Gujarati News 1 August 2024 Highlights : મથુરા જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ફટકો, હાઈકોર્ટે ટ્રાયલનો આદેશ આપ્યો

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 1 August 2024 : અલ્હાબાદ હાઈકોર્ટે મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ કેસમાં મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે આદેશ 7 નિયમ 11 સામે વાંધો ઉઠાવતી મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Mathura | Krishna Janmabhoomi Case

કેશવદેવ મંદિર ઔરંગઝેબના કાર્યકાળમાં તોડવામાં આવ્યું હતુ

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 1 August 2024 Highlights, આજના તાજા સમાચાર: અલ્હાબાદ હાઈકોર્ટે મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ કેસમાં મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે આદેશ 7 નિયમ 11 સામે વાંધો ઉઠાવતી મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી છે. હવે આ કેસની સુનાવણી ટૂંક સમયમાં શરૂ થશે. કોર્ટે નક્કી કરવાનું હતું કે આ કેસમાં દાખલ કરાયેલી 18 અરજીઓની સુનાવણી એકસાથે થઈ શકે કે નહીં. આ નિર્ણય જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આપ્યો છે.

Advertisment

પીવી સિંધૂની સફર ખતમ, ક્વાર્ટર ફાઇનલમાં પરાજય

પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મેડલની આશાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુનો ક્વાર્ટર ફાઇનલમાં ચીનની હે બિંગ જિઓ સામે 21-19, 21-14થી પરાજય થયો હતો. આ સાથે જ મહિલા બેડમિન્ટન વર્ગમાં ભારતનો પડકાર સમાપ્ત થઈ ગયો છે.

નીટ પેપર લીક કેસમાં સીબીઆઈની એક્શન, 13 આરોપીઓ સામે પ્રથમ ચાર્જશીટ દાખલ કરી

નીટ પેપર લીક કેસમાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ પહેલી ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ આ કેસમાં 13 આરોપીઓના નામ આપ્યા છે. ચાર્જશીટમાં જે 13 આરોપીઓ છે તેમાં નીતિશ કુમાર, અમિત આનંદ, સિકંદર યાદવેન્દુ, આશુતોષ કુમાર-1, રોશન કુમાર, મનીષ પ્રકાશ, આશુતોષ કુમાર-2, અખિલેશ કુમાર, અવધેશ કુમાર, અનુરાગ યાદવ, અભિષેક કુમાર, શિવાનંદન કુમાર અને આયુષ રાજનો સમાવેશ થાય છે. સીબીઆઈએ આ કેસમાં અત્યાર સુધીમાં 40 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી 15ની બિહાર પોલીસે ધરપકડ કરી છે અને 58 સ્થળોએ શોધખોળ હાથ ધરી છે.

Advertisment

હિમાચલ પ્રદેશમાં આભ ફાટ્યું

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મનાલી અને શિમલા સહિત અન્ય ઘણી જગ્યાએ વાદળ ફાટવાના અહેવાલ છે. ભારે વરસાદને કારણે મનાલીમાં બિયાસ નદીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો છે. ભૂસ્ખલનને કારણે ચંદીગઢ મનાલી હાઇવે ઘણી જગ્યાએ બંધ છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધી હિમાચલમાં ત્રણ જગ્યાએ વાદળ ફાટવાની માહિતી સામે આવી છે. 20 થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે. ત્રણ લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. શિમલાથી 100 કિલોમીટર દૂર રામપુરના ઝાકરીમાં વાદળ ફાટ્યું છે. NDRFની ટીમો પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.

દરિયામાં ફેરવાયું દિલ્હી

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભેજવાળી ગરમીના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. જોકે, બુધવારે સાંજે દિલ્હી-એનસીઆરમાં હવામાન બદલાયું હતું અને ભારે વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. ભારે વરસાદથી રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાએ પાણી ભરાવાને કારણે લોકો અટવાઈ પડ્યા છે. ઘણી જગ્યાએ સ્થિતિ એવી છે કે કાર પાણીમાં ડૂબી ગઈ છે, જેના કારણે લોકો ગભરાટમાં છે. આટલું જ નહીં, વરસાદના કારણે ઘણી ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. તંત્ર દ્વારા આજે શાળાઓ બંધ રાખવાની ફરજ પડી છે.

