/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/RBI-meeting.jpg)
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા - photo - Jansatta
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 09 December 2024 LIVE, આજના તાજા સમાચાર: રાજસ્થાન કેડરના 1990 બેચના IAS અધિકારી સંજય મલ્હોત્રાને સોમવારે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મલ્હોત્રા હાલમાં નાણા મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ શક્તિકાંત દાસનું સ્થાન લેશે. સંજય મલ્હાત્રો RBI ના 26માં ગર્વનર બનશે. તે 11 ડિસેમ્બરે પદ સંભાળશે.
મુંબઈના કુર્લામાં બેકાબુ બસે અનેક લોકોને કચડ્યા, ત્રણ લોકોના મોત
મુંબઈના કુર્લામાં એક મોટો બસ અકસ્માત થયો છે. બેકાબુ બનેલી સરકાર બેસ્ટની બસે અહીં ઘણા લોકોને કચડી નાખ્યા છે. જેમાં ત્રણ લોકોના મોત થયા હોવાનું કહેવાય છે, જ્યારે 20 લોકો ઇજાગ્રસ્ત હોવાનું કહેવાય છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે બસના ડ્રાઇવરને કસ્ટડીમાં લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બસ કુર્લાથી અંધેરી જઈ રહી હતી. આ દરમિયાન આંબેડકર નગરમાં બુદ્ધ કોલોની પાસે બસ બેકાબુ બની ગઈ હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે ભારે ભીડ એકઠી થઇ ગઇ હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
દિલ્હીની શાળાઓને ફરી એકવાર બોમ્બની ધમકી મળી
દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકીઓની સંખ્યા ઘટી રહી નથી. આજે ફરી એકવાર બે શાળાઓને બોમ્બની ધમકી મળી છે. પશ્ચિમ વિહારના ડીપીએસ અને જીડી ગોએન્કા સ્કૂલ મેનેજમેન્ટને બોમ્બની ધમકી મળી છે. વહેલી સવારે મળેલી ધમકીઓથી શાળા પ્રશાસન ચોંકી ઉઠ્યું હતું. કારણ કે બાળકો શાળાએ પહોંચવા લાગ્યા હતા. હાલમાં બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે અને આ મામલે તપાસ ચાલી રહી છે. દિલ્હી પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયર વિભાગની ટીમ સ્થળ પર તૈનાત હોવાની માહિતી પણ સામે આવી રહી છે.
ભારત બાંગ્લાદેશ સાથે સકારાત્મક, રચનાત્મક અને પારસ્પરિક રુપથી લાભકારી સંબંધો ઇચ્છે છે - વિદેશ સચિવ
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે આજની ચર્ચાઓએ અમને બંનેને (ભારત-બાંગ્લાદેશ) સંબંધોની સમીક્ષા કરવાની તક આપી છે. હું મારા તમામ વાર્તાકારો સાથેની નિખાલસ અને રચનાત્મક ચર્ચાઓની પ્રશંસા કરું છું. ભારત બાંગ્લાદેશ સાથે સકારાત્મક, રચનાત્મક અને પારસ્પરિક રુપથી લાભકારી સંબંધો ઇચ્છે છે.
જૂનાગઢમાં બે કાર વચ્ચે અકસ્માત, 5 વિદ્યાર્થી સહિત સાત લોકોના મોત
જૂનાગઢમાં માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયા સાત લોકોના મોત નીપજ્યા છે. આ મૃતકોમાં પાંચ વિદ્યાર્થી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા હોવાની પ્રાથમિક જાણકારી છે.
નલિયામાં ઠંડી 10 ડિગ્રી નજીક પહોંચ્યું
ગુજરાતમાં હવે શિયાળો પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયો છે. ઠંડા પવનો ફૂંકાવાના પગલે શિયાળાની જોરદાર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો રાજ્યમાં 10.8 ડિગ્રીથી લઈને 22.7 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે ઓખામાં 22.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 13.2 ડિગ્રી, ડીસામાં 12.4 ડીગ્રા, ગાંધીનગરમાં 14 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું.
