Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 11 January 2025 , આજના તાજા સમાચાર: અમરેલીમાં કોંગ્રેસ દ્વારા આજે બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. લેટરકાંડ પીડિત પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય આપવવા અને જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહીની માંગ માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સહિત પક્ષના 30થી વધુ કાર્યકર્તાઓ ઉપવાસ પર બેઠાં છે. કોંગ્રેસના નારી સ્વાભિમાન આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. કોંગ્રેસ દ્વારા અમરેલીમાં આજે સવારના 10 થી બપોરના 12 દરમિયાન બંધનું એલાન કરવામાં આવ્યું છે.
કન્નૌજ રેલવે સ્ટેશન પર નિર્માણાધીન સ્ટેશન ભવનનું લેંટર તૂટી પડ્યું
કન્નૌજ રેલવે સ્ટેશન પર શનિવારે એક મોટી દુર્ઘટના બની છે. નિર્માણાધીન સ્ટેશન ભવનનું લેંટર અચાનક તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં ઘણા મુસાફરો કાટમાળ નીચે દબાઈ ગયા છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. બચાવેલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે કામદારો બાંધકામના કામમાં વ્યસ્ત હતા ત્યારે સ્ટેશનના બીજા માળે નિર્માણાધીન લેંટર અચાનક તૂટી પડ્યું હતું.
દિલ્હીમાં બે કાર વચ્ચે એક્સિડેન્ટ, ડ્રાઇવરનું મોત
દિલ્હીના સફદરજંગ એન્કલેવ વિસ્તારમાં રોડ પર બે કાર વચ્ચે એક્સિડેન્ટ થયું છે, જેમા એક ડ્રાઇવરનું મોત થયું છે અને બીજો કાર ચાલક ફરાર થઇ ગયો છે. આ ઘટનાની પોલીસ તપાસ થઇ રહી છે.
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ, દર્શનાર્થીઓનો ઘોડાપુર
અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની આજે પ્રથમ વર્ષગાંઠ છે. પ્રાણ પ્રતિષ્ઠાના શુભદિન મોટી સંખ્યામાં લોકો રામ મંદિર દર્શન કરવા પહોંચી રહ્યા છે. આમ તો રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ થઇ હતી, તે દિવસે કર્મ બારસ હતી. આથી વર્ષ 2025માં તિથિ અનુસાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા 11 જાન્યુઆરીના રોજ ઉજવાઇ રહ્યો છે.





