/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/bangladesh-hindu-temple.jpg)
મોદીએ આપેલા મુગટની ચોરી - photo - ANI
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 11 October 2024, આજના તાજા સમાચાર: બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદથી જબરદસ્ત અરાજકતાનું વાતાવરણ છે. સાતખીરાના જેશોરેશ્વરી મંદિરમાંથી કાલી માતાના મુગટની ચોરી થઈ છે. ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ, આ તાજ પીએમ નરેન્દ્ર મોદીએ માર્ચ, 2021માં મંદિરની મુલાકાત દરમિયાન ભેટમાં આપ્યો હતો. પીએમ મોદીએ મંદિરની મુલાકાતનો વીડિયો પણ શેર કર્યો હતો. કોરોના મહામારી પછી કોઈપણ દેશની આ તેમની પ્રથમ મુલાકાત હતી.
તમિલનાડુ : એક્સપ્રેસ ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર
Mysore to Darbhanga Express train : મૈસૂરથી બિહારના દરભંગા જઈ રહેલી બાગામતી એક્સપ્રેસ ચેન્નાઇ પાસે એક માલગાડી સાથે ટકરાઇ હતી. આ ઘટના કાવરાઇપેટ્ટઇ રેલવે સ્ટેશન પાસે થઇ છે. આ દુર્ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઓછામાં ઓછા ત્રણ કોચ પાટા પરથી ઉતરી ગયા છે જ્યારે એક કોચમાં આગ લાગી છે. ચેન્નાઈથી રાહત અને બચાવ ટુકડીઓ ઘટના સ્થળે રવાના થઈ છે.
તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં શુક્રવારે મોડી સાંજે બે ટ્રેનોની ટક્કરને કારણે એક્સપ્રેસ ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આગ બુઝાવવાની અને લોકોને બચાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 20 ખાણિયાઓ ગોળીઓ ધરબી
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 20 ખાણિયાઓની હત્યા કરવામાં આવી છે, સાત લોકો ઘાયલ હોવાનું પણ કહેવાય છે. હકીકતમાં, ગુરુવારે, કેટલાક બંદૂકધારીઓએ બુલિચસ્તાનના ડુકી જિલ્લામાં કોલસાની ખાણમાં રહેતા લોકોને નિશાન બનાવ્યા હતા. કોઈપણ કારણ વગર તેમના પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. તે ફાયરિંગમાં 20 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, 7 ગંભીર રીતે ઘાયલ થયા હતા.
RSS નેતા સુરેશ ભૈયાજી જોશીએ મોટું નિવેદન
RSS નેતા સુરેશ ભૈયાજી જોશીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જાતિઓ જન્મના આધારે નક્કી કરવામાં આવે છે. કોઈ કહી શકે કે હરિદ્વાર કઈ જાતિનું છે? શું 12 જ્યોતિર્લિંગ કોઈ જાતિના છે? શું દેશના વિવિધ ભાગોમાં આવેલી 51 શક્તિપીઠો કોઈ જ્ઞાતિની છે?
જેઓ પોતાને હિંદુ માને છે અને દેશના તમામ ભાગોમાં રહે છે - તેઓ બધાને પોતાના માને છે, તો પછી ભાગલા ક્યાં છે? જેમ રાજ્યની સીમાઓ આપણામાં કોઈ વિભાજન કરી શકતી નથી, તેવી જ રીતે જન્મના આધારે કોઈ વિભાજન નથી કરી શકતું તો જો કોઈ ગેરસમજ હોય ​​તો તેને બદલવી જોઈએ. જો કોઈ ભ્રમ કે બિનજરૂરી અહંકાર હોય તો તેને દૂર કરી દેવો જોઈએ.
- Oct 11, 2024 23:34 IST
ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત
ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત , ધુ્રવ જુરેલ , રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ.
- Oct 11, 2024 22:09 IST
Today News Live: મૈસૂર-દરભંગા એક્સપ્રેસ માલગાડી સાથે ટકરાઇ, એક કોચમાં આગ લાગી
Mysore to Darbhanga Express train : મૈસૂરથી બિહારના દરભંગા જઈ રહેલી બાગામતી એક્સપ્રેસ ચેન્નાઇ પાસે એક માલગાડી સાથે ટકરાઇ હતી. આ ઘટના કાવરાઇપેટ્ટઇ રેલવે સ્ટેશન પાસે થઇ છે. આ દુર્ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઓછામાં ઓછા ત્રણ કોચ પાટા પરથી ઉતરી ગયા છે જ્યારે એક કોચમાં આગ લાગી છે. ચેન્નાઈથી રાહત અને બચાવ ટુકડીઓ ઘટના સ્થળે રવાના થઈ છે.
