/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Salman-Khan-House-Firing-Case.jpg)
સલમાન ખાન ઘર પાસે ફાયરીંગનો કેસ, આરોપીએ કસ્ટડીમાં આત્મહત્યા કરી
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 1 may 2024 LIVE, આજના તાજા સમાચાર: સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસઃ સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. સલમાનના ઘરે ફાયરિંગના આરોપીઓમાંથી એક અનુજ થાપન (32)એ આત્મહત્યા કરી લીધી છે. હાલ તે ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં થાપને પલંગ જેવી કોઈ વસ્તુ સાથે ફાંસી લગાવી લીધી હતી. તેને મુંબઈની સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. અનુજ થાપન પર સલમાન ખાનના ઘર પર ફાયરિંગ માટે હથિયાર આપવાનો આરોપ છે. તે છેલ્લા ઘણા દિવસોથી પોલીસ કસ્ટડીમાં હતો.
પીએમ નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તેનું સ્વાગત કરશે, અને ત્યારબાદ પીએમ ડીસા પહોંચશે. પીએમ મોદી બનાસકાંઠામાં ડીસાથી પ્રચારના શ્રીગણેશ કરી જનસભા સંબોધશે.
બુધવારે દિલ્હી અને નોઈડાની 100થી વધુ શાળાઓને ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો છે. આ મેલમાં કહેવામાં આવ્યું છે કે આ શાળાઓમાં બોમ્બ મુકવામાં આવ્યા છે. શાળાઓને મળેલા ઈ-મેલની માહિતી મળ્યા બાદ દિલ્હી પોલીસ સહિત વિવિધ એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.
માતા-પિતા અને સંબંધીઓ તેમના બાળકોને શાળાએથી લેવા માટે પહોંચી રહ્યા છે, જેના કારણે દિલ્હીના રસ્તાઓ પર જામ જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે, અત્યાર સુધી જે શાળાઓની તપાસ કરવામાં આવી છે તેમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી. તેના પર ગૃહ મંત્રાલયનું કહેવું છે કે ગભરાવાની જરૂર નથી. એવું લાગે છે કે આ ફેક કોલ છે. દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પ્રોટોકોલ મુજબ જરૂરી પગલાં લઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બે દિવસના ગુજરાત પ્રવાસમાં 1 મેના રોજ પ્રથમ ઉત્તર ગુજરાતમાં 3.1 કલાકે બનાસકાંઠાના ડીસામાં જનસભા સંબોધશે, ત્યારબાદ 5.00 કલાકે સાબરકાંઠા હિંમતનગર માં સભા ગજવશે. ત્યારબાદ રાજભવન ખાતે રાત્રી રોકાણ અને ભાજપ ઉમેદવારો અને કાર્યકરો સાથે બેઠક કરી શકે છે.
પીએમ મોદી 02 મે ના રોજ ગાંધીનગરથી સવારે 10.1 કલાકે આણંદ જવા રવાના થશે, અને આણંદમાં 11.00 કલાકે જનસભા સંબોધશે, ત્યારબાદ ત્યાંથી સુરેનદ્રનગરમાં બપોરે 1.00 કલાકે જનસભા કરશે. અહીંથી સીધા તેઓ જુનાગઢમાં બપોરે 3.1 કલાકે જનસભા સંબોધશે, ત્યાંથી આગળ વધતા જામનગરમાં સાંજે 5.00 કલાકે જનસભા સંબોધી પસ્ચિમ બંગાળ જવા રવાના થઈ શકે છે.
દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારકામાં બોમ્બના સમાચારથી ગભરાટ
રાજધાની દિલ્હીના દ્વારકા સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલમાં બુધવારે સવારે બોમ્બ હોવાની માહિતી મળી હતી. આ અંગેની માહિતી મળતા જ દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસ સુરક્ષાના તમામ પગલાં સાથે સમગ્ર સંકુલ પર નજર રાખશે. શોધખોળ કરવામાં આવી રહી છે. રાજધાનીમાં અગાઉ પણ આવી માહિતી સામે આવી છે. જો કે, મોટાભાગના કેસોમાં આ ખોટા સાબિત થયા છે. દિલ્હી પબ્લિક સ્કૂલમાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરે છે.
