્ષનો સૌથી મોટો આરોપ એ રહ્યો છે કે તેમણે વિપક્ષને વિશ્વાસમાં લીધા વગર જ્યોર્જ સોરોસના મામલે ચર્ચા શરૂ કરી દીધી હતી. એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાજપના નેતાઓને તેમના તરફ પસંદગીયુક્ત બોલવાની તક આપવામાં આવી હતી.