Gujarati News 1 January 2025 : ડિસેમ્બરમાં જીએસટી કલેક્શન 7.1 ટકા વધીને રૂપિયા 1.77 લાખ કરોડ થયું

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 1 January 2025: આંકડા મુજબ સેન્ટ્રલ જીએસટી કનેક્શન (સીજીએસટી) 32,836 કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે સ્ટેટ જીએસટી કલેક્શન (એસજીએસટી) 40,499 કરોડ રૂપિયા રહ્યું હતું. ઇન્ટિગ્રેટેડ જીએસટી કલેક્શન (આઇજીએસટી) 47,783 કરોડ રૂપિયા રહ્યું છે જ્યારે સેસ કલેક્શન 11,471 કરોડ રૂપિયા રહ્યું છે

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 1 January 2025: આંકડા મુજબ સેન્ટ્રલ જીએસટી કનેક્શન (સીજીએસટી) 32,836 કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે સ્ટેટ જીએસટી કલેક્શન (એસજીએસટી) 40,499 કરોડ રૂપિયા રહ્યું હતું. ઇન્ટિગ્રેટેડ જીએસટી કલેક્શન (આઇજીએસટી) 47,783 કરોડ રૂપિયા રહ્યું છે જ્યારે સેસ કલેક્શન 11,471 કરોડ રૂપિયા રહ્યું છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
gst, gst collection, gst collection in october,

વર્ષ 2024માં જીએસટી કલેક્શને પણ રેકોર્ડ બનાવ્યો છે (તસવીર: Freepik)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 1 January 2025, આજના તાજા સમાચાર: વર્ષ 2024 ભારતની અર્થવ્યવસ્થા માટે સારું રહ્યું. વર્ષ 2024માં જીએસટી કલેક્શને પણ રેકોર્ડ બનાવ્યો છે. ડિસેમ્બર 2024માં ગ્રોસ જીએસટી કલેક્શન બહાર આવ્યું છે. ડિસેમ્બર 2023ની સરખામણીમાં ડિસેમ્બર 2024માં રેકોર્ડ જીએસટી કલેક્શન થયું છે. ડિસેમ્બર 2024માં 1,76,857 કરોડ રૂપિયાનું જીએસટી કનેક્શન થયું છે. ડિસેમ્બર 2024 ના આંકડા ડિસેમ્બર 2023ની સરખામણીમાં 7.3 ટકા વધારે છે. બુધવારે સરકારે આ આંકડા જાહેર કર્યા હતા. આંકડા મુજબ સેન્ટ્રલ જીએસટી કનેક્શન (સીજીએસટી) 32,836 કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે સ્ટેટ જીએસટી કલેક્શન (એસજીએસટી) 40,499 કરોડ રૂપિયા રહ્યું હતું. ઇન્ટિગ્રેટેડ જીએસટી કલેક્શન (આઇજીએસટી) 47,783 કરોડ રૂપિયા રહ્યું છે જ્યારે સેસ કલેક્શન 11,471 કરોડ રૂપિયા રહ્યું છે.

Advertisment

બનાસકાંઠાના સુઈગામમાં બસ-ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3નાં મોત, 26 ઈજાગ્રસ્ત

ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં જ બનાસકાંઠા જિલ્લામાં મોટો અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠાના સુઇગામ નજીક બસ અને ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર થઇ છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. રાજસ્થાનથી રાજકોટ તરફથી જતી ખાનગી બસને સુઇગામના ઉચોસણ નજીક અક્સ્માત નડ્યો હતો.આ ટક્કર એટલી ભયંકર હતી કે બસ કચ્ચરઘાણ વળી ગયો હતો. રાજસ્થાન તરફથી મુસાફરોને ભરીને રાજકોટ તરફ જતી ખાનગી બસને સુઇગામના ઉચોસણ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં આ અકસ્માતમાં 26 લોકોને ઇજા પહોંચી છે, જ્યારે 3 લોકોના મોત નિપજ્યા છે.

