/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/CM-Bhupendra-Patel-Japan-Singapore.jpg)
સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓ રામલલ્લાના દર્શન માટે શનિવારે અયોધ્યા જશે (તસવીર -સોશિયલ મીડિયા)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 1 March 2024 Highlights: આજે 1 માર્ચ 2024, શુક્રવાર છે. આજના તાજા સમાચારની વાત કરીએ તો આજે આખી દુનિયાની નજર ગુજરાત ઉપર ટકેલી છે. કારણ કે આજે વિશ્વના ધનાઢ્ય પરિવાર એવા અંબાણી પરિવારના અનંત અને રાધિકાનું પ્રિ વેન્ડિંગ ફંક્શન શરુ થયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંગાળના પ્રવાસે છે. તેમણે સંદેશખાલીના તાજેતરના વિરોધ પ્રદર્શનો અંગે શાસક તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે તે જોઈને શરમ અનુભવે છે કે વિપક્ષી ઇન્ડિયા જૂથના નેતાઓ આ વિસ્તારમાં મહિલાઓ પર થયેલા અત્યાચારો પર મૌન છે. દેશ- વિદેશ સહિત રમત જગતના તાજા સમાચાર વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં શુક્રવારે થયેલા વિસ્ફોટમાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કર્ણાટકના ગૃહ પ્રધાન ડૉ જી પરમેશ્વરાએ પુષ્ટિ કરી છે. આ બ્લાસ્ટ બેંગ્લુરુના વ્હાઈટફિલ્ડના રામેશ્વરમ કેફેમાં થયો હતો. ગેસ લીક ​​થવાના કારણને નકારી કાઢતા સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે સીસીટીવી ફૂટેજથી જાણવા મળ્યું છે કે એક માણસ કેફેમાં બેગ રાખતો જોવા મળ્યો હતો. તે ઉચ્ચ-તીવ્રતાનો વિસ્ફોટ નથી પરંતુ એક ઇમ્પ્રુવાઇઝ્ડ છે. તેમણે કહ્યું કે હોટલ સ્ટાફ સહિત ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તો વિશ્વના સમાચારોની વાત કરીએ તો બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરુવારે મોડી રાત્રે એક છ માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 43 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા.
સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓ રામલલ્લાના દર્શન માટે શનિવારે અયોધ્યા જશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ અયોધ્યામાં નિર્માણ થયેલા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામલલ્લાના દર્શન માટે 2 માર્ચને શનિવાર રોજ અયોધ્યા જશે. મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સદસ્યો સાથે અયોધ્યા રામ મંદિર દર્શન માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા દંડક વિજય પટેલ અને નાયબ દંડકો પણ જોડાશે.
મુખ્યમંત્રીઅને મંત્રીઓના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર 2 માર્ચના સવારે 11 કલાકે તેઓ અયોધ્યા પહોંચશે અને ત્યારબાદ 11.30 થી 12.00 કલાક દરમિયાન ભવ્ય રામ મંદિરમાં રામચંદ્રજીના શ્રદ્ધા ભક્તિપૂર્વક દર્શન-અર્ચન કરશે. મુખ્યમંત્રી અને મંત્રીઓ સરયુ નદી સમીપે ટેન્ટ સિટીની મુલાકાત પણ કરશે તથા મોડી સાંજે અમદાવાદ પરત આવશે.
- Mar 01, 2024 23:37 IST
જમ્મુ અને કાશ્મીર : સોનમર્ગમાં નવેસરથી હિમવર્ષા થઈ છે
#WATCH | Jammu & Kashmir: Ganderbal's Sonamarg receives fresh snowfall. pic.twitter.com/VpePEPs0sT
— ANI (@ANI) March 1, 2024
- Mar 01, 2024 22:36 IST
સિદ્ધારમૈયાનો આરોપ - ભાજપ ધારાસભ્યોને આપી રહ્યું છે 50 કરોડ રૂપિયાની ઓફર
હિમાચલ પ્રદેશમાં રાજકીય ઉથલપાથલ હજુ પણ ચાલુ છે. કોંગ્રેસની સુખવિંદર સિંહ સુખુ સરકાર પર સંકટ હજુ ખતમ થયું નથી. આ દરમિયાન કર્ણાટકની કોંગ્રેસ સરકાર ઉપર પણ સંકટના સંકેત મળી રહ્યા છે. ખુદ કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ આરોપ લગાવ્યો કે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને 50 કરોડ રૂપિયાની ઓફર કરીને તેમને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે ભાજપ તેમની સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે.
