/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/delhi-CM-arvind-kejriwal.jpg)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ - photo - AAP
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 10 September 2024, આજના તાજા સમાચાર: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 9 ઉમેદવારોના નામ છે. પાર્ટીએ અત્યાર સુધીમાં 29 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીની યાદીથી સ્પષ્ટ થઈ ગયું છે કે હવે તે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા જઈ રહી નથી. હરિયાણા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ સુશીલ ગુપ્તાએ કહ્યું કે અમે તમામ 90 બેઠકો પર ઉમેદવારો ઉભા કરીશું.
આમ આદમી પાર્ટીએ પોતાની બીજી યાદીમાં રીટા બામણિયાને સધૌરાથી ઉમેદવાર બનાવ્યા છે. તો થાનેસરથી ક્રિષ્ના બજાજ, ઈન્દ્રીથી હવા સિંહ, રતિયાથી મુખત્યાર સિંહ બાઝીગર, આદમપુરથી એડવોકેટ ભૂપેન્દ્ર બેનીવાલ, બરવાળાથી પ્રોફેસર છત્રપાલ સિંહ, બાવલથી જવાહર લાલ, ફરીદાબાદથી પ્રવેશ મહેતા અને તિગાંવથી આબાશ ચંદેલાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં નારાયણગઢથી પવન સૈની, પિહોવાથી જય ભગવાન શર્મા (ડીડી શર્મા), પુંડરીથી સતપા જામ્બા, અંસધથી યોગેન્દ્ર રાણા, ગનૌરથી દેવેન્દ્ર કૌશિક, રાઇથી ક્રૃષ્ના ગહલાવત, બરોદાથી પ્રદીપ સાંગવાન, જુલાનાથી યોગેશ બૈરાગી, નરવાનાથી કૃષ્ણ કુમાર બેદી, ડબવાલીથી બલદેવ સિંહ માંગીયાના, એલાનાબાદથી અમીર ચંદ મહેતા, રોહતકથી મનીષ ગ્રોવર, નાનૌલથી ઓમ પ્રકાશ યાદવ, બાવલથી કૃષ્ણ કુમાર, પટૌડીથી બિમલા ચૌધરી, નૂહથી સંજય સિંહ, ફિરોઝપુર ઝિરકાથી નસીમ અહેમદ, પુન્હાનાથી એજાઝ ખાન, હથિનથી મનોજ રાવત, હોડલથી હરિંદર સિંહ રામતરન અને બડખલથી ધનેશ અદલખાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
RSSના વડા મોહન ભાગવતે કહ્યું કે કેટલાક તત્વો જે નથી ઈચ્છતા કે ભારતનો વિકાસ થાય
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે કહ્યું કે કેટલાક તત્વો જે નથી ઈચ્છતા કે ભારતનો વિકાસ થાય તે તેના વિકાસના માર્ગમાં અવરોધો ઉભા કરી રહ્યા છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે ડરવાની કોઈ જરૂર નથી કારણ કે છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં પણ આવી જ સ્થિતિ હતી પરંતુ ધર્મની શક્તિનો ઉપયોગ કરીને તેનો સામનો કરવામાં આવ્યો હતો.
ભાગવતે સોમવારે ડૉ. મિલિંદ પરાડકરના પુસ્તક 'તંજાવર્ચે મરાઠે'ના વિમોચન પ્રસંગે આ વાત કહી. તેમણે કહ્યું કે ધર્મનો અર્થ માત્ર પૂજા નથી પરંતુ તે એક વ્યાપક ખ્યાલ છે જેમાં સત્ય, કરુણા, તપસ્યા (સમર્પણ)નો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે 'હિન્દુ' શબ્દ એક વિશેષણ છે જે વિવિધતાઓની સ્વીકૃતિનું પ્રતીક છે. તેમણે કહ્યું કે ભારત એક હેતુ માટે અને 'વસુધૈવ કુટુંબકમ' ના વિચારને આગળ વધારવા માટે અસ્તિત્વમાં આવ્યું છે.
