Gujarati News 03 October 2024 Highlights: લેબેનોનમાં ઈઝરાયલનું ઓપરેશન, બેકા ઘાટીમાં 11 લોકોને ઉતાર્યા મોતને ઘાટ

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 03 October 2024: અત્યારે ઈઝરાયલ અને લેબનોન, ઈરાન વચ્ચે તણાવનો માહોલ છે. ઈઝરાયલ તરફથી કોઈપણ સમયે જવાબી કાર્યવાહી થઈ શકે છે, જેના કારણે સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિ છે.

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 03 October 2024: અત્યારે ઈઝરાયલ અને લેબનોન, ઈરાન વચ્ચે તણાવનો માહોલ છે. ઈઝરાયલ તરફથી કોઈપણ સમયે જવાબી કાર્યવાહી થઈ શકે છે, જેના કારણે સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિ છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Middle East under tension

મીડલ ઈસ્ટમાં તણાવ - photo - Jansatta

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 03 October 2024, આજના તાજા સમાચાર: અત્યારે ઈઝરાયલ અને લેબનોન, ઈરાન વચ્ચે તણાવનો માહોલ છે. ઈઝરાયલ તરફથી કોઈપણ સમયે જવાબી કાર્યવાહી થઈ શકે છે, જેના કારણે સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિ છે. ઘણા મોટા દેશો હવે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેનો હિસ્સો બની ગયા છે. અમેરિકાએ પણ આના પર નજર રાખી છે, ક્યારેક ઈરાનને ચેતવણી આપવામાં આવી રહી છે તો ક્યારેક ઈઝરાયેલને પણ બુરી નજર બતાવવામાં આવી રહી છે. લેબેનોનમાં ઈઝરાયલી સૈનિકો ઘૂસી ચૂક્યા છે. અને ઓપરેશન ચાલુ છે. બેકા ઘાટીમાં 11 લોકોને મોતને ઘાટ ઉતાર્યાના સમાચાર પણ મળી રહ્યા છે.

Advertisment

હરિયાણામાં ભાજપને ઝટકો, અશોક તંવર કોંગ્રેસમાં જોડાયા

હરિયાણામાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના નેતા અશોક તંવર કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. ગઇકાલ સુધી તેમણે ભાજપ માટે પ્રચાર કર્યો હતો, પરંતુ આજે તેઓ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીના નેતા અશોક તંવર ભાજપમાં જોડાયા હતા અને સિરસાથી શૈલેજા સામે ભાજપે તેમને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે હવે તે ફરી કોંગ્રેસમાં જોડાયા છે.

  • Oct 03, 2024 23:29 IST

    Today News Live : અમેઠીમાં એક જ પરિવારના ચાર લોકોની ગોળી મારીને હત્યા

    ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના ચાર લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ શિક્ષક દંપતી સાથે તેમના બે માસૂમ બાળકોની પણ હત્યા કરી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.



  • Oct 03, 2024 21:04 IST

    Today News Live : ગુજરાતમાં 1903 સ્ટાફ નર્સની ભરતી કરાશે

    રાજ્ય સરકાર દ્વારા 1903 સ્ટાફ નર્સની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યનાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં સીધી ભરતીથી આ સ્ટાફ નર્સની ભરતી કરી નિમણૂક કરવામાં આવશે. રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.



  • Advertisment
  • Oct 03, 2024 19:32 IST

    Today News Live : ભાજપના નેતા અને પૂર્વ સાંસદ રૂપા ગાંગુલીની કોલકાતા પોલીસે ધરપકડ કરી

    ભાજપના નેતા અને પૂર્વ સાંસદ રૂપા ગાંગુલીની પશ્ચિમ બંગાળની કોલકાતા પોલીસે ધરપકડ કરી હતી. તે આખી રાત બાંસદ્રોણી પોલીસ સ્ટેશન સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ સમગ્ર વિવાદ માર્ગ અકસ્માત સાથે જોડાયેલો છે. પોલીસ કાર્યવાહી ના થવાથી નારાજ રૂપા ગાંગુલી પોલીસ સ્ટેશનની બહાર વિરોધ કરવા પહોંચ્યા હતા. ગુરુવારે પોલીસે રૂપાની સરકારી કામમાં અવરોધ કરવાના આરોપસર ધરપકડ કરી હતી.



  • Oct 03, 2024 17:38 IST

    Today News Live : જમૈકાના પ્રધાનમંત્રી કહ્યું - ભારત એક સમૃદ્ધ અને વિવિધતાપૂર્ણ દેશ, ઝડપથી વિકાસ કરી રહ્યો છે

    જમૈકાના પ્રધાનમંત્રી ડો. એંડ્ર્યુ હોલનેસે કહ્યું કે ભારત એક સમૃદ્ધ અને વિવિધતાપૂર્ણ દેશ છે, સાથે એક ઇનોવેટિવ દેશ પણ છે. એક એવો દેશ જે ઝડપથી વિકાસ કરી રહ્યો છે. મારી ભારતની આ આધિકારિક યાત્રા સફળ રહી છે. જેણે ભારત અને જમૈકા વચ્ચે સારા સંબંધો માટે અવસર પ્રદાન કર્યા છે.



