Gujarati News 11 December 2024 : પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું - મારા માટે યુવાનોનું વિઝન એ સરકારનું મિશન છે

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 11 December 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન-2024ને સંબોધિત કરતી વખતે કહ્યું કે મારા માટે, યુવાનોનું વિઝન એ સરકારનું મિશન છે અને તેથી મારા તમામ યુવાનો જે જોઈએ છે, સરકારના રુપમાં અમે તે દિશામાં કામ કરી રહ્યા છીએ

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 11 December 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન-2024ને સંબોધિત કરતી વખતે કહ્યું કે મારા માટે, યુવાનોનું વિઝન એ સરકારનું મિશન છે અને તેથી મારા તમામ યુવાનો જે જોઈએ છે, સરકારના રુપમાં અમે તે દિશામાં કામ કરી રહ્યા છીએ

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Today live news

આજના તાજા સમાચાર - photo - IE gujarati

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 11 December 2024, આજના તાજા સમાચાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન-2024ને સંબોધિત કરતી વખતે કહ્યું કે મારા માટે, યુવાનોનું વિઝન એ સરકારનું મિશન છે અને તેથી મારા તમામ યુવાનો જે જોઈએ છે, સરકારના રુપમાં અમે તે દિશામાં કામ કરી રહ્યા છીએ. મેં લાલ કિલ્લા પરથી કહ્યું છે કે હું એવા એક લાખ યુવાનોને દેશની રાજનીતિમાં લાવીશ, જેમનો પરિવાર આ પહેલા રાજકારણમાં નથી રહ્યો. દેશના ભવિષ્ય માટે આ જરૂરી છે. આ કામને કરવા માટે અલગ-અલગ રીતે કામ કરવામાં આવી રહ્યું છે. આવો જ એક કાર્યક્રમ આવતા મહિને યોજાનાર છે. વિકસિત ભારત યુવા નેતા સંવાદ - જેમાં દેશભરમાંથી કરોડો યુવાનો ભાગ લેશે.તે વિકસિત ભારત માટે પોતાના વિચાર આપશે.

Advertisment

કાબુલમાં બોમ્બ વિસ્ફોટ, તાલિબાનના શરણાર્થી મંત્રી ખલીલ ઉર રહેમાન હક્કાનીનું મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બુધવારે એક ઘાતક બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં તાલિબાનના શરણાર્થી મંત્રી ખલીલ ઉર રહેમાન હક્કાની અને અન્ય બે લોકો માર્યા ગયા હતા. છેલ્લા ત્રણ વર્ષમાં તાલિબાનના વરિષ્ઠ અધિકારી પર આ સૌથી મોટો હુમલો છે. આ વિસ્ફોટ મંત્રાલયના કમ્પાઉન્ડની અંદર થયો હતો, જેમાં ખલીલ હક્કાનીનું મોત નીપજ્યું હતું. પોતાના છેલ્લા સત્તાવાર ફોટોગ્રાફમાં હક્કાની આજે વહેલી સવારે નાયબ વડા પ્રધાન મુલ્લા અબ્દુલ ગની બરાદરની આગેવાની હેઠળની બેઠકમાં ભાગ લેતા જોવા મળ્યા હતા.

રાજકોટની ગોપાલ નમકીન ફેકટરીમાં આગ

રાજકોટની મેટોડા GIDCમાં આવેલી ગોપાલ નમકીનની ફે્કટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગને કારણે 1 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે અને ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં લોકોનાં ટોળાં મોટી સંખ્યામાં એકઠા થયા છે. ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ છે. અને ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવવા કવાયત શરૂ કરવામાં આવી છે.

