/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/kolkata-doctor-death.jpg)
કોલકાતાની RG કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની મહિલા ડોક્ટરની ઘાતકી હત્યાનો મામલો ગરમાયો છે . (ફોટો: X)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 12 August 2024 highlights, આજના તાજા સમાચાર: શંભુ બોર્ડર અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડરને આંશિક રીતે ખોલવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એમ્બ્યુલન્સ, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, વિદ્યાર્થીઓ વગેરે માટે હાઇવે ખોલવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે હાઈવેની બંને બાજુએ એક-એક લેન ખોલવી જોઈએ. કોર્ટે હરિયાણા અને પંજાબના પોલીસ અધિકારીઓને આ અંગે એક સપ્તાહની અંદર બેઠક યોજીને રૂપરેખા તૈયાર કરવા જણાવ્યું છે. આ કેસની આગામી સુનાવણી 22 ઓગસ્ટે થશે.
કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે શંભુ બોર્ડરની એક લેન લોકો માટે ખોલી શકાય છે. કોર્ટે કહ્યું કે હાઇવે ટ્રેક્ટરના પાર્કિંગ માટે નથી. કોર્ટે હરિયાણા અને પંજાબના ડીજીપીને એક અઠવાડિયામાં મળવા અને સરહદો ખોલવા માટે રોડમેપ તૈયાર કરવા કહ્યું છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન એવી દલીલ કરવામાં આવી હતી કે બોર્ડર બંધ થવાને કારણે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હિંડનબર્ગના રિપોર્ટ બાદ શેર માર્કેટમાં કડાકો
આજે અપેક્ષા મુજબ ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટે સેબીના ચેરપર્સન સામેના આરોપો બાદ સનસનાટી મચાવી દીધી છે. રોકાણકારોની ભાવનાઓને વધુ અસર ન થવી જોઈએ અને શેરબજારમાં 'બ્લડ બાથ' ન થવી જોઈએ તે ધ્યાનમાં રાખીને, સેબી દ્વારા રવિવારે (11 ઓગસ્ટ 2024) શેરબજાર અંગે એક એડવાઈઝરી જારી કરવામાં આવી હતી. અને કદાચ આની અસર એ છે કે સોમવારે સવારે (12 ઓગસ્ટ 2024) ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી પરંતુ તેની વધારે અસર જોવા મળી નથી.
આજે સવારે કારોબાર શરૂ થતાની સાથે જ BSE સેન્સેક્સ 375.79 પોઈન્ટ ઘટીને 79,330.12 પોઈન્ટ પર આવી ગયો હતો. જ્યારે NSE નિફ્ટી 47.45 પોઈન્ટ ઘટીને 24,320.05 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.
આજે અદાણી ગ્રૂપના શેરોના ભાવમાં ઘટાડો
અદાણી એન્ટરપ્રાઈઝના શેર 3.09 ટકા ઘટ્યા હતા, જ્યારે અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર બીએસઈ પર 17 ટકા નીચો ખૂલ્યો હતો. અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસ 4.98 ટકા, 6.96 ટકા અને 5.57 ટકા ઘટ્યા હતા. અદાણી વિલ્મર 3.88 ટકા અને એનડીટીવી 11 ટકા નીચે ખૂલ્યા હતા.
બિહાર સિદ્ધેશ્વરનાથ મંદિરમાં ભાગદોડ
બિહારના જહાનાબાદ સ્થિત બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં અચાનક નાસભાગ મચી જવાથી 7 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે આ અકસ્માતમાં 35 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. હાલમાં જહાનાબાદ સદર હોસ્પિટલમાં 7 મૃતદેહો લાવવામાં આવ્યા છે અને મૃત્યુઆંક હજુ વધી શકે છે. સાવન મહિનામાં બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરે જલાભિષેક કરવા મોટી સંખ્યામાં ભક્તો આવે છે. રાત્રે નાસભાગ મચી ગઈ હતી. અકસ્માત અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- Aug 12, 2024 22:55 IST
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન આરોગ્ય મંત્રી જેપી નડ્ડાને પત્ર લખ્યો, બંગાળ સરકાર સમક્ષ 3 માંગણી મુકી
ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાને પત્ર લખ્યો છે. આ સાથે એસોસિએશને પીજી મહિલા ડોકટર સાથે દુર્વ્યવહાર અને હત્યાના કેસમાં પશ્ચિમ બંગાળ સરકાર સામે 3 માંગણી રજૂ કરી છે.
