/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Israel-Hezbollah-Conflict.jpg)
ઈઝરાયેલ હિઝ્બોલ્લા સંઘર્ષ - photo - X
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 07 October 2024, આજના તાજા સમાચાર: સોમવારે ગત સપ્તાહની અંદર જ ઇઝરાયલ પર બીજો સૌથી મોટો હુમલો થયો છે. લેબનોનથી હિઝબુલ્લાહે ઇઝરાયેલના હાઇફા વિસ્તારમાં ઓછામાં ઓછી 135 ફાદી-1 મિસાઇલો છોડી છે. હાઇફા ઇઝરાયલનું ત્રીજું સૌથી મોટું શહેર છે. આ હુમલામાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાઓ બાદ અરાજકતા ફેલાઈ હતી. આ દરમિયાન લોકો બોમ્બ શેલ્ટરમાં છૂપાયેલા જોવા મળ્યા હતા.
અમેરિકાના વૈજ્ઞાનિકોને મળ્યો મેડિસિનનો નોબેલ પુરસ્કાર, કરી હતી ખાસ શોધ
Nobel Prize 2024: વર્ષ 2024 માટે નોબેલ પુરસ્કારોની જાહેરાત સોમવારથી શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત ફિજિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રે આ સન્માનના વિજેતાઓના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વર્ષે અમેરિકાના વિક્ટર એંબ્રોસ અને ગૈરી રૂવકુનને ચિકિત્સાનો નોબેલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે. બંનેને microRNAની શોધ માટે આ સન્માન આપવામાં આવ્યું છે.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ યાદવને મોટી રાહત
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ યાદવને મોટી રાહત મળી છે. લાલુ યાદવ અને તેમના પરિવારને રૂઝ એવન્યુ કોર્ટમાંથી 1 લાખ રૂપિયાના અંગત બોન્ડ પર જામીન મળ્યા છે. આ કેસમાં લાલુ યાદવ અને તેજસ્વી યાદવ અગાઉ પણ હાજર થઈ ચૂક્યા છે. પરંતુ તેજ પ્રતાપ યાદવ પહેલીવાર દેખાયા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બે મહિના પહેલા 6 ઓગસ્ટના રોજ 11 આરોપીઓ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ તૈયાર કરીને દાખલ કરી હતી.
બેરૂત પર ઈઝરાયેલ સેનાનો સૌથી ઘાતક હુમલો
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. જ્યારથી ઈરાનના સર્વોચ્ચ નેતાએ કહ્યું છે કે ઈઝરાયેલ પર ફરી એકવાર હુમલો થઈ શકે છે, સમગ્ર મધ્ય પૂર્વ ભયમાં છે. અહીં ઈઝરાયેલે પણ દરેક ધમકીનો જવાબ હુમલાથી આપવાનું મન બનાવી લીધું છે. આ કારણથી લેબનોનમાં તેના હવાઈ હુમલા અને સર્જિકલ સ્ટ્રાઈક ચાલુ છે. બેરૂતમાં છેલ્લા કેટલાક મહિનામાં સૌથી ભારે બોમ્બ વિસ્ફોટ થયો છે. આ ઉપરાંત, હમાસના હુમલાને એક વર્ષ થઈ ગયું છે, તેથી બધાની નજર વડા પ્રધાન નેતન્યાહુના આગામી પગલા પર છે. અહીં દરેક લાઇવ અપડેટ જાણો
બેરુત પર ઘાતક હુમલો
ઈઝરાયેલી સેનાએ રવિવારે રાત્રે પોતાનો સૌથી મોટો હુમલો કર્યો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બેરૂતમાં આખી રાત બોમ્બ ધડાકા થયા હતા, સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આખું આકાશ ધુમાડાથી ભરેલું હતું. હમાસના હુમલાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, એવું માનવામાં આવે છે કે ઇઝરાયેલ મોટો હુમલો કરશે.
- Oct 07, 2024 23:50 IST
Today News Live : હિઝબુલ્લાહનો ઇઝરાયેલ પર હુમલો, 135 ઘાતક ફાદી-1 મિસાઇલો છોડી
સોમવારે ગત સપ્તાહની અંદર જ ઇઝરાયલ પર બીજો સૌથી મોટો હુમલો થયો છે. લેબનોનથી હિઝબુલ્લાહે ઇઝરાયેલના હાઇફા વિસ્તારમાં ઓછામાં ઓછી 135 ફાદી-1 મિસાઇલો છોડી છે. હાઇફા ઇઝરાયલનું ત્રીજું સૌથી મોટું શહેર છે. આ હુમલામાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાઓ બાદ અરાજકતા ફેલાઈ હતી. આ દરમિયાન લોકો બોમ્બ શેલ્ટરમાં છૂપાયેલા જોવા મળ્યા હતા.
