/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/SBI-.jpg)
સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરતા ભારતીય સ્ટેટ બેંક દ્વારા આજે ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ્સનો ડેટા પ્રદાન કરવામાં આવ્યા છે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 12 March 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 12 માર્ચ 2024, મંગળવાર છે. લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાત મુલાકાતે આવ્યા હતા. તેમણે 85 હજાર કરોડથી વધારેના રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું. બીજી તરફ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરતા ભારતીય સ્ટેટ બેંક દ્વારા આજે ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ્સના ડેટા આપવામાં આવ્યા છે. સીએએ લાગુ કરવાનું નોટિફિકેશન બહાર પાડી દીધું છે જેના પગલે દેશનું રાજકારણ ફરીથી ગરમાયું છે. જોકે, આજે સીએએના પગલે દેશમાં કેવો માહોલ છે એ અંગે અહીં અપડેટ્સ જોતા રહો.
રાજસ્થાનના જેસલમેરમાં સેનાનું તેજસ એરક્રાફ્ટ ક્રેશ, પાયલટ સુરક્ષિત
રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય સેનાનું એક એરક્રાફ્ટ ક્રેશ થયું છે. આ અકસ્માત જેસલમેરના જવાહર નગરમાં થયો હતો. જોકે આ અકસ્માતમાં પાયલટ સુરક્ષિત રીતે બચવામાં સફળ રહ્યો છે. પાયલોટ યોગ્ય સમયે વિમાનમાંથી બહાર આવી ગયો હતો. ભારતીય સેનાનું જે વિમાન ક્રેશ થયું તે એલસીએ એટલે કે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ હતું. અકસ્માત સમયે વિમાન ઓપરેશનલ ટ્રેનિંગ પર હતું. અકસ્માત બાદ સેનાએ આ મામલે કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ આપ્યા છે.
હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે સમગ્ર કેબિનેટ સાથે રાજીનામું આપી દીધું
હરિયાણામાં ભારે રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે સમગ્ર મંત્રીમંડળની સાથે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે. તેમના સ્થાને નાયબ સિંહ સૈનીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.
વડાપ્રધાન મોદીએ 10 નવી વંદેભારતને આપી લીલી ઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી રેલ વિભાગના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાંતી પીએમ મોદીએ દેશને 10 નવી વંદેભારત ટ્રેનની ભેટ આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષણાં રેલવેનો સંપૂર્ણ કાયાપલટ થશે. અમારી સરકારે રેલવે બજેટને 6 ગણું વધાર્યું છે ત્યારે એક ભારત શ્રેષ્ઠ ભારતનો પાયો મજબૂત બની રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પહેલા ભારતીય રેલવે રાજનીતિનો શિકાર બનતી હતી. રેલવે સ્ટેશનોમાં ભયંકર ગંદકી હતી. જોકે હવે અમારી સરકારે રેલવેના બજેટને છ ગણું વધાર્યું છે. વિકાસની ગતિ હું ક્યારેય ધીમી પડવા દેતો નથી. અત્યારે જે કામ ચાલે છે એ એક ટ્રેલર છે મારે હજી ગણું આગળ વધવું છે.
- Mar 12, 2024 23:48 IST
દિલ્હી પોલીસ ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ
દિલશાદ ગાર્ડન અને સીમાપુરી વિસ્તારમાં દિલ્હી પોલીસ ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી.
#WATCH दिल्ली पुलिस बल द्वारा आज दिलशाद गार्डन और सीमापुरी क्षेत्र में फ्लैग मार्च निकाला गया। pic.twitter.com/QYavIgymmN
— ANI_HindiNews (@AHindinews) March 12, 2024
- Mar 12, 2024 22:48 IST
અમિત શાહે હૈદરાબાદમાં ભાગ્યલક્ષ્મી મંદિરમાં પ્રાર્થના કરી
તેલંગાણા: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે હૈદરાબાદમાં ભાગ્યલક્ષ્મી મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી.