(1) મહિલા ડોક્ટર સાથે દુર્વ્યવહાર અને હત્યાના કેસની નિષ્પક્ષ તપાસ અને આરોપીને સજા મળે.
(2) અપરાધની પરિસ્થિતિની વિસ્તૃત તપાસ થાય.
(3) કાર્યસ્થળ પર ડોક્ટર, ખાસ કરી મહિલાની સુરક્ષામાં સુધારા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.
इंडियन मेडिकल एसोसिएशन ने केंद्रीय स्वास्थ्य मंत्री जे.पी. नड्डा को पत्र लिखा है।
इंडियन मेडिकल एसोसिएशन ने आरजी कर मेडिकल कॉलेज में पीजी प्रशिक्षु महिला डॉक्टर के बलात्कार-हत्या मामले में पश्चिम बंगाल राज्य सरकार से निम्नलिखित मांग की है:
1. मामले की निष्पक्ष जांच हो और… pic.twitter.com/KOoGTKmBj6— ANI_HindiNews (@AHindinews) August 12, 2024
- Aug 12, 2024 17:58 IST
હરિયાણા સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપશે
હરિયાણા સરકાર અત્યોંદય પરિવારને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની ઘોષણા કરી છે. હરિયાણાના સીએમ નાયબ સિંહે સેની એ કહ્યું કે, આજે હર ઘર હર ગૃહિણી યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટસ સાથે અંત્યોદય પરિવારને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની ઘોષણા કરી હતી, જે લાગુ કરવામાં આવશે. હરિયાણાના લગભગ 50 લાખ બીપીએલ પરિવારને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. 500 રૂપિયાથી ઉપરની તમામ રકમ સરકાર દ્વારા ડીબીટી મારફતે લાર્ભાર્થીને સબસિડી સ્વરૂપ દર મહિને લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે. આ યોજના પાછળ હરિયાણા સરકાર વાર્ષિક 1500 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
#WATCH हरियाणा के मुख्यमंत्री नायब सिंह सैनी ने कहा, "आज हर घर हर ग्रहणी योजना पोर्टल लॉन्च किया गया है। इस पोर्टल के साथ, अंत्योदय परिवारों को 500 रुपये में गैस सिलेंडर देने की जो घोषणा की गई थी, उसे लागू किया जाएगा... हरियाणा के लगभग 50 लाख BPL परिवारों को 500 रुपए में गैस… https://t.co/3Czfpa59s7pic.twitter.com/lNZZS3gPRI
— ANI_HindiNews (@AHindinews) August 12, 2024
- Aug 12, 2024 13:52 IST
સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર ખોલવાનો આદેશ આપ્યો
શંભુ બોર્ડર અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડરને આંશિક રીતે ખોલવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એમ્બ્યુલન્સ, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, વિદ્યાર્થીઓ વગેરે માટે હાઇવે ખોલવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે હાઈવેની બંને બાજુએ એક-એક લેન ખોલવી જોઈએ. કોર્ટે હરિયાણા અને પંજાબના પોલીસ અધિકારીઓને આ અંગે એક સપ્તાહની અંદર બેઠક યોજીને રૂપરેખા તૈયાર કરવા જણાવ્યું છે. આ કેસની આગામી સુનાવણી 22 ઓગસ્ટે થશે.
