Constitution Day 2025 Amazing Facts : ભારતમાં સંવિધાન દિવસ દર વર્ષે 26 નવેમ્બરે ઉજવાય છે. ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું લોકતાંત્રિક સંવિધાન છે. ઘણા લોકોના મનમાં સવાલ થાય છે. ભારતનું સંવિધાન 26 જાન્યુઆરીએ લાગુ થયું હતું તો સંવિધાન દિવસ 26 નવેમ્બરે કેમ ઉજવાય છે. અહીં તમારી મૂંઝવણ દૂર ભારતના સંવિધાન દિવસના ઇતિહાસની માહિતી આપી છે. ઉપરાંત ભારતના બંધારણની 10 રસપ્રદ વિગત વિશે જાણકારી આપવામાં આવી છે.
India Constitution Day 2025 History : ભારત સંવિધાન દિવસ 26 નવેમ્બરે કેમ ઉજવે છે?
હકીકતમાં 26 નવેમ્બર, 1949ના રોજ ભારતની બંધારણ સભા એ ઔપચારિક રીતે ભારતનું સંવિધાન સ્વીકાર્યુ હતું, જેને પાછળથી 26 જાન્યુઆરી, 1950થી લાગુ કરવામાં આવ્યું હતું. આ કારણસર 26 ડિસેમ્બરે ભારતમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંવિધાન દિવસ પર સરકારી વિભાગ અને શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે.
ભારતના બંધારણ વિશે 10 રસપ્રદ વિગત
- લગભગ 3 વર્ષ સુધી 53,000 થી વધુ ભારતીય નાગરિકોએ સંવિધાન સભાની પ્રેક્ષક ગેલેરીમાં બેસીને સંવિધાનના ખરડા વિશે ચાલતી ચર્ચાઓને લાઇવ નિહારી હતી.
- ભારતનું સંવિધાન દુનિયાનુ સૌથી લાંબું લેખિત બંધારણ છે, જેની શરૂઆતમાં 395 અનુચ્છેદ, 22 વિભાગ અને 8 અનુસુચીઓ હતી.
- ભારતનું સંવિધાન કોઇ ટાઇપરાઇટર દ્વારા નહીં પણ હાથથી લખવામાં આવ્યું છે. અંગ્રેજી અને હિંદી બંને ભાષામાં સંવિધાન હાથ વડે લખવામાં આવ્યું છે અને તેમા કુલ 90,000 શબ્દ હતા.
- ભારતનું સંવિધાન આચાર્ય નંદલાલ બોસે હાથથી લખ્યું હતું. આચાર્ય નંદલાલ બોસની આગેવાનીમાં શાંતિનિકેતનના કલાકારોએ પણ આ કામ કર્યું હતું.
- ભારતના સંવિધાનની મૂળ નકલ ભારતના સંસદના પુસ્તકાલયમાં નાઇટ્રોજથી ભરેલા એક બોક્સમાં સુરક્ષિત રાખવામાં આવી છે.
- 24 જાન્યુઆરી, 1950ના રોજ નવી દિલ્હીમાં સંસદના સંવિધાન હોલમાં સંવિધાન સભાના 284 સભ્યોએ ભારતના બંધારણ પર હસ્તાક્ષર કર્યા હતા.
- 24 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ સભાની છેલ્લી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ડો. રાજેન્દ્ર પ્રસાદનું નામ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે લેવામાં આવ્યું હતું.
- સંવિધાન સભામાં કુલ 15 મહિલાઓ હતી. જેમા સરોજિની નાયડુ, રાજકુમારી અમૃતા કૌર, હંસાબેન જીવરાજ મહેતા, સુચેતા કૃપલાની અને જી દુર્ગાબાઈ મુખ્ય છે. આ મહિલાઓની યોગદાનથી જ ભારતના સંવિધાનમાં મહિલાઓ માટે પણ સમાન અધિકારીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- 22 જુલાઇ, 1947ના રોજ યોજાયેલી બંધારણ સભાની બેઠક દરમિયાન ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગા અપનાવવામાં આવ્યો હતો.
- ભારતનું સંવિધાન 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસમાં તૈયાર થયું હતું. ત્યારબાદ છેલ્લે 26 નવેમ્બર, 1949ના રોજ ભારતનું બંધારણ સંપૂર્ણ તૈયાર થયું હતું.