#WATCH तेलंगाना: केंद्रीय गृह मंत्री अमित शाह ने आज हैदराबाद के भाग्यलक्ष्मी मंदिर में दर्शन किए और पूजा-अर्चना की। pic.twitter.com/UiAf52ERnA
— ANI_HindiNews (@AHindinews) March 12, 2024
- Mar 12, 2024 20:45 IST
લોકસભાની ટિકિટ મળવા બદલ ગેનીબેન ઠાકોરે વરિષ્ઠ નેતાઓનો આભાર માન્યો
બનાસકાંઠાથી પોતાની ઉમેદવારી અંગે કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે હું બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ટિકિટ મેળવવા બદલ AICCના અમારા તમામ વરિષ્ઠ નેતાઓનો આભાર માનું છું.
#WATCH गुजरात: बनासकांठा से अपनी उम्मीदवारी पर कांग्रेस नेता गेनीबेन ठाकोर ने कहा, "बनासकांठा लोकसभा सीट से टिकट मिलने पर मैं AICC के सभी हमारे वरिष्ठ नेताओं का धन्यवाद करती हूं..." pic.twitter.com/l6nIDqAICX
— ANI_HindiNews (@AHindinews) March 12, 2024
- Mar 12, 2024 20:11 IST
એસબીઆઈએ ઇલેક્ટોરલ બોન્ડ્સના ડેટા ચૂંટણી પંચને આપ્યા
સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરતા ભારતીય સ્ટેટ બેંક દ્વારા આજે ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ્સનો ડેટા પ્રદાન કરવામાં આવ્યા છે: ECI
15 फरवरी और 11 मार्च, 2024 के अपने आदेश में शामिल SBI को सुप्रीम कोर्ट के निर्देशों के अनुपालन में, भारतीय स्टेट बैंक द्वारा आज भारतीय चुनाव आयोग को चुनावी बांड पर डेटा प्रदान किया गया है: ECI pic.twitter.com/1gV1L22siv
— ANI_HindiNews (@AHindinews) March 12, 2024
- Mar 12, 2024 19:16 IST
હરિયાણા : સીએમ નાયબ સિંહ સૈનીની સાથે 5 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા
મનોહરલાલ ખટ્ટરના રાજીનામા બાદ નાયબ સિંહ સૈનીએ હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે પાંચ મંત્રીઓએ પણ શપથ લીધા છે. અનિલ વિજને બાદ કરતાં નાયબ સરકારમાં શપથ લેનારા તમામ ધારાસભ્યો ખટ્ટર સરકારમાં મંત્રી હતા અને તેઓ ફરી મંત્રી બન્યા છે. સીએમની સાથે કુલ 5 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા છે. જેમાં કંવપાલ સિંહ, મૂલચંદ શર્મા, રણજીત સિંહ ચૌટાલા, જયપ્રકાશ દલાલ અને ડો. બનવારી લાલ સામેલ છે.
- Mar 12, 2024 18:36 IST
લોકસભા ચૂંટણી : કોંગ્રેસે 43 ઉમેદવારની બીજી યાદી જાહેર, બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ટિકિટ
લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે 43 ઉમેદવારની બીજી યાદી જાહેર કરી છે. અશોક ગેહલોતના પુભ વૈભવ ગેહલોત, કમલનાથના પુત્ર નકુલનાથ અને તરુણ ગોગાઇના પુત્ર ગૌરવ ગોગાઇનું નામ સામેલ છે. ગુજરાતના સાત ઉમેદવારની જાહેરાત કરી છે. ગુજરાતમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય પોરબંદરથી લલિત વસોયા, અમદાવાદ ઇસ્ટથી રોહન ગુપ્તા, અમદાવાદ વેસ્ટથી ભરત મકવાણાને ટિકિટ આપવામાં આવી છે.
