Gujarati News 12 April 2024 LIVE: વિદેશ મંત્રાલયની એડવાઇઝરી, ભારતીયો ઇરાન અને ઇઝરાયેલની યાત્રાથી બચે

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 12 April 2024 : લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ પોતાની રીતે ચૂંટણી પ્રચાર શરુ કર્યો છે. આજે વડાપ્રધાન જમ્મુ કાશ્મિરમાં તો તમિલનાડુમાં રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર કરશે.

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 12 April 2024 : લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ પોતાની રીતે ચૂંટણી પ્રચાર શરુ કર્યો છે. આજે વડાપ્રધાન જમ્મુ કાશ્મિરમાં તો તમિલનાડુમાં રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર કરશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
mea advisory, mea

ભારતના વિદેશ મંત્રાલયે ઇરાન અને ઇઝરાયેલ માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે (ફાઇલ ફોટો)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 12 April 2024 LIVE, આજના તાજા સમાચાર: આજે 12 એપ્રિલ 2024, શુક્રવારનો દિવસ છે. આજની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો, દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ શુક્રવારે એક મોટો આરોપ લગાવ્યો છે. "દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ગેરકાયદેસર રહેશે. આ અંગે મોટું ષડયંત્ર રચાયું છે. તેમણે કહ્યું, "હું દિલ્હી અને દેશની જનતાને કહેવા માંગુ છું કે દિલ્હીની ચૂંટાયેલી સરકાર અને અરવિંદ કેજરીવાલની સરકાર વિરુદ્ધ એક મોટું રાજકીય ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. અમને વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, આગામી કેટલાક દિવસોમાં કેન્દ્રની ભાજપ સરકાર દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા જઈ રહી છે.

Advertisment

તો બીજા મહત્વના સમાચારમાં ગુજરાતમાં વરસાદની આગાહી પણ હવામાન વિભાગે આપી છે. તો આજે આઈપીએલમાં દિલ્હી કેપીટલ્સ અને લખનઉ સુપર જાયન્સની મેચ રમાશે. અહીં વાંચો આજના તાજા સમાચાર.

વિદેશ મંત્રાલયની એડવાઇઝરી, ભારતીયો ઇરાન અને ઇઝરાયેલની યાત્રાથી બચે

ભારતના વિદેશ મંત્રાલયે ઇરાન અને ઇઝરાયેલ માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. બધા ભારતીયોને આગામી સૂચના સુધી ઇરાન કે ઇઝરાયેલની યાત્રા ન કરવાની સલાહ આપી છે. મંત્રાલયે ઇરાન અને ઇઝરાયેલમાં રહેલા ભારતીયોને વિનંતી કરી છે કે તે ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહે અને પોતાનું રજિસ્ટ્રેશન કરાવે.

પીએમ મોદી અને રાહુલ ગાંધીનો ચૂંટણી પ્રચાર

આગામી સપ્તાહથી દેશભરમાં લોકસભાની ચૂંટણી શરૂ થઈ રહી છે. સાત તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે અને પરિણામ 4 જૂને જાહેર થશે. ચૂંટણી પ્રચારના ભાગરૂપે રાજકીય પક્ષો જોરદાર રેલીઓ યોજી રહ્યા છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુના ઉધમપુરમાં જનસભાને સંબોધશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ ઉધમપુર લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ તમિલનાડુના કોઈમ્બતુરમાં ઈન્ડિયા એલાયન્સ રેલીને સંબોધશે. આ બેઠક એટલા માટે મહત્વની છે કારણ કે ભાજપે અહીંથી પોતાના તમિલનાડુ પ્રમુખને મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શિવગંગાઈના ઉમેદવાર ટી દેવનાથન યાદવના પ્રચાર માટે તમિલનાડુ જશે. દરમિયાન, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પીલીભીતમાં સપાના ઉમેદવારો માટે પ્રચાર કરશે.

Advertisment

દિલ્હીના મુખ્ય સચિવ વિરુદ્ધ FIR નોંધાઈ

ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં કોર્ટના આદેશ બાદ દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમાર અને તેમના સબઓર્ડિનેટ YVVJ રાજશેખર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પ્લેઝન્ટ વેલી ફાઉન્ડેશન નામની એનજીઓની ફરિયાદ પર આ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ કૌભાંડના પુરાવાની ચોરી સાથે સંબંધિત છે.

