/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/haryana-assembly-election.jpg)
હરિયાણા વિધાનસભા ચૂંટણી - photo - DD news
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 05 October 2024 Highlights, આજના તાજા સમાચાર: હરિયાણાની તમામ 90 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં એક હજારથી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ચૂંટણી જંગમાં નેતાઓમાં રાજ્યના મુખ્યમંત્રી નયબ સિંહ સૈની (લાડવા), પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા (ગઢી સાંપલા-કિલોઈ), પૂર્વ ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા (ઉચાના કલાન), કોંગ્રેસના ઉમેદવારો વિનેશ ફોગાટ અને જેજેપીના દુષ્યંત ચૌટાલા, આઈએનએલડીના અભય સિંહ ચૌટાલા (એલનાબાદ), ભાજપના અનિલ વિજ (અંબાલા કેન્ટ), ભાજપના ઓપી ધનખર (બદલી) અને કોંગ્રેસના વિનેશ ફોગાટ (જુલાના). જો અપક્ષ ઉમેદવારોની વાત કરીએ તો દરેકની નજર હિસારથી સાવિત્રી જિંદાલ, રાનિયાથી રણજીત ચૌટાલા અને અંબાલા કેન્ટથી ચિત્રા સરવરા પર છે.
ભૂપેન્દ્ર હુડ્ડા એક મોટા વિકલ્પ તરીકે ઉભરી આવ્યા - રણજીત ચૌટાલા
રાનિયા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર રણજીત સિંહ ચૌટાલાએ પોતાનો મત આપ્યા બાદ કહ્યું કે આ વ્યક્તિત્વની ચૂંટણી છે. એક તરફ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા છે અને બીજી બાજુ નાયબ સૈની અને મનોહર લાલ ખટ્ટર છે. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા એક મોટા વિકલ્પ તરીકે ઉભરી રહ્યા છે. હું વડાપ્રધાન મોદીના કારણે ભાજપમાં જોડાયો છું. આઈએનએલડી, ભાજપ અને એચએલપી ગઠબંધનમાં છે અને જો આઈએનએલડીને કોઈ બેઠક મળશે તો તેઓ ભાજપને જ સમર્થન કરશે.
- Oct 05, 2024 16:29 IST
હરિયાણામાં 3 વાગે સુધી 49.13 ટકા મતદાન
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. આજે બપોરે 3 વાગે સુધી 49.13 ટકા મતદાન થયું છે. અત્યાર સુધીમાં અંબાલામાં 49.59 ટકા, ભિવાનીમાં 50.31 ટકા, ચરખી દાદરીમાં 47.08 ટકા, ફતેહાબાદમાં 52.46 ટકા, ગુરુગ્રામમાં 38.61 ટકા, હિસારમાં 51.25 ટકા અને ઝજ્જરમાં 49.68 ટકા વોટિંગ થયું છે.
- Oct 05, 2024 14:31 IST
Today News Live : હરિયાણામાં એક વાગ્યા સુધીમાં 36.69 ટકા મતદાન થયું
બપોરે 1 વાગ્યા સુધી હરિયાણામાં 36.69 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન મેવાતમાં થયું છે, જ્યાં અત્યાર સુધીમાં 42.64 ટકા લોકોએ મતદાન કર્યું છે, ત્યારબાદ યમુનાનગરમાં 42.08 ટકા મતદાન થયું છે. આ સિવાય સૌથી ઓછું મતદાન પંચકુલામાં જોવા મળ્યું હતું, જ્યાં માત્ર 25.89 ટકા લોકોએ જ મતદાનમાં ભાગ લીધો હતો.
- Oct 05, 2024 11:09 IST
Today News Live : જમ્મુ કાશ્મિરના કુપવાડામાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા
સુરક્ષા દળોએ શુક્રવારે રાત્રે જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી છે. સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા. હાલમાં સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરક્ષા દળોને આશંકા છે કે અહીં વધુ ઘણા આતંકવાદીઓ છુપાયા છે. તમને જણાવી દઈએ કે સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના કુપવાડાના ગુગલધારા જંગલમાં આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
- Oct 05, 2024 10:29 IST
Today News Live : અમેઠી ઘટનાનો આરોપી એન્કાઉન્ટરમાં ઘાયલ, પોલીસ પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ
ઉત્તર પ્રદેશના અમેઠીમાં શિક્ષક, તેની પત્ની અને બે બાળકોની હત્યાનો આરોપી ચંદન વર્મા એન્કાઉન્ટરમાં ઘાયલ થયો છે. પોલીસ તેને હત્યામાં વપરાયેલી પિસ્તોલ રીકવર કરવા લઈ રહી હતી, તે દરમિયાન તેણે પોલીસકર્મીઓ પાસેથી પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તમામ પોલીસોએ તેનો સામનો કર્યો. ચંદનને પગમાં ગોળી વાગી છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
- Oct 05, 2024 10:06 IST
Today News Live : હરિયાણાની તમામ 90 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલું
હરિયાણાની તમામ 90 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં એક હજારથી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ચૂંટણી જંગમાં નેતાઓમાં રાજ્યના મુખ્યમંત્રી નયબ સિંહ સૈની (લાડવા), પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા (ગઢી સાંપલા-કિલોઈ), પૂર્વ ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા (ઉચાના કલાન), કોંગ્રેસના ઉમેદવારો વિનેશ ફોગાટ અને જેજેપીના દુષ્યંત ચૌટાલા, આઈએનએલડીના અભય સિંહ ચૌટાલા (એલનાબાદ), ભાજપના અનિલ વિજ (અંબાલા કેન્ટ), ભાજપના ઓપી ધનખર (બદલી) અને કોંગ્રેસના વિનેશ ફોગાટ (જુલાના). જો અપક્ષ ઉમેદવારોની વાત કરીએ તો દરેકની નજર હિસારથી સાવિત્રી જિંદાલ, રાનિયાથી રણજીત ચૌટાલા અને અંબાલા કેન્ટથી ચિત્રા સરવરા પર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us