Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 05 December 2024, આજના તાજા સમાચાર: ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બની ગયા છે. તેમણે આઝાદ મેદાનમાં સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શિવસેનાના એકનાથ શિંદે અને એનસીપીના અજિત પવારે ઉપ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત ઘણા નેતા હાજર રહ્યા હતા. ભાજપ અને એનડીએ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજર રહ્યા હતા.
અલ્લુની ફિલ્મ ‘પુષ્પા-2’ના સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગમાં મહિલાનું મોત
સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહેલી અલ્લુ અર્જૂનની પુષ્પા-2નો પ્રીમિયર શો બુધવારે હૈદરાબાદમાં યોજાયો હતો. આ દરમિયાન અલ્લુ અર્જુન સ્ક્રીનિંગમાં હાજરી આપવાનો તેવી જાણ થતાં ચાહકો મનપસંદ અભિનેતાને જોવા માટે એટલા ઊમટી પડ્યા હતા. આ દરમિયાન ત્યાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોતનું મૃત્યુ નિપજ્યું હતું. દિલસુખનગરમાં રહેતી 39 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકો 9 વર્ષીય શ્રી તેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા આવી હતી. અલ્લુ અર્જુન ત્યાં આવતાની સાથે જ અભિનેતાને જોવા ચાહકોમાં નાસભાગ મચી હતી.
નલિયામાં ત્રણ ડિગ્રી તાપમાન વધીને 15 ડિગ્રી પહોંચ્યું
સામાન્ય રીતે આ દિવસોમાં ઠંડીનો પારો નીચો ઉતરે છે પરંતુ બુધવારના દિવસે ઠંડીનો પારો અચાનક ઉપર ઉઠ્યો હતો. જેના પગલે રાજ્યમાં આશરે ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું. જેથી ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો હતો. તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં 15 ડિગ્રીથી લઈને 23.9 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જ્યારે 15 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ડીસામાં 16 ડિગ્રી, અમરેલીમાં 16.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.