પ્લેઝન્ટ વેલી ફાઉન્ડેશન નામની એનજીઓએ દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમાર અને તેમની ઓફિસના અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. એનજીઓના જણાવ્યા અનુસાર, દાદાકડા ગામમાં તેમની એક શાળા છે. 14 ફેબ્રુઆરીએ આ અધિકારીઓએ ચાર લોકોને મોકલ્યા હતા. આ તમામે NGOના જોઈન્ટ સેક્રેટરીની ઓફિસમાં તોડફોડ કરી હતી. તેની જગ્યાએથી વિવિધ ફાઈલો, રેકોર્ડ, દસ્તાવેજો અને પેન ડ્રો લઈ જવામાં આવ્યા હતા. જેમાં દિલ્હીના જોઈન્ટ સેક્રેટરી અને તેમના ઓફિસ સ્ટાફ દ્વારા ભ્રષ્ટાચારના પુરાવા હતા.

ગુજરાતમાં આજથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરુ

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું જાહેરનામુ આજે 12મી એપ્રિલે બહાર પડશે અને એ જ દિવસથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે, ઉમેદવારીપત્રની ચકાસણીથી લઇ પરત ખેંચવા સહિતની પ્રક્રિયા 22મી એપ્રિલ સુધી ચાલશે.રાજ્યમાં 26 લોકસભા બેઠક અને 5 વિધાનસભાની બેઠક માટે ઉમેદવારી પત્રક ભરાશે. ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ 19 એપ્રિલ રહેશે.

  • Apr 12, 2024 20:28 IST

    આ ચૂંટણી ભારતના લોકતંત્રને બચાવવા માટેની ચૂંટણી છે - આપ સાંસદ સંજય સિંહ

    આપ સાંસદ સંજય સિંહે કહ્યુ - 2024ની ચૂંટણી કોઇ સામાન્ય ચૂંટણી નથી, ભારતનું લોકતંત્ર બચાવવાની ચૂંઠણી છે. બાબ સાહબના સંવિધાનને બચાવવાની ચૂંટણી છે. સમાજના વંચિત છેવાડાના અને શોષિત લોકોનો અધિકાર છિનવાઇ રહ્યો છે, યુવાનો બેરોજગારીની ખીણમાં ધકેલાઇ રહ્યા છે, લોકો મોંઘવારીથી પીડિત છે તેમને બચાવવાની ચૂંટણી છે. આ ચૂંટણી એક તાનાશાહી હુકુમતની વિરુદ્ધ લોકોને જાગૃત કરવાની ચૂંટણી છે.

    — ANI_HindiNews (@AHindinews) April 12, 2024



  • Apr 12, 2024 18:46 IST

    વિદેશ મંત્રાલયની એડવાઇઝરી, ભારતીયો ઇરાન અને ઇઝરાયેલની યાત્રાથી બચે

    ભારતના વિદેશ મંત્રાલયે ઇરાન અને ઇઝરાયેલ માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. બધા ભારતીયોને આગામી સૂચના સુધી ઇરાન કે ઇઝરાયેલની યાત્રા ન કરવાની સલાહ આપી છે. મંત્રાલયે ઇરાન અને ઇઝરાયેલમાં રહેલા ભારતીયોને વિનંતી કરી છે કે તે ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહે અને પોતાનું રજિસ્ટ્રેશન કરાવે.

    — Randhir Jaiswal (@MEAIndia) April 12, 2024



  • Apr 12, 2024 18:38 IST

    રાજસ્થાનના દૌસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો

    લોકસભા ચૂંટણી અંતર્ગત રાજસ્થાનના દૌસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો હતો

    — ANI_HindiNews (@AHindinews) April 12, 2024



  • Apr 12, 2024 13:09 IST

    'જમ્મુ-કાશ્મીરને ફરી મળશે રાજ્યનો દરજ્જો', ઉધમપુરમાં PM મોદીની મોટી જાહેરાત

    PM મોદી ઉધમપુર પ્રવાસે પહોંચ્યા હતા, ચૂંટણી નજીક છે. માત્ર સાત દિવસ બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, મોદી બહુ આગળ વિચારે છે. તમને કહું છુ, અત્યાર સુધી જે બન્યું છે તે માત્ર ટ્રેલર છે. એ સમય દૂર નથી જ્યારે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળશે. તમે તમારા ધારાસભ્યો અને મંત્રીઓ સાથે તમારા વિચારો શેર કરી શકશો.