- Mar 01, 2024 21:37 IST
પેટીએમ પેમેન્ટ બેંકને ફાઈનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટે ફટકાર્યો 5.49 કરોડનો દંડ
Paytm Payments Bank Rs 5.49 crore Fined : પેટીએમ પેમેન્ટ બેંકની પડતી દશા ચાલી રહી છે. રિઝર્વ બેંકના કડક પ્રતિબંધ બાદ હવે પેટીએમ પેમેન્ટ બેંકને તોતિંગ નાણાંકીય દંડ ફટકારવામાં આવ્યો છે. ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટે પેટીએમ પેમેન્ટ્સ બેંકને તોતિંગ 5.49 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ એન્ટિટીઓએ પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં ખોલેલા એકાઉન્ટ દ્વારા મનીલોન્ડરિંગ કર્યું હતું.
- Mar 01, 2024 20:36 IST
અબુધાબીમાં હિન્દુ મંદિર લોકો માટે ખુલ્લુ મુકાયું
#WATCH | Abu Dhabi (UAE): BAPS Hindu Temple inaugurated by PM Narendra Modi, today opens for the general public. pic.twitter.com/UoNZmIIPTP
— ANI (@ANI) March 1, 2024
- Mar 01, 2024 19:26 IST
સીએમ મમતા બેનર્જીએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ નરેન્દ્ર મોદી સાથે કોલકાતામાં મુલાકાત કરી.
West Bengal CM Mamata Banerjee calls on PM Narendra Modi in Kolkata pic.twitter.com/jBdUHXoSKJ
— ANI (@ANI) March 1, 2024
- Mar 01, 2024 18:35 IST
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું - ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયાની ઓફર આપીને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ કોંગ્રેસના કોઈ ધારાસભ્ય ભાજપમાં જોડાશે નહીં. તેઓ સરકારને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરકારોને તોડી પાડવી એ તેમની આદત બની ગઈ છે.
कर्नाटक के सीएम सिद्धारमैया ने कहा, 'बीजेपी कांग्रेस विधायकों को 50-50 करोड़ रुपये का ऑफर देकर खरीदने की कोशिश कर रही है। लेकिन कांग्रेस का कोई भी विधायक बीजेपी में नहीं जाएगा। वे सरकार को हिलाने की कोशिश कर रहे हैं। सरकारें गिराना उनकी आदत बन गई है।" pic.twitter.com/WK9JDIghic
— ANI_HindiNews (@AHindinews) March 1, 2024
- Mar 01, 2024 17:36 IST
બીઆરએસ સાંસદ બીબી પાટીલ ભાજપમાં જોડાયા
તેલંગાણા : ઝહીરાબાદના બીઆરએસ સાંસદ બીબી પાટીલ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
#WATCH तेलंगाना: जहीराबाद से BRS सांसद बीबी पाटिल दिल्ली में भारतीय जनता पार्टी में शामिल हुए। pic.twitter.com/3QLpPUk7OQ
— ANI_HindiNews (@AHindinews) March 1, 2024
- Mar 01, 2024 16:20 IST
સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓ રામલલ્લાના દર્શન માટે શનિવારે અયોધ્યા જશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ અયોધ્યામાં નિર્માણ થયેલા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામલલ્લાના દર્શન માટે 2 માર્ચને શનિવાર રોજ અયોધ્યા જશે. મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સદસ્યો સાથે અયોધ્યા રામ મંદિર દર્શન માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા દંડક વિજય પટેલ અને નાયબ દંડકો પણ જોડાશે.
મુખ્યમંત્રી અને મંત્રીઓના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર 2 માર્ચના સવારે 11 કલાકે તેઓ અયોધ્યા પહોંચશે અને ત્યારબાદ 11.30 થી 12.00 કલાક દરમિયાન ભવ્ય રામ મંદિરમાં રામચંદ્રજીના શ્રદ્ધા ભક્તિપૂર્વક દર્શન-અર્ચન કરશે. મુખ્યમંત્રી અને મંત્રીઓ સરયુ નદી સમીપે ટેન્ટ સિટીની મુલાકાત પણ કરશે તથા મોડી સાંજે અમદાવાદ પરત આવશે.