મોદી સરકારે નવા વર્ષના દિવસે ખેડૂતોને આપી ભેટ, હવે ખાતર પર મળશે વધુ સબસિડી

Advertisment

Union Cabinet Meeting : નવા વર્ષ 2025ની પહેલી મોદી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. તેમાં સરકારે ડીએપી ખાતર બનાવતી કંપનીઓ માટે ખાસ પેકેજ મંજૂર કર્યું હતું. આ સાથે ખેડૂતોને ડીએપી માટે વધુ પૈસા ચૂકવવા નહીં પડે અને તેઓ ખાતર પર વધુ સબસિડી મેળવી શકશે. ડીએપી ઉત્પાદક કંપનીઓને અપાતી સબસિડી ઉપરાંત સરકાર આર્થિક મદદ પણ કરશે.

મરાઠા ઈન્ફન્ટ્રીએ પેંગોંગ ઝીલના કિનારે શિવાજીની પ્રતિમા સ્થાપિત કરી

પૂર્વી લદ્દાખમાં 14,300 ફૂટની ઊંચાઈએ પેંગોંગ ત્સો તળાવના કિનારે છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. મરાઠા પાયદળના અધિકારીઓ દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. લદ્દાખમાં તેના ઉદઘાટનથી જ એક ચર્ચા છેડાઈ ગઈ છે અને કેટલાક સ્થાનિક નેતાઓ આ પગલા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

લદ્દાખ સ્થિત 14 કોર્પ્સે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે બહાદુરી, દૂરંદેશી અને અડગ ન્યાયના આ વિશાળ પ્રતીકનું ઉદ્ઘાટન ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના GOC અને મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના કર્નલ લેફ્ટનન્ટ જનરલ હિતેશ ભલ્લા દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે, લેહના ચુશુલ વિસ્તારના કાઉન્સિલર અને લદ્દાખ ઓટોનોમસ હિલ કાઉન્સિલ (લેહ)ના સભ્ય ખોનચોક સ્ટેનઝિને પ્રતિમાની સ્થાપના પર અસંતોષ વ્યક્ત કર્યો હતો.

નલિયામાં 6 ડિગ્રી તાપમાન સાથે બન્યું ઠંડુગાર

સમગ્ર ગુજરાતમાં અત્યારે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં અત્યારે 6 ડિગ્રીથી લઈને 19 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 10.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 8.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

  • Jan 01, 2025 23:04 IST

    Today Live News : રાજ્ય સરકારે નવી જાહેર કરાયેલ 9 મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક

    1 જાન્યુઆરી 2025ના રોજ રાજ્ય સરકાર દ્વારા 9 નગરપાલિકાઓને મહા નગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે તમામ 9 મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક પણ કરી દીધી છે. તેમાં સ્વપ્નિલ ખરે મોરબી મનપા કમિશનર, મિલિન્દ બાપના આણંદ મનપા કમિશનર, મિરાંત પરીખ નડિયાદ મનપા કમિશનર, યોગેશ ચૌધરી વાપી મનપા કમિશનર, રવિન્દ્ર ખટાલે મહેસાણા મનપા કમિશનર, જી એચ સોલંકી સુરેન્દ્રનગર મનપા કમિશનર, દેવ ચૌધરી નવસારી મનપા કમિશનર, એચ.જે. પ્રજાપતિ પોરબંદર મનપા કમિશનર અને એમ.પી.પંડ્યાની ગાંધીધામ મનપા કમિશનર તરીકે નિમણુક કરી છે.



  • Jan 01, 2025 21:42 IST

    Today Live News : રાજસ્થાનમાં 10 દિવસ બાદ બાળકીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી, ડોક્ટરોએ મૃત જાહેર કરી

    રાજસ્થાનના અલવરના કોટપુતલીમાં 700 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી ત્રણ વર્ષની ચેતનાને આખરે બુધવારે 10 દિવસ બાદ બહાર કાઢવામાં આવી હતી. બહાર કાઢ્યા પછી તરત જ બચાવ ટીમે ચેતનાને કપડાંમાં લપેટીને હોસ્પિટલમાં લઈ ગઈ હતી, જ્યાં ડોક્ટરોએ ચેતનાને મૃત જાહેર કરી હતી. રાજસ્થાન એનડીઆરએફના વડા યોગેશ મીણાના જણાવ્યા અનુસાર બાળકીને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવી છે. જ્યારે તેને બહાર કાઢવામાં આવી ત્યારે તેના શરીરમાં કોઈ હલનચલન ન હતું.