Advertisment

ગુજરાતમાં નલિયામાં તાપમાન 6 ડિગ્રી નજીક પહોંચ્યું

શિયાળાએ પોતાનો અસલી રંગ દેખાડ્યો છે ત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડીનો દોર શરુ થઈ ગયો છે. ભાર ઠંડીના પગલે જનજીવન પર અસર પડી રહી છે. ગુજરાતના તાપમાનની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં 6.4 ડિગ્રીથી લઈને 20.5 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. જેમાં 6.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે જ્યારે ઓખામાં 20.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ડીસામાં 10.3, ગાંધીનગરમાં 10.1, વડોદરામાં 10.2, કંડલા એરપોર્ટમાં 10.2, કેશોદમાં 10.5 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

  • Dec 11, 2024 23:32 IST

    today live news : કાબુલમાં બોમ્બ વિસ્ફોટ, તાલિબાનના શરણાર્થી મંત્રી ખલીલ ઉર રહેમાન હક્કાનીનું મોત

    અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બુધવારે એક ઘાતક બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં તાલિબાનના શરણાર્થી મંત્રી ખલીલ ઉર રહેમાન હક્કાની અને અન્ય બે લોકો માર્યા ગયા હતા. છેલ્લા ત્રણ વર્ષમાં તાલિબાનના વરિષ્ઠ અધિકારી પર આ સૌથી મોટો હુમલો છે. આ વિસ્ફોટ મંત્રાલયના કમ્પાઉન્ડની અંદર થયો હતો, જેમાં ખલીલ હક્કાનીનું મોત નીપજ્યું હતું. પોતાના છેલ્લા સત્તાવાર ફોટોગ્રાફમાં હક્કાની આજે વહેલી સવારે નાયબ વડા પ્રધાન મુલ્લા અબ્દુલ ગની બરાદરની આગેવાની હેઠળની બેઠકમાં ભાગ લેતા જોવા મળ્યા હતા.



  • Dec 11, 2024 21:41 IST

    સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું - ના તો સોરોસ મુદ્દા સાથે છીએ અને ના તો અદાણી મુદ્દા સાથે છીએ

    છેલ્લા ઘણા દિવસોથી સંસદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને જ્યોર્જ સોરોસના મુદ્દે જબરદસ્ત હોબાળો ચાલી રહ્યો છે. વિપક્ષનું નેતૃત્વ કરી રહેલી કોંગ્રેસે અદાણીને મોટો મુદ્દો બનાવી દીધો છે, જ્યારે સોનિયા ગાંધી અને જ્યોર્જ સોરોસના કથિત સંબંધોને લઈને ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે સોનિયા ગાંધીની આગેવાની હેઠળના ફાઉન્ડેશનને જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે સંસદ સત્રની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે તેમની પાર્ટી "ન તો સોરોસ મુદ્દા સાથે છે અને ન તો અદાણી મુદ્દા સાથે છે." ડિમ્પલે કહ્યું કે સપા ઇચ્છે છે કે સંસદ સતત ચાલતી રહે.



  • Dec 11, 2024 19:01 IST

    today live news : પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું - મારા માટે યુવાનોનું વિઝન એ સરકારનું મિશન છે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન-2024ને સંબોધિત કરતી વખતે કહ્યું કે મારા માટે, યુવાનોનું વિઝન એ સરકારનું મિશન છે અને તેથી મારા તમામ યુવાનો જે જોઈએ છે, સરકારના રુપમાં અમે તે દિશામાં કામ કરી રહ્યા છીએ. મેં લાલ કિલ્લા પરથી કહ્યું છે કે હું એવા એક લાખ યુવાનોને દેશની રાજનીતિમાં લાવીશ, જેમનો પરિવાર આ પહેલા રાજકારણમાં નથી રહ્યો. દેશના ભવિષ્ય માટે આ જરૂરી છે. આ કામને કરવા માટે અલગ-અલગ રીતે કામ કરવામાં આવી રહ્યું છે. આવો જ એક કાર્યક્રમ આવતા મહિને યોજાનાર છે. વિકસિત ભારત યુવા નેતા સંવાદ - જેમાં દેશભરમાંથી કરોડો યુવાનો ભાગ લેશે.તે વિકસિત ભારત માટે પોતાના વિચાર આપશે.



  • Dec 11, 2024 18:21 IST

    today live news : જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા

    જમ્મુ અને કાશ્મીરના બાંદીપુરના ઉપરના વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઇ છે. રાઝદાનમાં તાજી હિમવર્ષા બાદ ગુરેઝ-બાંદીપોરા રોડ બંધ કરી દેવામાં આવ્યો છે.