- May 01, 2024 22:33 IST
અમિત શાહનો હૈદરાબાદમા રોડ શો
હૈદરાબાદ ભાજપ ઉમેદવાર માધવી લતાના સમર્થનમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રોડ શો કરવામાં આવ્યો હતા.
#WATCH हैदराबाद, तेलंगाना: केंद्रीय गृह मंत्री अमित शाह ने हैदराबाद निर्वाचन क्षेत्र से भाजपा उम्मीदवार माधवी लता के समर्थन में रोड शो किया। pic.twitter.com/loeE9bv0Gn
— ANI_HindiNews (@AHindinews) May 1, 2024
- May 01, 2024 22:31 IST
દિલ્હી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એડવાઇઝરી જારી
દિલ્હીમાં અમુક શાળાઓને બોમ્બથી ઉડાવા દેવાની ધમકી મળતા અફરાતફી મચી ગઇ હતી. આ ઘટનાને ધ્યાનમાં રાખી દિલ્હી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એડવાઇઝરી જારી કરવામાં આવી છે.
आज दिल्ली के कुछ स्कूलों को मिली बम की धमकियों के मद्देनजर दिल्ली सरकार के शिक्षा निदेशालय ने एडवाइजरी जारी की है।
“अगर कुछ भी अवांछित देखा जाता है, तो इसकी सूचना तुरंत संबंधित DDE (जिला/जोन) और दिल्ली पुलिस को दी जानी चाहिए। स्कूल प्राधिकारियों को समय रहते अभिभावकों और संबंधित… pic.twitter.com/hIuKbanqM9— ANI_HindiNews (@AHindinews) May 1, 2024
- May 01, 2024 17:01 IST
કોંગ્રેસ 400 માંથી 40 પર આવી ગઈ - પીએમ
પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, એક સમયે કોંગ્રેસ વારંવાર મારૂ અપમાન કરતી હતી, તેમને એમ હતુ કે, ચાની કીટલી ચલાવનાર, અને દાળ-ભાત ખાનાર શું દેશ ચલાવશે, પરંતુ આજે કોંગ્રેસ તેના પરાક્રમથી 400માંથી 40 પર આવી ગઈ.
- May 01, 2024 16:58 IST
આજે ગુજરાતનો સ્થાપના દિવસ, આપણા બધા માટે નવા સંકલ્પનો દિવસ - પીએમ
આજે ગુજરાતનો સ્થાપના દિવસ આપણા બધા માટે નવા સંકલ્પનો દિવસ, નવી ઊર્જા માટેનો દિવસ અને એ નિમિતે આ વખતે આપણે સંકલ્પ લઈએ વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત બનાવવામાં અમે કોઈ કમી નહિ રહેવા દઈએ.
- May 01, 2024 16:57 IST
પીએમ મોદીની ડીસાથી ગેરંટી, ભારતને ત્રીજી મોટી અર્થવ્યસ્થા બનાવીશ
પીએમ મોદીએ ડીસામાં સભા સંબોધી રહ્યા છો, તેમણે ડીસાથી મોદીની ગેરંટીની વાત કરી કહ્યું, ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું
- May 01, 2024 16:46 IST
પીએમ મોદી ડીસા પહોંચ્યા, જનસભા સંબોધી રહ્યા
- May 01, 2024 16:35 IST
સલમાન ખાનના ઘર પાસે ફાયરિંગનો કેસ: મોટા સમાચાર, આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી
સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસઃ સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. સલમાનના ઘરે ફાયરિંગના આરોપીઓમાંથી એક અનુજ થાપન (32)એ આત્મહત્યા કરી લીધી છે. હાલ તે ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં થાપને પલંગ જેવી કોઈ વસ્તુ સાથે ફાંસી લગાવી લીધી હતી. તેને મુંબઈની સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. અનુજ થાપન પર સલમાન ખાનના ઘર પર ફાયરિંગ માટે હથિયાર આપવાનો આરોપ છે. તે છેલ્લા ઘણા દિવસોથી પોલીસ કસ્ટડીમાં હતો.
