Gujarati News 02 October 2024 Highlights : કેજરીવાલનું નવું રહેઠાણ ફિરોઝશાહ રોડ પર હશે, બે દિવસમાં ઘર શિફ્ટ કરશે

India Gujarat Today Latest News in Gujarati , Gujarat Samachar (ગુજરાત સમાચાર) 02 October 2024: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી બે દિવસમાં તેમનું સરકારી નિવાસસ્થાન ખાલી કરી શકે છે. નવા ઘરની તેમની શોધ પૂરી થઈ ગઈ છે.

India Gujarat Today Latest News in Gujarati , Gujarat Samachar (ગુજરાત સમાચાર) 02 October 2024: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી બે દિવસમાં તેમનું સરકારી નિવાસસ્થાન ખાલી કરી શકે છે. નવા ઘરની તેમની શોધ પૂરી થઈ ગઈ છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Arvind Kejriwal Interview The Indian Express

અરવિંદ કેજરીવાલ ઈન્ટરવ્યૂ ધ ઈન્ડિયન એક્સપ્રેસ (ફોટો - રેણુકા પુરી)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 02 October 2024, આજના તાજા સમાચાર: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી બે દિવસમાં તેમનું સરકારી નિવાસસ્થાન ખાલી કરી શકે છે. નવા ઘરની તેમની શોધ પૂરી થઈ ગઈ છે. દિલ્હીના લુટિયન ઝોનમાં તેના માટે બે ઘર જોવામાં આવ્યા છે. તે આગામી એકથી બે દિવસમાં આમાંથી કોઈપણ એકમાં શિફ્ટ થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ માટે ફિરોઝશાહ રોડ પર બે બંગલા જોવા મળ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ કેન્દ્ર સરકાર પાસે કેજરીવાલ માટે સરકારી આવાસની માંગણી કરી છે. પાર્ટીનું કહેવું છે કે રાષ્ટ્રીય પાર્ટીના વડા તરીકે આ તેમનો અધિકાર છે.

Advertisment

પુણેમાં ગાઢ ધુમ્મસના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું

પુણેના બાવધન બુદ્રુક ગામમાં હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર છે. આ અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે, પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાઢ ધુમ્મસના કારણે આ દુર્ઘટના થઈ છે, પરંતુ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. હાલ આ મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને અકસ્માતનું સાચું કારણ સમજવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ ઘટના સવારે 7 વાગ્યે બની જ્યારે હેલિકોપ્ટર પુણેના બાવધન ગામ પહોંચ્યું. પરંતુ જમીન પર વિઝિબિલિટી ઘણી ઓછી હોવાથી પાયલટને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તેના કારણે હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બન્યું હતું. જે તસવીરો સામે આવી છે તે મુજબ હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના મોત થયા છે.

  • Oct 02, 2024 23:14 IST

    Today News Live : લેબનોનમાં ઇઝરાયેલના 8 સૈનિકોના મોત થયા

    ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે (IDF) એક નિવેદન જારી કરીને કહ્યું છે કે લેબનોનમાં તેના સાત સૈનિકો માર્યા ગયા છે. આ સાથે લેબનોનમાં થયેલા સંઘર્ષમાં કુલ આઠ ઈઝરાયેલના સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે. જોકે ઈઝરાયેલે કહ્યું છે કે આ કાર્યવાહી મર્યાદિત રહેશે.



  • Oct 02, 2024 21:39 IST

    Today News Live : ઇટાલીના પીએમે જી-7 દેશોની બેઠક બોલાવી

    ઇટાલીના પીએમે જી-7 દેશોની બેઠક બોલાવી છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન પણ પણ સામેલ થશે. એક અમેરિકન અધિકારીએ કહ્યું કે રાષ્ટ્રપતિ જો બિડેન મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને બોલાવેલી જી-7 દેશોની મીટિંગમાં ભાગ લેશે.



