/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/sarwan-singh-pandher-.jpg)
ખેડૂત નેતા સરવનસિંહ પંઢેર (તસવીર - એએનઆઈ)
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 10 December 2024 આજના તાજા સમાચાર: શંભુ બોર્ડર પર રહેલા ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હવે અમે 14 ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચ કરીશું. અમારા વિરોધ પ્રદર્શનને 303 દિવસ પૂરા થયા છે અને ખેડૂતોના આમરણાંત ઉપવાસ પણ 15માં દિવસે પહોંચી ગયા છે. અમે હંમેશા વાતચીતનું સ્વાગત કર્યું છે. સરકાર તરફથી કોઈએ અમારો સંપર્ક કર્યો નથી.
કર્ણાટકના પૂર્વ સીએમ અને વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાનું નિધન
કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન એસએમ કૃષ્ણનું મધ્યરાત્રિએ શહેરમાં તેમના ઘરે નિધન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. વિદેશ મંત્રી તરીકે પણ રહી ચૂકેલા આ દિગ્ગજ નેતાએ સવારે લગભગ 2.45 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લા કેટલાક મહિનાઓથી તેમને વારંવાર હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.
નલિયામાં લઘુતમ તાપમાન 7 ડિગ્રી નજીક પહોંચ્યું
ગુજરાતમાં ભારે ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડીના પગલે લોકો ઠુંઠવાઈ રહ્યા છે ત્યારે સોમવારે ગુજરાતમાં 7.6 ડિગ્રીથી લઈને 21.7 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં 7.6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ડીસામાં 10.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 10.3 ડિ્ગરી, મહુવામાં 9.1 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- Dec 10, 2024 23:45 IST
today live news : આપના ધારાસભ્ય અબ્દુલ રહેમાન કોંગ્રેસમાં જોડાયા
દિલ્હી: સીલમપુરના ધારાસભ્ય અબ્દુલ રહેમાન આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી કોંગ્રેસમાં જોડાયા છે.
watch दिल्ली: सीलमपुर से विधायक अब्दुल रहमान आज दिन में आम आदमी पार्टी से इस्तीफा देने के बाद कांग्रेस में शामिल हो गए। pic.twitter.com/acXwfNekjF
— ANI_HindiNews (@AHindinews) December 10, 2024
- Dec 10, 2024 22:28 IST
today live news : રશિયાના રાષ્ટ્રપતિ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ વચ્ચે મુલાકાત
મોસ્કો : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ક્રેમલિનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં રશિયાના રક્ષા મંત્રી આંદ્રેઇ બેલોસોવે પણ બેઠકમાં ભાગ લીધો હતો.
watch मॉस्को, रूस: रूसी राष्ट्रपति व्लादिमीर पुतिन ने क्रेमलिन में रक्षा मंत्री राजनाथ सिंह से मुलाकात की। रूस के रक्षा मंत्री आंद्रेई बेलौसोव ने भी बैठक में हिस्सा लिया।
(वीडियो: आरएमओ) pic.twitter.com/ynm7ZADsCT— ANI_HindiNews (@AHindinews) December 10, 2024
- Dec 10, 2024 20:25 IST
today live news : સંભલ હિંસાનો ભોગ બનેલા પીડિત પરિવારજનોને મળ્યા રાહુલ ગાંધી, દિલ્હીમાં થઇ મુલાકાત
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંભલ હિંસાનો ભોગ બનેલા લોકોના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. તેઓ રાજધાની દિલ્હીમાં 4 પરિવારોને મળ્યા છે, તે બેઠક દરમિયાન સંભલ હિંસા પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા કોંગ્રેસ નેતાએ સંભલ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને ગાઝીપુર બોર્ડર પર રોકી દીધા હતા. હવે તેમની દિલ્હીમાં પરિવારના કેટલાક સભ્યો સાથે મુલાકાત થઇ છે.આ બેઠકમાં હાજર કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ પીડિતોના પરિવારજનો સાથે વાત કરી હતી.
