/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/congress-cwc-meeting.jpg)
સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે (@kharge)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 1 April 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે નાણાંકિય વર્ષનો પહેલો દિવસ છે.આજની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો દેશમાં સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. કોમર્સિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 32 રૂપિયાનો ઘટાડો થયો છે. બીજી તરફ આજે પહેલી એપ્રિલથી અનેક નિયમોમાં ફેરફાર થઈ જશે. જેના પગલે સામાન્ય લોકોના ખીસ્સા પર અસર થશે.પશ્વિમ બંગાળમાં વાવાઝોડા બાદ કેવી સ્થિતિ છે. અહીં વાંચતા રહો આજના બ્રેકિંગ ન્યૂઝ
કોંગ્રેસ સામે 3500 કરોડ નોટિસ પર હવે કોઈ કાર્યવાહી નહીં થાય
લોકસભા ચૂંટણી 2024 પહેલા સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ પાર્ટીને મોટી રાહત આપી છે. આજે એટલે કે 1 એપ્રિલ, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની અરજી પર સુનાવણી કરતી વખતે પાર્ટી વિરુદ્ધ હાલમાં કોઈ કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે ઈન્કમ ટેક્સ વિભાગે તાજેતરમાં કોંગ્રેસને 1700 કરોડ રૂપિયાની નોટિસ મોકલી છે.
જસ્ટિસ બીવી નાગરથના અને એજી મસીહીની બેંચે આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટીને જારી કરવેરા વસૂલાત નોટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી હતી. ઈન્કમટેક્સે કોર્ટમાં કહ્યું કે અમે કોંગ્રેસને 1700 કરોડ રૂપિયાની નોટિસ મોકલી છે. ઈન્કમટેક્સે કોર્ટને ખાતરી આપી કે હવે ચૂંટણીનો સમય છે. તેથી, અમે આ નાણાંની વસૂલાત અંગે કોઈ પગલાં લઈશું નહીં.
અરવિંદ કેજરીવાલની ED કસ્ટડી આજે પૂરી, કોર્ટમાં કેજરીવાલને જેલ મોકલ્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ મામલાને લગતા મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા છે. આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે સુનાવણી બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તિહાર જેલ હવાલે કરવા માટે આદેશ કર્યો હતો. જેના પગલે હવે અરવિંદ કેજરીવાલ આગામી 15 એપ્રિલ 2024 સુધી જેલમાં રહશે.
- Apr 01, 2024 23:12 IST
કોંગ્રેસના લોકસભા ચૂંટણી માટે વધુ બે ઉમેદવારના નામ જાહેર
કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે વધુ બે ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં અભય કાશીનાથ પાટીલ મહારાષ્ટ્રના અકોલા અને કાદિયામ કાવ્યા વારંગલ તેલંગાણાથી ચૂંટણી લડશે.
कांग्रेस ने आगामी लोकसभा चुनाव के लिए उम्मीदवारों की सूची जारी की।
अभय काशीनाथ पाटिल महाराष्ट्र के अकोला से और कादियाम काव्या वारंगल, तेलंगाना से चुनाव लड़ेंगे। pic.twitter.com/UwTFWrLJvo— ANI_HindiNews (@AHindinews) April 1, 2024
- Apr 01, 2024 22:04 IST
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
गुजरात के मुख्यमंत्री भूपेन्द्र पटेल ने आज दिल्ली में प्रधानमंत्री नरेंद्र मोदी से मुलाकात की। pic.twitter.com/rsebmDjHFv
— ANI_HindiNews (@AHindinews) April 1, 2024
- Apr 01, 2024 20:48 IST
ગાઝિયાબાદમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગી
ગાઝિયાબાદમાં ઝૂંપડપટ્ટીમાં ભયંકર આગ લાગી છે. ઘટના સ્થળે ફાયર બ્રિગડની પહોંચી ગઇ છે.
#WATCH गाजियाबाद: लोनी की झोपड़ियों में आग लगी, दमकल की गाड़ियां मौके पर मौजूद हैं। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/8pFafzK4xR
— ANI_HindiNews (@AHindinews) April 1, 2024
- Apr 01, 2024 18:49 IST
સીએમ મમતા બેનર્જીએ વાવાઝોડા પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી અને અલીપુરદ્વારમાં પીડિતોને પણ મળ્યા હતા.