  • Advertisment
  • Oct 02, 2024 19:05 IST

    Today News Live : ઝારખંડની આ લડાઈ સત્તા મેળવવાની લડાઈ નથી - પીએમ મોદી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઝારખંડની આ લડાઈ સત્તા મેળવવાની લડાઈ નથી, આ 'રોટી', 'બેટી' અને 'માટી' બચાવવાની લડાઈ છે. અહીં થોડા મહિનામાં ભાજપની સરકાર બનશે અને હું ઝારખંડની ખાતરી આપું છું કે જ્યારે ઝારખંડમાં ભાજપ-એનડીએની સરકાર બનશે ત્યારે 'રોટી', 'બેટી' અને 'માટી'ની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.



  • Oct 02, 2024 16:11 IST

    Today News Live : ભારત તરફથી ઈઝરાયેલને લઈને એક એડવાઈઝરી જારી કરી

    ઈઝરાયેલ પર ઈરાનના હુમલા બાદ ભારત ખૂબ જ ચિંતિત છે. ભારત તરફથી ઈઝરાયેલને લઈને એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. તે એડવાઈઝરીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે લોકોએ બહાર જવાનું ટાળવું પડશે અને પોતાને સુરક્ષિત જગ્યાએ રાખવા પડશે. ભારતે સ્થિતિ પર બારીકાઇથી નજર રાખી રહ્યું છે.



  • Oct 02, 2024 12:55 IST

    Today News Live : ગુજરાતમાં આજે બપોર સુધીમાં વરસાદની બ્રેક

    આવતી કાલથી નવરાત્રી શરુ થઈ રહી છે ત્યારે આજે 2 ઓક્ટોબર 2024 બુધવારે બપોર સુધીમાં ગુજરાતમાં એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. ગુજરાતમાં વરસાદે એકદમ વિરામ લેતા ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં હાસકારો થયો છે.



  • Oct 02, 2024 12:39 IST

    Today News Live : મુંબઈમાં યુવકે અટલ સેતુ પરથી દરિયામાં લગાવી મોતની છલાંગ

    મુંબઈના ટ્રાન્સ હાર્બર અટલ સેતુ બ્રિજ પરથી એક વ્યક્તિએ કૂદીને આત્મહત્યા કરી લીધી છે. છેલ્લા 4 દિવસમાં આત્મહત્યાની આ બીજી ઘટના છે. આપઘાત પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. કહેવાય છે કે ફિલિપ શાહ નામના વ્યક્તિએ પહેલા અટલ સેતુ પર પોતાની કાર રોકી, પછી કૂદીને આત્મહત્યા કરી લીધી. ફિલિપ મુંબઈના માટુંગા વિસ્તારનો રહેવાસી હતો.



  • Oct 02, 2024 10:12 IST

    Today News Live : આજનો દિવસ તમારો કેવો રહેશે

    આજે 2 ઓક્ટોબર 2024, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે. આજનો દિવસ તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ.



  • Oct 02, 2024 09:33 IST

    Today News Live : ગુજરાતમાં 24 કલાકમાં 14 તાલુકામાં વરસાદ નોંધાયો

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં ગુજરાતમાં 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના જલાલપોરમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે.



  • Oct 02, 2024 09:32 IST

    Today News Live : પુણેમાં ગાઢ ધુમ્મસના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું

    મહારાષ્ટ્રના પુણેથી હેલિકોપ્ટર ક્રેશના સમાચાર આવી રહ્યા છે. પુણેના બાવધન બુદ્રુક ગામ નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર 3 લોકોના મોત થયા છે. જેમાં 2 પાયલોટ અને 1 એન્જિનિયરનો સમાવેશ થાય છે. સ્થાનિક રહીશોએ હેલિકોપ્ટર ક્રેશની માહિતી પોલીસ કંટ્રોલ રૂમને આપી હતી. પોલીસ અને મેડિકલ ટીમ રવાના કરી દેવામાં આવી છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