Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 11 August 2024 Highlights, આજના તાજા સમાચાર: અદાણી ગ્રૂપ બાદ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા સેબી વડા માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. માધવી પુરી બુચ અને ધવલ બુચ દ્વારા ઓફશોર ફંડમાં જંગી રોકાણ કરવાનો આરોપ કર્યો છે. બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ હિંસક ઘટનાઓ ચાલુ છે. ગુજરાતમાં ચોમાસાના વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ઉત્તર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મ્યાનરમા રોહિંગ્યા મુસ્લિમો પર ડ્રોન એટેક કરવામાં આવ્યો છે, જેમા લગભગ 200 લોકોના મોત થયા હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે.
હિંડનબર્ગ રિસર્ચ નો સેબી વડા માધવી પુરી બુચ પર ગંભીર આક્ષેપ
અમેરિકાની શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા નવા રિપોર્ટમાં સેબી ચીફ માધવી પુરી બુચ અને તેમના પતિ પર ગંભીર આક્ષેપ કર્યા છે. શનિવારે જાહેર કરેલા હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં આરોપ મૂકાયો છે કે, સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ અદાણી મની સાઇફનિંગ ફ્રોડમાં સામેલ વિદેશી કંપનીઓમાં હિસ્સો ધરાવે છે. હિંડનબર્ગ રિસર્ચે જણાવ્યું હતું કે, માધવી પુરી બુચ અને તેમના પતિ પાસે અદાણી મની સાઇફનિંગ ફ્રોડમાં વપરાયેલી અબસુર ઓફશોર એન્ટિટીની હિસ્સેદારી છે.
મ્યાનમાર થી બાંગ્લાદેશ જઇ રહેલા રોહિંગ્યા મુસ્લિમ પર ડ્રોન એટેક
બાંગ્લાદેશમાં હિંસક ઘટના વચ્ચે વધુ એક નવુ મુશ્કેલી ઉભી થઇ છે. મોટી સંખ્યામાં રોહિંગ્યા મુસ્લિમ લોકો મ્યાનમાર માંથી બાંગ્લાદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ દરમિયાન મ્યાનમાર માંથી બાંગ્લાદેશ જઇ રહેલા રોહિંગ્યા મુસ્લિમ લોકોના એક સમૂહ પર સરહદ પાર કરતી વખતે ડ્રોન એટેક કરવામાં આવ્યો છે, જેમા લગભગ 200 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે.