- Oct 11, 2024 20:37 IST
Today News Live: એર ઇન્ડિયાના વિમાનમાં ટેકનિકલ ખામી, પાયલટે સુરક્ષિત લેન્ડિંગ કરીને 140 મુસાફરોના જીવ બચાવ્યા
તામિલનાડુના ત્રિચી એરપોર્ટથી શારજાહ જઇ રહેલા એર ઇન્ડિયાના વિમાનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા વિમાનમાં 140 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. આવી સ્થિતિમાં વિમાન એરપોર્ટ પર લેન્ડ કરી શક્યું ન હતું, પરંતુ આવા સમયે પાયલટે પોતાની સમજ બતાવીને સુરક્ષિત લેન્ડિંગ કરીને તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના જીવ બચાવ્યા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર એર ઈન્ડિયાના વિમાનની હાઈડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. આ કારણે પ્લેન લેન્ડ થઇ શક્યું ન હતું. સુરક્ષાને કારણે ત્રિચી એરપોર્ટને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું અને સંભવિત અકસ્માતોને કાબૂમાં લેવા માટે એરપોર્ટ પર 20થી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ તૈનાત કરવામાં આવી હતી.
- Oct 11, 2024 18:29 IST
Today News Live: મોહમ્મદ સિરાજ ડીએસપી બન્યો, તેલંગાણાની સરકારે ન્યૂઝીલેન્ડ શ્રેણી પહેલા આપી ભેટ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ 16 ઓક્ટોબરથી શરૂ થશે, પરંતુ તે પહેલા ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને તેલંગાણા સરકારે મોટી ભેટ આપી છે. હવે તમે સિરાજને પોલીસના યુનિફોર્મમાં જોઇ શકશો કારણ કે તેને ડીએસપી બનાવવામાં આવ્યો છે. સિરાજ પહેલા ઘણા એવા ભારતીય ક્રિકેટરો છે કે જેઓ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છે. આ ખેલાડીઓમાં જોગિન્દર શર્મા, દીપ્તિ શર્મા, હરમનપ્રીત કૌર, હરભજન સિંહનો સમાવેશ થાય છે. જોકે હરભજન સિંહ હવે રાજ્યસભાના સાંસદ છે, તેથી તેઓ આ પદ પર કામ કરી રહ્યા નથી.
- Oct 11, 2024 16:30 IST
નિહોન હિડાનક્યો નામના સંગઠનને શાંતિનો નોબેલ પ્રાઇઝ મળ્યો
1945માં હિરોશિમા અને નાગાસાકીમાં અણુબોમ્બ વિસ્ફોટ થયા હતા. લાખો લોકો આનાથી પ્રભાવિત થયા હતા. આ સાથે જ બચી ગયેલા લોકોએ એક સંગઠનની રચના કરી, જેનું નામ નિહોન હિડાનક્યો રાખવામાં આવ્યું હતું. હવે આ સંગઠનને પરમાણુ હથિયારો વિરુદ્ધ સક્રિયતા માટે શુક્રવારે શાંતિનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. નોર્વેની નોબેલ કમિટીના પ્રમુખ જોર્જેન વાટને ફ્રાઇડનેસે કહ્યું હતું કે પરમાણુ શસ્ત્રોના ઉપયોગ સામે પ્રતિબંધો દબાણ હેઠળ હોવાથી આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
- Oct 11, 2024 14:15 IST
Today News Live: નોએલ ટાટા બન્યા ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન
રતન ટાટાના ગયા પછી નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. મીડિયા ચેનલ CNBC TV18ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટની કમાન સોંપવામાં આવી છે. મીડિયા ચેનલ CNBC TV18ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટની કમાન સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ટાટા ટ્રસ્ટ દ્વારા ટાટા ગ્રુપ દેશમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને ગરીબી નાબૂદી માટે કામ કરે છે. આ જૂથ વિવિધ ક્ષેત્રોમાં લોકોના જીવનને સુધારવા માટે કામ કરી રહ્યું છે
- Oct 11, 2024 13:39 IST
today News live : મહાદેવ સટ્ટાબાજીની એપના માલિકની દુબઈમાં અટકાયત
ભારતીય તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે. મહાદેવ બેટિંગ એપ કેસમાં એપના માલિક સૌરભ ચંદ્રાકરની દુબઈમાં ઈન્ટરપોલ દ્વારા અટકાયત કરવામાં આવી છે. હવે તેને ભારત પરત લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. EDની ટીમ એક સપ્તાહની અંદર સૌરભ ચંદ્રાકરને ભારત લાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્ટરપોલે આ અંગેની માહિતી સીબીઆઈને આપી છે.