    — ANI_HindiNews (@AHindinews) December 11, 2024



  • Dec 11, 2024 16:28 IST

    today live news : રાજકોટની ગોપાલ નમકીન ફેકટરીમાં આગ

    રાજકોટની મેટોડા GIDCમાં આવેલી ગોપાલ નમકીનની ફે્કટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગને કારણે 1 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે અને ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં લોકોનાં ટોળાં મોટી સંખ્યામાં એકઠા થયા છે. ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ છે. અને ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવવા કવાયત શરૂ કરવામાં આવી છે.



  • Dec 11, 2024 12:18 IST

    today live news : દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી

    આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે થનારા ગઠબંધન અંગેના સમાચારો ઉપર વિરમા લગાવી દીધો છે. કેજરીવાલે ટ્વિટર ઉપર એક પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યુ છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં પોતાના બળ પર ચૂંટણી લડશે. કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારના ગઠબંધનની સંભાવના નથી.



  • Dec 11, 2024 12:13 IST

    today live news : કોંગ્રેસના સાંસદોએ કર્યું અનોખું વિરોધ પ્રદર્શન

    સંસદ પરિસરમાં કોંગ્રેસ સાંસદોએ આજે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું છે. જેમાં તેમણે એનડીએ સાંસદોને ગુલાબનું ફૂલ અને તિરંગો આપ્યો છે.



  • Dec 11, 2024 10:32 IST

    today live news : સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા, બેંક અને આઈટી શેર તૂટ્યા

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી બુધવારે ફ્લેટ ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 81510 સામે નજીવી વધી આજે 81568 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24610 બંધ સામે આજે 24620 ખુલ્યો હતો. આજે આઈટી અને બેંક શેર સૌથી વધુ નરમ હતા. બેંક નિફ્ટી અને નિફ્ટી આઈટી 100 પોઇન્ટથી વધુ ઘટાડે ટ્રેડ કરી રહ્યા હતા. સેન્સેક્સના 5 ટોપ લુઝર સ્ટોકમાં એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેંક, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેંક, ટીસીએસ શેર અડધાથી પોણા ટકા ડાઉન હતા.



  • Dec 11, 2024 09:05 IST

    today live news : PM મોદી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનના સહભાગીઓને મળશે

    આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના સહભાગીઓ સાથે વાતચીત કરશે. આ ઇવેન્ટમાં દેશભરના 51 નોડલ કેન્દ્રો પર SIH 2024ના ગ્રાન્ડ ફિનાલેમાં 1300 થી વધુ વિદ્યાર્થીઓની ટીમો ભાગ લેશે.



  • Dec 11, 2024 09:05 IST

    today live news : નલિયામાં તાપમાન 6 ડિગ્રી નજીક પહોંચ્યું

    ગુજરાતના તાપમાનની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં 6.4 ડિગ્રીથી લઈને 20.5 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. જેમાં 6.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે જ્યારે ઓખામાં 20.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ડીસામાં 10.3, ગાંધીનગરમાં 10.1, વડોદરામાં 10.2, કંડલા એરપોર્ટમાં 10.2, કેશોદમાં 10.5 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.



  • Dec 11, 2024 09:04 IST

    today live news : સીરિયામાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

    આજે 75 ભારતીય નાગરિકોને સંકટગ્રસ્ત સીરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે લેબનોન પહોંચી ગયા છે. ત્યાં ઉપલબ્ધ ફ્લાઈટ્સની મદદથી તેઓ હવે સુરક્ષિત રીતે ભારત પરત ફરી શકશે. દમાસ્કસ અને બેરૂતમાં ભારતીય દૂતાવાસ બંનેના સંયુક્ત પ્રયાસોને કારણે ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા હતા.



  • Dec 11, 2024 09:04 IST

    today live news : મોહન બાબુ વિરુદ્ધ FIR

    હૈદરાબાદમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતા મોહન બાબુ વિરુદ્ધ મીડિયા પર હુમલાનો કેસ નોંધવામાં આવ્યો છે. મોહન બાબુ વિરુદ્ધ કલમ 118 BNS હેઠળ ત્રણ કેસ નોંધવામાં આવ્યા છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