- Mar 01, 2024 16:04 IST
બિલ ગેટ્સ ગુજરાતના કેવડિયોમાં આરોગ્ય વન પહોંચ્યા
#WATCH गुजरात: माइक्रोसॉफ्ट के सह-संस्थापक बिल गेट्स गुजरात के केवड़िया में आरोग्य वैन पहुंचे। pic.twitter.com/2vgBMhOpQP
— ANI_HindiNews (@AHindinews) March 1, 2024
- Mar 01, 2024 14:54 IST
આરજેડી ધારાસભ્ય ભરત બિંદ એનડીએમાં સામેલ
રાજદ ધારાસભ્ય ભરત બિંદે મહાગઠબંધનને મોટો ફટકો આપ્યો હતો. ભરત બિંદ એનડીએમમાં સામેલ થયા છે.
- Mar 01, 2024 14:00 IST
'મોદીની ગેરંટી આજે પૂરી થઈ', સિંદરી ફર્ટિલાઇઝર પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે PM મોદી બોલ્યા
લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સિંદરી, ધનબાદમાં અનેક રેલવે પ્રોજેક્ટ્સને લીલી ઝંડી બતાવી હતી. પીએમ મોદીએ કહ્યું કે આજે અહીં સિંદરી ફર્ટિલાઈઝર ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મેં સંકલ્પ કર્યો હતો કે હું આ ખાસ કારખાનું સિંદરીમાં ચોક્કસ શરૂ કરીશ. આ મોદીની ગેરંટી હતી અને આજે આ ગેરંટી પૂરી થઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ઝારખંડને 35 હજાર કરોડ રૂપિયાથી વધુની યોજનાઓની ભેટ મળી છે. હું મારા ખેડૂત ભાઈઓ, આદિવાસી સમાજના લોકોને અને ઝારખંડના લોકોને આ યોજનાઓ માટે અભિનંદન આપું છું.
- Mar 01, 2024 13:06 IST
ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભરતી, 541 ટ્રેઇની એન્જિનિયરની જગ્યાઓ માટે કરો અરજી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Bharat-Electronics-Limited-Recruitment.jpg)
એન્જીનિયરિંગ કરેલા ઉમેદવારો માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં ટ્રેઇની એન્જિનિયર તરીકેની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ઉમેદવારો સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
- Mar 01, 2024 11:59 IST
પિનરાઈ સરકારને રાષ્ટ્રપતિ તરફથી મોટો ફટકો, વિધાનસભામાં પસાર કરાયેલા બિલને ન મળી મંજૂરી
કેરળમાં પિનરાઈ વિજયન સરકારને મોટો ઝટકો લાગ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યની વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ત્રણ બિલની મંજૂરી અટકાવી દીધી છે. તેમાં કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાનને યુનિવર્સિટીઓના ચાન્સેલર પદેથી હટાવવાનું બિલ પણ સામેલ છે. તિરુવનંતપુરમમાં રાજભવન ગુરુવારે એક નિવેદન બહાર પાડીને જણાવે છે કે રાષ્ટ્રપતિ મુર્મુએ કેરળ યુનિવર્સિટી કાયદા (સંશોધન નંબર 2) બિલ, 2022ની સંમતિ અટકાવી દીધી છે. તેનો ઉદ્દેશ્ય રાજ્યપાલને યુનિવર્સિટીના કુલપતિ પદેથી હટાવવાનો છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલ કેરળ લોકાયુક્ત બિલને સંમતિ આપી છે.
- Mar 01, 2024 11:34 IST
આજથી LPG ગેસ સિલિન્ડરની કિંમત વધી
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આજથી એટલે કે 1 માર્ચ, 2024થી તમારે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. હવે ગ્રાહકોએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર માટે 25.50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. કિંમતમાં વધારા બાદ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત હવે 1795 રૂપિયા પર પહોંચી ગઈ છે. અન્ય મોટા શહેરોમાં પણ કોમર્શિયલ સિલિન્ડર મોંઘા થયા છે. હવે આ સિલિન્ડર કોલકાતામાં 1911 રૂપિયા, મુંબઈમાં 1749 રૂપિયા અને ચેન્નાઈમાં 1960 રૂપિયામાં મળશે.
