Live

Gujarati News Live 08 December 2024: ખેડૂતોની દિલ્હી ચલો કૂચ સ્થગિત, હિંદુત્વ પર ઇલ્તિજા મુફ્તીના નિવેદન પર ભાજપનો પલટવાર

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 08 December 2024: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તીએ હિન્દુત્વને લઈને આપેલા નિવેદન પર ભાજપે જોરદાર જવાબ આપ્યો છે.

Written by Ajay Saroya
Updated : December 08, 2024 23:10 IST
Gujarati News Live 08 December 2024: ખેડૂતોની દિલ્હી ચલો કૂચ સ્થગિત, હિંદુત્વ પર ઇલ્તિજા મુફ્તીના નિવેદન પર ભાજપનો પલટવાર
Delhi Chalo March: આંદોલન કરી રહેલા ખેડૂતોની દિલ્હી ચલો માર્ચ પર શંભુ બોર્ડર પર પોલીસે ટિયરગેસ શેલ છોડ્યા છે (Photo: Video Screenshot)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 08 December 2024, આજના તાજા સમાચાર: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તીએ હિન્દુત્વને લઈને આપેલા નિવેદન પર ભાજપે જોરદાર જવાબ આપ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે હિન્દુત્વ સમાજના તમામ વર્ગોને સાથે લઈને આગળ વધવાનો સંદેશ આપે છે અને આ મામલે કોઈને જ્ઞાન આપવાની જરૂર નથી. નકવીએ કહ્યું કે કેટલાક લોકોમાં હિંદુત્વનો ફોબિયા છે અને આવા લોકોએ હિંદુત્વ વિશે અભ્યાસ અને સમજવું જોઈએ. તેમણે કહ્યું કે હિન્દુત્વ દેશની સંસ્કૃતિ છે અને આ દેશની સંસ્કૃતિ પણ છે..

ખેડૂતોની દિલ્હી કૂચ ફરીથી સ્થગિત

દિલ્હી કૂચ માટે નીકળેલા ખેડૂતો હજુ પણ દિલ્હી પહોંચ્યા નથી. ભારે બેરિકેડિંગ અને સુરક્ષા દળોએ ખેડૂતોને રાજધાનીમાં જતા અટકાવ્યા છે. આ કારણથી જ દિલ્હી કૂચ હવે ફરીથી સ્થગિત કરવામાં આવી છે. ખેડૂત નેતા સર્વનસિંહ પંઢેરે જણાવ્યું છે કે ખેડૂતોને હાલ પાછા બોલાવવામાં આવ્યા છે અને બેઠક બાદ આગળના નિર્ણયો લેવામાં આવશે.

Live Updates

મમતા પર હુમલો કોંગ્રેસને સંકેત! તેજસ્વીએ એક તીરથી બે નિશાન સાદ્યા

મહારાષ્ટ્ર અને હરિયાણામાં કોંગ્રેસ પાર્ટીની કારમી હાર બાદ તે પોતાના સહયોગીઓના નિશાના પર છે. જ્યારે મમતા બેનર્જીને ઈન્ડિયા ગઠબંધનના નેતા બનાવવાની માંગ ઉઠી હતી, ત્યારે હવે આ અંગે બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવનું નિવેદન સામે આવ્યું છે. તેજસ્વી યાદવે કહ્યું છે કે ઈન્ડિયા એલાયન્સના નેતાની ચૂંટણી સર્વસંમતિથી થશે.

Dehli Weather: દિલ્હી-NCR માં વરસાદ

હવામાન વિભાગ દ્વારા દિલ્હીમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે આજે સાચી સાબિત થઇ છે. આજે સાંજે દિલ્હી-NCR માં ઝરમર વરસાદ શરૂ થયો છે, જેના કારણે અહીં ઠંડીનો ચમકારો વધી ગયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે, 10 થી 14 ડિસેમ્બર સુધી આખા ઉત્તર ભારતમાં શીત લહેર રહેવાની શક્યતા છે.

સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ અસદનું પ્લેન ક્રેશ

કેટલાક સૂત્રો એવો પણ દાવો કરી રહ્યા છે કે વિમાન આકાશથી 500 મીટર ઉપર ક્રેશ થયું હતું, જેનો કાટમાળ પણ મળી આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે રાષ્ટ્રપતિ બશર અલ-અસદ પોતાના પરિવાર સાથે દેશ છોડીને જઈ રહ્યા હતા.

રોબર્ટ વાડ્રાએ ચૂંટણી પરિણામો પર ઉઠાવ્યા સવાલ

હરિયાણા બાદ મહારાષ્ટ્રમાં પણ હાર બાદ વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ ઈવીએમને લઈને સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ કહ્યું છે કે લોકોનો ઈવીએમ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

દિલ્હી ચલો માર્ચ - ખેડૂતો પર શંભુ બોર્ડર પર પોલીસે ટિયરગેસ છોડ્યા

ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા પોલીસે શંભુ બોર્ડર પર ખેડૂતો પર ટિયરગેસ શેલ છોડ્યા છે. આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે દિલ્હી કુચ માર્ચનું આયોજન કર્યુ હતું. ખેડૂતોને વિખેરવા માટે પોલીસે શંભુ બોર્ડર પર ટિયરગેસ છોડ્યા હતા.

https://twitter.com/AHindinews/status/1865672547175666102

સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ અસદની સત્તાનો અંત, PM એ બળવાખોરોને સત્તા સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો

સીરિયા પર બળવાખોરોએ કબજો કરી લીધો છે. રાષ્ટ્રપતિ બશર અલ અસદની સત્તાનો અંત આવ્યો છે. તે સીરિયા દેશ છોડીને ભાગી ગયા છે. બળવાખોરોએ સાર્વજનિક રેડિયો અને ટીવી બિલ્ડિંગનો પણ કબજો મેળવી લીધો છે. અહીંથી તેઓ નવી સરકારની જાહેરાત કરી શકે છે. વિદ્રોહીઓ શહેરમાં પોતાની જીતની ઉજવણી કરી રહ્યા છે અને હવામાં ફાયરિંગ કરીને ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન સીરિયાના વડા પ્રધાન મોહમ્મદ ગાઝી અલ જલાલીએ રવિવારે સવારે એક રેકોર્ડ કરેલા સંદેશમાં જણાવ્યું હતું કે સરકાર લોકો દ્વારા ચૂંટાયેલા કોઈપણ નેતૃત્વને સહકાર આપવા તૈયાર છે. અલ જલાલીએ જણાવ્યું હતું કે, “હું મારા પોતાના ઘરમાં છું, મેં છોડ્યું નથી અને શાંતિપૂર્ણ રીતે વિદાય લેવા સિવાય મારો કોઈ ઇરાદો નથી, જેથી જાહેર સંસ્થાઓ, રાજ્યની સુવિધાઓ કાર્યરત રહી શકે અને તમામ નાગરિકોની સલામતી સુનિશ્ચિત થઈ શકે.”

ગાંધીનગરના નાના ચિલોડામાં ટ્રક પાછળ કાર ઘુસી જતા 2 યુવાનના મોત

ગાંધીનગર નાના ચિલોડા રોડ પર ટ્રક પાછળ બ્રેઝ કાર ઘુસી જતા 2 યુવાનના કમકમાટી ભર્યા મોત થયા છે. શનિવાર રાત્રે ગાંધીનગરના નાના ચિલોડા સર્કલથી લીંબડીયા જવાના રોડ પર ટ્રક પાછળ બ્રેઝ કાર ઘુસી ગઇ હતી. આ ભયંકર અસ્માતમાં કારમાં સવાર બે યુવાનના દર્દનાક મોત થયા છે. એક્સિડેન્ટ એટલું ભયંકર હતું કે ફાયરબ્રિગેડે કટર વડે કાર કાપી મૃતદેહ બહાર કાઢ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