Gujarati News 10 April 2024 Highlights | લોકસભા ચૂંટણી : ભાજપના વધુ 9 ઉમેદવારો જાહેર, રીટા બહુગુણા અને કિરણ ખેરની ટિકિટ કાપી

India Gujarat Today Latest News in Gujarati Highlights Gujarat Samachar (ગુજરાત સમાચાર) 10 April 2024 : દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. જેના પગલે હવે અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટના શરણમાં ગયા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
kiran kher, rita bahuguna, લોકસભા ચૂંટણી 2024

ભાજપે અલ્હાબાદના સાંસદ રીટા બહુગુણા જોશી અને ચંદીગઢના સાંસદ કિરણ ખેરની ટિકિટ કાપી (તસવીર - સોશિયલ મીડિયા)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 10 April 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 10 એપ્રિલ બુધવારના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો, કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલી કેસમાં મહિલાઓ પર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના આરોપોની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. આ તમામની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવશે. આ સિવાય ગુજરાતના રાજકોટમાં કાર અકસ્માતનો મામલો સામે આવ્યો છે, જેમાં રાજકોટના ધોરાજી પાસે પુલ પરથી કાર નદીમાં ખાબકી, જેમાં ચારના મોત થયા છે. આ બાજુ પીએમ નરેન્દ્ર મોદી તામિલનાડુ અને મહારાષ્ટ્રના પ્રવાસે છે, તેમણે વેલ્લોરના લોકોને શુભેચ્છા પાઠવી ડીએમ પર કર્યા પ્રહાર.

Advertisment

તો બીજી બાજુ દિલ્હી હાઈકોર્ટના મહત્વના ચૂકાદા બાદ અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદ રહેવું હવે અઘરું દેખાય છે. ત્યારે ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલનાનો વિવાદ હવે જાતિગત પર આવી ગયો છે. પાટીદારો અને ક્ષત્રીઓ આમને સામને આવી પોતાનું શક્તિપ્રદર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં આ દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે આઈપીએલની મેચમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થશે. અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર.

લોકસભા ચૂંટણી : ભાજપના વધુ 9 ઉમેદવારો જાહેર, રીટા બહુગુણા જોશી અને કિરણ ખેરની ટિકિટ કાપી

લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં 9 ઉમેદવારોના નામ છે. અલ્હાબાદના સાંસદ રીટા બહુગુણા જોશી અને ચંદીગઢના સાંસદ કિરણ ખેરની ટિકિટ કાપવામાં આવી છે. પવન સિંહના ઇન્કાર બાદ ભાજપે આસનસોલથી એસએસ અહલુવાલિયાને ટિકિટ આપી છે.

Advertisment

ભાજપે તેની નવી યાદીમાં ઉત્તર પ્રદેશના 7, ચંદીગઢ અને બંગાળના એક-એક ઉમેદવારના નામ જાહેર કર્યા છે. સમાજવાદી પાર્ટીના ગઢ મૈનપુરીથી ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી રહેલા જયવીર સિંહ ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે. કૌશાંબીથી વિનોદ સોનકર, ફુલપુરથી પ્રવિણ પટેલ, અલ્હાબાદથી નીરજ ત્રિપાઠી, બલિયાથી નીરજ શેખર, મછલીશહરથી બીપી સરોજ અને ગાઝીપુરથી પારસનાથ રાયને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ બંગાળની આસનસોલ બેઠક પરથી એસએસ અહલુવાલિયા અને ચંદીગઢથી સંજય ટંડનને ઉમેદવાર બનાવ્યા છે.

અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત ન મળતાં હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. મંગળવારે દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની ધરપકડ અને ઈડીની કસ્ટડીને પડકારતી અરજી પર તેમને ફટકો આપ્યો હતો.

પીએમ મોદીએ વેલ્લોરના લોકોને શુભેચ્છા પાઠવી

વેલ્લોરમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આપણું નવું વર્ષ 14 એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે. હું તમને બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

  • Apr 10, 2024 22:47 IST

    પીએમ મોદીનો મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર - દરેક ક્ષણ દેશના નામે...

    પીએમ નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે મહારાષ્ટ્રના રામટેકમાં જનસભાને સંબોધતા કહ્યું કે, મે છેલ્લા 10 વર્ષોમાં જે કામગીરી કરી છે, તે તો એપેટાઇઝર છે, હજી તો થાળી આવવાની બાકી છે. હું ગેરંટી આપુ છે - દરેક ક્ષણ દેશના નામે, દરેક ક્ષણ તમારા નામે...

    — ANI_HindiNews (@AHindinews) April 10, 2024

  • Apr 10, 2024 18:50 IST

    કચ્ચાથીવુ ટાપુ પર જયરામ રમેશે કહ્યું - તમિલનાડુની ચૂંટણીમાં આ કોઈ મુદ્દો નથી

    આસામ: કચ્ચાથીવુ ટાપુ પર વડા પ્રધાન મોદીના નિવેદન પર કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું કે તમિલનાડુની ચૂંટણીમાં આ કોઈ મુદ્દો નથી. તેમને તમિલનાડુમાં એકપણ બેઠક મળવાની નથી, તેથી જ તેઓ આ મુદ્દો ઉઠાવતા રહે છે.

