Gujarati News 06 December 2024 : અંબાલામાં 9 ડિસેમ્બર સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ, શંભૂ બોર્ડર પર ખેડૂતોને રોકવામાં આવ્યા

India Gujarat Today Latest News in Gujarati, 06 December 2024: દિલ્હી તરફ ચાલતા જતાં હજારો ખેડૂતોને શંભૂ બોર્ડ ઉપર રોકવામાં આવ્યા છે. બોર્ડ ઉપર ભારે પોલીસ દળ તૈનાત છે. અને સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે

India Gujarat Today Latest News in Gujarati, 06 December 2024: દિલ્હી તરફ ચાલતા જતાં હજારો ખેડૂતોને શંભૂ બોર્ડ ઉપર રોકવામાં આવ્યા છે. બોર્ડ ઉપર ભારે પોલીસ દળ તૈનાત છે. અને સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
delhi farmer protest

દિલ્હી ચલો માર્ચ ખેડૂત વિરોધ પ્રદર્શન - photo - X @BeingSumit007

Gujarat Latest News in Gujarati, 06 December 2024, આજના તાજા સમાચાર: દિલ્હી તરફ ચાલતા જતાં હજારો ખેડૂતોને શંભૂ બોર્ડ ઉપર રોકવામાં આવ્યા છે. બોર્ડ ઉપર ભારે પોલીસ દળ તૈનાત છે. અને સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેડૂતોના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને શંભૂ બોર્ડરની આસપાસ અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે.

Advertisment

 કેન્દ્રીય કેબિનેટે 85 કેન્દ્રીય વિદ્યાલયો અને 28 નવી નવોદય વિદ્યાલયોની સ્થાપનાને મંજૂરી આપી

દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે દેશના વંચિત જિલ્લાઓમાં 85 કેન્દ્રીય વિદ્યાલયો અને 28 નવી નવોદય વિદ્યાલયોની સ્થાપનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે, PM શ્રી (પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝિંગ ઈન્ડિયા) લાવવામાં આવ્યા હતા. તમામ કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયોને PM શ્રી વિદ્યાલયના રુપમાં નામિત કરવામાં આવી છે. જેથી તેને અન્ય વિદ્યાલયો માટે તેમને અનુકરણીય બનાવી શકાય.

હિન્દુઓ પર થઇ રહેલી હિંસા વચ્ચે ભારતનું મોટું પગલું, વિદેશ સચિવ બાંગ્લાદેશ જશે

Advertisment

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઇ રહેલી હિંસા વચ્ચે ભારતે મોટું પગલું ભર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું હતું કે વિદેશ સચિવ 9 ડિસેમ્બરે બાંગ્લાદેશની મુલાકાત લેશે અને તેઓ તેમના સમકક્ષને મળશે. આ મુલાકાત દરમિયાન અન્ય ઘણી બેઠકો પણ થશે.

  • Dec 06, 2024 23:03 IST

    Today Live News : શિક્ષક અને યુટ્યુબર ખાન સર પટનાના BPSC ઉમેદવારોના વિરોધ પ્રદર્શનમાં જોડાયા

    બિહાર: શિક્ષક અને યુટ્યુબર ખાન સર પટનાના ગર્દનીબાગમાં BPSC ઉમેદવારોના વિરોધ પ્રદર્શનમાં જોડાયા. BPSC ઉમેદવારો પરીક્ષા પેટર્નને લઈને અહીં કમિશન સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. નોર્મલાઇઝેશન પ્રક્રિયાને ટાળવા માટે વિદ્યાર્થીઓ એક શિફ્ટમાં પરીક્ષા લેવા અને એક પેપર આપવાની માંગ કરી રહ્યા છે.

    — ANI_HindiNews (@AHindinews) December 6, 2024



  • Dec 06, 2024 22:03 IST

    Today Live News : કર્ણાટક હુબલીના ઘણા ભાગમાં વરસાદ

    — ANI_HindiNews (@AHindinews) December 6, 2024



  • Dec 06, 2024 20:34 IST

    Today Live News : કેન્દ્રીય કેબિનેટે 85 કેન્દ્રીય વિદ્યાલયો અને 28 નવી નવોદય વિદ્યાલયોની સ્થાપનાને મંજૂરી આપી

    દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે દેશના વંચિત જિલ્લાઓમાં 85 કેન્દ્રીય વિદ્યાલયો અને 28 નવી નવોદય વિદ્યાલયોની સ્થાપનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે, PM શ્રી (પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝિંગ ઈન્ડિયા) લાવવામાં આવ્યા હતા. તમામ કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયોને PM શ્રી વિદ્યાલયના રુપમાં નામિત કરવામાં આવી છે. જેથી તેને અન્ય વિદ્યાલયો માટે તેમને અનુકરણીય બનાવી શકાય.



  • Dec 06, 2024 19:10 IST

    Today Live News : હિન્દુઓ પર થઇ રહેલી હિંસા વચ્ચે ભારતનું મોટું પગલું, વિદેશ સચિવ બાંગ્લાદેશ જશે

    બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઇ રહેલી હિંસા વચ્ચે ભારતે મોટું પગલું ભર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું હતું કે વિદેશ સચિવ 9 ડિસેમ્બરે બાંગ્લાદેશની મુલાકાત લેશે અને તેઓ તેમના સમકક્ષને મળશે. આ મુલાકાત દરમિયાન અન્ય ઘણી બેઠકો પણ થશે.



  • Dec 06, 2024 17:59 IST

    Today Live News : ખેડૂત નેતા સરવન સિંહ પંધેરે શું કહ્યું

    શંભુ બોર્ડર પર ખેડૂત નેતા સરવન સિંહ પંધેરે કહ્યું કે અમે 'જત્થો' પાછો લીધો છે, કૂચ(દિલ્હી તરફ) નહીં. 6 ખેડૂતો ઘાયલ થયા છે.