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित CEC की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए 43 लोकसभा सीटों पर कांग्रेस उम्मीदवारों की दूसरी लिस्ट जारी की गई। pic.twitter.com/kgWoEkzKt6
— Congress (@INCIndia) March 12, 2024
- Mar 12, 2024 17:39 IST
નાયબ સિંહ સૈનીએ હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
નાયબ સિંહ સૈનીએ ચંદીગઢના રાજભવનમાં હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
#WATCH चंडीगढ़: हरियाणा भाजपा अध्यक्ष नायब सिंह सैनी ने चंडीगढ़ के राजभवन में हरियाणा के मुख्यमंत्री पद की शपथ ली। pic.twitter.com/v5ybtG9APa
— ANI_HindiNews (@AHindinews) March 12, 2024
- Mar 12, 2024 16:58 IST
પોરબંદર : અરબી સમુદ્રમાંથી ફરી ડ્રગ્સ ઝડપાયું, 480 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીની ધરપકડ
પોરબંદરના અરબી સમુદ્રમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBએ સંયુક્ત ઓપરેશન પાર પાડી પોરબંદરથી 350 કિલોમીટર દૂર જળસીમામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપી લીધો છે. 480 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
Six Pakistanis were nabbed with a huge quantity of drugs in a joint operation of Gujarat ATS, Indian Coast Guard and NCB. Drugs worth Rs 480 crores were seized. They will be brought to Porbandar. Coast Guard, ATS and NCB together have seized drugs worth Rs 3,135 crores so far.
— ANI (@ANI) March 12, 2024
- Mar 12, 2024 16:26 IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેસલમેરમાં પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જની મુલાકાત લીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેસલમેરમાં પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જની મુલાકાત લીધી
#WATCH राजस्थान | प्रधानमंत्री नरेंद्र मोदी ने जैसलमेर के पोखरण फील्ड फायरिंग रेंज का दौरा किया। pic.twitter.com/QXEa35lwv6
— ANI_HindiNews (@AHindinews) March 12, 2024
- Mar 12, 2024 15:27 IST
રાજસ્થાનના જેસલમેરમાં સેનાનું તેજસ એરક્રાફ્ટ ક્રેશ, પાયલટ સુરક્ષિત
રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય સેનાનું એક એરક્રાફ્ટ ક્રેશ થયું છે. આ અકસ્માત જેસલમેરના જવાહર નગરમાં થયો હતો. જોકે આ અકસ્માતમાં પાયલટ સુરક્ષિત રીતે બચવામાં સફળ રહ્યો છે. પાયલોટ યોગ્ય સમયે વિમાનમાંથી બહાર આવી ગયો હતો. ભારતીય સેનાનું જે વિમાન ક્રેશ થયું તે એલસીએ એટલે કે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ હતું. અકસ્માત સમયે વિમાન ઓપરેશનલ ટ્રેનિંગ પર હતું. અકસ્માત બાદ સેનાએ આ મામલે કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ આપ્યા છે.
#WATCH | Rajasthan | A Light Combat Aircraft (LCA) Tejas of the Indian Air Force crashed near Jaisalmer today during an operational training sortie. The pilot ejected safely. A Court of Inquiry has been ordered to ascertain the cause of the accident. pic.twitter.com/3JZf15Q8eZ
— ANI (@ANI) March 12, 2024
- Mar 12, 2024 15:11 IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોખરણ પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે યોજાયેલી ત્રિ-સેવા કવાયત "ભારત શક્તિ" માં ભાગ લીધો હતો.
#WATCH पोखरण, जैसलमेर (राजस्थान): प्रधानमंत्री नरेंद्र मोदी ने पोखरण फील्ड फायरिंग रेंज में आयोजित त्रि-सेवा अभ्यास "भारत शक्ति" में हिस्सा लिया। pic.twitter.com/FR8w38Jepn
— ANI_HindiNews (@AHindinews) March 12, 2024
- Mar 12, 2024 14:44 IST
મનોહર લાલ ખટ્ટરના રાજીનામા બાદ નાયબ સૈની નવા સીએમ બનશે
હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. નાયબ સિંહ સૈનીના નામને ધારાસભ્ય દળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. તેઓ નવા સીએમ હશે. આ સાથે 5 નવા ચહેરા પણ કેબિનેટમાં સામેલ થઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહ પણ આજે સાંજે 5 વાગ્યે યોજાશે.
