Gujarati News 09 October 2024 Highlights : કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર ડેવિડ બેકર, ડેમિસ હસ્સાબીસ અને જ્હોન એમ. જંપરને મળ્યો

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 09 October 2024: આ ત્રણેયે મળીને 50 વર્ષથી ચાલી રહેલી વૈજ્ઞાનિક પહેલીને ઉકેલી છે. તેમની સ્ટડીના કારણે ઘણી વેક્સીન અને દવાઓ બનાવવામાં આવી છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Nobel Prize in chemistry, Nobel Prize, chemistry

વર્ષ 2024 માટે કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર ડેવિડ બેકર, ડેમિસ હસ્સાબીસ અને જ્હોન એમ. જંપરને એનાયત કરવામાં આવ્યો છે (X/@NobelPrize)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 09 October 2024, આજના તાજા સમાચાર: વર્ષ 2024 માટે કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર ડેવિડ બેકર, ડેમિસ હસ્સાબીસ અને જ્હોન એમ. જંપરને એનાયત કરવામાં આવ્યો છે. આ ત્રણેયે મળીને 50 વર્ષથી ચાલી રહેલી વૈજ્ઞાનિક પહેલીને ઉકેલી છે. તેમની સ્ટડીના કારણે ઘણી વેક્સીન અને દવાઓ બનાવવામાં આવી છે. લોકોને ભવિષ્યમાં વધારે શાનદાર મેડિકલ ટ્રિટમેન્ટ તેમની સ્ટડીના આધારે મળશે.

Advertisment

આતંકવાદીઓ દ્વારા આર્મીના જવાનની અપહરણ બાદ હત્યા

કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓનું એક ઘૃણાસ્પદ ષડયંત્ર પ્રકાશમાં આવ્યું છે. કોકરનાગના શાંગાસ વિસ્તારમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે અને ટેરિટોરિયલ આર્મીના જવાનનું અપહરણ કર્યું છે. સૂત્રોનું કહેવું છે કે તેનો એક સહયોગી ભાગવામાં સફળ રહ્યો છે. સૈનિકનો મૃતદેહ પાથરીબલના જંગલમાંથી મળી આવ્યો છે. ઘણા વર્ષો પછી સૈનિકના અપહરણનો મામલો સામે આવ્યો છે.

જમ્મુ કાશ્મીર પરિણામ પર અમેરિકાનું નિવેદન

હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી (જમ્મુ કાશ્મીર – હરિયાણા વિધાનસભા ચૂનાવ 2024)ના પરિણામોની ઘોષણા પછી, પીએમ મોદીએ તાજેતરમાં કોંગ્રેસ પર મોટા પ્રહારો કર્યા હતા અને પાર્ટી પર જાતિના આધારે વિભાજન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. હરિયાણામાં ભાજપની જીત થઈ છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધનનો વિજય થયો છે. આ પરિણામોને લઈને અમેરિકા તરફથી નિવેદન આવ્યું છે અને અમેરિકાએ તેને લોકશાહી માટે મહત્વપૂર્ણ ગણાવ્યું છે.

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ

બીજી તરફ જો દુનિયાની વાત કરીએ તો ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ (ઈઝરાયેલ-ઈરાન વોર) ચાલુ છે. ઈઝરાયેલ હમાસથી લઈને લેબનોન અને યમન સુધી દરેક પર બોમ્બમારો કરી રહ્યું છે અને ઈઝરાયલે કોઈપણ પ્રકારના યુદ્ધવિરામનો ઈન્કાર કર્યો છે. આવી સ્થિતિમાં આજે વિશ્વ સમાચારમાં ઈઝરાયેલનું વલણ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યું છે.

