India Constitution : દેશની આઝાદીના 70 વર્ષ બાદ આ રાજ્યમાં ભારતનું બંધારણ લાગુ થયું, જાણો કેમ

India Constitution Day : ભારતની આઝાદીના 70 વર્ષ બાદ આ રાજ્યમાં ભારતનું બંધારણ સંપૂર્ણ રીતે અમલમાં આવ્યું છે. આઝાદી સમયે ભારતમાં કુલ 14 રાજ્યો હતા. જો કે, તે સમય દરમિયાન ભારતના બંધારણનો દેશના સૌથી મહત્વપૂર્ણ રાજ્યમાં અમલ થઈ શક્યો ન હતો.

Written by Ajay Saroya
November 26, 2025 17:13 IST
India Constitution : દેશની આઝાદીના 70 વર્ષ બાદ આ રાજ્યમાં ભારતનું બંધારણ લાગુ થયું, જાણો કેમ
દેશની આઝાદીના 70 વર્ષ બાદ જમ્મુ કાશ્મીરમાં ભારતીય બંધારણ લાગુ થયું હતું. (Photo : Jansatta)

India Constitution Day 2025 : ભારત 15 ઓગસ્ટ, 1947ના રોજ અંગ્રેજોની ગુલાબી માંથી આઝાદ થયો અને સત્તાની લગામ ભારતીયોના હાથમાં આવી. જે પછી 26 જાન્યુઆરી 1950ના રોજ તે સમયે દેશના તમામ વિસ્તારોમાં લોકશાહી બંધારણનો સંપૂર્ણ અમલ કરવામાં આવ્યો હતો. પરંતુ દેશમાં એક રાજ્ય એવું પણ હતું જ્યાં બંધારણનો અમલ થયો ન હતો. હકીકતમાં, તે રાજ્યનું પોતાનું બંધારણ અમલમાં હતું. જેના કારણે તે સમયે ત્યાં દેશનું બંધારણ લાગુ થઈ શક્યું ન હતું.

અત્યાર સુધીમાં તમે બધાએ અંદાજ લગાવી લીધો હશે કે આપણે કઈ રાજ્યની વાત કરી રહ્યા છીએ. હકીકતમાં, ભારતનું મસ્તક તરીકે ઓળખાતા જમ્મુ કાશ્મીર રાજ્યમાં 26 જાન્યુઆરીએ બંધારણનો અમલ કરવામાં આવ્યો ન હતો. આઝાદીના 70 વર્ષ પછી જ જમ્મુ કાશ્મીરમાં બંધારણનો સંપૂર્ણ અમલ થયો હતો. ચાલો જાણીએ સમગ્ર કહાણી

કલમ 370 અને 34A જેના કારણે બંધારણનો અમલ થઈ શક્યો નહીં

હકીકતમાં, જ્યારે 15 ઓગસ્ટ, 1947 ના રોજ આઝાદ થયું ત્યારે અખંડ હિન્દુસ્તાનના 3 ભાગ પડ્યા (1) ભારત, (2) પાકિસ્તાન અને (3) બાંગ્લાદેશ. તે સમયે સ્વતંત્ર ભારતમાં 565 રજવાડાઓ હતા. દેશના તત્કાલીન ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે આ રજવાડાઓનું વિલિનિકરણ કર્યં અને દેશમાં લોકશાહી સરકાર સ્થપાઇ હતી. પરંતુ જમ્મુ કાશ્મીરના રાજા હરિ સિંહે પોતાની નિયમ અને શરતો પર ભારતનો ભાગ બનવાની વાત કરી હતી. જે પછી જમ્મુ-કાશ્મીરમાં બંધારણની કલમ 370 અને 35એ લાગુ થઈ હતી. આ કલમના અમલીકરણને કારણે રાજ્યમાં બંધારણનો સંપૂર્ણ અમલ થઈ શક્યો નથી.

બંને દેશોન સરહદ પર આવેલા જમ્મુ કાશ્મિર પાકિસ્તાન રાજ કરવા માંગતું હતું. પરંતુ દરેક વખતે તેના ષડયંત્રો નિષ્ફળ રહ્યા હતા અને પાકિસ્તાનનની હાર થઇ હતી. હકીકતમાં, જમ્મુ-કાશ્મીરના વિવાદ વચ્ચે તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ જમ્મુ કાશ્મીરના મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની વાત કરી હતી.

કાશ્મીર વિશે શ્યામા પ્રસાદ મુખર્જીએ માંગણી કરી

આઝાદીના લગભગ 70 વર્ષ બાદ વર્ષ 2019માં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 5 ઓગસ્ટે સંસદમાં કલમ 370 અને 35એ નાબૂદ કર્યો અને સમગ્ર દેશમાં બંધારણનો એકસમાન અમલ કર્યો. ભાજપની માતૃ પાર્ટીના ટોચના નેતા શ્યામા પ્રસાદ મુખર્જીએ જમ્મુ-કાશ્મીર વિશે કહ્યું હતું કે દેશમાં બે, બે પ્રધાન અને બે-બંધારણ ચાલ નહીં. જે બાદ કાશ્મીરની મુલાકાત દરમિયાન શ્રીનગરમાં તેમનું નિધન થયું હતું.

હવે ભારતના બંધારણની વાત કરીએ, જેના અમલીકરણ વિશે દરરોજ ચર્ચા થાય છે. 26 નવેમ્બર 1949ના રોજ ભારત સરકાર દ્વારા ભારતનું સંવિધાન સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યું હતું. તેના બે મહિના પછી 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ થયો હતો અને તે દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ કારણોસર 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2015માં, ભારત સરકારે દર વર્ષે 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો | ભારતીય બંધારણમાં કેટલા શબ્દો છે? જાણો સંવિધાન દિવસ પર 10 રસપ્રદ વિગત

હકીકતમાં, ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરવો એ એક સઘન અને સમાવેશી પ્રક્રિયા હતી. બંધારણ સભાને તેનો મુસદ્દો તૈયાર કરવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. ભારતનું બંધારણ બનાવવાની પ્રક્રિયામાં 7600 થી વધુ સુધારાની દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યાર બાદ બંધારણ સભા દ્વારા 114 દિવસ સુધી મુસદ્દા પર ચર્ચા કર્યા પછી, 2400 સુધારા અપનાવવામાં આવ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