/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/cloudy-weather.jpg)
India August IMD Weather Data: ઓગસ્ટમાં વાદળછાયા વાતાવરણને કારણે સરેરાશ તાપમાન રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચી ગયું છે. (Photo: Freepik)
India August Temperatures IMD Weather Data: ઓગસ્ટ મહિનામાં ગરમી એ 100 વર્ષથી વધુના રેકોર્ડ તૂટ્યા છે. ચોમાસામાં વાદળછાયા વાતાવરણ અને ભારે વરસાદ વચ્ચે પણ ઓગસ્ટ મહિનામાં લોકો ગરમી - બાફથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ભારતીય હવામાન વિભાગ અનુસાર ઓગસ્ટ દરમિયાન ભારતમાં સરેરાશ તાપમાન 24.29 ડિગ્રી નોંધાયું છે, જે વર્ષ 1901 પછી સૌથી વધુ ગરમ ઓગસ્ટ મહિનો છે. જ્યારે ઓગસ્ટ મહિનામાં સરેરાશ 23.68 ડિગ્રી તાપમાન રહે છે.
ઓગસ્ટમાં દક્ષિણ 6 ચક્રવાત આવ્યા
સ્થાનિક, પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ઘણા બધા અનુકૂળ હવામાન પરિબળોએ ઓગસ્ટ દરમિયાન મોટાભાગના દિવસો સુધી દક્ષિણપશ્ચિમ ચોમાસું સક્રિય રાખ્યું હતું. આ દરમિયાન કુલ 6 લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ, જેમાંથી એક 30 ઓગસ્ટે અરબી સમુદ્રમાં ચક્રવાત અસ્નામાં તીવ્ર બન્યુ હતુ.
IMDના મૃત્યુંજય મહાપાત્રા જણાવ્યું કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ દરમિયાન દેશમાં સારો વરસાદ નોંધવામાં આવ્યો છે, સતત વાદળછાયા વાતાવરણે લઘુત્તમ તાપમાનને સામાન્ય કરતા ઉપર ઉંચુ રાખ્યું છે. તેથી જ, દેશના મોટાભાગના વિસ્તારોમાં, ખાસ કરીને મધ્ય ભારતના વિસ્તારોમાં સરેરાશ લઘુત્તમ તાપમાન કરતાં વધુ નોંધાયું હતું.
આવી અવારનવાર લો પ્રેશર સિસ્ટમને પરિણામે ઓગસ્ટ મહિનામાં લો પ્રેશર પ્રભાવિત કુલ 16.5 દિવસો હતા.
ઓગસ્ટ મહિનો 123 વર્ષમાં સૌથી ગરમ
ઓછામાં ઓછા બે ભૌગોલિક પ્રદેશો દક્ષિણ દ્વીપકલ્પીય ભારત અને મધ્ય ભારતમાં 123 વર્ષમાં સૌથી ગરમ ઓગસ્ટ મહિનાનો અનુભવ થયો છે. ઓગસ્ટ 2024 દરમિયાન દક્ષિણ ભારતમાં 20.34 ડિગ્રી (6.6 ટકા વધુ) નોંધાયું હતું અને અહીં નોંધાયેલ માસિક સરેરાશ લઘુત્તમ તાપમાન 24.12 ડિગ્રી (સામાન્ય 23.41 ડિગ્રી) હતું. મધ્ય ભારતમાં 35.96 ડિગ્રી (16.5 ટકા સરપ્લસ) નોંધાયું હતું અને માસિક સરેરાશ લઘુત્તમ તાપમાન 24.26 ડિગ્રી સેલ્સિયસ (23.71 ડિગ્રી) નોંધાયું હતું. IMD અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે ઓગસ્ટ પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારત અને ઉત્તરપશ્ચિમ ભારતમાં ચોથું સૌથી ગરમ હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us