  • Jan 01, 2025 19:38 IST

    Today Live News : અમેરિકામાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ચડાવી કર્યું ફાયરિંગ, 10 ના મોત

    અમેરિકામાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ચડાવી ફાયરિંગની ઘટના સામે આવી છે. ન્યૂ ઓર્લિયન્સના શહેરના અધિકારીઓના જણાવ્યા અનુસાર ન્યૂ ઓર્લિયન્સમાં બોર્બોન સ્ટ્રીટ પર એક ટ્રક ભીડમાં ઘૂસી જતાં બુધવારે ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા અને 30 વધુ ઇજાગ્રસ્ત થયા છે.



  • Jan 01, 2025 19:08 IST

    Today Live News : ડિસેમ્બરમાં જીએસટી કલેક્શન 7.1 ટકા વધીને રૂપિયા 1.77 લાખ કરોડ થયું

    વર્ષ 2024 ભારતની અર્થવ્યવસ્થા માટે સારું રહ્યું. વર્ષ 2024માં જીએસટી કલેક્શને પણ રેકોર્ડ બનાવ્યો છે. ડિસેમ્બર 2024માં ગ્રોસ જીએસટી કલેક્શન બહાર આવ્યું છે. ડિસેમ્બર 2023ની સરખામણીમાં ડિસેમ્બર 2024માં રેકોર્ડ જીએસટી કલેક્શન થયું છે. ડિસેમ્બર 2024માં 1,76,857 કરોડ રૂપિયાનું જીએસટી કનેક્શન થયું છે. ડિસેમ્બર 2024 ના આંકડા ડિસેમ્બર 2023ની સરખામણીમાં 7.3 ટકા વધારે છે. બુધવારે સરકારે આ આંકડા જાહેર કર્યા હતા. આંકડા મુજબ સેન્ટ્રલ જીએસટી કનેક્શન (સીજીએસટી) 32,836 કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે સ્ટેટ જીએસટી કલેક્શન (એસજીએસટી) 40,499 કરોડ રૂપિયા રહ્યું હતું. ઇન્ટિગ્રેટેડ જીએસટી કલેક્શન (આઇજીએસટી) 47,783 કરોડ રૂપિયા રહ્યું છે જ્યારે સેસ કલેક્શન 11,471 કરોડ રૂપિયા રહ્યું છે.



  • Jan 01, 2025 16:21 IST

    Today Live News : મોદી સરકારે નવા વર્ષના દિવસે ખેડૂતોને આપી ભેટ, હવે ખાતર પર મળશે વધુ સબસિડી

    નવા વર્ષ 2025ની પહેલી મોદી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. તેમાં સરકારે ડીએપી ખાતર બનાવતી કંપનીઓ માટે ખાસ પેકેજ મંજૂર કર્યું હતું. આ સાથે ખેડૂતોને ડીએપી માટે વધુ પૈસા ચૂકવવા નહીં પડે અને તેઓ ખાતર પર વધુ સબસિડી મેળવી શકશે. ડીએપી ઉત્પાદક કંપનીઓને અપાતી સબસિડી ઉપરાંત સરકાર આર્થિક મદદ પણ કરશે.



