/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/PM-Narendra-Modi-1-1.jpg)
પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે (તસવીર - બીજેપી ગુજરાત ટ્વિટર)
India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 10 March 2024 : આજે 10 માર્ચ 2024, રવિવાર છે. આજના દિવસની મહત્વની ઘટનાઓ વિશે વાત કરીએ તો દેશમાં લોકસભા ચૂંટણીને લઇ વિવિધ રાજકીય પક્ષો તૈયારીઓ કરી રહ્યા છે. જોકે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થાય તેની પહેલા જ ચૂંટણી પંચના ચૂંટણી કમિશનર પદેથી અરુણ ગોયલે રાજીનામું આપતા કૌતુહલ સર્જાયું છે. મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળની બધી જ 42 સીટો પરથી ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ ત્યાં ઇન્ડિયા ગઠબંધન થઇ શક્યું નથી. અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર.
- Mar 10, 2024 23:54 IST
ઉદ્ધવ ઠાકરે જૂથને ફટકો, ધારાસભ્ય રવિન્દ્ર વાયકર એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે. ઠાકરે પરિવારના નજીકના સહયોગી અને જોગેશ્વરી વિધાનસભાના ધારાસભ્ય રવિન્દ્ર વાયકર રવિવારે એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાયા હતા. 65 વર્ષીય વાયકર દિવંગત સેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેના દિવસોથી સેના સાથે જોડાયેલા છે.
- Mar 10, 2024 22:15 IST
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાસે બહુમતી નથી - જયરામ ઠાકુર
હિમાચલ પ્રદેશ ભાજપના નેતા જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં એવી સ્થિતિ ઉભી થઈ છે કે કોંગ્રેસ પાસે બહુમતી નથી અને તેમનું વર્તન લોકશાહી પ્રણાલી અનુસાર તેમનો વ્યવહાર નથી. જે ધારાસભ્યોએ રાજ્યસભા માટે ભાજપના ઉમેદવારને સમર્થન આપ્યું છે, હવે તેમની સામે કેસ નોંધીને તેમને હેરાન કરવાના પગલાં લેવામાં આવી રહ્યા છે.
#WATCH मंडी: हिमाचल प्रदेश के LoP और भाजपा नेता जयराम ठाकुर ने कहा, "...हिमाचल प्रदेश में ऐसी परिस्थिति बन चुकी है कि कांग्रेस के पास बहुमत नहीं है और लोकतांत्रिक व्यवस्था के अनुरूप उनका व्यवहार नहीं है... जिन विधायकों ने राज्यसभा के लिए भाजपा के उम्मीदवार को समर्थन दिया है, उनके… pic.twitter.com/3xzsgNqQyZ
— ANI_HindiNews (@AHindinews) March 10, 2024
- Mar 10, 2024 19:40 IST
પીએમ નરેન્દ્ર મોદી 12 માર્ચે ગુજરાત પ્રવાસે આવશે, ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટના પ્રોજેક્ટનો આરંભ કરાવશે
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12મી માર્ચ એટલે કે દાંડી દિવસના દિવસે ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રથમ ભાગનો આરંભ કરાવશે. આ દરમિયાન પીએમ મોદી જનસભા પણ સંબોધશે. આ સિવાય પીએમ મોદી રેલવેની વિભિન્ન 85 હજાર કરોડની પરિયોજનાઓના શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. અમદાવાદ - મુંબઈ વચ્ચે વધુ એક વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપશે
प्रधानमंत्री मोदी 12 मार्च को गुजरात और राजस्थान का दौरा करेंगे। वे 85,000 करोड़ रुपये से अधिक की विभिन्न विकासात्मक परियोजनाओं को राष्ट्र को समर्पित करेंगे और आधारशिला रखेंगे। पीएम मोदी साबरमती आश्रम भी जाएंगे जहां वे कोचरब आश्रम का उद्घाटन करेंगे और गांधी आश्रम स्मारक के मास्टर… pic.twitter.com/aciyaCn3Uu
— ANI_HindiNews (@AHindinews) March 10, 2024
- Mar 10, 2024 19:05 IST
સીટોની સંખ્યાને લઇને તમામ બાબતો અમે જલ્દી શેર કરીશું - ચિરાગ પાસવાન
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાને કહ્યું કે અમે બિહાર ફર્સ્ટ-બિહારી ફર્સ્ટ સાથે આગળ વધી રહ્યા છીએ. આ માત્ર સમયની વાત છે. ગઠબંધનને લઈને, સીટોની સંખ્યાને લઇને તમામ બાબતો અમે જલ્દી શેર કરીશું.