- Oct 07, 2024 21:33 IST
Today News Live : ઉત્તરાખંડ યુસીસીના ડ્રાફ્ટ રિપોર્ટનું કામ પૂર્ણ, સીએમ ધામીને સોંપાશે રિપોર્ટ
ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી છે. પરંતુ હવે ટૂંક સમયમાં ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે છે. ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન શત્રુઘ્ન સિંહે સોમવારે કહ્યું કે પાંચ સભ્યોની ડ્રાફ્ટ કમિટીની આજે છેલ્લી બેઠકમાં કમિટીએ યૂસીસીના ડ્રાફ્ટ રિપોર્ટ પર કમિટીએ પોતાની અંતિમ મંજૂરી આપી દીધી છે. યુસીસી ડ્રાફ્ટ રિપોર્ટ પ્રકાશિત કર્યા બાદ સમિતિ તેને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને સુપરત કરશે. ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) માટે નિયમો ઘડનાર સમિતિની ભલામણોમાં લગ્ન અને લિવ-ઇન રજિસ્ટ્રેશન માટે ડિજિટલ સુવિધાઓ, દસ્તાવેજો અને સુધારાનો સમાવેશ થાય છે.
- Oct 07, 2024 18:00 IST
ભાજપના 10 વર્ષના શાસનથી લોકોમાં નારાજગી છે - કોંગ્રેસ સાંસદ કુમારી શૈલજા
કોંગ્રેસના સાંસદ કુમારી શૈલજાએ કહ્યું કે લોકોમાં ભાજપના 10 વર્ષના શાસનથી નારાજગી છે અને રાહુલ ગાંધીની મુલાકાતથી સમગ્ર રાજ્યમાં એક માહોલ બન્યો છે અને આ જ માહોલ હરિયાણામાં છે. તમામ વર્ગો કોંગ્રેસ પર વિશ્વાસ કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે કોંગ્રેસ હરિયાણામાં મજબૂત બહુમતીથી સરકાર બનાવશે.
- Oct 07, 2024 16:18 IST
અમેરિકાના વૈજ્ઞાનિકોને મળ્યો મેડિસિનનો નોબેલ પુરસ્કાર, કરી હતી ખાસ શોધ
વર્ષ 2024 માટે નોબેલ પુરસ્કારોની જાહેરાત સોમવારથી શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત ફિજિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રે આ સન્માનના વિજેતાઓના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વર્ષે અમેરિકાના વિક્ટર એંબ્રોસ અને ગૈરી રૂવકુનને ચિકિત્સાનો નોબેલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે. બંનેને microRNAની શોધ માટે આ સન્માન આપવામાં આવ્યું છે.
The 2024 Nobel Prize in Physiology or Medicine has been awarded to Victor Ambros and Gary Ruvkun for the discovery of microRNA and its role in post-transcriptional gene regulation: The Nobel Prize pic.twitter.com/fK5HVaHVSN
— ANI (@ANI) October 7, 2024
- Oct 07, 2024 15:25 IST
Today News Live : પાકિસ્તાનથી શર્મા પરિવારને ભારતમાં પ્રવેશની સુવિધા આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી
પાકિસ્તાનીઓને હિંદુ કહીને ભારતમાં આશ્રય આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિનું નામ પરવેઝ અહેમદ છે જે છેલ્લા ઘણા સમયથી મુંબઈમાં રહેતો હતો. આ પરવેઝ અહેમદે પાકિસ્તાનથી ભારતમાં આવેલા નકલી 'શર્મા પરિવાર'ને મદદ કરવાનું કામ પણ કર્યું હતું. તેણે હવે બધું જ કબૂલ્યું છે અને બીજા ઘણા ખુલાસા પણ કર્યા છે.
- Oct 07, 2024 12:40 IST
Today News Live : ઉદ્યોગપતિ રતન ટાટા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ
86 વર્ષીય ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રતન ટાટાને ગંભીર હાલતમાં લગભગ 12.30-1 વાગ્યે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમનું બ્લડ પ્રેશર એકદમ ઘટી ગયું હતું. તેમને તાત્કાલિક ICUમાં દાખલ કરવા પડ્યા હતા, જ્યાં જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. શારુખ અસ્પી ગોલવાલાના નેતૃત્વમાં સઘન નિષ્ણાતોની એક ટીમ તેમની સ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે.