- Sep 10, 2024 23:05 IST
કોલકાતા રેપ કેસ : ડૉક્ટરોએ મમતા બેનર્જીનું વાતચીતનું આમંત્રણ ના સ્વીકાર્યું
કોલકાતાના ડોક્ટર રેપ કેસમાં ડોક્ટરોનો વિરોધ હજુ પણ ચાલુ છે. આ દરમિયાન સીએમ મમતા બેનર્જીએ તેમને વાતચીત માટે આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે તેઓ પાંચ માંગણીઓની પૂર્તિ સાથે જોડાયેલા આશ્વાસન બાદ જ કોઈ પણ વાતચીતનો હિસ્સો બનશે. બંગાળ સરકારના એક અધિકારીએ માહિતી આપી હતી કે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જુનિયર ડોકટરોને રાજ્ય સચિવાલયમાં બેઠક માટે આમંત્રણ આપ્યું હતું. માહિતી મુજબ આંદોલનકારી જુનિયર ડોક્ટરોએ હાલ કોઇ બેઠકનો ઇન્કાર કરી દીધો છે. જુનિયર ડોક્ટરોએ જણાવ્યું હતું કે અમને આરોગ્ય સચિવ તરફથી બેઠકને આમંત્રણ આપતો મેઇલ મળ્યો છે, જેના રાજીનામાની અમે માંગ કરી રહ્યા છીએ, તે અપમાનજનક છે. રાજ્ય સરકારના અધિકારીઓ સાથેની બેઠકો માટે પ્રતિનિધિઓની સંખ્યા 10 સુધી મર્યાદિત રાખવી એ પણ અમારું અપમાન છે.
- Sep 10, 2024 20:57 IST
પીએમ મોદી 11 સપ્ટેમ્બરે સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આવતીકાલે, 11 સપ્ટેમ્બર સવારે 10:30 વાગ્યે, હું સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરીશ. ભારત સેમિકન્ડક્ટર્સ માટે વિશ્વમાં હબ બનવાની દિશામાં કામ કરી રહ્યું છે. સેમિકોન ઇન્ડિયા આ ક્ષેત્રમાં મુખ્ય હિતધારકોને એકસાથે લાવશે.
प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "कल 11 सितंबर को सुबह करीब 10:30 बजे मैं SEMICON इंडिया 2024 का उद्घाटन करूंगा। भारत सेमीकंडक्टर के लिए दुनिया में एक केंद्र बनने की दिशा में काम कर रहा है, सेमीकॉन इंडिया इस क्षेत्र के प्रमुख हितधारकों को एक साथ लाता है। इस वर्ष का विषय… pic.twitter.com/VPrQseyVpH
— ANI_HindiNews (@AHindinews) September 10, 2024
- Sep 10, 2024 18:16 IST
જેલમાં બંધ સાંસદ એન્જિનિયર રાશિદ શેખને 2 ઓક્ટોબર સુધી વચગાળાના જામીન
ટેરર ફંડિંગના કેસમાં હાલ જેલમાં બંધ એન્જિનિયર રાશિદ શેખને 2 ઓક્ટોબર સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણી-2024માં જેલમાં રહેતા રાશિદ શેખે ચૂંટણીમાં ઉમર અબ્દુલ્લાને હરાવ્યા હતા. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ટેરર ફંડિંગ કેસમાં બારામુલ્લા લોકસભાના સાંસદ એન્જિનિયર રાશિદને 2 ઓક્ટોબર સુધી વચગાળાના જામીન આપી દીધા છે. 18 સપ્ટેમ્બરના રોજ કાશ્મીરમાં પ્રથમ તબક્કાના મતદાનના થોડા દિવસો પહેલા જ જામીન મળ્યા છે. રાશિદનો ભાઈ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યો છે.
- Sep 10, 2024 17:03 IST
મણિપુરમાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સ્થગિત
મણિપુર સરકારે આજે બપોરે 3 વાગ્યાથી 15 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 વાગ્યા સુધી પાંચ દિવસ માટે રાજ્યમાં ઈન્ટરનેટ અને મોબાઈલ ડેટાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધા છે.