    — ANI_HindiNews (@AHindinews) April 10, 2024

  • Apr 10, 2024 17:39 IST

    કેજરીવાલ સરકારમાં મંત્રી રાજકુમાર આનંદનું રાજીનામું

    Raaj Kumar Anand quits AAP : દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને વધુ એક ફટકો પડ્યો છે. સરકારમાં મંત્રી રહેલા રાજકુમાર આનંદે મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. મીડિયા સાથે વાત કરતા તેમણે ભ્રષ્ટાચાર પર આમ આદમી પાર્ટીના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા. તેઓ સમાજ કલ્યાણ મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા હતા. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ કોઇ પાર્ટીમાં જવાના નથી.

  • Apr 10, 2024 16:29 IST

    લોકસભા ચૂંટણી : ભાજપના વધુ 9 ઉમેદવારો જાહેર, રીટા બહુગુણા જોશી અને કિરણ ખેરની ટિકિટ કાપી

    લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં 9 ઉમેદવારોના નામ છે. અલ્હાબાદના સાંસદ રીટા બહુગુણા જોશી અને ચંદીગઢના સાંસદ કિરણ ખેરની ટિકિટ કાપવામાં આવી છે. પવન સિંહના ઇન્કાર બાદ ભાજપે આસનસોલથી એસએસ અહલુવાલિયાને ટિકિટ આપી છે.

    ભાજપે તેની નવી યાદીમાં ઉત્તર પ્રદેશના 7, ચંદીગઢ અને બંગાળના એક-એક ઉમેદવારના નામ જાહેર કર્યા છે. સમાજવાદી પાર્ટીના ગઢ મૈનપુરીથી ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી રહેલા જયવીર સિંહ ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે. કૌશાંબીથી વિનોદ સોનકર, ફુલપુરથી પ્રવિણ પટેલ, અલ્હાબાદથી નીરજ ત્રિપાઠી, બલિયાથી નીરજ શેખર, મછલીશહરથી બીપી સરોજ અને ગાઝીપુરથી પારસનાથ રાયને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ બંગાળની આસનસોલ બેઠક પરથી એસએસ અહલુવાલિયા અને ચંદીગઢથી સંજય ટંડનને ઉમેદવાર બનાવ્યા છે.

  • Apr 10, 2024 14:29 IST

    સંદેશખાલી કેસ : કલકત્તા હાઈકોટ્રનો આદેશ, અત્યાર મામલે સીબીઆઈ તપાસ કરશે

    કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલી કેસમાં મહિલાઓ પર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના આરોપોની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. આ તમામની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે, સીબીઆઈએ એક નવું ઈમેલ આઈડી ખોલવું પડશે અને સંદેશખાલી ઘટના સંબંધિત ફરિયાદો સબમિટ કરવી પડશે. સંદેશખાલીને લઈને કોલકાતા હાઈકોર્ટમાં કુલ પાંચ PIL દાખલ કરવામાં આવી છે.

  • Apr 10, 2024 12:56 IST

    રાજકોટ : ધોરાજીમાં કાર પુલની પાળી તોડી ભાદર નદીમાં ખાબકી, ચારના મોત

    રાજકોટના ધોરાજી નજીક એક કારનું ટાયર ફાટતા કાર પૂલની પાળી તોડી લગભગ 50 ફૂટ નીચે ભાદર નદીમાં ખાબકી. આ ગોજારી ઘટનામાં ત્રણ મહિસા સહિત ચારના મોત થયાની માહિતી સામે આવી રહી છે. લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. બચાવ ટીમ સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.

  • Apr 10, 2024 11:14 IST

    પીએમ મોદીએ વેલ્લોરના લોકોને શુભેચ્છા પાઠવી

    વેલ્લોરમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આપણું નવું વર્ષ 14 એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે. હું તમને બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

  • Apr 10, 2024 09:26 IST

    આઈપીએલ 2024ની આજની મેચ રાજસ્થાન અને ગુજરાત વચ્ચે

    આઈપીએલ 2024ની આજની 24મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે સવઈ માનસિંહ ઇન્ડોર સ્ટેડિય ખાતે સાંજે 7.30 વાગ્યે રમાશે.

  • Apr 10, 2024 09:09 IST

    અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

    દિલ્હી હાઈકોર્ટથી કોઈ રાહત ન મળતા અરવિંદ કેજરીવાલ આજે બુધવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. હવે તેમને પોતાની ધરપકડમાંથી રાહત મળે અંગે સુપ્રીમ કોર્ટ પર આશા છે.

  • Apr 10, 2024 08:58 IST

    ઈસરો પ્રમુખ સોમનાથે જણાવ્યા ચંદ્રયાન -4 અંગે મોટા અપડેટ્સ

    ચંદ્રયાન-4 મિશનને લઈને ઈસરોના વડાએ મોટો દાવો કર્યો છે. ઈસરોના અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથે જણાવ્યું હતું કે ચંદ્રયાન-4 મિશન એ એક પરિકલ્પના છે જેને અપગ્રેડેડ વર્ઝનમાં વિકસાવવામાં આવી રહી છે.

  • Apr 10, 2024 08:56 IST

    ચૈત્રી નવરાત્રીનો બીજો દિવસ તમારા માટે કેવો રહેશે?

    આજે ચૈત્રી નવરાત્રીનો બીજો દિવસ છે. આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું રાશિફળ.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