- Mar 01, 2024 10:43 IST
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારની કેબિનેટનું ટૂંક સમયમાં થશે વિસ્તરણ
લોકસભા ચૂંટણીને લઈને ભાજપ પોતાની ઘણી રણનીતિઓ પર કામ કરી રહ્યું છે. યોગી કેબિનેટ વિસ્તરણ પણ આ રણનીતિમાં પાર્ટીનું મુખ્ય ફોકસ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉત્તર પ્રદેશમાં બે-ત્રણ દિવસમાં યોગી કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. યુપીના આ કેબિનેટ વિસ્તરણમાં સહયોગી પક્ષોના ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવી શકે છે.
- Mar 01, 2024 10:10 IST
આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગ અનુસાર માર્ચ મહિનાની શરૂઆતના દિવસ એટલે કે 1 માર્ચ અને 2 માર્ચે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, પોરબંદર, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અને બોટાદ સહિતનો સમાવેશ થાય છે.
- Mar 01, 2024 09:14 IST
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફેરફાર
દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે.સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ઈંધણના દરમાં ફેરફાર કરે છે. આજે એટલે કે 1 માર્ચ, 2024ના રોજ રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. લાંબા સમયથી ઓઈલ કંપનીઓએ રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ રાજ્ય સ્તરે ભાવ બદલાયા છે. આવી સ્થિતિમાં તેલ ભરતા પહેલા, તમારે પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ (પેટ્રોલ ડીઝલની નવીનતમ કિંમત) તપાસવી આવશ્યક છે.
- Mar 01, 2024 08:54 IST
ફેસબુક સીઈઓ માર્ક ઝકરબર્ગ પત્ની સાથે જામનગર પહોંચ્યા
ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગ પત્ની સાથે જામનગર પહોંચ્યા છે. તેઓ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા પહોંચ્યા છે.
- Mar 01, 2024 08:53 IST
પત્ની અને બાળકો સાથે જામનગર પહોંચ્યા એટલી કુમાર
જવાન ફિલ્મના ડાયરેક્ટર પત્ની અને બાળકો સાથે જામનગર પહોંચી ચુક્યા છે. તેમનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે.
- Mar 01, 2024 08:44 IST
PM નરેન્દ્ર મોદી બંગાળની મુલાકાત લેશે
લોકસભાની ચૂંટણીના થોડાક પગલાં નજીક છે. આ મહિને લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત જોવા મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણીના મુખ્ય રાજ્યોની મુલાકાતોના છેલ્લા રાઉન્ડ ચાલી રહ્યો છે. જેના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે.
- Mar 01, 2024 08:08 IST
જામનગર પહોંચી બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી
બોલીવૂડ એક્ટ્રેસ રાની મુખર્જી જામનગર પહોંચી છે. તેનો વીડિયો સામે આવ્યો છે. તે અનંત અને રાધિકાના પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા પહોંચી છે.
- Mar 01, 2024 08:02 IST
બાંગ્લાદેશમાં ઇમારતમાં ભીષણ આગમાં 43 લોકોના મોત, અનેક ઘાયલ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/bangladesh-Big-fire.jpg)
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં ગુરુવારે રાત્રે એક છ માળની ઈમારતમાં ભયંકર આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા 43 લોકો સળગી જતા મોતને ભેટ્યાં છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. આગના સમગ્ર સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
- Mar 01, 2024 07:53 IST
આજનો શુક્રવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે? વાંચો આજનું રાશિફળ

આજથી માર્ચ મહિનો શરૂ થયો છે ત્યારે તમામ રાશિના જાતકો માટે માર્ચ મહિનાનો પહેલો દિવસ એટલે કે આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે. વેપાર ધંધામાં નુકસાન કે લાભ, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે કે નિરાશા હાથ લાગશે. તમામ રાશિના જાતકોનું આજનું દૈનિક રાશિ ભવિષ્ય અહીં ક્લિક કરીને વાંચો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us