- Mar 12, 2024 13:39 IST
CAAને લઈને આસામમાં આજે બંધ
નાગરિકતા (સુધારા) અધિનિયમ એટલે કે CAA લાગુ થતાંની સાથે જ દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. વિરોધ પ્રદર્શનને જોતા ઘણા રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ, આસામ અને દિલ્હી તે સંવેદનશીલ રાજ્યોમાં સામેલ છે, અહીં પોલીસ એલર્ટ મોડ પર છે.
- Mar 12, 2024 12:16 IST
હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે સમગ્ર કેબિનેટ સાથે રાજીનામું આપી દીધું
હરિયાણામાં ભારે રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે સમગ્ર મંત્રીમંડળની સાથે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મનોહર લાલ ખટ્ટર આજે સાંજે 4 વાગ્યે સમગ્ર કેબિનેટની સાથે નવેસરથી શપથ લેશે.
- Mar 12, 2024 12:02 IST
ગાંધી આશ્રમથી વડાપ્રધાન મોદી એરપોર્ટ જવા રવાના
સાબરમતી અને કોચરબ આશ્રમના રી ડેવલોપમેન્ટ પ્લાનિંગનું લોંન્ચિંગ કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ જવા રવાના થયા છે.
- Mar 12, 2024 11:21 IST
PM મોદીના હસ્તે સાબરતમી આશ્રમ માસ્ટર પ્લાન લોંચ, કોચરબ આશ્રમના રિ-ડેવલોપમેન્ટનું પણ ખાત મુહૂર્ત
સાબરમતી રેલવે વિભાગના કાર્યક્રમમાં વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપીને પીએમ મોદી સાબરમતી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. સાબરમતી ગાંધી આશ્રમ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટના માસ્ટર પ્લાનનું વડાપ્રધાન દ્વારા રિમોટ માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યો. આ સાથે કોચરબ ગાંધી આશ્રમના રિ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું પણ ખાત મુહૂર્ત કર્યું હતું.
- Mar 12, 2024 10:51 IST
PM મોદીએ ગાંધી આશ્રમમાં પહોંચ્યા, આશ્રમનો માસ્ટર પ્લાન નિહાળ્યો
સાબરમતી રેલવે વિભાગના કાર્યક્રમમાં વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપીને પીએમ મોદી સાબરમતી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગેની માહિતી મેળવી હતી.
- Mar 12, 2024 10:04 IST
અમારી સરકારે રેલવેના બજેટને છ ગણું વધાર્યું છે : વડાપ્રધાન મોદી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પહેલા ભારતીય રેલવે રાજનીતિનો શિકાર બનતી હતી. રેલવે સ્ટેશનોમાં ભયંકર ગંદકી હતી. જોકે હવે અમારી સરકારે રેલવેના બજેટને છ ગણું વધાર્યું છે. વિકાસની ગતિ હું ક્યારેય ધીમી પડવા દેતો નથી. અત્યારે જે કામ ચાલે છે એ એક ટ્રેલર છે મારે હજી ગણું આગળ વધવું છે
- Mar 12, 2024 10:04 IST
એક ભારત શ્રેષ્ઠ ભારતનો પાયો મજબૂત બની રહ્યો : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષણાં રેલવેનો સંપૂર્ણ કાયાપલટ થશે. અમારી સરકારે રેલવે બજેટને 6 ગણું વધાર્યું છે ત્યારે એક ભારત શ્રેષ્ઠ ભારતનો પાયો મજબૂત બની રહ્યો છે.
