/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/pm-modi.jpg)
પીએમ મોદીએ એનડીએના સાંસદો સાથે ફિલ્મ સાબરમતી રિપોર્ટ જોઇ હતી (તસવીર - પીએમ મોદી ટ્વિટર)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 02 December 2024, આજના તાજા સમાચાર: પીએમ મોદીએ અભિનેતા વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ જોઈ છે. તેમણે આ ફિલ્મ જોઈ છે અને કહ્યું છે કે નિર્માતાઓને અભિનંદન આપવા જોઈએ. પીએમ મોદીએ એક્સ પર પણ ઘણી તસવીરો પણ શેર કરી છે. તેમણે વિક્રાંતની ફિલ્મ પોતાના એનડીએના ઘણા સાથીઓ સાથે જોઈ હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે એનડીએના સાંસદો સાથે સાબરમતી રિપોર્ટ જોઇ. નિર્માતાઓએ જે સખત મહેનત કરી છે તેની હું પ્રશંસા કરું છું. અભિનેતા વિક્રાંત મેસીએ પણ ખુશી વ્યક્ત કરી હતી કે પીએમ મોદીએ પોતે તેમની ફિલ્મ જોઈ હતી. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે પણ આ ફિલ્મ જોઇ હતી.
જાણકારી માટે જણાવી દઈએ કે 2002ના ગુજરાત રમખાણો પર 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મમાં જણાવવામાં આવ્યું હતું કે સાબરમતી એક્સપ્રેસમાં લાગેલી આગ ખરેખર અકસ્માત નહીં પણ કાવતરું હતું.
ખેડૂતો આજે સંસદનો ઘેરાવ કરશે, નોઈડામાં હાઈ એલર્ટ
આજે સોમવારે ખેડૂતો સંસદનો ઘેરાવ કરવા જઈ રહ્યા છે. તેમની તરફથી તેમની માંગણીઓને લઈને માર્ચ કાઢવામાં આવી રહી છે. જેના કારણે દિલ્હી-NCRના ઘણા માર્ગો પર ટ્રાફિક જામ થઈ શકે છે. હાલમાં હજારો ખેડૂતો સંયુક્ત કિસાન મોરચા હેઠળ રાજધાની દિલ્હી તરફ કૂચ કરવા જઈ રહ્યા છે. ખેડૂતોની ત્રણ મુખ્ય માંગણીઓ સામે આવી છે - ચાર ગણું વળતર, જમીન સંપાદન કાયદાનો લાભ અને 10% વિકસિત પ્લોટનો અમલ.
મહારાષ્ટ્ર - નિર્મલા સીતારમણ અને વિજય રુપાણીની નિરીક્ષક તરીકે નિયુક્તિ કરી
મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવ્યાને લગભગ 10 દિવસ થવા આવ્યા છે અને સરકાર બની નથી. કોણ મુખ્યમંત્રી બનશે તે પણ નક્કી થયું નથી. બીજી તરફ ભાજપે વિધાયક દળની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષકની નિયુક્તિ કરી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીની નિરીક્ષક તરીકે નિયુક્તિ કરી છે. બન્ને મુંબઈ જશે અને ધારાસભ્યો સાથે બેઠક કરશે આ પછી નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરશે.
ગુજરાતના નલિયામાં ઠંડી 12 ડિગ્રી નજીક પહોંચી
ગુજરાતમાં તાપમાન ગગડી રહ્યું છે ત્યારે મોટા ભાગના વિસ્તારોમાં 15-16 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચી ગયું છે. સામાન્ય રીતે ગુજરાતમાં 12.4 ડિગ્રીથી લઈને 23.5 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન રહ્યું હતું. જેમાં નલિયા 12.4 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 23.5 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 15.4 ડિગ્રી, ડીસામાં 13.8 ડિગ્રી, વડોદારમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- Dec 02, 2024 23:15 IST
Today Live News : કેસી વેણુગોપાલે કહ્યું - લોકસભામાં 13-14 ડિસેમ્બર અને રાજ્યસભામાં 16-17ના રોજ બંધારણ પર ચર્ચા થશે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને બેઠક બાદ પાર્ટીના સાંસદ અને મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલે કહ્યું કે અમે સંસદીય કાર્યવાહી પર ચર્ચા કરી. સ્પીકરે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી. તેઓ 13-14 અને 16-17 ડિસેમ્બરે સંવિધાન ચર્ચા પર સહમત થયા. લોકસભામાં 13-14ના રોજ અને રાજ્યસભામાં 16-17ના રોજ બંધારણ પર ચર્ચા થશે. સંવિધાન પર ચર્ચા થાય તે અમારી માંગણી હતી. ભલે મોડું થયું પણ હવે ચર્ચા માટે વિચાર કર્યો છે. તે સારું છે, અમે નિર્ણયને આવકારીએ છીએ.
