Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 04 October 2024, આજના તાજા સમાચાર: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં શનિવારે 5 ઓક્ટોબરે રાજ્યની 90 બેઠકો પર મતદાન થશે. શનિવારે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, જેજેપીના દુષ્યંત ચૌટાલા અને અન્ય 1027 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઇ જશે. જમ્મુ-કાશ્મીરની સાથે હરિયાણાની ચૂંટણીના પરિણામો પણ 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સતત ત્રીજી વખત સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ એક દાયકા પછી સરકારમાં પાછા ફરવાની આશા રાખી રહી છે. મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. કુલ 1,031 ઉમેદવારો 90 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 101 મહિલાઓ છે. આ ઉમેદવારોમાં 464 અપક્ષો ચૂંટણી લડી રહ્યા છે.
વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન જશે, SCO મીટિંગમાં ભાગ લેશે
વિદેશ મંત્રી એસ જયશંકર 15-16 ઓક્ટોબરે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્નમેન્ટની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. આ બેઠકમાં સામાન્ય રીતે રાષ્ટ્રપતિઓ અને વડા પ્રધાનો હાજરી આપે છે. . અગાઉ ઓગસ્ટમાં પાકિસ્તાને ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓક્ટોબરમાં SCOની કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્મેન્ટની બેઠકમાં આમંત્રણ આપ્યું હતું. આ વખતે SCOની અધ્યક્ષતા પાકિસ્તાન પાસે છે.
નસરાહલ્લાના ઉત્તરાધિકારીનું પણ રોકેટ હુમલામાં મોત, ઈઝરાયલનો મોટો દાવો
ઈઝરાયલ ઈરાન યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલની સેનાએ મોડી રાત્રે બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં નસરાલ્લાહના ઉત્તરાધિકારી સફીદ્દીન પણ માર્યો ગયો હોવાના અહેવાલ મળ્યા છે. ઈઝરાયલની મીડિયાએ આ દાવો કર્યો છે. આજે ઈઝરાયલ હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાહ પ્રમુખ નસરાલ્લાહના અંતિમ સંસ્કાર થવાના છે. એવું માનવામાં આવે છે કે આજે નસરલ્લાહને દફનાવવામાં આવશે. તેમજ આ દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેની તેહરાન ભાષણ આપશે. માં બોલવા જઈ રહ્યા છે. નસરાલ્લાહના મોત બાદ ખામેનીને એક ગુપ્ત સ્થળે લઇ જવામાં આવી હતી. ત્યાર બાદ ખામેની પહેલી વાર દેખાશે.