    પીએમ મોદીએ કહ્યું કે, દાયકાઓ પછી આગામી લોકસભા ચૂંટણી આતંકવાદ, અલગતાવાદ, પથ્થરબાજી, હડતાલ અને સરહદ પારના આતંકવાદના ભય વિના યોજાઈ રહી છે. આ હવે ચૂંટણીનો મુદ્દો નથી. તેમણે વધુમાં કહ્યું કે પહેલા વૈષ્ણોદેવી અને અમરનાથ યાત્રાધામની સુરક્ષાને લઈને ચિંતા રહેતી હતી, પરંતુ હવે સુરક્ષાની સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં વિકાસ થઈ રહ્યો છે અને સરકારમાં લોકોનો વિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે.



  • Apr 12, 2024 12:21 IST

    દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ષડયંત્ર રચાઈ રહ્યું : આપ મંત્રી આતિશીએ ભાજપ પર કર્યો પ્રહાર

    દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ શુક્રવારે એક મોટો આરોપ લગાવ્યો છે. "દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ગેરકાયદેસર રહેશે. આ અંગે મોટું ષડયંત્ર રચાયું છે. તેમણે કહ્યું, "હું દિલ્હી અને દેશની જનતાને કહેવા માંગુ છું કે દિલ્હીની ચૂંટાયેલી સરકાર અને અરવિંદ કેજરીવાલની સરકાર વિરુદ્ધ એક મોટું રાજકીય ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. અમને વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, આગામી કેટલાક દિવસોમાં કેન્દ્રની ભાજપ સરકાર દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા જઈ રહી છે.

    — AAP (@AamAadmiParty) April 12, 2024



  • Apr 12, 2024 10:17 IST

    રાહુલ ગાંધી તમિલનાડુમાં પ્રચાર કરશે

    તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ તમિલનાડુના કોઈમ્બતુરમાં ઈન્ડિયા એલાયન્સ રેલીને સંબોધશે.



  • Apr 12, 2024 10:17 IST

    PM મોદીની આજે જમ્મુ-કાશ્મીરમાં રેલી

    આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુના ઉધમપુરમાં જનસભાને સંબોધશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ ઉધમપુર લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે.



  • Apr 12, 2024 10:13 IST

    કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજારીના વેશમાં પોલીસકર્મીઓ તૈનાત

    વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજારીના વેશમાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. વારાણસી પોલીસ કમિશનરેટ અને મંદિર પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યા રેકોર્ડ તોડીને વધી રહી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.



  • Apr 12, 2024 09:30 IST

    કોંગ્રેસ કન્હૈયા કુમારને દિલ્હીથી લોકસભા ચૂંટણીમાં ઉતારી શકે છે

    કોંગ્રેસ JNU સ્ટુડન્ટ્સ યુનિયનના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારને દિલ્હીની એક સીટ પરથી લોકસભા ચૂંટણીમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસ ટૂંક સમયમાં આની જાહેરાત કરી શકે છે. કન્હૈયા કુમારે છેલ્લી લોકસભાની ચૂંટણી બિહારની બેગુસરાય સીટ પરથી CPIની ટિકિટ પર લડી હતી. આ ચૂંટણીમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તેઓ કોંગ્રેસમાં જોડાયા. આ વખતે બિહારમાં મહાગઠબંધન હેઠળ બેગુસરાય સીટ સીપીઆઈના ખાતામાં આવી છે. જોકે કન્હૈયા કુમાર કોંગ્રેસમાં જોડાઈ ગયો છે.



  • Apr 12, 2024 09:22 IST

    ચૈત્રી નવરાત્રીનું ચોથું નોરતું કેવું રહેશે?

    આજે 12 એપ્રિલ 2024, ચૈત્રી નવરાત્રીનું ચોથું નોરતું તમામ રાશિના જાતકો માટે કેવું રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.



  • Apr 12, 2024 09:18 IST

    દિલ્હીના મુખ્ય સચિવ વિરુદ્ધ FIR નોંધાઈ

    ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં કોર્ટના આદેશ બાદ દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમાર અને તેમના સબઓર્ડિનેટ YVVJ રાજશેખર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પ્લેઝન્ટ વેલી ફાઉન્ડેશન નામની એનજીઓની ફરિયાદ પર આ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ કૌભાંડના પુરાવાની ચોરી સાથે સંબંધિત છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