- Dec 10, 2024 17:57 IST
today live news : હાથરસ - પિકઅપ વાન અને ટ્રકની ટક્કરમાં 7 લોકો મોત
હાથરસ : પિકઅપ વાન અને ટ્રકની ટક્કરમાં 7 લોકો મોતની ઘટના સામે આવી છે. ઘણા લોકો ઇજાગ્રસ્ત છે જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
watch हाथरस: पिकअप वैन और ट्रक की टक्कर में 7 लोगों की मौत की घटना सामने आई है। कई लोग घायल हैं जिन्हें अस्पताल में भर्ती कराया गया है। pic.twitter.com/RESY0Jv9G1
— ANI_HindiNews (@AHindinews) December 10, 2024 - Dec 10, 2024 16:33 IST
today live news :ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કહ્યું - 14 ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચ કરીશું
શંભુ બોર્ડર પર રહેલા ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હવે અમે 14 ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચ કરીશું. અમારા વિરોધ પ્રદર્શનને 303 દિવસ પૂરા થયા છે અને ખેડૂતોના આમરણાંત ઉપવાસ પણ 15માં દિવસે પહોંચી ગયા છે. અમે હંમેશા વાતચીતનું સ્વાગત કર્યું છે. સરકાર તરફથી કોઈએ અમારો સંપર્ક કર્યો નથી.
- Dec 10, 2024 14:27 IST
today live news : રાજસ્થાનમાં 10મી ડિસેમ્બરે પ્રવાસી રાજસ્થાન દિવસની ઉજવણી કરવામાં આવશે, CM ભજનલાલ શર્માએ જાહેરાત કરી
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું છે કે રાજસ્થાન સરકાર દર વર્ષે 10મી ડિસેમ્બરે પ્રવાસી રાજસ્થાન દિવસ ઉજવશે. જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન સમિટના બીજા દિવસે પ્રવાસી રાજસ્થાન કોન્ક્લેવમાં મુખ્યમંત્રીએ આની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું, "10 ડિસેમ્બર હંમેશા પ્રવાસી રાજસ્થાન દિવસ તરીકે ઉજવવામાં આવશે અને તમને બધાને આમંત્રિત કરવામાં આવશે અને તમે બધા તેમાં હાજર રહેશો." મુખ્યમંત્રીએ સ્થળાંતરિત રાજસ્થાનીઓ માટે રાજ્યમાં વિશેષ વિભાગ બનાવવાની પણ જાહેરાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકારે દર વર્ષે પ્રવાસી રાજસ્થાન સન્માન આપવાનું પણ નક્કી કર્યું છે.
- Dec 10, 2024 14:21 IST
today live news : જગદીપ ધનખડ વિરુદ્ધ રાજ્યસભામાં વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો
વિપક્ષે આરએસ સ્પીકર જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યોઃ સંસદનું શિયાળુ સત્ર ચાલુ છે. શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેના જોરદાર હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી યોગ્ય રીતે ચાલી રહી નથી. આ દરમિયાન ઈન્ડિયા એલાયન્સે રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડને પદ પરથી હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. મંગળવારે રાજ્યસભાની કાર્યવાહી ફરી દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી.
- Dec 10, 2024 10:53 IST
today live news : નલિયામાં લઘુતમ તાપમાન 7 ડિગ્રી નજીક પહોંચ્યું
ગુજરાતમાં ભારે ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડીના પગલે લોકો ઠુંઠવાઈ રહ્યા છે ત્યારે સોમવારે ગુજરાતમાં 7.6 ડિગ્રીથી લઈને 21.7 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં 7.6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ડીસામાં 10.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 10.3 ડિ્ગરી, મહુવામાં 9.1 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- Dec 10, 2024 10:48 IST
today live news : આઈટી શેરમાં ઉછાળાથી શેરબજાર મજબૂત
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા બાદ એકંદરે પોઝિટિવ ઝોનમાં હતા. સેન્સેક્સ પાછલા બંધ 81508 બંધ સામે આજે 81575 ખુલ્યો હતો. આઈટી અને બજાજ ગ્રૂપના શેરમાં તેજીથી સેન્સેક્ 100 પોઇન્ટના સુધારે 81600 ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24619 સામે આજે 24652 ખુલ્યો હતો. બેંક શેરમાં તેજીથી બેંક નિફ્ટી ઈન્ડેક્સ 120 પોઇન્ટ મજબૂત હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 440 પોઇન્ટનો ઉછાળો આવ્યો છે.
- Dec 10, 2024 10:46 IST
today live news : કર્ણાટકના પૂર્વ સીએમ અને વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાનું નિધન
કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન એસએમ કૃષ્ણનું મધ્યરાત્રિએ શહેરમાં તેમના ઘરે નિધન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. વિદેશ મંત્રી તરીકે પણ રહી ચૂકેલા આ દિગ્ગજ નેતાએ સવારે લગભગ 2.45 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લા કેટલાક મહિનાઓથી તેમને વારંવાર હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us