  • Oct 03, 2024 15:38 IST

    Today News Live :હરિયાણામાં ભાજપને ઝટકો, અશોક તંવર કોંગ્રેસમાં જોડાયા

    હરિયાણામાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના નેતા અશોક તંવર કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. ગઇકાલ સુધી તેમણે ભાજપ માટે પ્રચાર કર્યો હતો, પરંતુ આજે તેઓ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીના નેતા અશોક તંવર ભાજપમાં જોડાયા હતા અને સિરસાથી શૈલેજા સામે ભાજપે તેમને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે હવે તે ફરી કોંગ્રેસમાં જોડાયા છે.



  • Oct 03, 2024 13:49 IST

    Today News Live : સુપ્રીમ કોર્ટનો રાજ્ય સરકારોને જેલ મેન્યુઅલ બદલવાનો આદેશ

    જેલમાં જાતિના આધારે ભેદભાવને લઈને દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેલમાં કોઈ પણ કેદી સાથે તેની જાતિના આધારે ભેદભાવ કરી શકાય નહીં. કોર્ટે કહ્યું કે જેલમાં રસોડા અને સફાઈના કામને જાતિના આધારે વહેંચવું ખોટું છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે સફાઈનું કામ માત્ર નીચલી જાતિના કેદીઓને આપવું અને ઉચ્ચ જાતિના કેદીઓને રસોઈનું કામ આપવું એ કલમ 15નું ઉલ્લંઘન છે. કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જેલ મેન્યુઅલમાં ફેરફાર કરવાનો નિર્દેશ આપ્યો છે.



  • Oct 03, 2024 12:14 IST

    Today News Live : આરજેડીના પ્રદેશ મહાસચિવને મોર્નિંગ વોક દરમિયાન ગોળી વાગી, હાલત ગંભીર

    બિહારમાં ગુનેગારોનો ધમધમાટ ચાલુ છે. રાજ્યના મુંગેર જિલ્લામાં બુધવારે ગુનેગારોએ બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતા અને રાજ્યના મહાસચિવ પંકજ યાદવની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પંકજ મોર્નિંગ વોક માટે ગયો હતો. દરમિયાન ઓચિંતો છાપો મારી બેઠેલા ગુનેગારોએ તેમનો પીછો કરી ગોળી મારીને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.

    ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ઉતાવળમાં આરજેડી નેતાને સદર હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાંથી તેમને સારી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. હાલમાં તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તેની હાલત અત્યંત ગંભીર છે.



  • Oct 03, 2024 12:00 IST

    Today News Live : પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પર ક્રિકેટમાં ભ્રષ્ટાચારનો આરોપ

    પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં કથિત ભ્રષ્ટાચાર અંગે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ અઝહરુદ્દીનને સમન્સ પાઠવ્યું છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના મની લોન્ડરિંગ કેસમાં અઝહરુદ્દીનનું નામ સામે આવ્યું હતું. અઝહરુદ્દીનને EDનું આ પહેલું સમન્સ છે અને તેણે ગુરુવારે એજન્સી પાસે જવું પડશે. થોડા સમય પહેલા અઝહરુદ્દીન હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ હતા.



  • Oct 03, 2024 10:07 IST

    Today News Live : ગુજરાતમાં 24 કલાકમાં 7 તાલુકામાં વરસાદ નોંધાયો

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં ગુજરાતના અમરેલી, તાપી અને સુરત જિલ્લાના કૂલ 7 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલીના ખાંભામાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો.



  • Oct 03, 2024 10:07 IST

    Today News Live : શેરબજાર 1200 પોઇન્ટના કડાકા સાથે ખુલ્યા, તમામ ઈન્ડેક્સ તૂટ્યા

    શેરબજારમાં ગુરુવારે મોટો કડાકો બોલાયો છે. ઈઝરાયલ ઈરાન યુદ્ધની ચિંતાથી સેન્સેક્સ 1264 પોઇન્ટ અને નિફ્ટી 344 પોઇન્ટના ઘટાડે ખુલ્યા છે. મેટલ શેરને બાદ કરતા સેન્સેક્સના તમામ શેર તૂટ્યા છે.



  • Oct 03, 2024 10:06 IST

    Today News Live : લેબેનોનમાં ઈઝરાયલનું ઓપરેશન ચાલું

    ત્યારે ઈઝરાયલ અને લેબનોન, ઈરાન વચ્ચે તણાવનો માહોલ છે. ઈઝરાયલ તરફથી કોઈપણ સમયે જવાબી કાર્યવાહી થઈ શકે છે, જેના કારણે સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિ છે. ઘણા મોટા દેશો હવે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેનો હિસ્સો બની ગયા છે. અમેરિકાએ પણ આના પર નજર રાખી છે, ક્યારેક ઈરાનને ચેતવણી આપવામાં આવી રહી છે તો ક્યારેક ઈઝરાયેલને પણ બુરી નજર બતાવવામાં આવી રહી છે. લેબેનોનમાં ઈઝરાયલી સૈનિકો ઘૂસી ચૂક્યા છે. અને ઓપરેશન ચાલુ છે. બેકા ઘાટીમાં 11 લોકોને મોતને ઘાટ ઉતાર્યાના સમાચાર પણ મળી રહ્યા છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