Gujarati News 10 February 2025 : રણવીર અલ્હાબાદિયાના વિવાદિત નિવેદન પર એનએચઆરસી એક્શનમાં, યુટ્યુબને વીડિયો દૂર કરવા માટે નોટિસ મોકલી

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 10 February 2025: યુટ્યૂબર રણવીર અલ્હાબાદિયાના 'ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ' શો પર અશ્લીલ કોમેન્ટ કરવાના વિવાદ વચ્ચે હવે રણવીર અલ્હાબાદિયાએ માફી માંગી લીધી છે, પરંતુ આ વિવાદ ખતમ થવાનું નામ લઇ રહ્યો નથી.

Written by Ankit Patel
Updated : February 10, 2025 23:40 IST
Gujarati News 10 February 2025  : રણવીર અલ્હાબાદિયાના વિવાદિત નિવેદન પર એનએચઆરસી એક્શનમાં, યુટ્યુબને વીડિયો દૂર કરવા માટે નોટિસ મોકલી
યુટ્યૂબર રણવીર અલ્હાબાદિયાએ 'ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ' શો પર અશ્લીલ કોમેન્ટ કરી હતી (Pic: Ranveer/Instagram)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 10 February 2025, આજના તાજા સમાચાર: યુટ્યૂબર રણવીર અલ્હાબાદિયાના ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ શો પર અશ્લીલ કોમેન્ટ કરવાના વિવાદ વચ્ચે હવે રણવીર અલ્હાબાદિયાએ માફી માંગી લીધી છે, પરંતુ આ વિવાદ ખતમ થવાનું નામ લઇ રહ્યો નથી. હવે આ મામલે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને યૂટ્યૂબને નોટિસ મોકલીને કહ્યું છે કે આ વીડિયોને પ્લેટફોર્મ પરથી હટાવી દેવો જોઇએ. અધિકાર સંસ્થાએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે તેને યોગેન્દ્ર સિંહ ઠાકુર તરફથી ફરિયાદ મળી છે, જેમણે આરોપ લગાવ્યો છે કે કોમેડિયન સમય રૈના દ્વારા હોસ્ટ કરવામાં આવેલા યુટ્યુબ શોમાં ભારતીય સમાજ વિશે ખૂબ જ વાંધાજનક, અયોગ્ય અને અભદ્ર ટિપ્પણીઓ છે.

PM મોદી ફ્રાંસના પ્રવાસે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરવા સોમવારે પેરિસ પહોંચ્યા છે. સમિટ એક એવા ફાઉન્ડેશનની પણ જાહેરાત કરી શકે છે જે ગ્લોબલ સાઉથની જરૂરિયાતોને પહોંચી વળવા જાહેર હિતમાં AI પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારત અને ફ્રાન્સ નાગરિક પરમાણુ સહયોગને વેગ આપતા નાના મોડ્યુલર રિએક્ટર અંગે જાહેરાત કરશે.

ભારત-ફ્રાન્સ ત્રિકોણીય વિકાસ સહયોગ પહેલ પણ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. બંને દેશો જાહેરાત કરશે કે 2026ને ભારત-ફ્રાન્સ ઈનોવેશન યર તરીકે ઉજવવામાં આવશે અને લોગો લોન્ચ કરવામાં આવશે. બુધવારે ઈમેન્યુઅલ મેક્રોન અને પીએમ મોદી માર્સેઈ શહેરની મુલાકાત લેશે અને ત્યાં ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કરશે. માર્સેલી એક વ્યૂહાત્મક ટેલિકોમ્યુનિકેશન કનેક્શન સેન્ટર પણ છે.

નલિયામાં ઠંડીમાં સામાન્ય વધારો નોંધાયો

અત્યારે સમગ્ર ગુજરાતમાં ઠંડીમાં વધઘટ થઈ રહી છે ત્યારે હવામાન વિભાગે આપેલા ઠંડીના આંકડા પ્રમાણે શનિવારે ગુજરાતમાં 10.4 ડિગ્રીથી લઈને 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. જેમાં 10.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે સુરતમાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 12.5 ડિગ્રી અને કેશોદમાં 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Live Updates

Today News Live : પીએમ મોદીનું પેરિસમાં ભારતીય પ્રવાસીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત

ફ્રાન્સના પેરિસમાં એક હોટલમાં પીએમ નરેન્દ્ર મોદીનું આગમન થતાં ભારતીય પ્રવાસીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદી 11 ફેબ્રુઆરીએ AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરશે.