દિલ્હી-એનસીઆરમાં વરસાદ એવો હતો કે તેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. રાષ્ટ્રીય રાજધાનીના એઈમ્સ માનસિંહ રોડ ઉપરાંત નોઈડાના સેક્ટર 59, સેક્ટર-62, મમુરા, ગીજોર વગેરે સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની ગતિ ધીમી પડી હતી. લોકોના વાહનો ધીમી ગતિએ જતા જોવા મળ્યા હતા. ધૌલા કુઆનથી ગુરુગ્રામ તરફ જતા NH-48 પર એવો જામ હતો કે ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જારી કરવી પડી હતી.

ઉત્તરાખંડ કેદારનાથમાં વાદળ ફાટ્યું, 200થી વધુ યાત્રીઓ ફસાયા

ઉત્તરાખંડના કેદારનાથમાં બુધવારે મોડી રાતે વાદળ ફાટવાની ઘટના બની હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, કેદારનાથમાં વાદળ ફાટવાથી 2 લોકોના મોત થયા છે અને 200થી વધુ યાત્રીઓ ફસાયા છે જેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. વાદળ ફાટવાના કારણે ભારે નુકસાન થવાની શક્યતા છે.

  • Aug 01, 2024 23:39 IST

    પીવી સિંધૂની સફર ખતમ, ક્વાર્ટર ફાઇનલમાં પરાજય

    પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મેડલની આશાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુનો ક્વાર્ટર ફાઇનલમાં ચીનની હે બિંગ જિઓ સામે 21-19, 21-14થી પરાજય થયો હતો. આ સાથે જ મહિલા બેડમિન્ટન વર્ગમાં ભારતનો પડકાર સમાપ્ત થઈ ગયો છે.

  • Aug 01, 2024 22:42 IST

    દિલ્હી કોચિંગ દુર્ઘટના : એસયુવી ડ્રાઇવને મળ્યા જામીન, ચાર આરોપીઓ સાથે થઇ હતી ધરપકડ

    દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર અગ્નિકાંડ મામલમાં તીસ હજારી કોર્ટે એસયુવીના ડ્રાઇવરને જામીન આપી દીધા છે. 27 જુલાઈના રોજ ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં યુપીએસસીના ત્રણ ઉમેદવારોના દુખદ મોતના મામલે ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી. એક દિવસ પહેલા જ કોર્ટે તેને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો, ત્યારબાદ તેના પરિવારે ઘણા સવાલો ઉઠાવ્યા હતા. ડ્રાઇવર પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેની કાર પાણીમાં જવાથી એક જોરદાર પ્રવાહ સાથે પાણી કોચિંગ સેન્ટરની અંદર ગયું હતું, જ્યાં ત્રણ વિદ્યાર્થીઓનાં કરુણ મોત નીપજ્યાં હતાં.

  • Aug 01, 2024 20:41 IST

    નીટ પેપર લીક કેસમાં સીબીઆઈની એક્શન, 13 આરોપીઓ સામે પ્રથમ ચાર્જશીટ દાખલ કરી

    નીટ પેપર લીક કેસમાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ પહેલી ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ આ કેસમાં 13 આરોપીઓના નામ આપ્યા છે. ચાર્જશીટમાં જે 13 આરોપીઓ છે તેમાં નીતિશ કુમાર, અમિત આનંદ, સિકંદર યાદવેન્દુ, આશુતોષ કુમાર-1, રોશન કુમાર, મનીષ પ્રકાશ, આશુતોષ કુમાર-2, અખિલેશ કુમાર, અવધેશ કુમાર, અનુરાગ યાદવ, અભિષેક કુમાર, શિવાનંદન કુમાર અને આયુષ રાજનો સમાવેશ થાય છે. સીબીઆઈએ આ કેસમાં અત્યાર સુધીમાં 40 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી 15ની બિહાર પોલીસે ધરપકડ કરી છે અને 58 સ્થળોએ શોધખોળ હાથ ધરી છે.