- Oct 07, 2024 12:00 IST
Today News Live : લાલુ, તેજસ્વી અને તેજ પ્રતાપને મોટી રાહત, લેન્ડ ફોર જોબ કેસમાં કોર્ટે મંજૂર કર્યા જામીન
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ યાદવને મોટી રાહત મળી છે. લાલુ યાદવ અને તેમના પરિવારને રૂઝ એવન્યુ કોર્ટમાંથી 1 લાખ રૂપિયાના અંગત બોન્ડ પર જામીન મળ્યા છે. આ કેસમાં લાલુ યાદવ અને તેજસ્વી યાદવ અગાઉ પણ હાજર થઈ ચૂક્યા છે. પરંતુ તેજ પ્રતાપ યાદવ પહેલીવાર દેખાયા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બે મહિના પહેલા 6 ઓગસ્ટના રોજ 11 આરોપીઓ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ તૈયાર કરીને દાખલ કરી હતી.
- Oct 07, 2024 11:30 IST
Today News Live : વડોદરા ભાયલી ગેંગ રેપ કેસના આરોપી ઝડપાયા
નવરાત્રી દરમિયાન વડોદરા નજીક ભાયલીમાં સગીરા ઉપર ગેંગ રેપની ઘટના બની હતી. આ ચકચારી ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે 48 કલાક બાદ પાંચ આરોપીઓને પકડી લીધા છે. આ તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશના છે અને ઘણા સમયથી તાંદલજા વિસ્તારમાં રહે છે.
- Oct 07, 2024 10:12 IST
Today News Live : અંબાજી નજીક શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી લક્ઝરી બસને નડ્યો અકસ્માત
નવરાત્રી દરમિયાન હજારો ભક્તો અંબાજી માતાના દર્શનાર્થે જાય છે ત્યારે આજે શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો.અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટ પાસે આવેલા હનુમાન મંદિર પાસે શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસનો અકસ્માત સર્જાતા 25થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. લક્ઝરી બસ રેલિંગ સાથે ટકરાતા રેલિંગ તૂટી ગઇ હતી. હાલમાં 108 એમ્બુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
- Oct 07, 2024 09:57 IST
Today News Live : ગુજરાતમાં 24 કલકામાં 8 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં ગુજરાતના 8 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં અડધા ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
- Oct 07, 2024 09:37 IST
Today News Live : પાકિસ્તાનના કરાચી એરપોર્ટ નજીક વિસ્ફોટ, 3 લોકોના મોત
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના કરાચીમાં રવિવારે મોડી રાત્રે મોટો હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કરાચીમાં જિન્નાહ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક એક પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ વિદેશી નાગરિકો માર્યા ગયા અને અન્ય 17 લોકો ઘાયલ થયા, પાકિસ્તાનના જિયો ન્યૂઝે અહેવાલ આપ્યો છે. હુમલામાં ઘાયલ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે તે ચીની નાગરિકો પર હુમલો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ આખા શહેરમાં સંભળાયો.
- Oct 07, 2024 09:31 IST
Today News Live : માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ભારતની મુલાકાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ભારતની મુલાકાતે છે. રવિવારે રાષ્ટ્રપતિ મુઈઝુ દિલ્હી પહોંચ્યા અને ત્યારબાદ તેમણે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી. જે બાદ રાષ્ટ્રપતિ મુઈઝુ આજે એટલે કે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. આ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો પર ચર્ચા થશે.
- Oct 07, 2024 09:18 IST
Today News Live : બેરૂત પર ઈઝરાયેલ સેનાનો સૌથી ઘાતક હુમલો
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. જ્યારથી ઈરાનના સર્વોચ્ચ નેતાએ કહ્યું છે કે ઈઝરાયેલ પર ફરી એકવાર હુમલો થઈ શકે છે, સમગ્ર મધ્ય પૂર્વ ભયમાં છે. અહીં ઈઝરાયેલે પણ દરેક ધમકીનો જવાબ હુમલાથી આપવાનું મન બનાવી લીધું છે. આ કારણથી લેબનોનમાં તેના હવાઈ હુમલા અને સર્જિકલ સ્ટ્રાઈક ચાલુ છે. બેરૂતમાં છેલ્લા કેટલાક મહિનામાં સૌથી ભારે બોમ્બ વિસ્ફોટ થયો છે. આ ઉપરાંત, હમાસના હુમલાને એક વર્ષ થઈ ગયું છે, તેથી બધાની નજર વડા પ્રધાન નેતન્યાહુના આગામી પગલા પર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us