Today News Live : ભારત અને ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદ આવી પહોંચી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આગામી 12 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મેચ રમાવવાની છે. ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ સોમવારે રાત્રે 7.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. બંને ટીમના આગમને પગેલા અમદાવાદ એરપોર્ટ પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Today News Live : મમતા કુલકર્ણીએ મહામંડલેશ્વર પદ છોડ્યું, વિવાદ પછી કહ્યું- સાધ્વી હતી અને રહીશ

બોલિવૂડ એક્ટ્રેસ મમતા કુલકર્ણીને હાલમાં જ કિન્નર અખાડાના મહામંડલેશ્વરનું પદ આપવામાં આવ્યું હતું, પરંતુ વિવાદ બાદ હવે તેમણે આ પદ છોડી દીધું છે અને કહે છે કે તેઓ સાધ્વી હતા અને રહેશે. મહામંડલેશ્વરના પદ છોડવાની સાથે જ તેમણે કહ્યું કે આજે કિન્નર અખાડા કે બંને અખાડામાં મારા વિશે વિવાદ છે, જેના કારણે હું રાજીનામું આપી રહી છું. હું 25 વર્ષથી સાધ્વી છું. મમતા કુલકર્ણીએ આ સમગ્ર વિવાદ અંગે જણાવ્યું હતું કે મહામંડલેશ્વરનું મને જે સન્માન આપ્યું હતું તે લોકો માટે વાંધાજનક બન્યું હતું. મને બોલિવૂડ છોડ્યાને 25 વર્ષ થયા છે. મેકઅપ અને બોલિવૂડને છોડી દેવું સહેલું નથી. મેં જોયું કે મારા મહામંડલેશ્વર બનવામાં ઘણા લોકોને સમસ્યા હતી.

રણવીર અલ્હાબાદિયાના વિવાદિત નિવેદન પર એનએચઆરસી એક્શનમાં, યુટ્યુબને વીડિયો દૂર કરવા માટે નોટિસ મોકલી

યુટ્યૂબર રણવીર અલ્હાબાદિયાના ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ શો પર અશ્લીલ કોમેન્ટ કરવાના વિવાદ વચ્ચે હવે રણવીર અલ્હાબાદિયાએ માફી માંગી લીધી છે, પરંતુ આ વિવાદ ખતમ થવાનું નામ લઇ રહ્યો નથી. હવે આ મામલે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને યૂટ્યૂબને નોટિસ મોકલીને કહ્યું છે કે આ વીડિયોને પ્લેટફોર્મ પરથી હટાવી દેવો જોઇએ. અધિકાર સંસ્થાએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે તેને યોગેન્દ્ર સિંહ ઠાકુર તરફથી ફરિયાદ મળી છે, જેમણે આરોપ લગાવ્યો છે કે કોમેડિયન સમય રૈના દ્વારા હોસ્ટ કરવામાં આવેલા યુટ્યુબ શોમાં ભારતીય સમાજ વિશે ખૂબ જ વાંધાજનક, અયોગ્ય અને અભદ્ર ટિપ્પણીઓ છે.

Today News Live : PM મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા અંગે ચર્ચા કરી રહ્યા છે

પીએમ મોદીની પરીક્ષા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે, જેમાં વિદ્યાર્થીઓ સાથે તેમનો સંપર્ક શરૂ થઈ ગયો છે અને તેઓ વિદ્યાર્થીઓ સાથે અલગ-અલગ વિષયો પર ચર્ચા કરી રહ્યા છે, જેમાં બરછટ અનાજથી લઈને નેતૃત્વ સુધીના વિષયો સામેલ છે. PPC પરીક્ષા સંબંધિત મુદ્દાઓ, ટિપ્સ અને તાણને ઉકેલવા માટે હાથ ધરવામાં આવે છે અને માતાપિતા અને શિક્ષકોને માર્ગદર્શન પણ આપે છે. આ ઇન્ટરેક્ટિવ સત્ર ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે છે.

