India GDP: ભારતનો જીડીપી ડિસેમ્બર ક્વાર્ટરમાં 7.8 ટકા વધ્યો, માંગ અને રોકાણમાં મજબૂત વૃદ્ધિ

India GDP Growth Data : ભારતનો જીડીપી દર નવી શ્રેણી (આધાર વર્ષ FY26) હેઠળ નાણાકીય વર્ષ 2026 ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 7.8 ટકા વધ્યો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ, સેવા અને કૃષિ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.

India GDP Growth Data : ભારતનો જીડીપી દર નવી શ્રેણી (આધાર વર્ષ FY26) હેઠળ નાણાકીય વર્ષ 2026 ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 7.8 ટકા વધ્યો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ, સેવા અને કૃષિ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.

author-image
Ajay Saroya
New Update
India GDP Data | india gdp growth | indian economy growth

India GDP Data : ભારતના જીડીપી ડેટા. Photograph: (Freepik)

India GDP Growth In December Quarter 2025 : ભારતનો વિકાસદર ડિસેમ્બર ક્વાર્ટરમાં 7.8 ટકા નોંધાયો છે. સરકાર દ્વારા નવી જીડીપી સિરીઝ લાગુ કરાયા બાદ આ પ્રથમ વખત આર્થિક વૃદ્ધિદરના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સત્તાવાર આંકડા મુજબ ઓક્ટોબર થી ડિસેમ્બર 2025 સુધીના ત્રિમાસિકમાં આર્થિક પ્રવૃત્તિઓમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે, જેના પગલે જીડીપી ગ્રોથ વધ્યો છે. મેન્યુફેક્ચરિંગ, સેવા અને કૃષિ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરન જીડીપી ગ્રોથ 7.4 ટકા નોંધાયો હતો.

Advertisment

નેશનલ એકાઉન્ટની નવી શ્રેણી મુજબ, 2022-23ને આધાર વર્ષ તરીકે ધ્યાનમાં રાખીને, ભારતની અર્થવ્યવસ્થા 2025-26ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન 7.8 ટકાના દરે વૃદ્ધિ પામી હતી, જે એક વર્ષ પહેલા 7.4% હતી. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) એ શુક્રવારે આધાર વર્ષ 2022-23 સાથે વાર્ષિક અને ત્રિમાસિક રાષ્ટ્રીય હિસાબ અંદાજોની નવી શ્રેણી બહાર પાડી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, તે 2011-12ના આધાર વર્ષની અગાઉની શ્રેણીનું સ્થાન લેશે. નવી શ્રેણી અનુસાર, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ચાલુ નાણાકીય વર્ષમાં 7.6 ટકાના દરે વૃદ્ધિ થવાનો અંદાજ છે, જે જાન્યુઆરીમાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અગ્રીમ અંદાજમાં 7.4 ટકા હતો.

અલબત્ત, વર્ષ 2025-26ના જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળાનો જીડીપી ગ્રોથ રેટ 8.2% થી વધારીને 8.4% કરવામાં આવ્યો છે. જો કે, પ્રથમ ક્વાર્ટરનો વૃદ્ધિ દર 7.8 ટકાથી ઘટાડીને 6.7 ટકા કરવામાં આવ્યો હતો.

Advertisment

ભારતની GDP ગણતરી માટે આધાર વર્ષ કેમ બદલાયો?

ભારતના ડિસેમ્બર ક્વાર્ટર 2025ના જીડીપીની ગણતરી નવા આધાર વર્ષ સિરિઝની મુજબ કરવામાં આવી છે. MoSPI મુજબ, નાણાકીય વર્ષ 2022-23 ને આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવ્યું છે, કારણ કે તે તાજેતરના સામાન્ય વર્ષ (કોરોના મહામારી પછી)નું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં ભારતીય અર્થતંત્રના તમામ ક્ષેત્રોના મજબૂત અને વ્યાપક ડેટા ઉપલબ્ધ છે, જે તેને વાર્ષિક અને ત્રિમાસિક રાષ્ટ્રીય હિસાબ અંદાજોની નવી શ્રેણી માટે યોગ્ય માપદંડ બનાવે છે.

india બિઝનેસ દેશ