- Dec 09, 2024 23:31 IST
today live news : મુંબઈના કુર્લામાં બેકાબુ બસે અનેક લોકોને કચડ્યા, ત્રણ લોકોના મોત
મુંબઈના કુર્લામાં એક મોટો બસ અકસ્માત થયો છે. બેકાબુ બનેલી સરકાર બેસ્ટની બસે અહીં ઘણા લોકોને કચડી નાખ્યા છે. જેમાં ત્રણ લોકોના મોત થયા હોવાનું કહેવાય છે, જ્યારે 20 લોકો ઇજાગ્રસ્ત હોવાનું કહેવાય છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે બસના ડ્રાઇવરને કસ્ટડીમાં લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બસ કુર્લાથી અંધેરી જઈ રહી હતી. આ દરમિયાન આંબેડકર નગરમાં બુદ્ધ કોલોની પાસે બસ બેકાબુ બની ગઈ હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે ભારે ભીડ એકઠી થઇ ગઇ હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
- Dec 09, 2024 21:13 IST
today live news : 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' ને લઇને આ સત્રમાં બિલ લાવી શકે છે મોદી સરકાર
કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન ઈલેક્શન રિપોર્ટને મંજૂરી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર આ સત્રમાં બિલ પણ રજૂ કરી શકે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કોવિંડ કમિટી બનાવીને એક દેશ એક ચૂંટણી પર વિસ્તૃત ચર્ચા થઈ ચુકી છે, તેનો રિપોર્ટ પણ સરકાર પાસે આવી ગયો છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આગળની પ્રક્રિયા પર કામ કરવા માંગે છે. આજ તકના રિપોર્ટ મુજબ સરકાર આ બિલને જેપીસીને પણ મોકલી શકે છે. ઘણા પ્રસંગોએ પહેલેથી જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ પક્ષો, તમામ સમુદાયો સાથે વિસ્તૃત ચર્ચા કર્યા પછી જ 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, સરકારને કોઈ ઉતાવળ હોય તેવું લાગતું નથી. હાલ તો સરકારે એક દેશ એક ચૂંટણી માટે કુલ 62 પાર્ટીઓનો સંપર્ક કર્યો હતો.
- Dec 09, 2024 19:10 IST
today live news : ઇન્ડિયા ગઠબંધનમાં મમતા બેનર્જીના નેતૃત્વ પર ઉમર અબ્દુલ્લાએ કહી આવી વાત
INDIA ગઠબંધન પર જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે લોકસભા ચૂંટણી પછી ઇન્ડિયા બ્લોકની કોઇ બેઠક થઇ નથી. તેથી નેતૃત્વ પરિવર્તનનો સવાલ ક્યાં ઉભો થાય છે? બેઠક થવા દો. મમતા બેનર્જી ઇચ્છે તો નેતૃત્વનો દાવો કરે, ત્યાં તેના પર ચર્ચા થશે.
- Dec 09, 2024 17:52 IST
સંજય મલ્હોત્રા RBI ના નવા ગવર્નર બનશે, શક્તિકાંત દાસનું સ્થાન લેશે
today live news : રાજસ્થાન કેડરના 1990 બેચના IAS અધિકારી સંજય મલ્હોત્રાને સોમવારે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મલ્હોત્રા હાલમાં નાણા મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ શક્તિકાંત દાસનું સ્થાન લેશે. સંજય મલ્હાત્રો RBI ના 26માં ગર્વનર બનશે. તે 11 ડિસેમ્બરે પદ સંભાળશે.
- Dec 09, 2024 16:58 IST
today live news : ભારત બાંગ્લાદેશ સાથે સકારાત્મક, રચનાત્મક અને પારસ્પરિક રુપથી લાભકારી સંબંધો ઇચ્છે છે - વિદેશ સચિવ
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે આજની ચર્ચાઓએ અમને બંનેને (ભારત-બાંગ્લાદેશ) સંબંધોની સમીક્ષા કરવાની તક આપી છે. હું મારા તમામ વાર્તાકારો સાથેની નિખાલસ અને રચનાત્મક ચર્ચાઓની પ્રશંસા કરું છું. ભારત બાંગ્લાદેશ સાથે સકારાત્મક, રચનાત્મક અને પારસ્પરિક રુપથી લાભકારી સંબંધો ઇચ્છે છે.
