Gujarati News 11 April 2024 Highlights : 'લોહી વહેવડાવવા તૈયાર પણ…', ઈદ પર મમતાએ કહ્યું - NRC-CAA અને UCC લાગુ નહીં થવા દઈએ

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 11 April 2024 : દેશમાં રમઝાન ઈદની ઉજવણીથી લઈને ચૈત્રી નવરાત્રીમાં આરાધના, આઈપીએલથી લઈને રાજકારણ સુધી અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર.

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 11 April 2024 : દેશમાં રમઝાન ઈદની ઉજવણીથી લઈને ચૈત્રી નવરાત્રીમાં આરાધના, આઈપીએલથી લઈને રાજકારણ સુધી અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Mamta Banerjee said on Eid NRC-CAA and UCC

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 11 April 2024 LIVE, આજના તાજા સમાચાર: આજે 11 એપ્રિલ 2024, ગુરુવારના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો આજે ઇસ્લામ ધર્મનો પવિત્ર દિવસ રમઝાન ઈદ છે. આખા દેશમાં આજે ઈદ ઉલ ફિત્ર ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ ઈદ અવસર પર હુંકાર કર્યો છે કે, લોહી વહેવડાવવા તૈયાર છુ પરંતુ અમે NRC-CAA અને UCC લાગુ નહીં થવા દઈએ.

Advertisment

હરિયાણા સ્કૂલ બસ અકસ્માત, છ બાળકોના મોત

તો બીજી તરફ હરિયાણાના મહેન્દ્રગઢથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે, જેમાં ઉન્હાની ગામ પાસે જીએલ પબ્લિક સ્કૂલની બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 6 બાળકોના મોત થયા છે, અને અનેક ઘાયલ થયા છે. આ બાજુ દિલ્હીના કથિત શરાબ કૌભાંડમાં તિહાડ જેલમાં બંધ સીએમ અરવિંદ કેજરીવાલની મુસીબતોનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

લોકસભા ચૂંટણી પહેલા BSPને મોટો ફટકો

બહુજન સમાજ પાર્ટીના બિજનૌરથી સાંસદ મલૂક નગરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તમને જણાવી દઈએ કે આ વખતે બીએસપીએ બિજનૌરથી ચૌધરી બ્રિજેન્દ્ર સિંહને ટિકિટ આપી છે.

કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમાર વિરુદ્ધ કાર્યવાહી

એક તરફ તેમને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. બીજી તરફ વિજિલન્સ વિભાગે અરવિંદ કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે અને તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે સોમવારે ED દ્વારા તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર.

Advertisment
  • Apr 11, 2024 21:16 IST

    મધ્યપ્રદેશના દેવાસમાં ઝુપડપટ્ટીમાં આગ લાગી

    મધ્યપ્રદેશના દેવાસ શહેરમાં એક ઝુપડપટ્ટીમાં આગ લાગી છે. આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.

    — ANI_HindiNews (@AHindinews) April 11, 2024



  • Apr 11, 2024 14:42 IST

    'લોહી વહેવડાવવા તૈયાર પણ...', ઈદ પર મમતાએ કહ્યું - NRC-CAA અને UCC લાગુ નહીં થવા દઈએ

    પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતામાં ઈદની નમાઝ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને લોકોને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે, 'આ ખુશીની ઈદ છે. આ શક્તિ આપવાની ઈદ છે. એક મહિના સુધી ઉપવાસ કરીને આ ઈદની ઉજવણી કરવી એ મોટી વાત છે. અમે દેશ માટે લોહી વહેવડાવવા તૈયાર છીએ પરંતુ, દેશ માટે અત્યાચાર સહન નહીં કરીએ. તેમણે વધુમાં કહ્યું કે, UCC અમને સ્વીકાર્ય નથી. હું બધા ધર્મો સાથે સુમેળ ઈચ્છું છું અને તમારા બધા માટે રક્ષણ ઈચ્છું છું.



  • Apr 11, 2024 11:48 IST

    હરિયાણા: મહેન્દ્રગઢમાં સ્કૂલ બસ પલટી, 6 બાળકોના મોત, અનેક ઘાયલ

    હરિયાણાના મહેન્દ્રગઢના ઉન્હાની ગામ પાસે જીએલ પબ્લિક સ્કૂલની બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 6 બાળકોના મોત થયા હતા. બસમાં 40 જેટલા બાળકો હતા. ઘણા બાળકો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. સરકારી રજાઓમાં પણ શાળાઓ ખોલવાને લઈને શાળા પ્રશાસન પર સવાલો ઉઠી રહ્યા

    — ANI (@ANI) April 11, 2024



  • Apr 11, 2024 10:22 IST

    લોકસભા ચૂંટણી વચ્ચે સાંસદ મલૂક નાગરે રાજીનામું આપ્યું

    બહુજન સમાજ પાર્ટીના બિજનૌરથી સાંસદ મલૂક નગરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તમને જણાવી દઈએ કે આ વખતે બીએસપીએ બિજનૌરથી ચૌધરી બ્રિજેન્દ્ર સિંહને ટિકિટ આપી છે.



  • Apr 11, 2024 09:34 IST

    આજે મુંબઈ અને બેંગ્લોર વચ્ચે આઈપીએલની 25મી મેચ

    આજે આઈપીએલ 2024ની 25મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.



  • Apr 11, 2024 09:03 IST

    નવરાત્રીનો ત્રીજો દિવસ તમારા માટે કેવો રહેશે?

    નવરાત્રીનો ત્રીજો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું દૈનિક રાશિફળ.



  • Apr 11, 2024 09:02 IST

    કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમાર વિરુદ્ધ કાર્યવાહી

    એક તરફ તેમને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. બીજી તરફ વિજિલન્સ વિભાગે અરવિંદ કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે અને તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે સોમવારે ED દ્વારા તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