Gujarati News 12 June 2024 LIVE: મોહન ચરણ માંઝીએ ઓડિશાના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 12 June 2024 : જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસમાં આતંકીઓ દ્વારા ત્રણ આતંકી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 12 June 2024 : જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસમાં આતંકીઓ દ્વારા ત્રણ આતંકી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Mohan Manjhi, Odhisha Chief Minister

મોહન માંઝીએ બુધવારે ઓડિશાના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા (X/mohanmajhi_BJP)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 12 June 2024 LIVE, આજના તાજા સમાચાર: વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહના દિવસે જમ્મુ કાશ્મીરના રિયાસીમાં યાત્રાળુઓની બસ ઉપર આતંકી હુમોલ થયો હતો. આ હુમલામાં સામેલ એક આતંકવાદીનો સ્કેચ જાહેર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ નવી એનડીએ સરકારની શું હલચલ છે. ઉપરાંત રાજકારણથી લઈને રમત જગત સુધીના તમામ સમાચાર અહીં વાંચો.

Advertisment

મોહન ચરણ માંઝીએ ઓડિશાના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા

મોહન ચરણ માંઝીએ ઓડિશાના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

કઠુઆમાં બીજો આતંકવાદી પણ માર્યો ગયો

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસમાં આતંકીઓ દ્વારા ત્રણ આતંકી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે. હવે સમાચાર નૌશેરાના છે, જ્યાં બે શંકાસ્પદ લોકોને જોયા બાદ સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ છે. અહીં સુરક્ષા દળો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ પહેલા કઠુઆમાં સુરક્ષાદળોએ અન્ય એક સંદિગ્ધને પણ ઠાર કર્યો હતો.

ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા

આંધ્રપ્રદેશમાં ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુએ આજે ​​મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. સીએમ નાયડુ ચોથી વખત રાજ્યના સીએમ બન્યા છે. નાયડુનો આ શપથ ગ્રહણ સમારોહ વિજયવાડાની બહાર ગન્નાવરમ એરપોર્ટ નજીક કેસરપલ્લી આઈટી પાર્કમાં યોજાયો હતો. તેમના સિવાય જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. તમને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશમાં લોકસભા ચૂંટણીની સાથે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં TDP, BJP અને જનસેના પાર્ટીએ NDA હેઠળ એકસાથે ચૂંટણી લડી હતી અને પૂર્વ સીએમ જગન મોહન રેડ્ડીની પાર્ટી YSRCP સામે ભારે જીત મેળવી હતી. ચંદ્ર બાબુને મંગળવારે યોજાયેલી એનડીએ ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

Advertisment

24 જૂનથી શરુ થશે 18મી લોકસભાનું પહેલું સત્ર

સંસદીય કાર્યમંત્રી કિરણ રિજીજુએ જાણકારી આપતા જણાવ્યું હતું કે 18મી લોકસભાનું પહેલુ સત્ર 24 જૂનથી શરુ થશે અને ત્રણ જુલાઈ સુધી ચાલશે. આ દરમિયાન નવા સાંસદોને શપથ અપાવવામાં આવશે. સ્પીકરની પસંદગી થશે. તેમણે જણાવ્યું કે 264મું સત્ર 27 જૂનથી શરુ થશે અને ત્રણ જુલાઈ સુધી ચાલશે

કઠુઆમાં એક આતંકી ઠાર મરાયો

જમ્મુ ડિવિઝનના કઠુઆ અને ડોડામાં મંગળવારે સાંજે આતંકીઓએ હુમલો કર્યો હતો. કઠુઆના હીરાનગરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કાર્યવાહી કરીને પોલીસે એક આતંકવાદીને ઠાર માર્યો છે જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે, તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં મંગળવારે રાત્રે વધુ એક આતંકી ઘટના બની હતી. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં આ ત્રીજી આતંકવાદી ઘટના છે. અહીં આતંકવાદીઓએ ચતરગાલા વિસ્તારમાં એક ચેક પોસ્ટ પર હુમલો કર્યો, જેમાં રાષ્ટ્રીય રાઈફલ્સના ચાર જવાન અને પોલીસના એક SPO ઘાયલ થયા.

રિયાસી આતંકી હુમલાના આતંકવાદીનો સ્કેચ જાહેર

જમ્મુ-કાશ્મીર પોલીસે રિયાસી આતંકી હુમલામાં સામેલ એક આતંકવાદીનો સ્કેચ જાહેર કર્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ આતંકવાદી વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે. રિયાસી આતંકી હુમલામાં 10 લોકો માર્યા ગયા હતા અને બસ ખાઈમાં પડી જતાં 42 લોકો ઘાયલ થયા હતા. બીજી તરફ જમ્મુ ડિવિઝનના હીરા નગરમાં મંગળવારે રાત્રે થયેલા આતંકી હુમલા બાદ કાર્યવાહી કરીને પોલીસે એક આતંકીને ઠાર કર્યો છે જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.

  • Jun 12, 2024 20:54 IST

    ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 11માં પ્રવેશ વિશે મહત્વનો નિર્ણય

    ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 11માં પ્રવેશ વિશે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડના નિર્ણય અનુસાર ધોરણ 10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે તો જ ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહ ગ્રૂપ A, ગ્રૂપ B, ગ્રૂપ AB અથવા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મળી શકાશે.