  • Aug 01, 2024 19:43 IST

    હિમાચલ પ્રદેશમાં ચંબામાં વાદળ ફાટ્યું

    — ANI_HindiNews (@AHindinews) August 1, 2024

  • Aug 01, 2024 18:18 IST

    ભારતીય દૂતાવાસે લેબનોનમાં રહેતા ભારતીયોને તાત્કાલિક દેશ છોડવાની સલાહ આપી

    ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન ભારતીય દૂતાવાસે લેબનોનમાં રહેતા ભારતીયોને ચેતવણી જાહેર કરી છે. વર્તમાન પરિસ્થિતિ જોતા એવું કહેવામાં આવ્યું છે કે નાગરિકો તાત્કાલિક આ દેશ છોડી દે.

  • Aug 01, 2024 18:08 IST

    આ વાયનાડ, કેરળ અને સમગ્ર દેશ માટે આ એક ભયાવહ ત્રાસદી છે - રાહુલ ગાંધી

    લોકસભામાં વિપક્ષના નેતા અને વાયનાડના ભૂતપૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે આ વાયનાડ, કેરળ અને સમગ્ર દેશ માટે આ એક ભયાવહ ત્રાસદી છે. અમે પરિસ્થિતિ જોવા આવ્યા છીએ અને અહીંની સ્થિતિ દુઃખદાયક છે. અમે પીડિતોની મદદ કરવાના પુરતા પ્રયત્નો કરીશું. હજુ ઘણા કામ કરવાના બાકી છે. અહી મદદ કરી રહેલા તમામ લોકોનો આભાર માનું છું. મેડિકલ ટીમનો આભાર માનું છું.

    — ANI_HindiNews (@AHindinews) August 1, 2024

  • Aug 01, 2024 16:54 IST

    'બાળકો પર માત્ર માતા-પિતા જ નહીં, દાદા-દાદીનો પણ હોય છે સમાન અધિકાર', જાણો હાઈકોર્ટે કેમ આપ્યો ચુકાદો

    દિલ્હી હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે બાળક પર માત્ર માતા-પિતાનો જ અધિકાર નથી. દાદા-દાદીનો પણ તેટલો જ હક હોય છે. ચાર વર્ષની બાળકીના કેસમાં કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે બાળકીની માતાને એમ પણ કહ્યું કે તે બાળકના દસ્તાવેજોમાંથી પિતાનું નામ ન હટાવે. એટલું જ નહીં કોર્ટે મહિલાને તેના બાળકના દાદા-દાદી સાથે વીડિયો કોલ પર વાત કરવાનો પણ આદેશ આપ્યો છે.

  • Aug 01, 2024 16:28 IST

    ઓલિમ્પિક મેડલ વિજેતા સરબજોત સિંહ અને અન્ય ખેલાડીઓનું સન્માન

    દિલ્હી: કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય શૂટર અને ઓલિમ્પિક મેડલ વિજેતા સરબજોત સિંહ અને અન્ય ખેલાડીઓનું સન્માન કર્યું.

    — ANI_HindiNews (@AHindinews) August 1, 2024

  • Aug 01, 2024 15:02 IST

    મથુરા જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ફટકો, હાઈકોર્ટે ટ્રાયલનો આદેશ આપ્યો

    અલ્હાબાદ હાઈકોર્ટે મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ કેસમાં મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે આદેશ 7 નિયમ 11 સામે વાંધો ઉઠાવતી મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી છે. હવે આ કેસની સુનાવણી ટૂંક સમયમાં શરૂ થશે. કોર્ટે નક્કી કરવાનું હતું કે આ કેસમાં દાખલ કરાયેલી 18 અરજીઓની સુનાવણી એકસાથે થઈ શકે કે નહીં. આ નિર્ણય જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આપ્યો છે.