https://twitter.com/AHindinews/status/1833467716155699221
- Sep 10, 2024 15:21 IST
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં નારાયણગઢથી પવન સૈની, પિહોવાથી જય ભગવાન શર્મા (ડીડી શર્મા), પુંડરીથી સતપા જામ્બા, અંસધથી યોગેન્દ્ર રાણા, ગનૌરથી દેવેન્દ્ર કૌશિક, રાઇથી ક્રૃષ્ના ગહલાવત, બરોદાથી પ્રદીપ સાંગવાન, જુલાનાથી યોગેશ બૈરાગી, નરવાનાથી કૃષ્ણ કુમાર બેદી, ડબવાલીથી બલદેવ સિંહ માંગીયાના, એલાનાબાદથી અમીર ચંદ મહેતા, રોહતકથી મનીષ ગ્રોવર, નાનૌલથી ઓમ પ્રકાશ યાદવ, બાવલથી કૃષ્ણ કુમાર, પટૌડીથી બિમલા ચૌધરી, નૂહથી સંજય સિંહ, ફિરોઝપુર ઝિરકાથી નસીમ અહેમદ, પુન્હાનાથી એજાઝ ખાન, હથિનથી મનોજ રાવત, હોડલથી હરિંદર સિંહ રામતરન અને બડખલથી ધનેશ અદલખાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
Haryana elections | BJP releases its second list of 21 candidates.
Pradeep Sangwan to contest from Baroda. pic.twitter.com/hisVZkD7Ix— ANI (@ANI) September 10, 2024
- Sep 10, 2024 14:16 IST
Today Live News : રાજ્યમાં બપોર સુધીમાં 65 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે આજે 10 સપ્ટેમ્બર 2024, મંગળવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 65 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરતના ઉમરપાડમાં સવારના ચાર કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
- Sep 10, 2024 12:24 IST
Today Live News : હરિયાણા ચૂંટણી માટે AAPએ 9 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 9 ઉમેદવારોના નામ છે. પાર્ટીએ અત્યાર સુધીમાં 29 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીની યાદીથી સ્પષ્ટ થઈ ગયું છે કે હવે તે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા જઈ રહી નથી. હરિયાણા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ સુશીલ ગુપ્તાએ કહ્યું કે અમે તમામ 90 બેઠકો પર ઉમેદવારો ઉભા કરીશું.
- Sep 10, 2024 10:31 IST
Today Live News : સુરતના ઉમરપાડામાં વરસાદે ભુક્કા બોલાવ્યા
આજે મંગળવારે વરસાદે ફરી જોર પકડ્યું હતું. ભારે આગાહી વચ્ચે વરસાદે સુરતના ઉમરપાડામાં ભુક્કા બોલાવ્યા હતા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે સુરતના ઉમરપાડમાં સવારના ચાર કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજ્યના 57 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
- Sep 10, 2024 10:20 IST
Today Live News : 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવાર 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલકામાં ગુજરાતના 80 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ગણદેવીમાં સવા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ નર્મદાના સાગબારામાં પણ સવા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
- Sep 10, 2024 09:52 IST
Today News Live : મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/tuesday-horoscope-1.jpg)
આજે 10 સપ્ટેમ્બર 2024, મંગળવાર તમામ રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.
- Sep 10, 2024 09:46 IST
Today Live News : શેરબજાર સેન્સેક્સ 200 પોઇન્ટ વધીને ખુલ્યું
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સુધારા સાથે ખુલ્યા છે. પ્રી ઓપનિંગ સેશનમાં મજબૂત સંકેત બાદ શેરબજારમાં પોઝિટિવ ટ્રેન્ડ્સ સાથે ટ્રેડિંગ સેશનની શરૂઆત થઇ છે. સેન્સેક્સ 81559 પાછલા બંધ સામે મંગળવારે 200 પોઇન્ટથી વધુ ઉંચા ગેપમાં 81768 ખુલ્યા છે. તો એનએસઇ નિફ્ટી 24936 પાછલા બંધ સામે આજે 24990 લેવલ પર ખુલ્યો છે.
- Sep 10, 2024 09:45 IST
Today Live News : RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે કહ્યું કે કેટલાક તત્વો જે નથી ઈચ્છતા કે ભારતનો વિકાસ થાય તે તેના વિકાસના માર્ગમાં અવરોધો ઉભા કરી રહ્યા છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે ડરવાની કોઈ જરૂર નથી કારણ કે છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં પણ આવી જ સ્થિતિ હતી પરંતુ ધર્મની શક્તિનો ઉપયોગ કરીને તેનો સામનો કરવામાં આવ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us