Gujarati News 07 December 2024 : પીએમ નરેન્દ્ર મોદીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અજમેર સાથે જોડાયેલ છે કનેક્શન

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 07 December 2024: પોલીસે જે નંબર પરથી મેસેજ આવ્યો તે નંબર ચેક કર્યો તો જાણવા મળ્યું કે આ નંબર રાજસ્થાનના અજમેરનો છે. આ પછી મુંબઈ પોલીસે મેસેજ મોકલનારને પકડવા માટે એક ટીમ મોકલી છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi, PM Modi

પીએમ નરેન્દ્ર મોદી (તસવીર - બીજેપી ટ્વિટર)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 07 December 2024, આજના તાજા સમાચાર: મુંબઈ પોલીસને તેની ટ્રાફિક હેલ્પલાઈનના વોટ્સએપ નંબર પર ધમકીભર્યો મેસેજ મળ્યો છે. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના એજન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોમ્બ બ્લાસ્ટનું ષડયંત્ર રચી રહ્યા છે. મેસેજ સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો અને સમગ્ર પોલીસ વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું હતું. પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી છે.

Advertisment

પોલીસે જે નંબર પરથી મેસેજ આવ્યો તે નંબર ચેક કર્યો તો જાણવા મળ્યું કે આ નંબર રાજસ્થાનના અજમેરનો છે. આ પછી મુંબઈ પોલીસે મેસેજ મોકલનારને પકડવા માટે એક ટીમ મોકલી છે. ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મેસેજમાં આઇએસઆઇના બે એજન્ટની સંડોવણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બોમ્બથી હુમલો કરવાના કાવતરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ રવિવારે રશિયા જશે

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કર્યું કે આવતીકાલે 08 ડિસેમ્બરે ભારત-રશિયાના સૈન્ય અને સૈન્ય ટેકનિકલ સહયોગ પરના આંતર-સરકારી આયોગની 21મી બેઠકમાં ભાગ લેવા રશિયાના મોસ્કોમાં જઇશ. સાથે હું મારી મુલાકાત દરમિયાન ભારતીય નૌકાદળના નવીનતમ મલ્ટી-રોલ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ ‘INS તુશીલ’ના કમિશનિંગ સમારોહમાં પણ હાજરી આપશે.

નલિયા 11.6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે સૌથી ઠંડું શહેર નોંધાયું

નલિયામાં છેલ્લા કેટલાક દિવસથી રાજ્યનીસૌથી વધારે ઠંડી પડી રહી છે ત્યારે અત્યારે નલિયામાં ઠંડીનો પારો 11 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. જો શુક્રવારના તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં 11.6 ડિગ્રીથી લઈને 23.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં સૌથી ઓછું નલિયામાં 11.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે વેરાવળમાં 23.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Advertisment
  • Dec 07, 2024 23:34 IST

    Today Live news : દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યોલને મોટી રાહત, મહાભિયોગ પ્રસ્તાવ નિષ્ફળ રહ્યો

    દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યોલને મોટી રાહત મળી છે. તેમની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, જે નિષ્ફળ રહ્યો છે. વિપક્ષને ત્રણ મત ઓછા પડ્યા હતા. માર્શલ લોની જાહેરાત બાદ, વિપક્ષી સાંસદોને રાષ્ટ્રપતિ યોલ સામેના મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી આપવા માટે 200 મતોની જરૂર હતી. જો કે તેમના પક્ષમાં 197 વોટ પડ્યા હતા. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પદ તેમના પદ પર બન્યા રહેશે. જોકે મુશ્કેલીઓ ઓછી થવાની નથી.

  • Dec 07, 2024 21:49 IST

    Today Live news : મમતા બેનર્જી ગઠબંધનનું નેતૃત્વ કરવા સક્ષમ છે - શરદ પવાર

    પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવેદન પર એનસીપી-એસસીપીના વડા શરદ પવારે કહ્યું કે હા, ચોક્કસપણે (તેઓ ગઠબંધનનું નેતૃત્વ કરવા સક્ષમ છે), તે આ દેશના અગ્રણી નેતા છે. તેમનામાં તે ક્ષમતા છે. સંસદમાં તેમના દ્વારા ચૂંટાયેલા નેતાઓ જવાબદાર, કર્તવ્યનિષ્ઠ અને જાગૃત લોકો છે. તેથી તેમને આવું કહેવાનો અધિકાર છે.