  • Jan 01, 2025 11:31 IST

    Today Live News : બનાસકાંઠાના સુઈગામમાં બસ-ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3નાં મોત, 26 ઈજાગ્રસ્ત

    ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં જ બનાસકાંઠા જિલ્લામાં મોટો અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠાના સુઇગામ નજીક બસ અને ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર થઇ છે. આ અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે. રાજસ્થાનથી રાજકોટ તરફથી જતી ખાનગી બસને સુઇગામના ઉચોસણ નજીક અક્સ્માત નડ્યો હતો.આ ટક્કર એટલી ભયંકર હતી કે બસ કચ્ચરઘાણ વળી ગયો હતો. રાજસ્થાન તરફથી મુસાફરોને ભરીને રાજકોટ તરફ જતી ખાનગી બસને સુઇગામના ઉચોસણ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં આ અકસ્માતમાં 26 લોકોને ઇજા પહોંચી છે, જ્યારે 3 લોકોના મોત નિપજ્યા છે.



  • Jan 01, 2025 10:40 IST

    Today Live News : સીએનજી ગેસ ₹ 1.5 મોંઘો થયો , 1 મહિનામાં બીજો ભાવ વધારો

    સીએનજી ગેસના ભાવ પ્રતિ કિલો 1.5 રૂપિયા વધ્યા છે. વર્ષ 2025ના પહેલા જ દિવસે ગુજરાત ગેસ કંપનીએ સીએનજી ગેસમાં દોઢ રૂપિયાનો વધારો કર્યો છે. એક મહિનામાં સતત બીજી વખત સીએનજી ગેસના ભાવ વધાતા ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો માર પડ્યો છે. સીએનજી ગેસમાં ભાવવધારો આજે 1 જાન્યુઆરી, 2025થી લાગુ થયો છે. ભાવ વધારા બાદ ગુજરાતમાં સીએનજી ગેસનો ભાવ 79.26 રૂપિયા પ્રતિ કિલો થયો છે. સીએનજી ગેસના ભાવ વખતા ગુજરાતના લાખો રિક્ષા ચાલકો અને રિક્ષા મુસાફરોને અસર થશે.



  • Jan 01, 2025 09:39 IST

    Today Live News : 2025ના પ્રથમ દિવસે શેરબજારની સુસ્ત શરૂઆત

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી વર્ષ 2025ના પ્રથમ દિવસે પોઝિટિવ ખુલ્યા બાદ ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 78139 સામે આજે વધીને 78265 ખુલ્યો હતો. જો કે અલ્ટ્રાટેક, આઈસીઆઈસીઆઈ બેંક અને ટાટા સ્ટીલ કંપનીના શેરમાં વેચવાલીથી સેન્સેક્સ ઘટીને 78100 નીચે ટ્રેડ કરી રહ્યું છે. નિફ્ટી પાછલા બંધ 23644 સામે આજે 23637 ખુલ્યો હતો. બેંક નિફ્ટી 200 પોઇન્ટથી વધુ ઘટાડે ટ્રેડ કરી રહ્યો છે.



  • Jan 01, 2025 09:39 IST

    Today Live News : મરાઠા ઈન્ફન્ટ્રીએ પેંગોંગ ઝીલના કિનારે શિવાજીની પ્રતિમા સ્થાપિત કરી

    પૂર્વી લદ્દાખમાં 14,300 ફૂટની ઊંચાઈએ પેંગોંગ ત્સો તળાવના કિનારે છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. મરાઠા પાયદળના અધિકારીઓ દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. લદ્દાખમાં તેના ઉદઘાટનથી જ એક ચર્ચા છેડાઈ ગઈ છે અને કેટલાક સ્થાનિક નેતાઓ આ પગલા પર સવાલ ઉઠાવી રહ્યા છે. લદ્દાખ સ્થિત 14 કોર્પ્સે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે બહાદુરી, દૂરંદેશી અને અડગ ન્યાયના આ વિશાળ પ્રતીકનું ઉદ્ઘાટન ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના GOC અને મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના કર્નલ લેફ્ટનન્ટ જનરલ હિતેશ ભલ્લા દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે, લેહના ચુશુલ વિસ્તારના કાઉન્સિલર અને લદ્દાખ ઓટોનોમસ હિલ કાઉન્સિલ (લેહ)ના સભ્ય ખોનચોક સ્ટેનઝિને પ્રતિમાની સ્થાપના પર અસંતોષ વ્યક્ત કર્યો હતો.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