#WATCH पटना: लोक जनशक्ति पार्टी (रामविलास) के अध्यक्ष चिराग पासवान ने कहा, "...बिहार फर्स्ट-बिहारी फर्स्ट को लेकर हम आगे बढ़ रहे हैं...सिर्फ समय की बात है। गठबंधन को लेकर, सीटों की संख्या को लेकर तमाम बातें हम जल्द साझा करेंगे..." pic.twitter.com/vkpxsMKnDa
— ANI_HindiNews (@AHindinews) March 10, 2024
- Mar 10, 2024 18:05 IST
હરિયાણા અને દિલ્હી બંને માટે કોંગ્રેસ ઉમેદવારોની યાદી આગામી બે-ત્રણ દિવસમાં ફાઇનલ થશે
કોંગ્રેસના નેતા દીપક બાબરિયાએ કહ્યું - હરિયાણા અને દિલ્હી બંને માટે ઉમેદવારોની યાદી આગામી બે-ત્રણ દિવસમાં ફાઇનલ થવાની અપેક્ષા છે.
#WATCH दिल्ली: कांग्रेस नेता दीपक बाबरिया ने कहा, "अगले दो-तीन दिनों में हरियाणा और दिल्ली, दोनों के लिए उम्मीदवारों की सूची फाइनल हो जाने की उम्मीद है..." pic.twitter.com/wj5IXcNxPH
— ANI_HindiNews (@AHindinews) March 10, 2024
- Mar 10, 2024 17:23 IST
શિવરાજ સિંહ ચૌહાણે તિરુમાલા શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન કર્યા
આંધ્ર પ્રદેશ: મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તિરુમાલા શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન કર્યા.
#WATCH तिरूपति, आंध्र प्रदेश: मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री शिवराज सिंह चौहान ने तिरुमाला श्री वेंकटेश्वर स्वामी के दर्शन किए। pic.twitter.com/e78XedqwdC
— ANI_HindiNews (@AHindinews) March 10, 2024
- Mar 10, 2024 16:45 IST
કોંગ્રેસને ઝટકો આપ્યા બાદ મમતા બેનર્જીની જાહેરાત, કહ્યું - યુપીમાં અખિલેશ સાથે વાતચીત ચાલી રહી છે
લોકસભા ચૂંટણી 2024: મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં તેમના તમામ 42 ઉમેદવારોની જાહેરાત કરીને ઇન્ડિયા એલાયન્સને આંચકો આપ્યો છે. મમતાએ કહ્યું કે બંગાળ બાદ પાર્ટી યુપીમાં પણ ચૂંટણીની તૈયારી કરી રહી છે. ટીએમસી ઉત્તર પ્રદેશની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે સપાના અખિલેશ યાદવ સાથે વાતચીત કરી રહી છે.
- Mar 10, 2024 14:35 IST
તૃણમુલ કોંગ્રેસ દ્વારા 42 ઉમેદવારોની યાદી જાહેર, ક્રિકેટર યુસુફ પઠાણ પણ ચૂંટણી લડશે
તૃણમુલ કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે 42 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળની તમામ 42 લોકસભા બેઠક માટે ઉમેદવાર ઉભા રાખ્યા છે. જેમાં અભિષેક ડાયમંડ હાર્બરથી ચૂંટણી લડશે અને ક્રિકેટર યુસુફ પઠાણ બેરહામપોરથી ચૂંટણી લડશે.