    જો ધોરણ 10માં બેઝિક ગણિત હશે તો વિજ્ઞાન પ્રવાહ ગ્રૂપ એ માટે વિદ્યાર્થીની યોગ્યતા ચકાસી પ્રવેશ મળશે. વર્ષ 2024 -25 શૈક્ષણિક સત્ર નવા નિયમ લાગુ થશે.



  • Jun 12, 2024 18:45 IST

    પેમા ખાંડુ અરુણાચલ પ્રદેશમાં બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા

    પેમા ખાંડુને ફરીથી અરુણાચલ પ્રદેશમાં બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ બીજી ટર્મ માટે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

    — ANI_HindiNews (@AHindinews) June 12, 2024



  • Jun 12, 2024 17:20 IST

    મોહન ચરણ માંઝીએ ઓડિશાના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા

    મોહન ચરણ માંઝીએ ઓડિશાના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા.

    — ANI_HindiNews (@AHindinews) June 12, 2024



  • Jun 12, 2024 16:58 IST

    ઓડિશાના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં નવીન પટનાયક હાજર રહ્યા

    ઓડિશાના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક હાજર રહ્યા.

    — ANI_HindiNews (@AHindinews) June 12, 2024



  • Jun 12, 2024 16:38 IST

    પીએમ મોદી ઓડિશાના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ભુવનેશ્વર પહોંચ્યા

    પીએમ મોદી ઓડિશાના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ભુવનેશ્વર પહોંચ્યા છે.

    — ANI_HindiNews (@AHindinews) June 12, 2024



  • Jun 12, 2024 15:32 IST

    કુવૈતમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ, 40 લોકોના મોત

    કુવૈતના દક્ષિણી શહેર મંગાફમાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે. બુધવારે સવારે આગ ફાટી નીકળી હતી અને આખી ઈમારત રાખ થઈ ગઈ હતી.



  • Jun 12, 2024 14:48 IST

    કઠુઆમાં બીજો આતંકવાદી પણ માર્યો ગયો

    જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસમાં આતંકીઓ દ્વારા ત્રણ આતંકી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે. હવે સમાચાર નૌશેરાના છે, જ્યાં બે શંકાસ્પદ લોકોને જોયા બાદ સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ છે.



  • Jun 12, 2024 10:46 IST

    કઠુઆના સીએમઓએ જણાવ્યું કે હોસ્પિટલ પહોંચતા પહેલા સીઆરપીએફ જવાનનું મોત

    કઠુઆના હીરાનગરમાં હજી પણ સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કઠુઆના સીએમઓ ડો વિજય રૈનાના જણાવ્યું હતું કે તેમે હોસ્પિટલમાં એક સીઆરપીએફ જવાનને લાવવામાં આવ્યા હતા. જેને મૃત હતો. તેમની ટીમ દરેક પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર છે. શહીદ જવાનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.



  • Jun 12, 2024 10:42 IST

    24 જૂનથી શરુ થશે 18મી લોકસભાનું પહેલું સત્ર

    સંસદીય કાર્યમંત્રી કિરણ રિજીજુએ જાણકારી આપતા જણાવ્યું હતું કે 18મી લોકસભાનું પહેલુ સત્ર 24 જૂનથી શરુ થશે અને ત્રણ જુલાઈ સુધી ચાલશે.



  • Jun 12, 2024 08:47 IST

    કઠુઆમાં એક આતંકી ઠાર મરાયો

    જમ્મુ ડિવિઝનના કઠુઆ અને ડોડામાં મંગળવારે સાંજે આતંકીઓએ હુમલો કર્યો હતો. કઠુઆના હીરાનગરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કાર્યવાહી કરીને પોલીસે એક આતંકવાદીને ઠાર માર્યો છે જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે



  • Jun 12, 2024 08:44 IST

    કઠુઆમાં ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે

    કઠુઆના હીરાનગર વિસ્તારમાં સર્ચ ઓપરેશન માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે રાત્રે અથડામણમાં બે આતંકવાદીઓમાંથી એક માર્યો ગયો હતો, જેના પછી અન્ય આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો.



  • Jun 12, 2024 08:43 IST

    ડોડામાં સેનાના પાંચ જવાન ઘાયલ

    ડીડી ન્યૂઝ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરના ભદરવાહમાં એક ચેક પોસ્ટ પર રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાન અને ડોડામાં એક એસપીઓ આતંકી હુમલામાં ઘાયલ થયા છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.



  • Jun 12, 2024 08:42 IST

    દક્ષિણ કોરિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા

    દક્ષિણ કોરિયાના દક્ષિણ પશ્ચિમી કાઉન્ટી બુએન નજીકના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન એજન્સીએ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી હતી.



  • Jun 12, 2024 08:42 IST

    બુધવારનો દિવસ તમામ રાશિઓ માટે કેવો રહેશે?

    આજે 12 જૂન 2024 બુધવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમામ રાશિના જાતકોનું દૈનિક રાશિફળ



  • Jun 12, 2024 08:09 IST

    રિયાસી આતંકી હુમલાના આતંકવાદીનો સ્કેચ જાહેર

    જમ્મુ-કાશ્મીર પોલીસે રિયાસી આતંકી હુમલામાં સામેલ એક આતંકવાદીનો સ્કેચ જાહેર કર્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ આતંકવાદી વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