  • Dec 07, 2024 20:26 IST

    Today Live news : પીએમ નરેન્દ્ર મોદીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અજમેર સાથે જોડાયેલ છે કનેક્શન

    મુંબઈ પોલીસને તેની ટ્રાફિક હેલ્પલાઈનના વોટ્સએપ નંબર પર ધમકીભર્યો મેસેજ મળ્યો છે. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના એજન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોમ્બ બ્લાસ્ટનું ષડયંત્ર રચી રહ્યા છે. મેસેજ સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો અને સમગ્ર પોલીસ વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું હતું. પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી છે.

    પોલીસે જે નંબર પરથી મેસેજ આવ્યો તે નંબર ચેક કર્યો તો જાણવા મળ્યું કે આ નંબર રાજસ્થાનના અજમેરનો છે. આ પછી મુંબઈ પોલીસે મેસેજ મોકલનારને પકડવા માટે એક ટીમ મોકલી છે. ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મેસેજમાં આઇએસઆઇના બે એજન્ટની સંડોવણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બોમ્બથી હુમલો કરવાના કાવતરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  • Dec 07, 2024 18:44 IST

    Today Live news : કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કેશ કાંડ પર કહ્યું - આ એક ગંભીર બાબત, તપાસ થવી જોઈએ

    રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદની બેંચ પાસેથી મળેલી રોકડ અંગે કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે ગઈકાલે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન આ અંગે ચર્ચા થઈ હતી અને રાજ્યસભાના અધ્યક્ષ અને ભારતના રાષ્ટ્રપતિ આ વિષયને સામે રાખ્યો છે. આ એક ગંભીર બાબત છે જેની તપાસ થવી જોઈએ.

  • Dec 07, 2024 17:43 IST

    Today Live news : રક્ષા મંત્રી રાજનાથ સિંહ રવિવારે રશિયા જશે

    રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કર્યું કે આવતીકાલે 08 ડિસેમ્બરે ભારત-રશિયાના સૈન્ય અને સૈન્ય ટેકનિકલ સહયોગ પરના આંતર-સરકારી આયોગની 21મી બેઠકમાં ભાગ લેવા રશિયાના મોસ્કોમાં જઇશ. સાથે હું મારી મુલાકાત દરમિયાન ભારતીય નૌકાદળના નવીનતમ મલ્ટી-રોલ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ 'INS તુશીલ'ના કમિશનિંગ સમારોહમાં પણ હાજરી આપશે.

  • Dec 07, 2024 10:33 IST

    Today Live news : નલિયામાં 11.6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે સૌથી ઠંડું શહેર નોંધાયું

    નલિયામાં છેલ્લા કેટલાક દિવસથી રાજ્યનીસૌથી વધારે ઠંડી પડી રહી છે ત્યારે અત્યારે નલિયામાં ઠંડીનો પારો 11 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. જો શુક્રવારના તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં 11.6 ડિગ્રીથી લઈને 23.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં સૌથી ઓછું નલિયામાં 11.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે વેરાવળમાં 23.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

  • Dec 07, 2024 10:27 IST

    Today Live news : હૈદરાબાદમાં બેકાબૂ કાર નદીમાં ખાબકી, 5 લોકો મોત

    હૈદરાબાદમાં ભુદાન પોચમપલ્લીના જલાલપુર નજીક એક બેકાબૂ કાર સીધી નદીમાં ખાબકી હતી. આ દુઃખદ ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ નિપજતાં વિસ્તારમાં સન્નાટો પ્રસરી ગયો હતો. જો કે આ ઘટનામાં એક જ વ્યક્તિનો જીવ બચ્યો હતો.

  • Dec 07, 2024 10:26 IST

    Today Live news : ખેડૂતો કેન્દ્ર સરકાર સાથે વાત કરવા તૈયાર

    શંભુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચેની અથડામણ અંગે ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે શાળાઓ કે ઈન્ટરનેટ બંધ રહે, તેથી તેઓ કેન્દ્ર સરકાર સાથે વાતચીત માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે માંગ કરી હતી કે કેન્દ્ર સરકાર વતી કૃષિ મંત્રીએ મંત્રણામાં હાજર રહેવું જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