Today News Live : તિરુપતિ મંદિરના લાડુમાં ચરબીના મામલામાં CBIએ 4 લોકોની ધરપકડ કરી

CBIની આગેવાની હેઠળની SITએ તિરુપતિ લાડુમાં કથિત ભેળસેળના કેસમાં 4 લોકોની ધરપકડ કરી છે. તેમના પર શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવતા તિરુપતિ લાડુમાં કથિત રીતે ભેળસેળ કરવાનો આરોપ છે. અધિકારીઓએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકોની ઓળખ ભોલે બાબા ડેરીના ભૂતપૂર્વ ડિરેક્ટર વિપિન જૈન અને પોમિલ જૈન, વૈષ્ણવી ડેરીના અપૂર્વ ચાવડા અને એઆર ડેરીના રાજુ રાજશેખરન તરીકે કરવામાં આવી છે. યુપીમાંથી પણ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સેન્સેક્સ 400 પોઇન્ટ તૂટ્યો, બેંક અને આઈટી શેરમાં નરમાઈ

શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના પહેલા જ દિવસે મોટા ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 77860 સામે આજે 77789 ખુલ્યો હતો. જો કે ટાટા સ્ટીલ,પાવરગ્રીડ, એનટીપીસી, ઝોમેટો અને બજાજ ફાઈનાન્સ જેવા બ્લુચીપ શેરમાં વેચવાલીથી સેન્સેક્સ 400 પોઇન્ટ તૂટી 77400 નીચે ઉતરી ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23559 સામે આજે 23543 ખુલ્યો હતો. નિફ્ટી 150 પોઇન્ટથી વધુ ઘટી 23400ના સપોર્ટ લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બેંક નિફ્ટી 200 અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 100 પોઇન્ટના ઘટાડે ટ્રેડ કરી રહ્યા છે.

Today News Live : દ્રૌપદી મુર્મુ આજે સંગમમાં ડૂબકી લગાવશે, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પછી મહાકુંભમાં જનારા બીજા રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભમાં સંગમમાં ડૂબકી મારવા જઈ રહ્યા છે. આ ઘટનાને ભારતીય ઈતિહાસમાં એક ઐતિહાસિક ઘટના તરીકે યાદ કરવામાં આવશે, કારણ કે તે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પછી મહાકુંભમાં સ્નાન કરનાર બીજા રાષ્ટ્રપતિ છે. રવિવારે જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ મુર્મુ પ્રયાગરાજમાં આઠ કલાકથી વધુ સમય વિતાવશે, આ દરમિયાન તેઓ ઘણા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની પણ મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ મુર્મુનો કાર્યક્રમ સવારે સાડા દસ વાગ્યાની આસપાસ શરૂ થશે. તે રાજ્યના વિમાન દ્વારા બમરૌલી એરપોર્ટ પહોંચશે, જ્યાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેનું સ્વાગત કરશે. આ પછી, તે હેલિકોપ્ટર દ્વારા અરેલ ખાતે ડીપીએસ હેલિપેડ જશે, જ્યાંથી તે કાર દ્વારા અરેલ ઘાટ પહોંચશે અને પછી ક્રુઝ દ્વારા સંગમ કિનારે જશે. અહીં તે પવિત્ર સંગમમાં ડૂબકી લગાવશે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની સાથે રહેશે.

Today News Live : નડિયાદમાં જવાહરનગરમાં દારુ પીધા બાદ અડધા કલાકમાં 3ના મોત

નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં ત્રણ વ્યક્તિઓના મોતની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. માત્ર અડધા કલાકના ગાળામાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકોમાં લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે.

Today News Live : શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નો આજે બીજો દિવસ

અંબાજીમાં ત્રણ દિવસીય ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025’નો ભવ્ય પ્રારંભ થયો છે. આજે સોમવારે પરિક્રમાનો બીજો દિવસ છે. પહેલા દિવસે 20 વર્ષથી યોજાતી પાલખી યાત્રાનું CM ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો હાથમાં ધજાઓ સાથે ઉમટ્યાં છે.

Today News Live : નલિયામાં ઠંડીમાં સામાન્ય વધારો નોંધાયો

અત્યારે સમગ્ર ગુજરાતમાં ઠંડીમાં વધઘટ થઈ રહી છે ત્યારે હવામાન વિભાગે આપેલા ઠંડીના આંકડા પ્રમાણે શનિવારે ગુજરાતમાં 10.4 ડિગ્રીથી લઈને 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. જેમાં 10.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે સુરતમાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 12.5 ડિગ્રી અને કેશોદમાં 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Today News Live : PM મોદી આજે ફ્રાંસના પ્રવાસે જશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરવા સોમવારે પેરિસ જવા રવાના થશે. સમિટ એક એવા ફાઉન્ડેશનની પણ જાહેરાત કરી શકે છે જે ગ્લોબલ સાઉથની જરૂરિયાતોને પહોંચી વળવા જાહેર હિતમાં AI પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારત અને ફ્રાન્સ નાગરિક પરમાણુ સહયોગને વેગ આપતા નાના મોડ્યુલર રિએક્ટર અંગે જાહેરાત કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