- Dec 02, 2024 20:58 IST
Today Live News : ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ સાબરમતી રિપોર્ટ જોઇ પીએમ મોદીએ કહ્યું - નિર્માતા અભિનંદનને પાત્ર
પીએમ મોદીએ અભિનેતા વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ જોઈ છે. તેમણે આ ફિલ્મ જોઈ છે અને કહ્યું છે કે નિર્માતાઓને અભિનંદન આપવા જોઈએ. પીએમ મોદીએ એક્સ પર પણ ઘણી તસવીરો પણ શેર કરી છે. તેમણે વિક્રાંતની ફિલ્મ પોતાના એનડીએના ઘણા સાથીઓ સાથે જોઈ હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે એનડીએના સાંસદો સાથે સાબરમતી રિપોર્ટ જોઇ. નિર્માતાઓએ જે સખત મહેનત કરી છે તેની હું પ્રશંસા કરું છું. અભિનેતા વિક્રાંત મેસીએ પણ ખુશી વ્યક્ત કરી હતી કે પીએમ મોદીએ પોતે તેમની ફિલ્મ જોઈ હતી. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે પણ આ ફિલ્મ જોઇ હતી.
જાણકારી માટે જણાવી દઈએ કે 2002ના ગુજરાત રમખાણો પર 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મમાં જણાવવામાં આવ્યું હતું કે સાબરમતી એક્સપ્રેસમાં લાગેલી આગ ખરેખર અકસ્માત નહીં પણ કાવતરું હતું.
- Dec 02, 2024 17:57 IST
Today Live News : પીએમ મોદી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' જોશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' જોવા માટે સંસદના બાલયોગી ઓડિટોરિયમ પહોંચ્યા. ફિલ્મનું સંસદમાં સ્પેશ્યલ સ્ક્રિનિગ થશે.
- Dec 02, 2024 15:56 IST
Today Live News : મહારાષ્ટ્ર - નિર્મલા સીતારમણ અને વિજય રુપાણીની નિરીક્ષક તરીકે નિયુક્તિ કરી
મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવ્યાને લગભગ 10 દિવસ થવા આવ્યા છે અને સરકાર બની નથી. કોણ મુખ્યમંત્રી બનશે તે પણ નક્કી થયું નથી. બીજી તરફ ભાજપે વિધાયક દળની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષકની નિયુક્તિ કરી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીની નિરીક્ષક તરીકે નિયુક્તિ કરી છે. બન્ને મુંબઈ જશે અને ધારાસભ્યો સાથે બેઠક કરશે આ પછી નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરશે.
- Dec 02, 2024 11:54 IST
Today Live News : દિલ્હી નોઈડા બોર્ડર પર ભારે જામ, અનેક ખેડૂત નેતાની અટકાયત
ઉત્તર પ્રદેશના પ્રદર્શનકારી ખેડૂત નવા કૃષિ કાયદા અંતર્ગત લાભની માંગને લઈને રાષ્ટ્રીય રાજધાની તરફ માર્ચ કરી રહ્યા છે જેના કારણે દિલ્હી નોઈડા બોર્ડર ઉપર ભારે જામની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત પોલીસ દ્વારા અનેક ખેડૂત નેતાઓની અટકાયત પણ કરવામાં આવી છે.
- Dec 02, 2024 09:58 IST
Today Live News : ગુજરાતના નલિયામાં ઠંડી 12 ડિગ્રી નજીક પહોંચી
ગુજરાતમાં તાપમાન ગગડી રહ્યું છે ત્યારે મોટા ભાગના વિસ્તારોમાં 15-16 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચી ગયું છે. સામાન્ય રીતે ગુજરાતમાં 12.4 ડિગ્રીથી લઈને 23.5 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન રહ્યું હતું. જેમાં નલિયા 12.4 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 23.5 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 15.4 ડિગ્રી, ડીસામાં 13.8 ડિગ્રી, વડોદારમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- Dec 02, 2024 09:58 IST
Today Live News : સેન્સેક્સ 350 પોઇન્ટ તૂટ્યો, બેંક અને આઈટી શેરમાં વેચવાલીનું દબાણ
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સોમવારે નેગેટિવ ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 79802 સામે સોમવારે 79743 ખુલ્યો રહો. બેંક શેરમાં વેચવાલીના દબાણથી ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં જ સેન્સેક્સ 500 પોઇન્ટ ઇન્ટ્રા-ડે તૂટી 79308 બોટમ થયો હતો. હાલ સેન્સેક્સ 350 પોઇન્ટના ઘટાડે 79600 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24131 સામે આજે 24140 ખુલ્યો હતો. 130 પોઇન્ટથી વધુ ઘટાડે નિફ્ટી નીચામાં 24008 લેવલ સુધી ઘટ્યો હતો. નિફ્ટી માટે 24000 મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ છે. આજે એચડીએફસી બેંક, બજાજ ફાઈનાન્સ અને ઈન્ડ્સઇન્ડ બેંક શેર 1 થી દોઢ ટકા જેટલા ડાઉન હતા. બેંક નિફ્ટી ઈન્ડેક્સ 200 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 100 પોઇન્ટ ડાઉન હતા.
- Dec 02, 2024 09:57 IST
Today Live News : ખેડૂતો આજે સંસદનો ઘેરાવ કરશે
આજે સોમવારે ખેડૂતો સંસદનો ઘેરાવ કરવા જઈ રહ્યા છે. તેમની તરફથી તેમની માંગણીઓને લઈને માર્ચ કાઢવામાં આવી રહી છે. જેના કારણે દિલ્હી-NCRના ઘણા માર્ગો પર ટ્રાફિક જામ થઈ શકે છે. હાલમાં હજારો ખેડૂતો સંયુક્ત કિસાન મોરચા હેઠળ રાજધાની દિલ્હી તરફ કૂચ કરવા જઈ રહ્યા છે.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us