- Aug 12, 2024 13:18 IST
આજે વરસાદની ધમાકેદાર બેટિંગ, બપોર સુધીમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો
આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ગુજરાતમાં મેઘરાજાની ફરી તોફાની બેટિંગ જોવા મળી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 12 ઓગસ્ટ 2024, સોમવારે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં બે ઈંચ ખાબક્યો હતો. જ્યારે નવસારીમાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. નવસારીના જલાલપોરમાં પોણા બે ઈંચ વરસાદ તો તાપીના વાલોડમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
- Aug 12, 2024 12:09 IST
ઓસ્ટ્રેલિયામાં હોટલની છત પર હેલિકોપ્ટર ક્રેશ, પાયલટનું મોત
ઓસ્ટ્રેલિયામાં સોમવારે સવારે એક મોટી ઘટના બની. એક હોટલની છત પર હેલિકોપ્ટર ક્રેશ થયું. આ ઘટનામાં હેલિકોપ્ટરના પાયલટનું મોત થયું છે. ઘટના બાદ તરત જ અરાજકતાનો માહોલ સર્જાયો હતો અને હોટલ ખાલી કરાવવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના ડબલ ટ્રી હોટલની છત પર થઈ હતી. આ હોટેલ ઉત્તરી શહેર કેર્ન્સના હિલ્ટન વિસ્તારમાં સ્થિત છે. આ ઘટના અંગે માહિતી આપતાં ક્વીન્સલેન્ડ સ્ટેટ પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત બાદ તુરંત સાવચેતીના ભાગરૂપે બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવી હતી અને ત્યાં હાજર લોકોને કોઈ ઈજા થઈ નથી. આ મામલે તપાસ ચાલુ છે.
- Aug 12, 2024 12:03 IST
હિંડનબર્ગના રિપોર્ટ બાદ આજે અદાણી ગ્રૂપના શેરોના ભાવમાં ઘટાડો
અદાણી એન્ટરપ્રાઈઝના શેર 3.09 ટકા ઘટ્યા હતા, જ્યારે અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર બીએસઈ પર 17 ટકા નીચો ખૂલ્યો હતો. અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસ 4.98 ટકા, 6.96 ટકા અને 5.57 ટકા ઘટ્યા હતા. અદાણી વિલ્મર 3.88 ટકા અને એનડીટીવી 11 ટકા નીચે ખૂલ્યા હતા.
- Aug 12, 2024 11:23 IST
સિસોદિયા પછી કેજરીવાલ પણ જેલમાંથી મુક્ત થશે?
મનીષ સિસોદિયાને જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે પણ હિંમત મેળવી છે, તેઓ પણ જલ્દી બહાર આવી જશે તેવી આશા છે. આ સંબંધમાં તેમના તરફથી સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરવામાં આવી છે કે તેમને જામીન આપવામાં આવે કારણ કે CBI દ્વારા ધરપકડ સંપૂર્ણપણે ખોટી છે. વાસ્તવમાં, દિલ્હીના મુખ્યમંત્રીએ દિલ્હી હાઈકોર્ટમાં આવી જ અપીલ કરી હતી, પરંતુ ત્યાંથી તેમને કોઈ રાહત મળી નથી. પરંતુ હવે મનીષ સિસોદિયાને મુક્ત કરવામાં આવતા કેજરીવાલની આશા પણ વધી ગઈ છે.
- Aug 12, 2024 08:55 IST
આજે સરકારી હોસ્પિટલો રહેશે બંધ
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડોક્ટરની હત્યાનો મામલો જોર પકડી રહ્યો છે. તેની અસર માત્ર કોલકાતા જ નહીં પરંતુ દિલ્હી સુધી પણ પહોંચવા લાગી છે. દરમિયાન દિલ્હીની સરકારી હોસ્પિટલોએ આજે સોમવારથી નિયમિત સેવાઓ અનિશ્ચિત સમય માટે બંધ કરવાની જાહેરાત કરી છે. ડોકટરોએ કહ્યું કે તમામ ડોકટરો અને તબીબી કર્મચારીઓની સુરક્ષાની માંગ સાથે અનિશ્ચિત મુદ્દતની હડતાળ કરવામાં આવી રહી છે.
- Aug 12, 2024 07:57 IST
આજે શ્રાવણનો બીજો સોમવાર તમારા માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Sawan-monday-horoscope.jpg)
આજે 12 ઓગસ્ટ 2024, શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું રાશિ ભવિષ્ય.
- Aug 12, 2024 07:53 IST
બિહારમાં બાબા સિદ્ધેશ્વરનાથ મંદિરમાં નાસભાગ,7ના મોત
બિહારના જહાનાબાદ સ્થિત બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં અચાનક નાસભાગ મચી જવાથી 7 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે આ અકસ્માતમાં 35 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. હાલમાં જહાનાબાદ સદર હોસ્પિટલમાં 7 મૃતદેહો લાવવામાં આવ્યા છે અને મૃત્યુઆંક હજુ વધી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us