watch ढाका, बांग्लादेश | विदेश सचिव विक्रम मिस्री ने कहा, "...आज की चर्चाओं ने हम दोनों को (भारत-बांग्लादेश) संबंधों का जायजा लेने का अवसर दिया है। मैं अपने सभी वार्ताकारों के साथ स्पष्ट और रचनात्मक चर्चाओं की सराहना करता हूं... भारत बांग्लादेश के साथ सकारात्मक, रचनात्मक और… https://t.co/6lkcYTzM9epic.twitter.com/WRNoz0VOSR
— ANI_HindiNews (@AHindinews) December 9, 2024
- Dec 09, 2024 13:42 IST
today live news : સરકાર જાણી જોઈને સંસદ બંધ કરવાનો પ્રયાસ કરી રહી છે- TMC
ટીએમસી સાંસદ સાગરિકા ઘોષે કહ્યું કે આજે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકાર પોતે જ સંસદને સ્થગિત કરવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે તે લોકોના પ્રશ્નો સાંભળવા માંગતી નથી. બેરોજગારી, મોંઘવારી, બંગાળ, મણિપુરને ફંડ ન આપવાના મુદ્દા. સરકાર જાણીજોઈને સંસદને બંધ કરવાનો પ્રયાસ કરી રહી છે.
- Dec 09, 2024 13:42 IST
today live news : ખેડૂતો પ્રત્યે કેન્દ્રનું વર્તન સારું નથી - કોંગ્રેસ સાંસદ
ખેડૂતોના વિરોધ પર કોંગ્રેસના સાંસદ અને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિન્દર સિંહ રાજા વેડિંગે કહ્યું કે આ તમામ ખેડૂતોની માંગ છે. MSP પર કાનૂની ગેરંટી. પરંતુ કેન્દ્રનું વર્તન સારું નથી, તેઓ ખેડૂતો પર લાઠીચાર્જ કરી રહ્યા છે અને તેમને દિલ્હી જવા દેતા નથી. અમારા નેતા રાહુલ ગાંધીએ પણ MSP પર કાયદાકીય ગેરંટીનો મુદ્દો ઉઠાવ્યો છે. જો અમને તક મળશે તો અમે સંસદમાં ઝીરો અવર અથવા પ્રશ્નકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવીશું.
- Dec 09, 2024 13:41 IST
today live news : પક્ષપાતી અધ્યક્ષ - દિગ્વિજય સિંહ જોયા નથી
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે કહ્યું કે હું 1977થી સરકારમાં છું, વિપક્ષમાં છું, ધારાસભ્ય રહ્યો છું અને સાંસદ પણ રહ્યો છું, પરંતુ મારા સમગ્ર રાજકીય જીવનમાં મેં આટલો પક્ષપાતી અધ્યક્ષ ક્યારેય જોયો નથી. તે અમને બોલવા દેતા નથી પરંતુ દરેકને (સરકાર તરફથી) એક પછી એક બોલવા દબાણ કરે છે.
- Dec 09, 2024 13:41 IST
today live news : ઇલ્તિજા મુફ્તીએ માફી માંગવી જોઈએ - ભાજપ
પીડીપી નેતા ઇલ્તિજા મુફ્તીના નિવેદન પર ભાજપના નેતા રવિન્દર રૈનાએ કહ્યું કે પીડીપી નેતા ઇલ્તિજા મુફ્તીનું નિવેદન ખૂબ જ બેજવાબદાર અને વાંધાજનક નિવેદન છે. પીડીપી નેતા ઇલ્તિજા મુફ્તીનું ટ્વીટ લોકોના ધાર્મિક નિવેદનોને ઠેસ પહોંચાડે છે... તે સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ છે. આપણે કાયદા અને બંધારણનું સન્માન કરવું જોઈએ...કાયદો તેનો માર્ગ અપનાવશે. તેણે પોતાના ટ્વીટ માટે માફી માંગવી જોઈએ.
- Dec 09, 2024 13:41 IST
today live news : ભાજપે જ્યોર્જ સોરોસનો મુદ્દો ઉઠાવ્યો હતો
રાજ્યસભામાં બોલતા બીજેપી સાંસદ અરુણ સિંહે કહ્યું કે અમે જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો પર મીડિયા રિપોર્ટ્સ જોઈ રહ્યા છીએ. આ ખૂબ જ ગંભીર બાબત છે અને તેની ચર્ચા થવી જોઈએ.
