/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/indian-army.jpg)
ભારતીય સેના (Photo - indian express)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 11 July 2024 Highlights, આજના તાજા સમાચાર: અગ્નિવીરો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સીઆઇએસએફમાં પૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા પદ અનામત રાખવામાં આવનાર છે, કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે. CISFએ તેની તૈયારી શરુ કરી દીધી છે અને આ નિર્ણયને આધારે CISF જલ્દી નિયમો લાગુ કરશે. આ સિવાય સરકારે નિર્ણય કર્યો છે કે અગ્નિવીરોને ફિઝિકલમાં પણ થોડી છૂટ મળવાની છે. આ નિર્ણયો એવા સમયે લેવામાં આવ્યા છે જ્યારે આ યોજનાને લઈને ઘણો વિવાદ થયો છે. વિપક્ષના નેતા આ યોજનાને રદ કરવાની વાત કરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે મનીષ સિસોદિયાની સુનાવણીમાંથી પોતાને અલગ કર્યા
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સંજય કુમારે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરવાથી પોતાને અલગ કરી લીધા છે. ન્યાયાધીશે તેમને સુનાવણીમાંથી દૂર કરવા માટે અંગત કારણો દર્શાવ્યા છે. સિસોદિયાની જામીન અરજી મની લોન્ડરિંગ અને દારૂ નીતિ કેસમાં તેમની સામે નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસ સાથે સંબંધિત છે.
જસ્ટિસ સંજીવ ખન્ના, સંજય કરોલ અને સંજય કુમારની ત્રણ જજોની બેંચ આજે આ કેસની સુનાવણી કરવાની હતી, પરંતુ જસ્ટિસ કુમાર સુનાવણીમાંથી ખસી ગયા બાદ, કોર્ટે 15 જુલાઈથી શરૂ થતા અઠવાડિયા માટે કેસને ફરીથી સૂચિબદ્ધ કર્યો.
ભારતે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે ભારતે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે. જેનો અર્થ છે કે તેણે હંમેશા શાંતિ અને સમૃદ્ધિ આપી છે અને દેશ 21મી સદીમાં તેની ભૂમિકાને મજબૂત કરશે. પીએમ નરેન્દ્ર મોદી ઓસ્ટ્રિયા અને રશિયાની મુલાકાત બાદ નવી દિલ્હી પરત ફર્યા છે. મોસ્કો પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી.
વિયેનામાં ભારતીય સમુદાયને સંબોધતા પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારત આજે સર્વશ્રેષ્ઠ બનવા, સૌથી તેજસ્વી બનવા અને સૌથી મોટી સિદ્ધિઓ હાંસલ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે 'અમે હજારો વર્ષોથી અમારું જ્ઞાન અને કુશળતા શેર કરી રહ્યા છીએ. અમે વિશ્વને બુદ્ધ આપ્યું છે, યુદ્ધ નહીં. ભારતે હંમેશા શાંતિ અને સમૃદ્ધિ આપી છે અને તેથી ભારત 21મી સદીમાં તેની ભૂમિકાને વધુ મજબૂત કરવા જઈ રહ્યું છે.' વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને ઓસ્ટ્રિયાનો પ્રવાસ પુરો કરીને ભારત પરત ફર્યા.
ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી
દેશભરમાંથી આવતા વરસાદની તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે ચોમાસું અલગ-અલગ રાજ્યોમાં દયાળુ છે. જેના કારણે ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોના લોકોએ આજે ​​સાવધાન રહેવાની જરૂર છે. આજે બંને રાજ્યોમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે હવામાન વિભાગે બિહાર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, તો પૂર્વ ઉત્તર પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બંને રાજ્યોમાં તાજેતરમાં પુષ્કળ વરસાદ થયો છે અને તેના કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે.
- Jul 11, 2024 21:53 IST
CISFમાં અગ્નિવીરો માટે 10 ટકા જગ્યા અનામત રખાશે, ફિઝિકલ ટેસ્ટમાં પણ મળશે છૂટ
અગ્નિવીરો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સીઆઇએસએફમાં પૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા પદ અનામત રાખવામાં આવનાર છે, કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે. CISFએ તેની તૈયારી શરુ કરી દીધી છે અને આ નિર્ણયને આધારે CISF જલ્દી નિયમો લાગુ કરશે. આ સિવાય સરકારે નિર્ણય કર્યો છે કે અગ્નિવીરોને ફિઝિકલમાં પણ થોડી છૂટ મળવાની છે. આ નિર્ણયો એવા સમયે લેવામાં આવ્યા છે જ્યારે આ યોજનાને લઈને ઘણો વિવાદ થયો છે. વિપક્ષના નેતા આ યોજનાને રદ કરવાની વાત કરી રહ્યા છે.
- Jul 11, 2024 21:13 IST
ભારતનો શ્રીલંકા પ્રવાસનો કાર્યક્રમ જાહેર
શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમ 26 જુલાઈથી 7 ઓગસ્ટ દરમિયાન 3 ટી20 મેચ અને 3 વનડે સીરીઝ રમશે. આ માટે ગુરુવારે (11 જુલાઈ)ના રોજ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગૌતમ ગંભીરે કોચ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ ભારતીય ટીમનો આ પ્રથમ પ્રવાસ રહેશે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટી 20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યા પછી પુરો થયો હતો.