Advertisment
  • Oct 09, 2024 23:51 IST

    Today News Live : રતન ટાટાની તબિયત નાજુક, મુંબઈની હોસ્પિટલમાં દાખલઃ રિપોર્ટ

    દેશના પ્રખ્યાત બિઝનેસમેન અને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાની હાલત ગંભીર છે અને તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. આ બાબતની સીધી જાણકારી ધરાવતા બે સૂત્રોએ બુધવારે આ માહિતી આપી છે. રતન ટાટા એક મહાન ઉદ્યોગપતિ અને સમાજસેવી પણ છે. એક દિવસ પહેલા જ તેમના તરફથી તેમના સ્વાસ્થ્યને લઈને નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે કે તેઓ પોતાનું રૂટિન ચેકઅપ કરાવી રહ્યા છે અને તેમની તબિયત ઠીક છે. જો કે ટાટા ગ્રુપ તરફથી આજે તેમના સ્વાસ્થ્યને લઈને કોઈ નવું નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

  • Oct 09, 2024 22:34 IST

    Today News Live : બીજી ટી-20માં ભારતનો બાંગ્લાદેશ સામે 86 રને વિજય

    નીતિશ કુમાર રેડ્ડી (74)અને રિંકુ સિંહની (53)અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે બાંગ્લાદેશ સામેની બીજી ટી-20માં 86 રને વિજય મેળવ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 221 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશ 20 ઓવરમાં 9 વિકેટે 135 રન બનાવી શક્યું હતું.

  • Oct 09, 2024 22:04 IST

    Today News Live : પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે કહ્યું - હું ડોકટરોને વિનંતી કરું છું ભૂખ હડતાળ પાછી ખેંચો

    કોલકાતા: પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે કહ્યું કે હું ડોકટરોને વિનંતી કરું છું કે કૃપા કરીને તેમની ભૂખ હડતાળ પાછી ખેંચો. આવતીકાલે એક બેઠક બોલાવવામાં આવશે જેમાં ડૉક્ટરોની 10 માંગણીઓ સાંભળવામાં આવશે અને કોઈ રસ્તો કાઢવામાં આવશે. તેઓ ન્યાય ઈચ્છે છે, તેઓને ન્યાય મળશે, તે નાગરિક સમાજની ફરજ છે અને અમે આ માટે સાથે મળીને કામ કરીશું. હું સરકારમાં મારા વરિષ્ઠ સાથીદારો સાથે સંપર્કમાં રહીશ અને તેમની સાથે ડોક્ટરો દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીઓ અંગે ચર્ચા કરીશ. અમે ચોક્કસપણે કોઇ રસ્તો શોધીશું.

  • Oct 09, 2024 19:45 IST

    Today News Live : દિલ્હી સીએમ હાઉસ સીલ, આપનો દાવો - મુખ્યમંત્રી આતિશીનો સામાન બહાર કાઢી દીધો

    દેશની રાજધાની નવી દિલ્હીથી ફરી એક વખત રાજનીતિક ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને ફાળવવામાં આવેલા સિવિલ લાઇન્સના 6, ફ્લેગસ્ટાફ રોડ સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાનને જાહેર બાંધકામ વિભાગે ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરતા સીલ કરી દીધું છે. મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી આવાસ પર બે મોટા તાળા લગાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે મુખ્યમંત્રી આતિશીના સરકારી આવાસમાં રાખવામાં આવેલો સામાન બહાર કાઢવામાં આવ્યો છે.

  • Oct 09, 2024 18:45 IST

    Today News Live : કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર ડેવિડ બેકર, ડેમિસ હસ્સાબીસ અને જ્હોન એમ. જંપરને મળ્યો

    વર્ષ 2024 માટે કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર ડેવિડ બેકર, ડેમિસ હસ્સાબીસ અને જ્હોન એમ. જંપરને એનાયત કરવામાં આવ્યો છે. આ ત્રણેયે મળીને 50 વર્ષથી ચાલી રહેલી વૈજ્ઞાનિક પહેલીને ઉકેલી છે. તેમની સ્ટડીના કારણે ઘણી વેક્સીન અને દવાઓ બનાવવામાં આવી છે. લોકોને ભવિષ્યમાં વધારે શાનદાર મેડિકલ ટ્રિટમેન્ટ તેમની સ્ટડીના આધારે મળશે.