#WATCH पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी ने तूफान प्रभावित इलाके का दौरा कर स्थिति का निरीक्षण किया और अलीपुरद्वार में पीड़ितों से मुलाकात भी की। pic.twitter.com/iNEpm3QwMI
— ANI_HindiNews (@AHindinews) April 1, 2024
- Apr 01, 2024 17:41 IST
અમારી વિચારધારાથી પ્રભાવિત થઇને કોંગ્રેસના નેતા અમારી પાર્ટીમાં આવ્યા - કિરોડી લાલ મીણા
રાજસ્થાન સરકારમાં મંત્રી કિરોડી લાલ મીણાએ કહ્યું કે રાજસ્થાનના ઘણા કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા છે, તેઓ ED, IT કે CBIના કોઈ દબાણમાં આવ્યા નથી. તેઓ ભાજપ અને PM મોદીની નીતિમાં વિશ્વાસ છે અને અમારી વિચારધારાથી પ્રભાવિત થઇને અમારી પાર્ટીમાં આવ્યા છે.
#WATCH डौसा: राजस्थान सरकार में मंत्री किरोड़ी लाल मीणा ने कहा, "राजस्थान के कई कांग्रेस नेता भाजपा में शामिल हुए हैं, वे किसी ED, IT या CBI के दबाव में नहीं आए। उन्हें भाजपा और PM मोदी की नीति पर भरोसा है और हमारी विचारधारा से प्रभावित होकर वे हमारी पार्टी में आए हैं।" pic.twitter.com/v0Ne9WKu9h
— ANI_HindiNews (@AHindinews) April 1, 2024
- Apr 01, 2024 17:05 IST
હિમાચલ પ્રદેશ: કંગના રનૌતે ભૂતનાથ મંદિરમાં પૂજા કરી
હિમાચલ પ્રદેશ: મંડી લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે ભૂતનાથ મંદિરમાં પૂજા કરી હતી.
#WATCH हिमाचल प्रदेश: मंडी लोकसभा सीट से भाजपा उम्मीदवार कंगना रनौत ने भूतनाथ मंदिर में पूजा की। pic.twitter.com/6tryyy65Nc
— ANI_HindiNews (@AHindinews) April 1, 2024
- Apr 01, 2024 16:03 IST
લોકસભાના સાંસદ અનુભવ મોહંતી ભાજપમાં જોડાયા
લોકસભાના સાંસદ અનુભવ મોહંતી ભાજપમાં જોડાયા તેઓ એક દિવસ પહેલા જ બીજેડીમાં જોડાયા હતા.
#WATCH | Delhi | Kendrapara Lok Sabha MP Anubhav Mohanty, who resigned from BJD recently, joins the BJP. pic.twitter.com/nVEY7j6A9F
— ANI (@ANI) April 1, 2024
- Apr 01, 2024 13:35 IST
ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટથી કોંગ્રેસને મોટી રાહત
લોકસભા ચૂંટણી 2024 પહેલા સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ પાર્ટીને મોટી રાહત આપી છે. આજે એટલે કે 1 એપ્રિલ, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની અરજી પર સુનાવણી કરતી વખતે પાર્ટી વિરુદ્ધ હાલમાં કોઈ કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો હતો.
- Apr 01, 2024 11:55 IST
અરવિંદ કેજરીવાલને કોર્ટે તિહાર જેલ હવાલે કરવા કર્યો આદેશ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આજે ઈડીની કસ્ટડી પુરી થઈ હતી. અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી બાદ કોર્ટે કેજરીવાલને કોર્ટ હવાલે કર્યા છે.
- Apr 01, 2024 11:07 IST
જયશંકરનો કોંગ્રેસ-ડીએમકે પર પ્રહાર
ભાજપના નેતા અને વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે કચથીવુ ટાપુના મુદ્દે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે કાચાથીવુ ટાપુ પર ભારતના અધિકારો છોડવા માટે કોંગ્રેસ અને ડીએમકે પર નિશાન સાધ્યું હતું.
- Apr 01, 2024 09:25 IST
અરવિંદ કેજરીવાલની ED કસ્ટડી આજે પૂરી
ઈડીની કસ્ટડીમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આજે કસ્ટડી પુરી થઈ રહી છે. આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
- Apr 01, 2024 08:34 IST
પંજાબમાં આપ ધારાસભ્યે ભાજપ સામે ફરિયાદ નોંધાવી
પોતાના ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસ અંગે પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ ફરિયાદ નોંધાવી છે.
- Apr 01, 2024 08:03 IST
પશ્વિમ બંગાળમાં ચક્રવાત બાદ તબાહી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/west-bengal-cyclone.jpg)
પશ્વિમ બંગાળમાં ચક્રવાતી તોફાને તબાજી મચાવી હતી. ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે અનેક ઘરો તબાહ થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ સમાચાર
- Apr 01, 2024 08:02 IST
કોમર્સિયલ એલપીજીના ભાવમાં 32 રૂપિયાનો ઘટાડો
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. કોમર્સિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 32 રૂપિયાનો ઘટાડો થયો છે.
- Apr 01, 2024 08:01 IST
તમામ રાશિના જાતકો માટે આજનો સોમવાર કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/monday-horoscope.jpg)
સપ્તાહનો પહેલો દિવસ તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us