- Jul 11, 2024 18:44 IST
હરિયાણામાં વોટ કાટુ માટે કોઇ સ્થાન નહીં, ભાજપ-કોંગ્રેસ વચ્ચે મુકાબલો - ભૂપિન્દર સિંહ હુડ્ડા
ચંદીગઢ: હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાએ કહ્યું કે હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુકાબલો છે. વોટ કાટુ માટે કોઈ સ્થાન નથી.
#WATCH चंडीगढ़: हरियाणा के पूर्व मुख्यमंत्री और कांग्रेस नेता भूपेंद्र सिंह हुड्डा ने कहा, "हरियाणा में कांग्रेस और भाजपा का मुकाबला है। वोट काटू की कोई जगह नहीं है।" pic.twitter.com/wG6nlyUOLf
— ANI_HindiNews (@AHindinews) July 11, 2024
- Jul 11, 2024 16:28 IST
પૂર્વ આઈએએસ મનીષ વર્માની જેડીયૂ મહાસચિવ તરીકે નિમણૂંક, નીતિશ કુમારના સલાહકાર રહી ચૂક્યા છે
બિહારના નાલંદા જિલ્લાના રહેનારા પૂર્વ આઈએએસ મનીષ વર્માને જેડીયૂના મહાસચિવ બનાવવામાં આવ્યા છે. મનીષ ભૂતકાળમાં મુખ્યમંત્રી નીતીશ કુમારના સલાહકાર પણ રહી ચૂક્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી નીતિશ કુમાર સાથે પડછાયાની જેમ જોવા મળતા પૂર્વ આઈએએસ અધિકારી મનીષ વર્મા હાલમાં જ જેડીયુમાં સામેલ થયા છે. કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા દ્વારા તેમને પાર્ટીનું સભ્યપદ આપવામાં આવ્યું હતું.
મનીષ ઓડિશા કેડરના 2000ની બેચના અધિકારી હતા. તેમણે 2012 સુધી ઓડિશામાં કામ કર્યું હતું. આ પછી તેમને 5 વર્ષ માટે આંતર-રાજ્ય ડેપ્યુટેશન પર બિહાર લાવવામાં આવ્યા હતા. સીએમ નીતિશ કુમારે બિહારમાં તેમને ઘણી મોટી જવાબદારીઓ આપી છે.
- Jul 11, 2024 11:18 IST
CBIએ બંધ કવરમાં રજૂ કર્યો રિપોર્ટ, સુપ્રીમ કોર્ટમાં ટૂંક સમયમાં થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટ આજે NEET-UG કેસને લઈને મહત્વની સુનાવણી હાથ ધરશે. સીબીઆઈએ આ મામલાને લઈને કોર્ટમાં સીલબંધ પરબીડિયામાં પોતાનો રિપોર્ટ દાખલ કર્યો છે. આવી સ્થિતિમાં તમામ વિદ્યાર્થીઓની નજર સર્વોચ્ચ અદાલતના નિર્ણય પર ટકેલી છે કે શું NEET-UG પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા લેવામાં આવશે? આ પહેલા કેન્દ્ર સરકાર, NTA અને CBI વતી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે.
- Jul 11, 2024 08:29 IST
રશિયા અને ઓસ્ટ્રિયાનો પ્રવાસ પૂર્ણ કરીને PM મોદી દિલ્હી પરત ફર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે ભારતે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યું છે. જેનો અર્થ છે કે તેણે હંમેશા શાંતિ અને સમૃદ્ધિ આપી છે અને દેશ 21મી સદીમાં તેની ભૂમિકાને મજબૂત કરશે. પીએમ નરેન્દ્ર મોદી ઓસ્ટ્રિયા અને રશિયાની મુલાકાત બાદ નવી દિલ્હી પરત ફર્યા છે. મોસ્કો પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. વિયેનામાં ભારતીય સમુદાયને સંબોધતા પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારત આજે સર્વશ્રેષ્ઠ બનવા, સૌથી તેજસ્વી બનવા અને સૌથી મોટી સિદ્ધિઓ હાંસલ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે 'અમે હજારો વર્ષોથી અમારું જ્ઞાન અને કુશળતા શેર કરી રહ્યા છીએ. અમે વિશ્વને બુદ્ધ આપ્યું છે, યુદ્ધ નહીં. ભારતે હંમેશા શાંતિ અને સમૃદ્ધિ આપી છે અને તેથી ભારત 21મી સદીમાં તેની ભૂમિકાને વધુ મજબૂત કરવા જઈ રહ્યું છે.' વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને ઓસ્ટ્રિયાનો પ્રવાસ પુરો કરીને ભારત પરત ફર્યા.
- Jul 11, 2024 07:53 IST
આજનો ગુરુવાર તમારો કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/thursday-horoscope.jpg)
આજે 11 જુલાઈ 2024, ગુરુવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.
- Jul 11, 2024 07:51 IST
ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી
દેશભરમાંથી આવતા વરસાદની તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે ચોમાસું અલગ-અલગ રાજ્યોમાં દયાળુ છે. જેના કારણે ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોના લોકોએ આજે સાવધાન રહેવાની જરૂર છે. આજે બંને રાજ્યોમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે હવામાન વિભાગે બિહાર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, તો પૂર્વ ઉત્તર પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બંને રાજ્યોમાં તાજેતરમાં પુષ્કળ વરસાદ થયો છે અને તેના કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us