    — ANI_HindiNews (@AHindinews) December 6, 2024



  • Dec 06, 2024 14:11 IST

    Today Live News : અંબાલામાં 9 ડિસેમ્બર સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ, શંભૂ બોર્ડર પર ખેડૂતોને રોકવામાં આવ્યા

    દિલ્હી તરફ ચાલતા જતાં હજારો ખેડૂતોને શંભૂ બોર્ડ ઉપર રોકવામાં આવ્યા છે. બોર્ડ ઉપર ભારે પોલીસ દળ તૈનાત છે. અને સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેડૂતોના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને શંભૂ બોર્ડરની આસપાસ અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે.



  • Dec 06, 2024 12:18 IST

    Today Live News : રાજ્યસભામાં અભિષેક મનુ સિંઘવીની બેઠક પરથી નોટોનુ બંડલ મળ્યા

    રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી ચલણી નોટોનું બંડલ મળવાનો મામલો સામે આવ્યો છે. વાસ્તવમાં, ગઈ કાલે રાજ્યસભામાં તપાસ દરમિયાન, સુરક્ષા અધિકારીઓને અભિષેક મનુ સિંઘવીની સીટ નીચેથી નોટોનું એક બંડલ મળ્યું હતું.આ મુદ્દે આજે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું, "હું સભ્યોને જણાવવા માંગુ છું કે ગઈકાલે ગૃહ સ્થગિત થયા પછી ગૃહની નિયમિત તપાસ દરમિયાન, સુરક્ષા અધિકારીઓએ સીટ નંબર 222 પરથી ચલણી નોટોનું બંડલ જપ્ત કર્યું, રાજ્યમાંથી ચૂંટાયેલા અભિષેક મનુ સિંઘવીને આ બાબત સોંપવામાં આવી હતી અને મેં ખાતરી કરી હતી કે તપાસ થાય અને આ તપાસ ચાલી રહી છે.

    — ANI_HindiNews (@AHindinews) December 6, 2024



  • Dec 06, 2024 11:37 IST

    Today Live News : ઉત્તર પ્રદેશમાંબોલેરો-ટ્રક વચ્ચે સામ-સામે અથડાતા 6 લોકોના મોત

    ઉત્તર પ્રદેશમાં ઝાંસી-મિરઝાપુર હાઈવે પર પ્રયાગરાજ તરફથી આવતી એક પૂરપાટ ઝડપે દોડતી બોલેરો અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં છ લોકો મૃત્યુ નિપજ્યા છે અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બોલેરોમાં 11 મુસાફરો સવાર હતા જેમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા.



  • Dec 06, 2024 09:58 IST

    Today Live News : નલિયામાં સાડા ત્રણ ડિગ્રી તાપમાન ગગડ્યું

    નલિયામાં સાડા ત્રણ ડિગ્રી તાપમાન ગગડ્યું હતું. જેના પગલે નલિયામાં તાપમાન 11 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે નલિયામાં 11.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેના પગલે તે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં સૌથી ઊંચું 23.5 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. આમ ગુજરાતમાં 11.5 ડિગ્રીથી લઈને 23.5 ડિગ્રી વચ્ચે ઠંડી નોંધાઈ હતી. ડીસામાં 15.9 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 16.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.



  • Dec 06, 2024 09:50 IST

    Today Live News : આરબીઆઈ પોલિસી પહેલા સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી આરબીઆઈ મોનેટરી પોલિસી પૂર્વે ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 81765 બંધ સામે આજે 81887 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24708 સામે આજે 24729 ખુલ્યો હતો. બેંક નિફ્ટી અને આઈટી ઇન્ડેક્સ ડાઉન હતા. બજારની નજર આરબીઆઈની ધિરાણનીતિ પર



  • Dec 06, 2024 09:50 IST

    Today Live News : પંજાબના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે

    શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ કરવાની તૈયારી કરી રહેલા ખેડૂતોને કારણે અંબાલા-દિલ્હી સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. 101 ખેડૂતોના જૂથની આગેવાની હેઠળ શંભુ બોર્ડરથી બપોરે 1 વાગ્યે કૂચ શરૂ થવા જઈ રહી છે. અંબાલા જિલ્લા પ્રશાસને BNSSની કલમ 163 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે. આ અંતર્ગત પાંચ કે તેથી વધુ લોકોના ગેરકાયદેસર ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને પગપાળા, વાહન કે અન્ય માધ્યમથી સરઘસ કાઢવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધો આગામી આદેશો સુધી અમલમાં રહેશે.



  • Dec 06, 2024 09:50 IST

    Today Live News : PM મોદી આજે કરશે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન

    PM મોદી આજે રાજધાની દિલ્હીના ભારત મંડપમ ખાતે ઉત્તર-પૂર્વ ભારતની સાંસ્કૃતિક ગતિશીલતા દર્શાવતા અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. તમને જણાવી દઈએ કે પ્રથમ વખત ઉજવવામાં આવી રહેલ ત્રણ દિવસીય સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન 6 થી 8 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવશે. મહોત્સવ દરમિયાન મહિલા નેતૃત્વ, માહિતી ટેકનોલોજી, ઉર્જા, આરોગ્યસંભાળ, રમતગમત, કલા અને સંસ્કૃતિ પરના ટેકનિકલ સત્રોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત વિકસિત ભારત માટે ઉત્તર-પૂર્વની ભૂમિકા પર વિશેષ સત્રનું પણ આયોજન કરવામાં આવશે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