- May 01, 2024 16:07 IST
પીએમ મોદી ડીસા જનસભા સંબોધશે
પીએમ મોદી બે દિવસની ગુજરાત મુલાકાતમાં બનાસકાંઠાના ડીસાથી પ્રચારની શરૂઆત કરશે, ત્યારે ડીસામાં જનસભા સંબોધન માટે મોટો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, મંચ પર 50 થી વધુ નેતાઓ બેસી શકે તેવી વ્યવસ્થા સાથે ગરમીમાં લોકોને રાહત મળે તે માટે એરકૂલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
- May 01, 2024 16:07 IST
પીએમ નરેન્દ્ર મોદી આજે ડીસા અને હિંમતનગરમાં જનસભા સંબોધશે
તમને જણાવી દઈએ કે, પીએમ મોદી બે દિવસની મુલાકાતમાં 6 સભાઓ સંબોધશે, જેમાં આજે ડીસા અને હિંમતનગરમાં તો આવતીકાલે આણંદ, સુરેન્દ્રનગર, જુનાગઢ અને જામનગરમાં સભા સંબોધશે, ત્યારબાદ પશ્ચિમ બંગાળ જવા રવાના થશે.
- May 01, 2024 15:57 IST
પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ: અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટરમાં ડીસા પહોંચશે, સીએમ સ્વાગત માટે પહોંચ્યા
પીએમ નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તેનું સ્વાગત કરશે, અને ત્યારબાદ પીએમ ડીસા પહોંચશે. પીએમ મોદી બનાસકાંઠામાં ડીસાથી પ્રચારના શ્રીગણેશ કરી જનસભા સંબોધશે.
- May 01, 2024 12:28 IST
દિલ્હી-નોઈડાની 100 જેટલી શાળાઓને મળી છે બોમ્બની ધમકી બાદ ગૃહમંત્રાલયનું નિવેદન
બુધવારે દિલ્હી અને નોઈડાની 100થી વધુ શાળાઓને ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો છે. તેના પર ગૃહ મંત્રાલયનું કહેવું છે કે ગભરાવાની જરૂર નથી. એવું લાગે છે કે આ ફેક કોલ છે. દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પ્રોટોકોલ મુજબ જરૂરી પગલાં લઈ રહી છે.
- May 01, 2024 09:01 IST
દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારકામાં બોમ્બના સમાચારથી ગભરાટ
રાજધાની દિલ્હીના દ્વારકા સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલમાં બુધવારે સવારે બોમ્બ હોવાની માહિતી મળી હતી. આ અંગેની માહિતી મળતા જ દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
- May 01, 2024 08:58 IST
મે મહિનાનો પહેલો દિવસ તમારા માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/wednesday-horoscope.jpg)
આજે મે મહિનાનો પહેલો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમામ રાશિનું આજનું રાશિભવિષ્ય
- May 01, 2024 08:57 IST
પીએમ મોદીની 02 મે 2024 એ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સભાઓ
પીએમ મોદી 02 મે ના રોજ ગાંધીનગરથી સવારે 10.1 કલાકે આણંદ જવા રવાના થશે, અને આણંદમાં 11.00 કલાકે જનસભા સંબોધશે, ત્યારબાદ ત્યાંથી સુરેનદ્રનગરમાં બપોરે 1.00 કલાકે જનસભા કરશે. અહીંથી સીધા તેઓ જુનાગઢમાં બપોરે 3.1 કલાકે જનસભા સંબોધશે, ત્યાંથી આગળ વધતા જામનગરમાં સાંજે 5.00 કલાકે જનસભા સંબોધી પસ્ચિમ બંગાળ જવા રવાના થઈ શકે છે.
- May 01, 2024 08:57 IST
પીએમ મોદી 01 મે 2024 એ ડીસા અને હિંમતનગરમાં સભા સંબોધશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બે દિવસના ગુજરાત પ્રવાસમાં 1 મેના રોજ પ્રથમ ઉત્તર ગુજરાતમાં 3.1 કલાકે બનાસકાંઠાના ડીસામાં જનસભા સંબોધશે, ત્યારબાદ 5.00 કલાકે સાબરકાંઠા હિંમતનગર માં સભા ગજવશે. ત્યારબાદ રાજભવન ખાતે રાત્રી રોકાણ અને ભાજપ ઉમેદવારો અને કાર્યકરો સાથે બેઠક કરી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us