    — The Nobel Prize (@NobelPrize) October 9, 2024

  • Oct 09, 2024 16:57 IST

    Today News Live : હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની મનોહર લાલ ખટ્ટરને મળ્યા

    હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સાથે મુલાકાત કરી.

    — ANI_HindiNews (@AHindinews) October 9, 2024

  • Oct 09, 2024 14:45 IST

    Today News Live : આર્મીના જવાનની આતંકવાદીઓ દ્વારા અપહરણ બાદ હત્યા, ખડકાળ જંગલમાંથી લાશ મળી

    કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓનું એક ઘૃણાસ્પદ ષડયંત્ર પ્રકાશમાં આવ્યું છે. કોકરનાગના શાંગાસ વિસ્તારમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે અને ટેરિટોરિયલ આર્મીના જવાનનું અપહરણ કર્યું છે. સૂત્રોનું કહેવું છે કે તેનો એક સહયોગી ભાગવામાં સફળ રહ્યો છે. સૈનિકનો મૃતદેહ પાથરીબલના જંગલમાંથી મળી આવ્યો છે. ઘણા વર્ષો પછી સૈનિકના અપહરણનો મામલો સામે આવ્યો છે.

  • Oct 09, 2024 11:55 IST

    Today News Live : હરિયાણાના પરિણામો પર રાહુલ ગાંધીએ કહ્યું કે ઘણા વિધાનસભા મતવિસ્તારોની ફરિયાદો, ECને જાણ કરશે

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હરિયાણા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમના તરફથી પણ પરિણામો પર સવાલો ઉભા થયા છે. તેમનું કહેવું છે કે અનેક વિધાનસભા મતવિસ્તારોમાંથી ફરિયાદો આવી છે, ચૂંટણી પંચને હવે તે બધાથી વાકેફ કરવામાં આવશે.

  • Oct 09, 2024 10:38 IST

    Today News Live : જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ સૈન્યના 2 જવાનોનું અપહરણ કર્યું

    જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને જમ્મુ કાશ્મીરમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે ત્યારે જમ્મુ કાશ્મીરમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના શાંગસ અને કોકરનાગમાં આતંકીઓએ કથિતરૂપે જંગલમાં પેટ્રોલિંગ કરતાં ટેરેટોરિયલ આર્મીના બે જવાનોનું અપહરણ કરી લીધું હોવાના ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે.

  • Oct 09, 2024 10:34 IST

    Today News Live : ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ

    બીજી તરફ જો દુનિયાની વાત કરીએ તો ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ (ઈઝરાયેલ-ઈરાન વોર) ચાલુ છે. ઈઝરાયેલ હમાસથી લઈને લેબનોન અને યમન સુધી દરેક પર બોમ્બમારો કરી રહ્યું છે અને ઈઝરાયલે કોઈપણ પ્રકારના યુદ્ધવિરામનો ઈન્કાર કર્યો છે. આવી સ્થિતિમાં આજે વિશ્વ સમાચારમાં ઈઝરાયેલનું વલણ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યું છે.

  • Oct 09, 2024 10:34 IST

    Today News Live : જમ્મુ-કાશ્મીરના પરિણામો પર અમેરિકાનું નિવેદન આવ્યું

    હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી (જમ્મુ કાશ્મીર – હરિયાણા વિધાનસભા ચૂનાવ 2024)ના પરિણામોની ઘોષણા પછી, પીએમ મોદીએ તાજેતરમાં કોંગ્રેસ પર મોટા પ્રહારો કર્યા હતા અને પાર્ટી પર જાતિના આધારે વિભાજન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. હરિયાણામાં ભાજપની જીત થઈ છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધનનો વિજય થયો છે. આ પરિણામોને લઈને અમેરિકા તરફથી નિવેદન આવ્યું છે અને અમેરિકાએ તેને લોકશાહી માટે મહત્વપૂર્ણ ગણાવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