- Mar 12, 2024 10:00 IST
વડાપ્રધાન મોદીએ 10 નવી વંદેભારતને આપી લીલી ઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી રેલ વિભાગના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાંતી પીએમ મોદીએ દેશને 10 નવી વંદેભારત ટ્રેનની ભેટ આપી હતી.
- Mar 12, 2024 09:25 IST
આતંકવાદી-ગેંગસ્ટરના સંબોધોના પગલે NIAનું ચાર રાજ્યોમાં 30 સ્થળોએ સર્ચ ઓપરેશન
NIA આતંકવાદી-ગેંગસ્ટરના સંબંધોને લગતા કેસમાં 4 રાજ્યો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં 30 સ્થળો પર સર્ચ કરી રહી છે.
- Mar 12, 2024 09:15 IST
પોખરણમાં આજે ત્રણેય સેનાઓના સ્વદેશી શસ્ત્રોની શક્તિનું પ્રદર્શન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (12 માર્ચ) રાજસ્થાનના પોખરણમાં ત્રણેય સેનાઓની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓનું પ્રદર્શન જોશે. ત્રણેય સેનાઓ દ્વારા જીવંત ફાયર અને કવાયતના સ્વરૂપમાં સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓના સમન્વયિત પ્રદર્શનને 'ભારત શક્તિ' નામ આપવામાં આવ્યું છે. ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને વાયુસેના લગભગ 50 મિનિટ સુધી દાવપેચ કરશે અને મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ ઉત્પાદિત શસ્ત્રોનું પ્રદર્શન કરશે.
- Mar 12, 2024 09:13 IST
મધ્ય પ્રદેશમાં ટ્રેકે જાનૈયાઓને અડફેટે લીધા, છના કમકમાટી ભર્યા મોત
મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં રાયસેન જિલ્લાના સુલતાનપુરના ઘાટ ગામ નજીક જાનૈયાઓ એક અનિયંત્રિક ડમ્પર લોકો પર ફરી વળ્યું હતું જેમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
https://twitter.com/ani_digital/status/1767370470335156403?
- Mar 12, 2024 08:56 IST
ભાજપ અને કોંગ્રેસની બીજી યાદી આજે જાહેર થઈ શકે છે
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી મંગળવારે એટલે કે આજે જાહેર થઈ શકે છે. સોમવારે ભાજપ અને કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી અને ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે અને ભાજપે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
- Mar 12, 2024 08:53 IST
શું કેન્દ્રના કાયદાને લાગુ કરવા ઇન્કાર કરી શકે છે કેરળ અનં બંગાળ?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/amit-shah-caa.jpg)
લોકસભા ચૂંટણી પહેલા દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ કરી દીધો છે.કેરળ અને બંગાળ જેવા રાજ્યો સીએએને લાગુ કરશે કે આ કાયદાને લાગુ કરવા માટે ઇન્કાર કરી દેશે. અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ સમાચાર
- Mar 12, 2024 08:33 IST
મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/tuesday-horoscope-1.jpg)
12 માર્ચ 2024, મંગળવારનો દિવસ તમામ 12 રાશિના લોકો માટે કેવો રહેશે, અહીં ક્લિક કરીને વાંચો તમારું દૈનિક રાશિ ભવિષ્ય
- Mar 12, 2024 07:56 IST
સીએએ લાગુ થયા બાદ દેશનું રાજકારણ ગરમાયું
કેન્દ્ર સરકારે સોમવારે સીએએ લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડી દીધું છે. જેના પગલે લોકસભા ચૂંટણી પહેલા દેશનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષમાં ભારે વિરોધ થઈ રહ્યો છે તો દેશમાં આવેલા શરણાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
- Mar 12, 2024 07:55 IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવશે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં હજારો કરોડોના રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે. સાથે જ કોચરબ આશ્રમનું પણ ઉદ્ઘાટન કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us