- Oct 11, 2024 11:48 IST
today News live : બાંગ્લાદેશના હિંદુ મંદિરમાંથી પીએમ મોદીએ ભેટમાં આપેલા મુગટની ચોરી
બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદથી જબરદસ્ત અરાજકતાનું વાતાવરણ છે. સાતખીરાના જેશોરેશ્વરી મંદિરમાંથી કાલી માતાના મુગટની ચોરી થઈ છે. ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ, આ તાજ પીએમ નરેન્દ્ર મોદીએ માર્ચ, 2021માં મંદિરની મુલાકાત દરમિયાન ભેટમાં આપ્યો હતો. પીએમ મોદીએ મંદિરની મુલાકાતનો વીડિયો પણ શેર કર્યો હતો. કોરોના મહામારી પછી કોઈપણ દેશની આ તેમની પ્રથમ મુલાકાત હતી.
- Oct 11, 2024 10:30 IST
today News live : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 20 ખાણિયાઓ ગોળીઓ ધરબી
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 20 ખાણિયાઓની હત્યા કરવામાં આવી છે, સાત લોકો ઘાયલ હોવાનું પણ કહેવાય છે. હકીકતમાં, ગુરુવારે, કેટલાક બંદૂકધારીઓએ બુલિચસ્તાનના ડુકી જિલ્લામાં કોલસાની ખાણમાં રહેતા લોકોને નિશાન બનાવ્યા હતા. કોઈપણ કારણ વગર તેમના પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. તે ફાયરિંગમાં 20 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, 7 ગંભીર રીતે ઘાયલ થયા હતા.
- Oct 11, 2024 10:08 IST
today News live : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ડોલવાનમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
- Oct 11, 2024 09:29 IST
today News live : ગુજરાતમાં વરસાદ છેલ્લું નોરતું બગાડશે
આજનો દિવસ ખેલૈયાઓ માટે ચિંતાનો દિવસ છે. કારણ કે આજના દિવસે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.આજે વરસાદ નવરાત્રીનું છેલ્લું નોરતું બગાડશે.
- Oct 11, 2024 09:24 IST
today News live : RSS નેતા સુરેશ ભૈયાજી જોશીએ મોટું નિવેદન
RSS નેતા સુરેશ ભૈયાજી જોશીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જાતિઓ જન્મના આધારે નક્કી કરવામાં આવે છે. કોઈ કહી શકે કે હરિદ્વાર કઈ જાતિનું છે? શું 12 જ્યોતિર્લિંગ કોઈ જાતિના છે? શું દેશના વિવિધ ભાગોમાં આવેલી 51 શક્તિપીઠો કોઈ જ્ઞાતિની છે?
જેઓ પોતાને હિંદુ માને છે અને દેશના તમામ ભાગોમાં રહે છે - તેઓ બધાને પોતાના માને છે, તો પછી ભાગલા ક્યાં છે? જેમ રાજ્યની સીમાઓ આપણામાં કોઈ વિભાજન કરી શકતી નથી, તેવી જ રીતે જન્મના આધારે કોઈ વિભાજન નથી કરી શકતું તો જો કોઈ ગેરસમજ હોય તો તેને બદલવી જોઈએ. જો કોઈ ભ્રમ કે બિનજરૂરી અહંકાર હોય તો તેને દૂર કરી દેવો જોઈએ.
- Oct 11, 2024 09:24 IST
today News live : હિઝબુલ્લાહ પર ઈઝરાયેલનો મોટો હવાઈ હુમલો, 22 લોકોના મોત
હિઝબુલ્લાહ વિરુદ્ધ ઈઝરાયેલનું ઓપરેશન ચાલુ છે. ઇઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર મિસાઇલ હુમલા કરવાનું ચાલુ રાખે છે. આ દરમિયાન ઈઝરાયેલે મોટો હવાઈ હુમલો કર્યો, જેમાં લગભગ 22 લોકો માર્યા ગયા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us