- Dec 09, 2024 13:40 IST
today live news : IRCTCની વેબસાઈટ ડાઉન, ટ્રેન ટિકિટ બુકિંગ, કેન્સલેશન, તત્કાલ સેવા બધુ બંધ
ભારતીય રેલ્વેના ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ IRCTC પરથી ટિકિટોનું ઓનલાઈન બુકિંગ, કેન્સલેશન, તત્કાલ ટિકિટ બુકિંગ બધું બંધ છે. IRCTCની વેબસાઈટ ડાઉન હોવાને કારણે સોમવારે ટિકિટનું બુકિંગ થઈ શક્યું નથી. રેલવે મુસાફરો ચિંતિત જોવા મળ્યા હતા, ખાસ કરીને તત્કાલ ટિકિટ બુક કરાવવા માંગતા લોકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બુકિંગ વિન્ડો ખોલતાની સાથે જ IRCTC સર્વર ડાઉન થઈ ગયું.
- Dec 09, 2024 09:49 IST
today live news : જૂનાગઢમાં બે કાર વચ્ચે અકસ્માત, સાત લોકોના મોત
જૂનાગઢમાં માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયા સાત લોકોના મોત નીપજ્યા છે. આ મૃતકોમાં પાંચ વિદ્યાર્થી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા હોવાની પ્રાથમિક જાણકારી છે.
- Dec 09, 2024 09:22 IST
today live news : શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા, બેંક શેરમાં વેચવાલી
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 81709 સામે 100 પોઇન્ટના ઘટાડે સોમવારે 81602 ખૂલ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા 24677 બંધ સામે આજે 24633 ખુલ્યો છે. બેંક શેરમાં વેચવાલીનું દબાણ રહેતા બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 130 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 70 પોઇન્ટ ડાઉન હતો. આ સપ્તાહે બજારની નજર નવેમ્બર મહિનાના સિયામ ઓટો સેલ્સ ડેટા, IIP અને ફુગાવાના આંકડા પર રહેશે.
- Dec 09, 2024 09:15 IST
today live news : નલિયામાં ઠંડી 10 ડિગ્રી નજીક પહોંચ્યું
ગુજરાતમાં હવે શિયાળો પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયો છે. ઠંડા પવનો ફૂંકાવાના પગલે શિયાળાની જોરદાર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો રાજ્યમાં 10.8 ડિગ્રીથી લઈને 22.7 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે ઓખામાં 22.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 13.2 ડિગ્રી, ડીસામાં 12.4 ડીગ્રા, ગાંધીનગરમાં 14 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું.
- Dec 09, 2024 09:14 IST
today live news : દિલ્હી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
બોમ્બની જાણ થયા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ દિલ્હી પોલીસ ઘટનાસ્થળે હાજર છે. પશ્ચિમ વિહારના ડીપીએસ અને જીડી ગોએન્કા સ્કૂલ મેનેજમેન્ટને ઈ-મેલ દ્વારા આ ધમકી મળી છે. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે બે શાળાઓને ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી છે - એક આરકે પુરમમાં અને બીજી પશ્ચિમ વિહારમાં. શાળા પ્રશાસને બાળકોને તેમના ઘરે પરત મોકલી દીધા છે. ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
- Dec 09, 2024 09:14 IST
today live news : દિલ્હીની શાળાઓને ફરી એકવાર બોમ્બની ધમકી મળી
દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકીઓની સંખ્યા ઘટી રહી નથી. આજે ફરી એકવાર બે શાળાઓને બોમ્બની ધમકી મળી છે. પશ્ચિમ વિહારના ડીપીએસ અને જીડી ગોએન્કા સ્કૂલ મેનેજમેન્ટને બોમ્બની ધમકી મળી છે. વહેલી સવારે મળેલી ધમકીઓથી શાળા પ્રશાસન ચોંકી ઉઠ્યું હતું. કારણ કે બાળકો શાળાએ પહોંચવા લાગ્યા હતા. હાલમાં બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે અને આ મામલે તપાસ ચાલી રહી છે. દિલ્હી પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયર વિભાગની ટીમ સ્થળ પર તૈનાત હોવાની માહિતી પણ સામે આવી રહી છે.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us