#WATCH तृणमूल कांग्रेस राष्ट्रीय महासचिव व सांसद अभिषेक बनर्जी ने 42 लोकसभा सीटों के लिए तृणमूल कांग्रेस के उम्मीदवारों की लिस्ट जारी की।
बहरमपुर से TMC के उम्मीदवार पूर्व भारतीय क्रिकेटर यूसुफ पठान होंगे। pic.twitter.com/9VUHCjUZKy— ANI_HindiNews (@AHindinews) March 10, 2024
- Mar 10, 2024 14:29 IST
જમ્મુ - કાશ્મીરમાં સેનાને 7 આઈઈડી અને એક વાયરલેસ સેટ મળ્યો
જમ્મુ અને કાશ્મીર: જમ્મુ ક્ષેત્રના પૂંચ જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં દારા સાંગલામાં સંયુક્ત સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન 7 આઈઈડી અને એક વાયરલેસ સેટ મળી આવ્યો હતો.
जम्मू एवं कश्मीर: जम्मू क्षेत्र के पुंछ जिले के सुरनकोट इलाके में दारा सांगला में संयुक्त सुरक्षा बलों द्वारा तलाशी अभियान के दौरान 7 IED और एक वायरलेस सेट बरामद किया गया। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/G7c90Sfb9l
— ANI_HindiNews (@AHindinews) March 10, 2024
- Mar 10, 2024 12:56 IST
ઉત્તર પ્રદેશઃ પીએમ મોદી એરપોર્ટ સહિત વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં એરપોર્ટ સહિત વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી સમયના અભાવે હું એક જ સ્થળેથી ઘણા પ્રોજેક્ટનું ઉદઘાટન કરી રહ્યું છે. જ્યારે લોકો દેશમાં એક સાથે આટલા એરપોર્ટ, રેલવે સ્ટેશન, આઈઆઈએમ, એઇમ્સ જોઇ આશ્ચર્ય ચકિત થઇ જાય છે, લોકો કહે છે ચૂંટણીની સીઝન છે, ચૂંટણીની સીઝનમાં અગાઉ શું થતુ હતુ? પહેલાની સરકારોમાં બેઠેલા લોકો જનતાની આંખમાં ધૂળ નાખવા માટે મોટી ઘોષણાઓ કરતા હતા, ક્યારેક ક્યારેક તેમનામાં એટલી હિંમત રહેતી હતી કે તેઓ ગૃહમાં પણ રેલવેની ઘોષણા કરી દેતા હતા.
#WATCH आज़मगढ़, उत्तर प्रदेश: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "पिछले कई दिनों से मेरे समय की मर्यादा के कारण मैं एक ही स्थान से देश के अनेकों प्रोजेक्ट्स का लोकार्पण कर रहा हूं। जब लोग सुनते हैं कि देश में एक साथ इतने हवाई अड्डे, रेलवे स्टेशन, IIM, AIIMS लोग अचरज हो जाते… pic.twitter.com/s1ivx2wJGs
— ANI_HindiNews (@AHindinews) March 10, 2024
- Mar 10, 2024 12:50 IST
બ્રિજેન્દ્ર સિંહનું ભાજપમાંથી રાજીનામું, હવે ખડગેના ઘરે પહોંચ્યા
ભાજપના સાંસદ બ્રિજેન્દ્ર સિંહે રાજીનામું આપ્યું છે. તેઓ હિસાર થી ભાજપના સાંસદ હતા. ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ બ્રિજેશ સિંહ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના ઘરે પહોંચ્યા
#WATCH भाजपा की प्राथमिक सदस्यता से इस्तीफा देने के तुरंत बाद बृजेंद्र सिंह कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे के आवास पहुंचे। pic.twitter.com/qM8aafQ3jS
— ANI_HindiNews (@AHindinews) March 10, 2024
- Mar 10, 2024 11:30 IST
પશ્ચિમ બંગાળ : શેખ શાહજહાંને કોર્ટમાં રજૂ કરાયો
પશ્ચિમ બંગાળના ચર્ચીત કેસના આરોપી શેખ શાહજહાને બશીરહાટ સબ ડિવિઝનલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
#WATCH पश्चिम बंगाल: शेख शाहजहां को बशीरहाट सब-डिविजनल कोर्ट के समक्ष पेश किया गया। pic.twitter.com/nPXuh3wzDo
— ANI_HindiNews (@AHindinews) March 10, 2024
- Mar 10, 2024 10:55 IST
લાલુ યાદવના નજીકના સુભાષ યાદવની ઈડી દ્વારા ધરપકડ
લાલુ યાદવના નજકના સુભાષ યાદવની ભ્રષ્ટાચારના આરોપમાં ઈડીએ ધરપકડ કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ સુભાષ યાદવના 6 સ્થળે 14 કલાક સુધી તપાસ કરી હતી. આ દરમિયાન ઈડીને 2 કરોડ રૂપિયા રોકડ અને જમીન મકાનમાં રોકાણ સંબંધિત દસ્તાવેજ મળ્યા છે.