  • Aug 01, 2024 14:08 IST

    સ્વપ્નિલ કુસલે બ્રોન્ઝ મેડલ જીત્યો, ભારતે શૂટિંગમાં ઈતિહાસ રચ્યો

    ભારતે ગુરુવારે (1 ઓગસ્ટ) પેરિસ ઓલિમ્પિક 2024માં શૂટિંગમાં ઈતિહાસ રચ્યો હતો. સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઈફલ 3 પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકમાં આ પહેલીવાર છે જ્યારે ભારતને એક જ રમતમાં 3 મેડલ મળ્યા છે. પ્રથમ વખત, કોઈ ભારતીય 50 મીટર રાઈફલ 3 પોઝિશનમાં ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચ્યો અને મેડલ જીત્યો. ભારતીય ટીમે અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. ત્રણેય મેડલ શૂટિંગમાં આવ્યા છે. ત્રણેય મેડલ કાંસ્ય છે.

  • Aug 01, 2024 11:01 IST

    સવારે 8થી 10 વાગ્યા વચ્ચે ગુજરાતના 33 તાલુકામાં વરસાદ

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદનાં આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે ગુજરાતના 33 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના બારડોલીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

  • Aug 01, 2024 10:05 IST

    હિમાચલના મનાલી અને શિમલામાં વાદળ ફાટવાથી ભારે તારાજી

    હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મનાલી અને શિમલા સહિત અન્ય ઘણી જગ્યાએ વાદળ ફાટવાના અહેવાલ છે. ભારે વરસાદને કારણે મનાલીમાં બિયાસ નદીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો છે. ભૂસ્ખલનને કારણે ચંદીગઢ મનાલી હાઇવે ઘણી જગ્યાએ બંધ છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધી હિમાચલમાં ત્રણ જગ્યાએ વાદળ ફાટવાની માહિતી સામે આવી છે. 20 થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે. ત્રણ લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. શિમલાથી 100 કિલોમીટર દૂર રામપુરના ઝાકરીમાં વાદળ ફાટ્યું છે. NDRFની ટીમો પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.

  • Aug 01, 2024 09:00 IST

    ગુજરાતમાં 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકાના ખંભાળીયામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભાવનગરના મહુવા અને વલસાડના ઉમરગામમાં પણ એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો.

  • Aug 01, 2024 07:47 IST

    ગુરુવારનો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે?

    આજે 1 ઓગસ્ટ 2024, ગુરુવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.

  • Aug 01, 2024 07:46 IST

    ભારે વરસાદના કારણે દિલ્હીમાં ત્રણ મકાનો ધરાશાયી

    દિલ્હી-NCRમાં વરસાદને કારણે લોકોનું ટેન્શન પણ વધી રહ્યું છે. ભારે વરસાદને કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં ત્રણ મકાનો પણ ધરાશાયી થયા છે. આ માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ મકાનો ખૂબ જ જર્જરિત અને જૂના હતા અને લાંબા સમયથી તેમાં કોઈ રહેતું ન હતું. તે જ સમયે, મંડી વિસ્તારમાં ધરાશાયી થયેલા મકાનને લઈને ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

  • Aug 01, 2024 07:45 IST

    દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટને પણ અસર થઈ

    ભારે વરસાદને કારણે ફ્લાઈટનો સમય પણ ખોરવાઈ ગયો છે. દિલ્હી જતી ઓછામાં ઓછી 10 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. દિલ્હી જતી ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી રહી છે. દિલ્હી, ગુવાહાટી, બેંગલુરુ, પશ્ચિમ બંગાળની ફ્લાઈટ્સ જયપુર એરપોર્ટ પર આવી રહી છે. હવે આ ફ્લાઈટને દિલ્હી પહોંચવામાં કેટલો સમય લાગશે તેની માહિતી બહાર આવી નથી.

  • Aug 01, 2024 07:45 IST

    ભારે વરસાદથી દરિયામાં ફેરવાયું દિલ્હી

    દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભેજવાળી ગરમીના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. જોકે, બુધવારે સાંજે દિલ્હી-એનસીઆરમાં હવામાન બદલાયું હતું અને ભારે વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. ભારે વરસાદથી રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાએ પાણી ભરાવાને કારણે લોકો અટવાઈ પડ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