- Mar 10, 2024 10:10 IST
મોમ્સ ઓફ વડોદરા : મહિલાઓ સાડી પહેરી દોડી
ગુજરાતમાં મોમ્સ ઓફ વડોદરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓએ સાડી પહેરીને દોડ લગાવી હતી.
#WATCH वडोदरा (गुजरात): 'मॉम्स ऑफ वडोदरा' द्वारा महिलाओं के लिए साड़ी रन का आयोजन किया गया। https://t.co/poctHTcbJypic.twitter.com/kxTZgnXvHk
— ANI_HindiNews (@AHindinews) March 10, 2024
- Mar 10, 2024 09:38 IST
ભારત જોડો યાત્રા : રાહુલ ગાંઘી આજે ગુજરાતના માંડવીમાં
ભારત જોડો યાત્રા અંતર્ગત રાહુલ ગાંધી હાલ ગુજરાતના માંડવીમાં રેલી કરી રહ્યા છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તા અને સમર્થકો સામેલ થયા છે.
#WATCH कांग्रेस सांसद राहुल गांधी ने गुजरात के मांडवी से अपनी भारत जोड़ो न्याय यात्रा फिर से शुरू की। pic.twitter.com/h1GjuyBGlU
— ANI_HindiNews (@AHindinews) March 10, 2024
- Mar 10, 2024 09:36 IST
રાજસ્થાનમાં પેટ્રોલ પંપની હડતાળ, પ્રજા પરેશાન
રાજસ્થાનમાં પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા બે દિવસની હડતાળની ઘોષણા કરવામાં આવી છે. પેટ્રોલ પંપ માલિકોએ પેટ્રોલ અને ડીઝલ પર લાદવામાં આવેલા વેલ્યૂ એડેડ ટેક્સ એટલે વેટ ઘટાડવાની માંગ કરીને હડતાળની ઘોષણા કરી છે. હડતાળ આજે સવારે 6 વાગે શરૂ થઇ અે તે 12 માર્ચ, સવાર 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. પેટ્રોલ પંપની હડતાળની પ્રજાને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
#WATCH पेट्रोल और डीजल पर लगाए गए मूल्य वर्धित कर(वैट) में कटौती की मांग को लेकर राजस्थान पेट्रोलियम डीलर्स एसोसिएशन की दो दिवसीय हड़ताल चल रही है। इस कारण से जयपुर के पेट्रोल पंप बंद पड़े हैं।
हड़ताल आज सुबह 6 बजे से शुरू हुई और यह 12 मार्च सुबह 6 बजे तक जारी रहेगी। pic.twitter.com/QH20FyF3OY— ANI_HindiNews (@AHindinews) March 10, 2024
- Mar 10, 2024 09:32 IST
દિલ્હીમાં 40 ફુટ ઉંડા બોરવેલમાં બાળક પડ્યું, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
દિલ્હીના કેશોપુર મંડીમાં દિલ્હી જળ બોર્ડ પ્લાન્ટના 40 ફુ ઉંડા બોરવેલમાં એક બાળક પડી ગયું છે. બાળકને બોરવેલમાંથી સુરક્ષિત બહાર કાઢવા ફાયર બ્રિગેડ, એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
#WATCH केशोपुर मंडी के पास दिल्ली जल बोर्ड प्लांट के अंदर 40 फुट गहरे बोरवेल में एक बच्चा गिर गया। दिल्ली फायर सर्विस, NDRF और दिल्ली पुलिस मौके पर। बचाव अभियान जारी है: दिल्ली अग्निशमन सेवा pic.twitter.com/GZ9FanoCo4
— ANI_HindiNews (@AHindinews) March 10, 2024


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us